લોકો છો કહેતા કે પ્રેમમાં શરત ના
હોય... પ્રેમ હંમેશા બિન શરતી હોય....
પણ "અનંત" એ બાબતે સ્પષ્ટ
હતો ... એક વાર મે એને આ વિષે પૂછ્યું, કે શું ખરેખર પ્રેમ માં શરત ના હોય ...?
અને એણે દ્ર્ઢ્તા પૂર્વક કહ્યું એ બધી વાતો હંબગ છે આ નર્યું જૂઠાણું છે,
દંભ છે,
પ્રેમની શરૂવાતનું માત્ર પાગલપન છે,
પરિયા...
માત્ર પાગલપન....!
જે વિના શરતે પ્રેમની વાત કરે છે,
અને કદાચ વિના શરતે પ્રેમ પણ કરે છે, પણ...!
એવા પ્રેમીઓ પાછળથી એ ભૂલ બદલ પારાવાર
પસ્તાય છે...
અને ઘણા લગ્ન બાદ શરતોના ગંજ ખડકે
છે...
હું એના શબ્દે શબ્દને ધ્યાનથી
સાંભળતો...
થોડી વાર ખામોશ રહી નિશ્વાસ સાથે એ
બોલ્યો..
પરિયા પ્રેમમાં શરત જેવુ કશું ના હોત
તો....
પ્રેમ લગ્ન નો અંજામ, છૂટા છેડાં, ના હોત. પણ હોય છે.!
એથી તો બહેતર છે જાજુ આપીને , થોડું, પણ માંગી લેવું...!
અને અંત માં એને કહ્યું હતું, આપણે આપવામાં હમેશા ટૂંકા પડીએ છીએ પરિયા સાવ ટૂંકા ...
એનો સ્વભાવ અને એના વિચાર એની રચનામાં સ્પષ્ટ થઈ જતાં....
અડધું તો આપ !
હું આખુય આ આયખું તને આપું તું અડધું
તો આપ.
હું નીચોવી નાખું આંઈખું તું એક ટીપું
આંશું જો આપ.
હું સાગર નહીં જ માંગુ ! પણ એક, ઝરણું તો આપ.
સાચે ! હવે તો ડૂબી રહ્યો છું. છેક હું,
તરણું તો આપ.
આ હ્રદય હવે હાથ નથી રહેતું. મને સાથ નથી દેતું.
ફકત હ્રદયના સ્પંદનોને આંબવાને હરણું તો આપ.
પછી ધરી દઉં હું પણ મારી હર એક
ક્ષણ તારા ચરણે.
પણ પ્રથમ જરા પાથરી આ દીલને તું
પાથરણું તો આપ.
"અનંત"મારા પ્રેમની શુધ્ધતા
માપવા પછી જ આવજે .
પ્રથમ જે વેદનાઓ છે, એ ગાળવાને ગરણું તો આપ.
"અનંત"

No comments:
Post a Comment