@@@@@@@@@@@@@@@@@@@@@
ચાલ આજ મન મૂકી મસ્તી કરીયે....
~~~~~~~~~~~~~~~~~~~
સાવ અમથી અમથી મસ્તી કરીયે.
આજ મનથી ગમતી મસ્તી કરીયે.
રહી દૂર દૂર ખૂબ ખૂબ ઝણ ઝણીયા.
આજ પાસે રહીને થોડું ખળ ભળીએ.
ચાલ રમતી ભમતી મસ્તી કરીયે.
ભર ચોમાસે આપણે રહ્યા’તા સાવ કોરા.
આવ આજ વિના વરસાદે પલળીયે.
મન ગમતું પછી મળે ના મળે.
આજ પ્રેમ નીતરતી મસ્તી કરીયે.
રુદન પણ આપે એ હર ક્ષણ આક્રંદ પણ આપે.
તોયે આ પીડા પ્રેમની કેવી જોતો આનંદ પણ આપે.
શું થશે.? અગર પછી જો કદિ મળશુ નહીં .
છોડી એ વિચાર. ચાલ કસકસતી મસ્તી કરીયે.
છોને પછી યાદ કરી આ ક્ષણને સતત રડીએ.
આજે અહી સાથ રહી આ ક્ષણમાં રમત રમીયે.
આવ મન મૂકી પ્રેમથી હસતી રમતી મસ્તી કરીયે.
છોને પછી કશુંજ ન ભૂલીએ.
આજ મગર બધુજ ભૂલીને.
બંધ કરી મનના દરવાજા.
ચાલ ભીતર. ખીલતી ખૂલતી મસ્તી કરીયે.
“અનંત” મને કે તને ના મુક્ત થવાની ઝંખના જાગે .
તને કે મને બંધાયા પછીયે ના બંધન જેવુયે કશું લાગે.
આ મન તો પંખીની જાત જોને ઊડે મુક્ત ગગનમાં.
તને ને મને ભાર ના લાગે જરીયે બધુ જ હળવું હળવું લાગે .
ચાલ આજ એવી કોઈ હલકી ફૂલકી મસ્તી કરીયે.
~~~~~~~~~~~~~~~~~~~~~~


No comments:
Post a Comment