https://youtu.be/MDksv1uJutk?si=ctlEziurmV__V5E1
Labels
Saturday, 31 May 2025
અગર તું સાંભળે
https://youtu.be/MDksv1uJutk?si=ctlEziurmV__V5E1
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
મારે તારા જેવી સમજદાર બે ચાર જણી
*બ્લાસ્ટ*
લોકો /લોકીને સાચી ખોટી વાહ વાહ કરી હવા હવા કરનારા અર્થાત્ ખોટી વાહ વાહી કરી હવા ભરનારા ભર,નારી જોઈએ હજાર જણા જણી...
"અનંત" મારે, મન સમજદાર, સમજનાર,/ તારા જેવી સમજ,નારી બેચાર ઘણા/ઘણી...
આવું કાં'ક કહ્યું હતું વર્ષો પહેલા ભાઈબંધ અનંતે....
પ્રેમથી એની બે, ચાર, પાંચ,છ, સાત, આઠ....
ચહીતીને...
*બ્લાસ્ટ*
જે ભીતર ની વાત સમજી શકે "અનંત" એને પછી બહાર ની વાત સમજવામાં વાર નથી લાગતી.
"અનંત"
ઘોઘો એક નો એક ..!
ઘોઘી મગર અનેક !
અકલે .....
ફનફ્યૂઝ તો થઈ જવાય...
હાં.! હાં.! પ્રેમથી....
"મારે નૈ તારે "
બે અર્થમાં ...
"પ્રેમ પણ મારે નૈ તારે છે"
મતલબ સે ભરી "બે"મતલબ કી બાતે ... :)
... અને દૂ:ખી ઘોઘી, દૂ:ખી સ્વરે ઘોઘાને કહે છે ..!
પણ ઘોઘી શું કહે છે એ ઘોઘો સમજતો નથી
અકલે ઘોઘીની આંખમાં આસું આવી જાય છે !
અકલે ઘોઘો કહે છે ઘોઘીને કે ,
અરે ઘોઘી આ શું ! તારી આંખમાં આસું ?
ઘોઘી આંખ નીચી કરીને ઘોઘા સામે બેસી જાય છે !
અકલે ઘોઘો કહે છે કેમ ઘોઘી શરમાઈ ગઈ તું !?
અકલે ઘોઘી કહે ના રે ... શરમાઈ ક્યાં ?
અકલે ઘોઘો કહે અહિયાં ..!
ઘોઘી ફરી કહે છે ના રે ...
અકલે ઘોઘો કહે છે અચ્છા અહિયાં નહીં તો ક્યાં ઘેર બેઠા ?
ઘોઘી કહે નારે ...
અકલે ઘોઘો કહે,
લે પણ, તો પછી નયનો અર્થાત, નૈન અર્થાત અકલે કે એજે કહેવાય તે,પણ તારી આંખો તો નમણી શર્મિલી નારની જેમ ઢળેલી છે ..!
અકલે ઘોઘી કહે નારે..! એ તો દુ:ખથી ઢળી ગઈ...
અકલે ઘોઘો કહે , તો પહેલા કહેવાય ને ..!
ઘોઘાની અક્કલ વગરની વાતો સાંભળીને,
ઘોઘી જોર શોરથી રડી આંસુની છોળો ઊડી.
અકલે ઘોઘો કહે ,
ઓહ ! ઘોઘી તું આકલું બધુ કાં રડે..?
મને કાંય ખબર પડે ...!
એવું તે શું દૂ:ખ !
અકલે ઘોઘી કહે અઘરું છે !
અકલે ઘોઘો કહે છે.
કે' તો ખબર પડે !
હું એમનેમ કેમ સમજુ !
અકલે ઘોઘી ઉદાસ સ્વરે કહે ,
નહીં, મારે કોઈને કંઈ નથી કહેવું.
અને પછી ઘોઘાએ એક ફકરામાં નકરા નફકરા જવાબ આપ્યા ...
સ્વભાવ મુજબ બે, ફિકર થઈને ઘોઘો ઘોઘીને કહે છે.
તો ના કે ,
ઘોઘી ફરી એજ કહે છે ,
મારે કોઈને કઈ નથી કહેવું.
અકલે ઘોઘો કહે છે ..
લે પણ.! મે ક્યાં કોઈને કહેવાનું કહ્યું "અર્થાત ....
ઘોઘાના કહેવાનો મતબલ એ હતો કે મને તો કે !
ઘોઘી ફરી એજ કહે છે.
મારે કોઈને કઈ નથી કહેવું.
અકલે ઘોઘો કહે છે કે,
શું તને ચિંતા છે કે હું તારા આસું લઈ લઇશ ?
અકલે વળી પાછી કદાચ ઘોઘી ઉદાસ સ્વરે બોલી.
નહીં, કંઈ નહીં ,બસ ! કંઈજ નહીં !
અને પછી ઘોઘાએ ભાઈબંધ વાળી વાત કહી.
જે વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહિતીને કહી 'તી
જ્યારે અનંતની ચહિતી અસસ્લ ઘોઘી માફક્જ ..!
ચૂપ ચાપ અનંત સામે આવીને બેસી ગયેલી...
અનંતે પેલીને એના મૌન આસું નું કારણ અનેક વાર પૂછ્યું પછી પણ પેલી, કઈ નહીં ..! બસ કાઇજ નહીં..! એમ કહેતી રહી ત્યારે અનંતે પેલીને પ્રેમથી કહ્યું.
તું ભલે કઈ નહીં ..! બસ કાઇજ નહીં..! કર્યા કરે અને, કશુંજ ના બોલે, મગર હું જાણું છું.!
તું પણ ઇનકાર નહીં કરી શકે ! કે ,
કઈ નહીં મહી પણ "અનંત..."
કંઈ કેટલુંય છુપાયું હોય છે !
આવુ માર્રો ભાઈબંધ અનંત કહેતો હતો.
ખુશી હો યા દૂ:ખ !
અવસર આવ્યે ...
હોઠ અને આંખ સમેત આખે આખો ચહેરો ચાડી ખાય છે.
આખરે તો, દૂ:ખ આસું રૂપે આંખો માંથી છલકાયજ જાય છે ... !
હોય જો ખુશી તો ચહેરો હસે છે,'ને હોઠ મલકાય છે...!
એક હદ પછી જે ભીતર દબાયું , દટાયું હોય છે,
"અનંત" તે બધુજ આખરે એક સામટું આંસુ સમેત બહાર આવીજ જાય છે !
હું જાણું છું ! કઈ નહીં મહીં પણ "અનંત"...... કંઈ કેટલુંય છુપાયું હોય છે ..!
ખુશી હો યા દૂ:ખ આખરે બહાર એ આવેજ છે.! જે ભીતર લપાયું હોય છે ..!
"અનંત"
અર્થાત અનંત નો કહેવાનો મતબલ એકલોજ હતો કે બૌ હુશિયારી મારવી નૈ ...
અવસર આવ્યે બધુજ બહાર આઈ જાય છે !માલિપા છુપાયું હોય એ જે કૈ...
આવું આવું બધુ વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહિતી કહ્યું હતું ...
એ કઈ ચહિતી હતી એ, મને નથી ખબર ...
જો કે ઘોઘી એ તો કહી જ દીધેલું ...
નથી સાંભળવી મારે તારા ભાઈબંધ અનંતની કંઈ પણ કોઈજ વાત ..!
અકલે ઘોઘાએ પણ કૈ દીધું ,
ના સાંભળવી હોય તો કાય નૈ ...
અને પછી ...?
શું થયું ???
મને ખબર નથી ... ! :)
&&&&&&...
એક વાર અચાનક ઘોઘી એ ઘોઘાને સવાલ કરતાં પૂછ્યું.
હેં ઘોઘા, છોડી દેવાનું મન થાય ત્યારે છોડી દેવાય કે નૈ ...?
ઘોઘો કહે કેમ નહીં, છોડી દેવાય...
પણ છોડવાનું કારણ શું ?
ઘોઘાએ ઘોઘીને પૂછ્યું.
ઘોઘી કહે પરેશાની અર્થાત ડિસ્ટર્બ થાય છે !
ઘોઘી એ ઘોઘાને અંગ્રેજીનું ગુજરાતી કરીને કહ્યું.
અકલે ઘોઘો કહે સાંભળ ઘોઘી ...
"હાં બોલ ! "
ઘોઘો શું જવાબ આપશે એ સાંભળવા અધીરી ઘોઘીએ એકીટસે ઘોઘા સામે જોઈ કહ્યું.
હાં બોલ .!
ઘોઘાએ કહ્યું.
"હાં તો સાંભળ ઘોઘી.! "
અગર છોડ્યા પછી ખરેખર ડિસ્ટર્બ અર્થાત પરેશાની પૂરી થઈ જવાની હોય ,
તો, ચોક્કસ છોડી દેવાય જે પણ હોય, જે કંઈ પણ હોય, જે કોઈ પણ હોય એ...
પણ અગર એ પછી પણ પરેશાની થવાની હોય,
યા પહેલા કરતાં વધવાની હોય તો,
બહેતર છે ના છોડો બિલકુલ ના છોડો પણ ઓછું કરો.!
જે પણ હોય, જે કંઈ પણ હોય, જે કોઈ પણ હોય ...
અને હાં ઘોઘી એક ઔર હકીકત...
ઘોઘી એ કહ્યું , હાં, બોલ ઘોઘા !
ઘોઘાએ કહ્યું.
"છોડ્યા પછી અકસર છોડ્યા પહેલા કરતાં હંમેશા પરેશાની વધતી હોય છે !"
ઘટતી નથી હોતી !
છોડ્યા પછી પણ મન સતત એનેજ જોતું, ખોજતું ઝંખતુ હોય છે !
અને ક્યારેક એનાથી ઉલ્ટુ પણ થાય.
ખરેખર મનને અકલે આમ તો જો કે આપણને એ ખબરજ નથી હોતી કે આખરે એક જીવને શું જોઈતું હોય છે.!?
અને એટલેજ મન ભટકતું હોય છે !
હાં આત્મા ને પાક્કી ખબર હોય છે.! કે એને શું જોઈએ છે !
આત્મા શુધ્ધ હોય છે !
મન બુધ્ધું હોય છે, આત્મા બુધ્ધ હોય છે !
એટલે જે શુધ્ધ હોય એ શુધ્ધજ શોધે છે !
અને એ આત્મા પ્રેમાળ પણ હોય છે એટલે માત્ર પ્રેમ શોધે છે !
પણ એ પ્રેમ જે આત્મા ઝંખે છે એ મળવો એટલો આસાન નથી હોતો !
એના માટે ધીરજ હોવી જોઇયે જન્મો જનમ રાહ જોવી પડે !
પણ મન અધીરું હોય છે ! બુધ્ધું પણ હોયજ છે.!
એટલે એ જે સામે આવે તેને પ્રેમ સમજી બેસે છે !
આવું આવું બધુ મારો "અજ્ઞાની" ભાઈબંધ કહેતો.
પછી એ એવિ પણ સલાહ સાવ મફતમાં દેતો કે,
બહેતર છે કે તમે પકડો પણ નહીં અને છોડો પણ નહીં !
અર્થાત ... ?
મે જ્યારે આવું પૂછ્યું ત્યારે એણે કહ્યું કે ,
તમે કશું કરીજ શકતા નથી !
હાં તમે કરો છો એવો ભ્રમ જરૂર સૌને થાય છે !
બાકી બધુ જ થતું હોય છે , થઈ જતું હોય છે !
અકલે પછી બૌ ભાર નૈ રાખવાનો એવો.
એનો કહેવાનો અર્થ થતો હશે .! કદાચ ..!
પાક્કુ અકલે નથી કહેતો કેમકે એણે જે કહ્યું એ બૌ અટપટું કહ્યું.
અકલે,
મને તો કાંય સમજાયું નૈ
અકલે હું હળવો થવાને બદલે ભારે ભારે થઈ ગ્યો ...
અને, ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ...
કાયમ છેલ્લે છેલ્લે જ દાટ વાળે છે..!
હુંહ ! એવો છણકો કરી પગ પછાડતી ઘોઘી ભાગી ગઈ...
*બ્લાસ્ટ*
"અનંત"
જ્યારે મારી પાસે, મારી સાથે કોઈ નથી હોતું ત્યારે...
મારી સાથે, મારી પાસે "હું" હોઉ છું !
"અનંત"
*બ્લાસ્ટ*
જાત અનુભવને આધારે વર્ષો પહેલા ભાઈબંધ અનંતે કહ્યું / લખ્યું હતું કે ,
પુરુષને પ્રેમમાં પડતાં વાર નથી લાગતી.
મગર બસ પછી ઊભા થતાં વાર લાગે છે .
ક્યારેક તો વર્ષો ના વર્ષો ....
જ્યારે સ્ત્રી પણ પ્રેમ માં પડે છે પણ જલ્દી પડતી નથી...!
અર્થાત :- સ્ત્રી ખૂબ સમજી વિચારીને ધીરે ધીરે પ્રેમમાં પડતી હોય છે ..!
મગર "સંજોગે" ઊભી જડપથી થઈ જતી હોય છે..!
અને પછી ચાલવા લાગે છે.
આજીવન જેની સાથે જોડાય તેની સાથે.
બહાર મરજીથી જીવતી હોય એવુ લાગે, મગર ભીતરથી જીવે એની સાથે પરાણે પરાણે... ં
"અપવાદ બાદ કરતાં"
આ બાબતે
"પુરુષોમાં કોઈજ અપવાદ નથી "
પ્રેમમાં પડવા પરુષ સામે આવનાર સ્ત્રી..!
સુંદર હોય એ વાત જુદી છે, બાકી જરૂરી નથી.!
બસ એ એક સ્ત્રી હોય એ કાફી છે...!
અને જો કે માત્ર સ્ત્રીજ હોય તો પડીને ઊભા થવું આસાન થઈ જાય છે ..!
મગર અગર જો એ સ્ત્રી સુંદર પણ હોય તો..?
તો તો ભૈ પુરુષ એને જોતાં વેંત પડી જાય છે .!
ક્યારેક તો ઉમર પણ દેખાતી બંધ થઈ જાય છે.!
અર્થાત :- અમુક અમુક કેસમાં તો ઉમર નો તફાવત પણ ભૂલાય ભુંસાય જાય છે ..!
પુરુષ એના પ્રેમમાં ..! છેક લગી લડી લેવા મજબૂર થઈ જાય છે ..!
જો કે આવું તો સ્ત્રી પક્ષે પણ બની શકે !
જ્યારે સ્ત્રી સુંદરતા બાબતે જુદી છે .!
જો કે એક સ્ત્રી સામે જ્યારે "સુંદર" પુરુષ આવી જાય છે ત્યારે ...
સ્ત્રીની દશા પણ પુરુષ જેવીજ થઈ જાય છે ..!
તેમ છતાં એ પ્રતિભાને પણ ધ્યાને લ્યે છે ..!
એની સામે આવનાર માત્ર પુરુષ હોય એટલુંજ પૂરતું નથીજ હોતુ ..!
"અનંત"
આ માત્ર ભાઈબંધનું અનુભવ સિધ્ધ અજ્ઞાન છે.!
કોઈએ એ માનવું કે સ્વીકારવું બિલકુલ જરૂરી નથી ..!
એવું હું ભાઈબંધ અનંત વતી ખુલાસો કરતાં કહું છું ..!
કારણ કે એ અનંત પણ સ્પષ્ટ હતો તેથી કહેતો કે, માનવા ન માનવાની છુટ છે મગર મનાવવાની ચોખ્ખી મનાઈ છે.!
અકલે પછી કોઈને બબાલ કરવાનો અવકાશજ ના રહે ..!
અકલે મારે ચોખ્ખું ને ચટ્ટ કહેવું પડે ..!
નૈ તો વિવાદ પ્રિય લોકો પાડા ના વાંખે પખાલીને ડામ આપવા લાગે ..!
ઈવડો ઇ પાડો તો જો કે વર્ષો પહેલાજ બૌ આઘો વયો ગ્યો...
કદાચ એટલેજ..!
અને, જો કે
એવા હું ડામ ખમુ નૈ ...
અકલે કોઈને હું ગમુ નૈ...
"અનંત"
જ્યારે મારી સાથે ,મારી પાસે કોઈ નથી હોતું ,
ત્યારે...
મારી પાસે, મારી સાથે "હું" હોઉ છું !
"અનંત"
બ્લાસ્ટ :-
આ હકીકત પણ જાણી લે પ્રિયે કે ,
દુનિયાના લોકો સારા કે સાચા નથી એમ કહેતા પહેલા..
મારે સો વાર વિચારવું પડે .! અને ,
વિચારના અંતે સ્વીકારવું પડે કે,
હું પણ નખશીખ સાચો કે સારો નથીજ ..!
ભાઈબંધ અનંત પાસેથીજ આ સત્ય સ્વીકારતા હું શીખ્યો છું ..!
એક રાત્રે જ્યારે અમારા ત્રણેય વચ્ચે,
સ્વાર્થની નિશ્વાર્થની વાત ચાલતી હતી ત્યારે...
ભાઈબંધ અજ્ઞાનીએ એ ખુદ પણ સ્વાર્થી છે એવુંસ્વીકારતા મારી અને અનંતની સામે જોઈને કહ્યું હતું પરિયા તું સ્વાર્થી છે હું પણ સ્વાર્થી છું ..!
અને પછી અનંત સામે નિશાન તાકતા કહેલું.
અનંત તું તો બડો સ્વાર્થી છે..!
જો કે ,
દુનિયા આખી છે સ્વાર્થી ..
આટલું કહી પછી અજ્ઞાનીએ કહેલું કે,
હું ક્યાં કહું છું કે સ્વાર્થ ના હોવો જોઈએ ..!
"અજ્ઞાની" મગર સ્વાર્થમાં છુપો પરમાર્થ હોવો જોઇયે ...!
અકલે અગર જો મારે કોઈ છુપો સ્વાર્થ સાધવો હોય તો, પહેલા ચેતવીને અનંતના શબ્દો ઉછીના લઈને ,
પરમાર્થ સિધ્ધ કરવો પડે ..!
તો,
"અનંતના શબ્દો ને સહારે સહારે"
હું તને પણ ચેતવું છું ..!
બે અર્થમાં.
"ચેતવું ચેતવવું પ્રગટાવવું "
જોવાનું એ રહે છે કે તું ચેતે છે , ચેતી જાય છે કે પછી
પ્રગટે છે પ્રેમ તારીયે ભીતર ....
હાં તો,
ઊંડા જાત અનુભવના આધારે વર્ષો પહેલા ..
ભાઈબંધ અનંતે લખ્યું/કહ્યું હતું કે,
પ્રકૃતિગત પૃરુષ ગમે ત્યારે જાણે અજાણે પ્રયાસે અનાયાસે..
ક્યારેક કોઈ કોઈ ક્ષણે પુરુષ વેડા કરીજ બેસે છે ..!
પ્રેમ કરવા માટે સ્ત્રીને પુરુષની અને,
પુરુષને સ્ત્રીની જરૂર પડેજ છે .!
અને, પ્રેમમાં તો સ્ત્રી પણ પડેજ છે ..!
પણ પુરુષને પ્રેમમાં પડતાં વાર નથી લગતી ..!
બસ, પછી ઊભું થતાં વાર લાગે છે ..!
ક્યારેક તો વર્ષોના વર્ષો...
જ્યારે સ્ત્રી જલ્દી નથી પડતી ..
અર્થાત સ્ત્રી પહેલ નથી કરતી ..
અર્થાત :- સ્ત્રી ખૂબ સમજી વિચારીને પ્રેમમાં પડતી હોય છે ..!
જો કે મારા કિસ્સામાં જરા ઊલટું છે ..!
એને હું મારુ ભાગ્ય સમજુ છે કે,
"આજ સુધી મારી સામે મારી સાથે છોકરીઓ એજ પહેલ કરી છે "
અને "સંજોગે ઊભી પણ જલ્દી થઈ જતી હોય છે ..!
અને પછી ચાલવા લાગે છે...
જે આજીવન "શરીર" જેની સાથે જોડાય તેની સાથે ...
"અપવાદ બાદ કરતાં "
આ બાબતે જોકે
"પુરુષોમાં કોઈ અપવાદ નથી"
અર્થાત પુરુષ બધા સરખા .
પ્રેમમાં પડવા પુરુષ સામે આવનાર સ્ત્રી .!
સુંદર હોય એ વાત જુદી છે બાકી, જરૂરી નથી..!
બસ એ એક સ્ત્રી હોય એ જરૂરી છે !
બસ એ એક સ્ત્રી હોય એજ કાફી છે .!
અને એ માત્ર સ્ત્રીનું શરીરજ હોય તો તો વહેલું મોડુ પણ પડીને ઊભા થવું આસાન થઈ જાય છે ..
મગર...
અગર જો એ સ્ત્રી માત્ર સ્ત્રીનું શરીર નહીં...!
બલ્કે, આખે આખી બહારથી ભીતરથી
તનથી ,મનથી , સ્વભાવથી , આત્માથી પણ ..!
એ અગર સુંદર સ્ત્રી હોય...
તો તો ભૈ પુરુષ એને જોતાવેંતજ પડી જાય છે એના પ્રેમમાં, ક્યારેક ક્યારેક તો ઉમર પણ દેખાતી બંધ થઈ જાય છે ..!
અર્થાત :- ઉમરનો તફાવત પણ ભૂલાય ભુસાય જાય છે ..!
એવી સહજ સુંદર સ્ત્રીના પ્રેમમાં ...
પુરુષ છેક લગી લડી લેવા મજબૂર થઈ જતો હોય છે ..!
આવું તો સ્ત્રી પક્ષે પણ બનીજ શકે .!
પણ સ્ત્રી પુરુષની સુંદરતા બાબતે જરા જુદો ખ્યાલ રાખે છે !
છતાં પણ એક સ્ત્રી સામે જ્યારે "સુંદર"પુરુષ આવી જાય છે ત્યારે...
દશા સ્ત્રીની પણ પુરુષ જેવીજ થઈ જતી હોય છે ..!
તેમ છતાં સ્ત્રી પુરુષની પ્રતિભાને પણ ધ્યાને લ્યે છે ..!
એની સામે આવનાર માત્ર પુરુષજ હોય એટલું પૂરતું નથીજ ..!
"અનંત"
આ માત્ર ભાઈબંધ અનંતનું અનુભવ સિધ્ધ અજ્ઞાન છે!
તારે કે કોઈએ પણ એ સ્વીકારવું બિલકુલ જરૂરી નથી..!
એવું હું ભાઈબંધ અનંત વતી ખુલાસો કરતાં કહું છું..!
કેમકે કે અનંત પણ એવુજ કહેતો અને માનતો કે ,
જેને જે માનવું હોય એ માને કોઈને પણ કઈ પણ ..!
માનવાની કોઈજ મનાય નથી ..!
બસ મનાવવાની બિલકુલ મનાઈ છે ..!
અર્થાત :- હું જે માનું છું એ તમે પણ માનો ..!
એવો હઠાગ્રહ નહીં રાખવાનો ..!
કે ના તો પરાણે ઠસાવવાનો પ્રયાસ કરવાનો.
કોઈ પોતાની સહજ સમજ પૂર્વક મારી વાત માને તો ઠીક છે ..!
આવું "અનંત" સ્પષ્ટ કહેતો અકલેજ ..!
હું અનંત વતી ખુલ્લીને ખુલાસો કરું છું ..!
અકલે પછી કોઈને પણ .!
આ બાબતે બબાલ કરવાનો કોઈજ અવકાશ ના રહે ..!
અકલે મારે ચોખ્ખું ને ચટ્ટ કહેવું પડે છે ..!
નૈ તો ઘણા વિવાદ પ્રિય લોકો અકલે કે,
બબાલ પ્રિય બાબલાઑ અને બેબલીઓ ..!
તરતજ પાડા ના વાંકે પખાલીને ડામ આપે ..!
એવા હોય છે ..!
હવે ઈવડો ઇ પાડો તો બૌ દૂર નીકળી ગયો ...
જેનો આજ સુધી આતો પતો નથી...!
અને હું એવા ડામ ખમુ નૈ ..
અકલે હું કોઈને ગમુ નૈ ...
*બ્લાસ્ટ*
ઘોઘો વાતે વાતે હરેક વાતે ભાઈબંધ અનંત આમ કહેતો, ભાઈબંધ તેમ કહેતો, ભાઈબંધ કહેતો કે,
ઘોઘા ના મોઢે જ્યારે ત્યારે ગમે ત્યારે ભાઈબંધની વાત સાંભળી મનોમન ઘોઘા ના ભાઈબંધ અનંતને મળવા ઝંખતી હતી. ઘણી વાર ઘોઘીએ ભાઈબંધ અનંત વીશે ઘોઘાને પુછવાની ઘણીવાર કોશીષ કરી હતી ઘોઘો હંમેશા અટપટા અને ઉડાવ જવાબ આપતો. ક્યારેક કહેતો બૌ દૂર ચાલ્યો ગયો... ઘોઘીએ ઘણીવાર જાણવાની કોશિષ કરી કે તારો ભાઈબંધ અનંત ક્યાં છે.? અનંત કેવો છે.? તે એનુ ધ્યાન કેમ ના રાખ્યુ..?
ઘોઘા નો પુરૂષ સહજ અહં ઘવાયો અને કદાચ કોઈ અન્ય ગુઢ કારણે ઘોઘો અકળાયો...
અને ગુસ્સે થઈ ઘોઘીને ખીજાયો...
અનંત અનંત અનંત...
શું જ્યારે ત્યારે અનંતના જાપ જપે છે હું તારી સામે છું.!
હાં ઘોઘી હું તારો ઘોઘો તારી સામે છું..!
અને તું જ્યારે હોય ત્યારે અનંત વીશે પુછ પુછ કરે છે..?
ઘોઘી સમજી નથી શકતી, ઘોઘી મનોમન વિચારે છે કે જ્યારે પણ ઘોઘાને અનંત વીશે હું કૈ પણ પુછુ છુ ત્યારે યા તો ઘોઘો ઉદાસ થઈ જાય છે યા તો ગુસ્સે..! આખરે એવુ તે શું છે.?
ગુસ્સાએલ ઘોઘા ને શાંત પાડવા પાણી આપતાં ઘોઘાએ હળવેકથી ઘોઘાને કહ્યું.
ઘોઘા સાચુ કે ને તારો ભાઈબંધ અનંત હવે ક્યાં છે.?
ઘોઘી ના સવાલોથી તંગ આવી ઘોઘો ગુસ્સે થઈ ઉંચા અવાજે બોલ્યો.
મરી ગયો... ઘોઘી મરી ગયો માર્રો ભાઈબંધ અનંત વર્ષો પહેલાં મરી ગયો છે..!
ઘોઘાની આવી વાત સાંભળી હવે ઘોઘી ગુસ્સે થઈ અને ઘોઘાને ઘઘલાવતા કહ્યું.
એમ..!? તો પછી શું જ્યારે ત્યારે વાતે વાતે ભાઈબંધ આમ કહતો, અનંત તેમ કહેત, ભાઈબંધ કહેતો કે, એમ કહીને તું શું જ્યારે ને ત્યારે અનંતના જાપ જપે છે.!?
જ્યારે જુઓ ત્યારે ભાઈબંધ ભાઈબંધ ને ભાઈબંધ...
ઘોઘા યાદ રાખજે એક દિવસ હું તારા ભાઈબંધને શોધી લઈશ....
થોડીવાર પહેલા ઘોઘી પર ગુસ્સે થયેલા ઘોઘાએ કાંચીડાની જેમ રંગ બદલ્યો...
અને હસતા હસતા ઘોઘીને કહ્યું.
હાં ઘોઘી મગર ત્યારે દિવસ નૈ હોય, રાત હશે...
પછી તો, ઘોઘાએ ગુઢાર્થમા કહેલી વાત..!
ઘોઘી વાગોળતી રહી આખી રાત....
પછી અક્કલ વગરની ઘોઘી સવારે સવારે સવારના પહોરમાં આવીને ઘોઘાને કહે છે.
એ તો હવે જોયુ જશે..!
વર્ષો સુધી ભાઈબંધ સાથે રહેલા ઘોઘાએ ભાઈબંધ ની માફક અટપટો જવાબ આપતા કહ્યું.
હાં, હાંઆઆઅ...
એ તો હવે જોયુ જશે...
જોયું હશે તો જશે.!
મગર જોયું જ નહીં હોય તો.? શું થશે..?
ન જોયુ હોય તે પણ જાય છે.!
જોયુ હશે તે પણ જશે..!
ઘોઘાનો અટપટો જવાબ સાંભળી ઘોઘી મુંજાય ગઈ.....
પછી ઘોઘીએ કહ્યુ
શું ખબર શું થશે.
ઘોઘાએ ગુઠ ભાષામાં ટુંકમાં કહ્યુ.
ન થવાનુ.
જો કે પછી ભાઈબંધ માફક
ખૈર...
એમ કહી ઘોઘાએ ઘોઘીને કહ્યુ.
જે થાય તે થાય તો કે જે
ઘોઘી ક્યે. ભલે..!
ઘોઘા એ કહ્યું.
ઘોઘી કૈ કેટલાય યુગો થી મે જોઈ નથી..
પછી ઘોઘાએ ઘોઘી ને કહ્યું.
ઘોઘી તું આવે જાય બરોબર છે.
મગર આવતા જતાં હ્રદય માં ઝણઝણ થાય એવી કાં'ક વાત કર.
ઘોઘી કહે. તો.!
ઘોઘો કહે તો શું જર્રાક અમથી ખુશી થશે...
પછી ઘોઘીએ ઘોઘા ની આ વાતનો જવાબ આપતા કહ્યું.
ઘોઘાએ કહ્યું હતું કે.
ઘોઘી કૈ કેટલાય યુગો થી મે જોઈ નથી...
ઘોઘી કહ્યું. ફોટો છેજ ને...
ઘોઘાને ઘોઘીની આ વાત ગમી નૈ તેથી ઘોઘાએ કહ્યું. એ તો આખા જગત ને દેખાય છે.!
ઘોઘી એ ઘોઘાની વાત સ્વીકારી કહ્યું. હં.
ઘોઘાએ ગુસ્સા ને કાબુમાં રાખી કહો.
લાગે ભાઈબંધ ની વાત તું ભુલી ગૈ છે.!
પછી ઘોઘીએ ઘોઘાને કહ્યું ઘોઘા
https://www.facebook.com/share/18sDxV1wxm/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 30 May 2025
જ્યાં ઝંખના નથી ત્યાં જીવન છે મગર
વર્ષો પહેલા...
તારી જેમ જ ફીસીયારી મારતી ઓલી ને ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,
*બ્લાસ્ટ*
અક્કલ વગરની ભગવાનને શોધવુ
તો સાવ સહેલું છે.
"અનંત" કરોડો માંથી એક ગમતા ને શોધવુ
એટલું સહેલુ નથી.!
તું વાતો કરી શકે સુતા સુતા ખાલી શોધવાની.
જાગીને શોધ ભણી દોડવાની તારી ઝંખના નથી.
અને, જ્યાં ઝંખના નથી ત્યાં જીવન છે મગર તે જીવન જીવંત નથી..!
એવુય હવે મારે તને કહેવુ નથી.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
યે બાતે હૈ તલબકી
બે મતલબકી બાતે, યે બાતે બે મતલબકી
હે મતલબકી બાતે યે બાતે બે મતલબકી.
"અનંત" ઔર ભી બહોત કુછ હૈ, જાન લો.
હે તલબકી બાતે, યે બાતે હૈ તલબકી.!
"અનંત"
**************
કોઈ રાજી થાય અકલે નહીં
મન મારૂ રાજી થાય અકલે કૌ છું...
હું રાજી થતો હૌ અને
પછી કોઈ બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી
ઇન્દ્રી રાજી રાજી થૈ જાય એ વાત નોખી છે...
અકલે,
ઘોઘી સજીધજીને આવી...
સોફા સામે પડેલી ખુરશી પર બેસી ગઇ...
કારણ કે સોફાપર જગ્યા નહોતી...
કારણ કે ઘોઘો લાંબો થઈ ને સુતો હતો.
અકલે આખો સોફો ઘોઘાથી ભરાયેલો હતો.
અકલે જગ્યા નહોતી.
અકલે ઘોઘી સોફા સામે પડેલી ખુરશી પર બેસી ગઇ...
ઘોઘાને ચાય પણ આપી...
આદતવશ સોફાપર લાંબો થૈ લેટેલા ઘોઘાએ...
આળસ મરડી બેઠા થઈ ચાય પણ પીધી...
એ દરમિયાન ઘોઘી રાહ જોઈને બેઠી હતી કે
હમણા ઘોઘો પણ એ કહેશે. જે બધાએ કહ્યું.
પણ ઘોઘો તો ચાય પીને પાછો
સોફાપર લાંબો થઈ ગ્યો...
અકલે ઘોઘીને ગુસ્સો આવ્યો...
અકલે ગુસ્સેલ અવાજે ઘોઘીએ ઘોઘાને કહ્યું.
કેમ ઘોઘા તને ખબર નથી..?
અકલે ઘોઘાએ કહ્યું.
"ખબર હોય તોય શું.!
તો પછી કેતો કેમ નથી.?
ઘોઘાએ બેફિકરાઈથી કહ્યું.
ઘોઘી.! બધા ભલે કહે,
હું તો નહીં જ કહું.!"
ઘોઘીને પહેલા કરતા
થોડોક અમથો વધુ ગુસ્સો આવ્યો...
અકલે પહેલા કરતા જરીક અમથા વધુ ઉંચા સુરમા
ગુસ્સે થઇ ઘોઘીએ ઘોઘાને પુછ્યું.
અને પછી શરૂ થૈ અટપટી બબાલ
ઘોઘા શું ખબર છે તને.?
એજ ઘોઘી જે તને ખબર છે..!
ઘોઘા મને શું ખબર છે.?
એજ ઘોઘી જે બધાને ખબર છે.
બધાને શું ખબર છે ઘોઘા.?
એજ ઘોઘી એજ જે તને પણ ખબર છે
અને મને પણ.!
ઔહૌ.! ઘોઘા..!
તું બૌ પરેશાન કરે છે.!
અહં હું કૈ પરેશાન નથી કરતો ઘોઘી...
તુ જાતેજ હેરાન થાય છે..!
ઘોઘાઆઆઆઅ...
ઘોઘીનો ગુસ્સો લંબાઇ ગયો...
પણ ઘોઘાએ ટુંકમાં કહ્યું.
હ્અ.. બોલ ઘોઘી.!
*બોલવાનું મારે નૈ ઘોઘા તારે છે.!*
અહં
એવુ નથી ઘોઘી.!
ઘોઘી એવુ નથી.!
ઘોઘાએ ઘોઘીના કહેવાનો
આખો મતલબ ફેરવી નાખ્યો...
કારણ કે ઘોઘાને ભાઈબંધ ના ભાઈબંધે
વર્ષો પહેલાં...
કહેલી વાત યાદ આવી ગૈ..
અકલે ઘોઘીને સમજાવતા ઘોઘાએ કહ્યું.
ઘોઘી તારી વાત પણ કદાચ સાચીજ છે.!
*કે બોલવા નુ મારે નૈ તારે છે.*
ક્યારેક એવુ પણ બને..!
પણ ભાઈબંધનો ભાઈબંધ વર્ષો પહેલાં...
કહેતો કે,
*ક્યારેક બોલવાનું જ મારે છે ઘોઘી...
અને ન બોલવાનું
અર્થાત્ ચુપ રહેવાનું
અર્થાત્ મૌનજ તારે છે.!*
ઔહૌ..! ઘોઘા...
તારા ભાઇબંધ ના ભાઈબંધે જે કહ્યું
એ પણ કદાચ સાચુ હોય શકે
પણ મારો કહેવાનો એ મતલબ નથી..!
અચ્છા ...
ઘોઘાએ કહ્યું.
એ મતલબ નથી...
તો પછી બે મતલબ ની લપ શા માટે કરે છે ઘોઘી..!
ઘોઘીનુ મગજ ચક્કર ભમ્મર થવા લાગ્યું ખબર નૈ કેમ...
અકલે ઘોઘી ચીલ્લાઈને બોલી...
ઘોઘા આઆઆઅ...
હું પાગલ થૈ જૈશ...
ઘોઘાએ હસતા હસતા બે ફીકરાઈ થી કહ્યું.
તો તું હજુ નથી થૈ...?
કદાચ તું થશે પણ નૈ...!
ઘોઘી મસ્તીનુ ગુસ્સે થૈ બોલી.
હસે છે શું..!
અને તું એમ કેમ કહે છે ઘોઘા કે
હું પાગલ થઇશ પણ નૈ...?
ઘોઘી જે કરે એ થાય નહીં.!
તો તું કેમ નથી થતો ઘોઘા..!
હું તારી જેમ કરૂ છું ઘોઘી.! અને,
તું થાય એની હું રાહ જોઉ છું..!
મુક ઘોઘા લપ હવે, મને તું એ કે' કે
તે કહ્યુ કે
બધા ભલે કહે હું તો નહીંજ કૌ...
તો મને એ કે' કે તું શું નહીં કે'
ઘોઘીએ પોતે ઘોઘાના મુખે
જે સાંભળવા આવી હતી તે
જે ઘોઘીને બધાએ કહેલું પણ
એક ઘોઘાએ કહ્યું નહીં એ
સાંભળવા ઘોઘાને
અવળો ફસાવી બોલાવવાની કોશિશ કરી.
ઘોઘા બધા ભલે કહે હું તો નહીંજ કૌ...
તો મને એ કે' કે તું શું નહીં કે'.?
એજ ઘોઘી જે કહેવું છે.!
પણ શુંઉઉઉ ઘોઘા શું કહેવું છે.?
એજ ઘોઘી જે તારે સાંભળવુ છે.
ઔહૌ.! ઘોઘા..!
પણ મારે શું સાંભળવુ છે.?
એ તો કે '...
અહં એ હું નૈ કૌ
પણ શું નૈ કે ઘોઘા.?
એજ જે કહેવું છે.!
આખા ગામે કહ્યું પણ ખબર નૈ કેમ
ઘોઘીને એ ઘોઘાના મોઢેજ સાંભળવાની ઝંખના હતી.
અકલે વ્યાકુળતા સહ ઘોઘીએ ઘોઘાને કહ્યું.
અરે પણ તો કૈ દે ને ઘોઘા..!
તારે જે કહેવું હોય તે..!
મારેજ કહેવુ છે એમ નૈ ઘોઘી...
તો.?
તારે સાંભળવુ છે એ..!
હે ભગવાન....
એવા ઉદગાર બાદ ઘોઘીએ કહ્યું...
હાં ભૈ હાં મારે સાંભળવુ છે બસ્સ.!
હવે તો મો માંથી ફાટ...
ઘોઘીનો અવાજ ફાટી ગયો...
ઘોઘી એ તો હું નૈયજ કૌ...
એવુ મે તને પેલ્લાજ કૈ દિધુ છે..!
ક્યારે કહ્યું છે... ક્યારે કહ્યું છે....
ઘોઘી વીચારમા પડી યાદ કરવા લાગી.
પણ યાદ આવ્યું નૈ અકલે ઘોઘાને પુછ્યું.
ક્યારે.? ક્યારે કહ્યું છે ઘોઘા....?
ઘોઘા તે એવુ ક્યારે કહ્યું છે.!?
હવે ઘોઘો મુંજાયો...
ઘોઘીને ગલતફૈમી થૈ..!
ઘોઘી એમ સમજી કે તેને આજે જે સાંભળવુ છે
તે ઘોઘાએ અગાઉ કહ્યું છે..!
પણ કહ્યું નથી એ પણ હકીકત છે..!
જો કહ્યું જ હોય તો એ વાતજ એવી છે કે
છાતીએ ચોંટી જાય...
અકલે કે હ્રદયમા ધરબાય જાય એમ.!
અને જો છાતીએ લાગી જાય એવુ
ઘોઘાએ કહ્યું હોય તો,
આજીવન ભુલાય જ નહીં.!
પણ ઘોઘાએ ક્યારેય એવુ કહ્યું જ નથી..!
તો પછી ઘોઘાએ એવુ કેમ કહ્યું કે,
"એવુ મે તને પેલ્લાજ કૈ દિધુ છે..!"
ઘોઘીને લાગ્યું ગુસ્સો કર્યે આમાંથી પાર નૈ ઉતરાય...
અકલે હળવેકથી સોફાપર
ઘોઘાની બાજુમાં બેસી, ઘોઘાને ખભે
પ્રેમથી હાથ ફરાવતા ફરાવતા પુછ્યું.
ઘોઘા.. એ... ઘોઘા...
તે મને એવુ ક્યારે કહ્યું છે..?
ઘોઘાએ પણ એજ અંદાજમાં કહ્યું.
ઘોઘીઈઈ...
પેલ્લા પણ કહ્યું હતું અને, અત્યારે પણ કૌ છું..!
પેલ્લા શું કહ્યું હતુંઉઉ..?
અને અત્યારે શું કહે છે ઘોઘાઆઆ...?
એજ કે હું તો નયજ કૌ...
શું નહીં કે ઘોઘાઆઆ...?
એજ ઘોઘી જે કહેવું હતું.!
શું કહેવું હતું તારે ઘોઘાઆઆ...
ઘોઘીએ છેક લગી
ઘોઘાને ફોસલાવી ફોસલાવી ને
ઘોઘાને જે કહેવું હતું અને પોતાને ઘોઘાના મોઢે જે સાંભળવુ હતું એ
બોલાવવા મજબુર કરી જોયો...
પણ અંત સુધી ઘોઘો ન બોલ્યો તે નજ બોલ્યો...
છેલ્લે પણ એજ જવાબ આપ્યો..
જ્યારે ઘોઘીએ કહ્યું.
તુ શું નહીં કે ઘોઘાઆઆ...
ત્યારે ઘોઘાએ એજ કહ્યું.
જે કહેવું હતું..!
ઘોઘીએ પ્રેમથી છેલ્લો પ્રયાસ કર્યો...
તારે શું કહેવું હતું ઘોઘા...
કેટલી વાર કૌ ઘોઘી કેટલી વાર કૌ...
કે હું એ નૈયજ કૌ...
જે કહેવું હતું...
અને અંતે ઘોઘાથી હારેલી થાકેલી કંટાળેળી ઘોઘીના હાથની નાજુક નમણી પાતળી આંગળી અને અંગુઠાનો શીકાર ઘોઘાની સાથળ થૈ...
ઘોઘાની સાથળ પર જોરદારનો ચીંટીયો ભરી
હુંહ ... હુંહ..હુંહ...!
એમ છણકો કરતી ઘોઘી ગુસ્સે થૈ ઘરભેગી થૈ ગૈ...
અને ઉંહકારા કરતો ઘોઘો
પોતાની સાથળ પંપાળતતો
ઉંહકારા કરતો રહ્યો...
https://www.facebook.com/share/p/191bE3R7eM/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 29 May 2025
દાદાઆઆઆઅ...
વર્ષો પહેલા પરસેવે લથબથ બે ભઠ્ઠી ની આગ વચ્ચે સતત શેકાતા છતાં બંને ભાઈબંધો ને જ્યારે પુછી કેમ છો.? ત્યારે ગમે તેવા વીપરીત સંજોગ હોય બંને ભાઈબંધો હંમેશા હસતા હસતા કહેતા કે,
પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ છે.!
અને પછી હિશાબ મુજબ મળેલી તમામ સ્થિતીનો સહજ સ્વીકાર કરતા કહેતા,
એક કહેતો કે,
"અનંત" આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય...
તો બીજો એજ વાત એજ અર્થમાં પણ અલગ અંદાજમાં કહેતો,
"અજ્ઞાની" આ ભવમાં આટલું તો બૌ કહેવાય...
દાદાઆઆઆઅ તમે ભાઈબંધોની વાત યાદ અવાડી દીધી.. 🙏
આ બહુ દુર્લભ અવસ્થા છે જે ભાગ્ય થી ભાગ્યશાળી ને પ્રાપ્ત થતી હોય છે.!
તમને થૈ ગૈ 😜🙏😘
https://www.facebook.com/share/p/16bnu6oZ1v/
મજાક ઠીક છે દાદાઆઆઆઅ...
મગર યેન કેન પ્રકારે સૌ કોઈ પોતાને જીવનમાં થયેલ સારો ખરાબ અનુભવ રજુ કરે છે.!
જો કે ઈશ્વર દુ:ખી પીડીતોને બચાવે....😜
એવી આપણે પ્રાર્થના કરીએ.!
તો પણ ઈશ્વર ભુલમાય કબુલ નજ કરે,
કારણ કે પરભવના પાપીઓના જીવનમાં ઈશ્વર જાણી જોઈને એવી પરીસ્થીનુ નીર્માણ કરે છે કે એના આગલા પાછલા હંધાય હિશાબ ચુકતે થૈ જાય...!😜
*થોડા વર્ષો પહેલાં મારાય થોડા પાપ પાકેલા.*
*હિશાબ મુજબ જેના કડવા ફળ મેંય ચાખેલા.*
જો કે મે કદાચ થોડા પુણ્ય કાર્ય પણ કર્યા હશે..!
માટે હું મારા પ્રીય જીવનથી 100 માંથી 90% સંતુષ્ટ છું. 😘
જેમાં 10% મારી વધારાની અપેક્ષા છે.!
પણ, તો પણ ભાઈબંધો માફક અગર હું કહું તો,
*આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય...*
*આ ભવમાં આટલું તો બૌ કહેવાય...*
🤪🤫😘🤫😜
મને મારાથી થયેલી ભુલો નથી ગમતી પછી ચાહે તે મારા કે ભાઈબંધો ના લખાણમાં હોય કે મારા લખ્ખણમાં 😜
હું હંમેશા સુધારો કરતો રહું છું.!
આથી પહેલા લખ્યું એમાંય પેલા જેવીજ ભુલ હતી જે મે સુધારી નાખી.. 🤪
*બ્લાસ્ટ*
વર્ષો પહેલા ભાઈબંધે કહેલું કે,
"અજ્ઞાની" વધુ જાણવુ હોય.!
તો એટલુ કહેવુ જાણતો નથી.!.
"અજ્ઞાની"
"અજ્ઞાની" વધુ જાણવા,
કહું છું હું જાણતો નથી.!
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 26 May 2025
Saguna nimavat 🙏
https://www.facebook.com/share/p/16MxcPWw2c/
Saguna Nimavat updated her
રોજ સવારે મને આ દુનિયા થી પાર ખેંચી જતા પ્રભાતિયા ભજન માં આ એક,લીન થઈ જઈએ ખોવાઈ જઈએ અને પહોંચી જઈએ ગોકુળિયે
અને આ જિન્સ શોર્ટ્સ માંથી જાણે સાડી કે, ચણિયાચોળી પેહરી ને જાણે પગ મા કાપડ ફાટ ફાટ થતું હોય એમ આપણે કમરને લટકે ચાલી ને ગોકુળમાં માખણ વેચવા નીકળ્યા હોય એવું લાગે.
*કમર*ને લટકે કાચા રસ્તામાં ખુલ્લા પગે હળવે હળવે મટી માં પગ મૂકી *ઝાંઝરી* ના અવાજે જતા હોઈએ અને વૃક્ષોની શીતળતા હોય પંખીઓ ગીત ગાતાં હોય ને આપણે ખોવાઈ ગયા હોઈએ કાના માં આ કામણ માં જ કહી ઉઠી હસે એ છોકરી હાંરે કોઈ માધવ લ્યો...
Sagun@
https://youtu.be/8WoM2EvCECA
અને ત્યારે પછી જીન્સ સોર્ટમા ધરબાયેલુ *સ્ત્રી તત્વ*બહાર આવે છે.
અને એક *સ્ત્રી* પુર્ણ રૂપે ખીલી ખુલી ઊઠે છે..!
પછી,
*કમર*સમેત
*સાડી ચણીયાચોલી* અને
*ઝાંઝરી* માં જીવ આવે છે.!
અને એક સ્ત્રી જીવંત થાય છે.!
🙏
રોજ સવારે મને આ દુનિયા થી પાર ખેંચી જતા
અદ્ભુત અલૌકિક *સ્ત્રી *
https://www.facebook.com/share/p/16SMBiTwW9/
વહેલું મોડું મારે સાચુ કહેવું 'તુ.
અને મે કહી દિધું.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ભાઈબંધે એવી ફુંક મારી હતી કે,
વર્ષો પહેલા ભાઈબંધે લખેલી અને,
મુજ હારેલા ને હિંમત આપવા...
અડધી રાતે ખંડેર મધ્યે કહેલી વાત ..!
"અનંત" અગર જો તું ઘુઘવતો સાગર થઈ શકે..!
તો તને પણ ખળખળ કરતી નદીઓ આવી મળે..!
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
કરવી પડે છે તનતોડ મહેનત, દિવસ રાત .
સફળતા ક્યાં કોઈને માંગ્યા મુજબ મળે છે.
તમે શું માનો છો સફળતા રસ્તામાં રેઢી પડી છે?.
શાન ભાન ભુલી દિવસભર જેણે મહેનત કરી છે.
સફળતા એવા લોકોને ચાહયા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
માત્ર આભાસી સપના જોવા નથી બંધ કરી આંખો.
સપના પૂરા કરવા આંખો આ જાગી છે રાતોની રાતો.
તમે શું માનો છો ? સફળતા સૂતા સૂતા મળે છે.?
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
ના વાદળ દેખાય ના ઝાડ પાન દેખાય છે.
અર્જુનને તો માત્ર પંખીની આંખ દેખાય છે.
લ્ક્ષ્ય નક્કી કરી જો બાણ ચડાવો અર્જુન માફક,
તોજ ! લક્ષ્ય મુજબ પંખીની આંખ વીંધાય છે.
અર્જુન જેવી દ્રષ્ટિ ' ને લક્ષ્ય જે રાખે છે....
પરિણામ એમને ધાર્યા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
સફળ લોકો માફક સપના તારા પણ ફળી શકે છે.
હાં એ લોકો કરતાં પણ અધિક તને મળી શકે છે.
બસ કોઇની કઈ પણ આવડત જોઈ ઈર્ષ્યાથી દિલ ના જલાવ.
જે કરી ગયા એનાથી કઈક અનોખુ કઈક અલગ તું કરી બતાવ.
જીવનમાં સ્પર્ધા પણ જરૂરી છે,
સ્પર્ધા વગરની રમત અધૂરી છે.
તું પણ કર મસ્ત તંદુરસ્ત સ્પર્ધા
અને તારી જાતને વિકસાવ.
સમજે એના સપના જોયા મુજબ ફળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
માત્ર વાતો ના કર, કર કૈક નક્કર કૈક કર.
ના કર નકરી તું બોલ બોલ.!
માત્ર તારી જ રાહ જોઈને હજુ ઘણી-
દિશા બંધ પડી છે, જા.! ખોલ.!
જેને જેને મળે છે જ્યારે બંધ દરવાજા !
તેને ખોલી તે શકવાની ક્ષમતા મુબજ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
સમજાશે ક્યારેક તમામ સ્થિત હીશાબ છે.
વિચારો સારું તો સારું જ છે બધુ,
ને ખરાબ તો કશું છે જ નહીં.
પ્રશ્ન મનમાં કોઈ નહીં રહે પછી,
મળ્યું છે જે એ સારું છે કે ખરાબ છે.
લખવુ, બોલવું, વાંચવુ વીચારવુ કે ધારવુ સારૂ યા ખરાબ
હોય જો તમામ ની શુલ્ક તો પછી સારું કેમ નહીં..?
બાકી તો સરવાળા ને બાદબાકી જેવો
સાવ સરળ હિસાબ છે.
જેને જે જે મળે છે સારું યા ખરાબ.
છેવટે બધુ લીધા દીધા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
એક વાર આગળ વધ્યા પછી પાછળ જે જોતાં નથી.
ફરિયાદ નથી કરતાં એ નિષ્ફળ જાય તોય રોતા નથી.
મંજીલ એવા લોકોને ચાહયા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
મારુ કામ રસ્તો બતાવવાનું ,જરૂર છે તમારે ચાલવાની.
હું એ પણ જાણું છું આખરે “અજ્ઞાની” કરશે સૌ મનમાની.
અહી ક્યાં કોઈ કોઈના કીધા મુજબ કરે છે.?
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
"અજ્ઞાની"
બ્લાસ્ટ :-"અનંત"
દીવાસળી સળગાવી પણ શકે છે .અને પ્રગટાવી પણ શકે છે .
પણ હર હાલમાં સળગાવતા પહેલા દીવાસળીને સળગવું પડે છે.
"અનંત"
અતિ કડવા અમ્રુત
અતિ મીઠા ઝહેર.
"અનંત" દોનો અતિસે
તું બસ મુહ ફેર.
"અનંત"
March 15, 2012..
ऐ मेरे प्यारे यारो कलकी तारीख पे ना जावो...
आज जो है सामने बस उसीका लुफ्त उठावो....
સુધારા , મઠારવું , ને શણગારવું એજ મારુ કામ છે...કરવા દો ને.. :)
ઘરનો જાતે બનાવેલા ફટાકડાનો ...
બ્લાસ્ટ:-
એડિટ હિસ્ટ્રી.... એટલે ગઈ કાલ ....
ગઈ કાલ જોવામાં નથી કઈ માલ....
જવાબ નહીં જ આપે પુરુષોતમ સામે
સવાલ ઉઠશે ઉઠવા દે પ્રેમથી સવાલ...
પસંદ નથી કરતો હું કદિ ખોટી બબાલ....
સાચું કહેજો હો કે..! આ પણ છે ને કમ્માલ...? :)
"પુરુષોતમૂ"
* બ્લાસ્ટ*
દુનીયા માં એવી કોઈ વ્યક્તિ નહીં હોય,
જેણે જીવન માં ક્યારેય ભુલ ન કરી હોય.
ભુલ તો થાય અને થવી પણ જોઈએ,
કારણ કે ભુલ, એ ગુરૂ છે.! જે આપણને
ઘણુ જ્ઞાન ભાન આપે છે.!
મગર તોજ જો તમે જાતે થયેલી ભુલને
સ્વીકારવા, સુધારવા અને થયેલી ભુલથી
કૈક શીખવા સમજવા તૈયાર હોવ તો,
જીવનનાં થયેલી હરેક ભુલની કીંમત
કોઈ ને કોઈ રીતે ચુકવવી જ પડે છે.!
* અજ્ઞાની * અગર તમારા થી તમે
તમારા થી થયેલી ભુલ સ્વીકારો છો,
અને સુધારો છો તો થયેલી ભુલ વસુલ છે.!
મગર અગર થયેલી ભુલ માંથી કોઈ સબક નથી લેતા
તો આગળ જતાં તમને તમારી ભુલના કારણે થતા
નુકસાન થી કોઈ ઉગારી નહીં શકે.!
"અજ્ઞાની" તમારાથી થતી ભુલ માત્ર તમનેજ નહીં.!
મગર તમારા પરિવાર ને પણ નુકસાન કરી શકે છે.!
"અજ્ઞાની"
તે રાત્રે ભાઈબંધે એવી ફુંક મારી હતી કે,
પછી મને સમજણ અને હીંમત આવી હતી.
https://www.facebook.com/share/1YsLF56kaA/
*બ્લાસ્ટ*
"અનંત" પ્રેમ નાં આ ઉંડા દરીયામાં એજ ડુબકી લગાવે.!
ડુબવાનો જેને ડર ના હોય અને તરતા પણ ના આવડે.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
આમ કલ્પનામાં ઘરની ધોરાજી હાંકવાની પણ.!
https://youtu.be/0mZjBBQ3Dnc?si=lw4tINVnc1UgPcUb
બધી વખતે કૈ બોલવાનું હોય ના.
ક્યારેક ચુપચાપ કાન ખોલી આંખ મીંચી
માત્ર સાંભળવાનુય હોય...
અને કલ્પનામાં ઘરની ધોરાજી હાંકવાની હોય..😜😘
અર્થાત્.?
આજે અર્થાત્ નો અર્થ નૈ કૌ...
શાંત એકાંતમાં...
શાંત નદીની લહેરોની માફક લહેરાતુ
સ્વર સંગીત...
સતત એકધારૂ સાંભળવુ ગમે...
https://www.facebook.com/share/v/1FG6KS3zJL/
*બ્લાસ્ટ*
આમ કલ્પનામાં ઘરની ધોરાજી હાંકવાની પણ.!
"અનંત" કૈંક અલગ 'ને અલૌકિક મજા હોય છે.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...






