બધુ જ બદલાઈ રહ્યું છે ...
જીવન સાથે જગત બદલાઈ રહ્યું છે .
જગત સાથે સતત જીવન બદલાઈ રહ્યું છે....
વહેતા સમયની સાથે સાથે...
થઈ રહ્યુ છે એવુ કે,
જે પાસે હતા તે સાથે નથી.
'ને જે સાથે છે તે પાસે નથી.
જે હ્રદયમાં હતા તે નજર સામે નથી.
જે નજર સામે છે તે હ્રદયમાં નથી.
બધા પોતપોતાના સંસારમાં પરોવાઈ ચૂક્યા છે.
એ દોસ્તો બધા જે રોજ સાંજ પડ્યે
ચોકમાં ચાય પીવા ભેગા થતાં...
એ દોસ્તો જે રાતના મોડે સુધી ભેગા મળી
આનંદ કરતાં ટીખળ કરતાં...
એ હજુ પણ છે જ !
પણ હવે એ લોકોમાં પહેલા જેવો
ઉન્માદ નથી, આનંદ નથી, ઉત્સાહ નથી...
કદાચ એ લોકોની કોઈ અંગત મજબૂરી હશે..!
બહાર થી સ્વસ્થ અંદરથી કદાચ દુ:ખી હશે.!
પણ મારામાં બધુ જેમનું તેમ અકબંધ પડ્યું છે .
હું આજે પણ હજુ સુધી તો,
એટલોજ ઉત્સાહિત છું જેટલો પહેલા હતો.
આજે પણ જો મને કોઈ કહે કે,
ચાલો દૂર સુધી ચાલીને ચક્કર મારી આવીએ...
તો હું તુરંત તૈયાર થઈ જાઉં ...!
પણ કદાચ એ લોકોની કોઈ મજબૂરી ગઈ હોય....
યા પારિવારીક જવાબદારી વધી ગઈ હોય...
તો પણ મને સવાલ થાય છે કે,
એવી તે કેવી મજબૂરી એવી તે કેવી જવાબદારી..?
કે આખા દિવસમાં પરીવાર માટે મહેનત મજુરી કરે,
મગર રાત્રે એકાદ કલાક પણ
પોતાના માટે જીવી ના શકે ?!
દિવસ આખો તો સૌ પોતાના શિરે
આવેલી જવાબદારી કુટુંબ પ્રત્યેની ફરજ
વફાદારી પૂર્વક નિભાવતા જ હોય છે ને..!?
તો પછી એકાદ કલાક દોસ્તો સાથે
પહેલાં મળતા એમ ચાયની લારી પર
યા કોઈ બાગ બગીચે એકાદ કલાક
માટે કેમ ન મળી શકે.?
કદાચ એ દોસ્તો
વહેલા બુઢા થઈ ગયા હોય એવુંય બને...
મને એ વાતનું દૂ:ખ તો છેજ !
પણ એના લીધે મારો આનંદ ઓછો થઈ જાય
એવું બિલકુલ નથીજ..!
ખૈર જેવી જેની તકદીર...
મારી પાસે એના સિવાય પણ
આનંદ મેળવવાના ઘણા રસ્તાઓ છે જ !
નિજાનદમાં સમય પસાર કરી શકાય
નિજાનદમાં સમય પસાર કરી શકાય
એવા કારણો પણ છે ..!
કદાચ મારા માટે આ સૌથી ઉતમ અવસર છે !
કદાચ મારા માટે આ સૌથી ઉતમ અવસર છે !
હાં મારી પાસે મારા બંને ભાઈબંધો
અનંત અને અજ્ઞાની ના
જૂના ઝર્ઝરિત ઢગલાબંધ કાગળિયાઑ છે..!
જે ઉકેલવામાં મારો સમય
ખૂબ આનંદથી પસાર થઈ જાય છે !
તો હવે એમના કાગળો સાથે
જુની જુની વાતો ને યાદો
સાથે જીવવા નો આનંદ લેવો એજ મારૂ કર્મ
અજ્ઞાની કહેતો જ કે ...
પ્રકૃતિનો આજ નિયમ છે....
માણસ માત્ર પ્રેમ હુંફ અને આનંદની આડ પેદાસ છે ...!
તેથી માણસ આખરી શ્વાસ સુધી
પ્રેમ હુંફ અને આનંદ શોધતો જ રહે છે ..!
માનવ માત્ર પહેલાં પ્રેમ,હુંફ,
અને આનંદ શોધવા બહાર ભટકતો હોય છે...
બહારથી મળી જાય તો ઠીક છે,
નહીં તો અંતે હારી થાકીને,
જ્યારે બહાર કશું ના મળે ત્યારેજ
માણસ ભીતર શોધ આદરે છે.!
અજ્ઞાની ની આ વાત પરથી અનંતે લખ્યું હતું કે,
અજ્ઞાની ની આ વાત પરથી અનંતે લખ્યું હતું કે,
उम्रभर नहीं मिटती "अनंत" ये दो भूख.
एक प्रेमी की इच्छा और दूजे प्रेमी से हुफ़
અનંતે એક પ્રેમ પત્રમાં એની
પ્રેયસીને ઉદેશીને લખ્યું છે કે ...
સમય સાથે બધુજ બદલાશે ...
હું પણ બદલાઈશ તું પણ બદલાશે.....
તારી સામે નવા નવા ચહેરા આવશે...
નવા નવા સંબંધો આવશે ...
કદાચ એવું જ મારી સાથે પણ બનશે ....
સમય સાથે બધુ જ બદલાશે...
અંદરથી ને બહારથી ...
બહારનો બદલાવ જોઈ શકાશે પણ.....
ભીતર કશું બદલાયું છે કે નહીં
એ કોણ જાણશે...?
જોકે અંદર કે બહારના સઘળા બદલાવ
સંજોગોને આધીન હશે...!
આપણે કશું પકડી નથી શકતા..!
અને છોડવા ચાહીએ તો છોડી પણ નથી શકતા...
જેને પકડવાનું હોય જે શ્વાસમાં ભળી ગયું હોય,
તે હાથથી ક્યારે છૂટી જાય છે એ ખબર નથી પડતી ...
અને જેની સાથે દૂર દૂરની પણ કોઈ ઓળખાણ ના હોય,
તેની સાથે કેમ અને ક્યારે બંધાય જાય
એ પણ ખબર નથી પડતી...
જોકે અજ્ઞાની કહેતો કે, એજ તો અજ્ઞાન છે કે,
આપણે એવું સમજી લઈએ છીયે કે,
ઓળખાણ છે યા નથી ..
પણ એવું નથી હોતું ...
એ યાદ અપાવી દૂર કરે છે અને
ભુલાવી ભુલાવી ને ભેગા કરે છે.
"અજ્ઞાની" જમા ઉધાર ના હિસાબ
સૌના ઈશ્વર એ રીતે ચુકતા કરે છે .
અનંતે એ પત્રમાં આગળ લખ્યું છે ..!
કે તું ભૂલી જશે કદાચ બધુ જ !
પણ મારી ભીતર એ ક્ષણો હમેશા થીજેલી રહેશે...
એ ગીતો જે મે તને અને તે મને
વારંવાર સંભળાવ્યા હતા ...
એ ગીતો જેની એક કળી હું વગાડતો
અને બીજી કળી તું વગાડતી ...
હાં જ્યારે પણ એ ગીતો હું સાંભળીશ ત્યારે ...
મારી ભીતર થીજેલી એ ક્ષણો ઓગળવા લાગશે ..
ઉના ઉના આસું રૂપે એ થીજેલી ક્ષણો
અનાયાસેજ મારી આંખમાથી વહેવા લાગશે...
અનંતે આ પત્ર આ રચના
વિયોગની ઘટના બન્યા પહેલા લખેલી ...
તારો પ્રેમ અને , પ્રેમના એ પ્રેમાળ દિવસોમાં
મે તને અને તે મને
સાંભળેલા, સંભળાવેલા અને
સાંભળેલા, સંભળાવેલા અને
છેક તને સંભળાય એ રીતે,
મે બસુરા અવાજમાં જોર શોરથી ગાયેલા ગીતો...
કાયમ મારા મન હ્રદયમા ગુંજશે
તારી મને ખબર નથી ....
બધુ જ બદલાઈ ગયું હશે...
પણ આપણે સાથે જીવેલી
ભૂતકાળની કેટ કેટલી ક્ષણો ...
મારી ભીતર થીજેલી હશે....
જે ધગધગતા આસું રૂપે એકાંતમાં ઓગાળ્યા કરશે..!
અનંત નો વર્ષો પહેલા લખેલો આ પત્ર જ્યારે મારા હાથમાં આવ્યો ત્યારે...
મારી નજર સામે અનંત નો ઉદાસ ચહેરો
તરવરવા લાગ્યો ...
અનંતના જીવનમાં આવેલી છોકરીઓ ....
એક પછી એક એના જીવનમાંથી
વિદાય લેવા લાગી હતી...
અનંત સાવ એકલો પડી ગયેલો
વિયોગમાં તડપતો તરફડતો અને,
સતત અનુરાધા ફિલમનું આ ગીત
"હાયે રે વો દિન ક્યો ના આયે ...
જા જા કે રે તું યાદ આયે...
સાંભળતો...
સાંભળતો...
જે એને આખી કેસેટમાં આગળ પાછળ
બંને સાઈડ રેકોર્ડ કરાવેલું હતુ ..
આ ગીત અનંત સતત સાંભળ્યા કરતો
આ ગીત અનંત સતત સાંભળ્યા કરતો
અને રડ્યા કરતો એકાંતમાં ...
અનંતનો ચહેરો મારી આંખ સામે તરવારવા લાગ્યો...
આજે જ્યારે અચાનક એ ગીત મે સાંભળ્યુ ....
"હાયે રે વો દિન ક્યો ના આયે ...
જા જા કે રે તું યાદ આયે...
હું આંખ બંધ કરી આરામથી
આરામ ખુરશી પર બેસીને -
આ ગીત સાંભળવા લાગ્યો ...
હું ગીત સાંભળવામાં લીન તલ્લીન થઈ ગયો ...
અને મારી બંધ નજર સામે ...
અને મારી બંધ નજર સામે ...
એ આંસુ અને આનંદથી હર્યો ભર્યો મહોલ્લો ....
એજ અનંત ક્યારેક આનંદી ઉત્સાથી છલોછલ
તો ક્યારેક પીડાતો ઉદાસી છાયેલો અનંત નો ચહેરો ....
એજ અનંતની તોફાની લીલા...
એજ અનંત ક્યારેક આનંદી ઉત્સાથી છલોછલ
તો ક્યારેક પીડાતો ઉદાસી છાયેલો અનંત નો ચહેરો ....
એજ અનંતની તોફાની લીલા...
આ બધુ બધુ ને બધુ જ.!
મારી બંધ આંખ સામે ઉભરવા લાગ્યું...
અને અચાનક મને છાતી પર ગરમાવો મહેસુસ થયો...
ભીનો ભીનો ગરમાવો એકધારો મહેસુસ થયો....
ગીત પૂરું થયું મે આંખો ખોલવા પ્રયાસ કર્યો ...
મગર મારી ભારે થઈ ગયેલી
પાંપણો મને ભીની થઈ હોય તેવું લાગ્યું ....
ત્યારે મને સમજાયું કે મારી ભીતર પણ
આજે અચાનક અનંત સાથે ગાળેલી ...
અને વર્ષો સુધી મે મારી ભીતર થીજાવી નાખેલી
એ ક્ષણો ઓગળી રહી છે ...!
*બ્લાસ્ટ*
हर एक रचना के पीछे कोइना कोई
"अनंत" घटना छिपी है।
और फिर हर एक घटना के बाद,
मेने "अनंत"रचना लिखी है।
"अनंत"
जीवनमे कई बार कई सुख भी.! दुःख देता है।
और कभी कोई दुःख भी.! अनंत सुख देता है।
"अनंत"
આખો દિવસ મહેનત કરતાં
આખો દિવસ મહેનત કરતાં
પરસેવે નીતરતા અનંત પાસે,
પ્રેમ વિયોગ અને સંઘર્ષ સામે
પ્રેમ વિયોગ અને સંઘર્ષ સામે
ટકવાને એક માત્ર શબ્દોનો સહારો હતો...
કાગળના એક ટુકડામાં લખતા લખતા
કાગળના એક ટુકડામાં લખતા લખતા
એણે આવું કાં'ક પણ લખ્યું હતું કે...
જ્યારે જ્યારે થોડું ઘણું લખાય છે ...
ત્યારે ત્યારે ઘણું બધુ જીવાય છે....
"અનંત" આ સત્ય મને જ્યારે હું કશુજ -
લખતો નથી ત્યારે સમજાય છે ...
આમજ લખતા લખતા "અનંત"......
જીવનના ગૂઢાર્થો પરથી પડદો ઊંચકાય છે.
ધીરે ધીરે મને બધુ વધુ સમજાય છે ....
બંધ આંખે "અનંત" બ્રહ્માંડ દેખાય છે ..!
"અનંત"
બ્લાસ્ટ : -
એક દિવસ અનંતની વાતોથી અને વાણી થી આકર્ષાયેલી કદાચ રૂપથી પણ..!
અનંતની કોઈ ચાહીતીની સખીએ અનંતને એકાંતમાં મોકો મળતા સવાલ કરેલો .
શું અનંત તું કોઈના પ્રેમમાં છે ...?
ત્યારે જવાબમાં ભાઈબંધ અનંતે પેલીને કહેલું કે,
મને એ ખબર નથી કે હું કોઈના પ્રેમમાં છું કે નહીં ...
મગર હાં,મારામાં પ્રેમ જરૂર છે.!
અનંત છે, ભરપૂર છે ..!
મને બસ એટલીજ ખબર છે ..!
પછી પેલીએ જતાં જતાં અનંતને કહેલું કે,
મને બસ એટલીજ ખબર છે ..!
પછી પેલીએ જતાં જતાં અનંતને કહેલું કે,
એ છોકરી જરૂર કોઈ ભાગ્યશાળી હશે...
"અનંત" જે કાયમને માટે તારી થશે ...
"અનંત"
ભાઈબંધે લખ્યું છે કે ,
બ્લાસ્ટ :-
વૈજ્ઞાનિકો યુગોથી દૂરબીન વડે બ્રહ્માણ્ડ જોવા
અને બ્રહ્માંડ ના રહસ્યો ઉકેલવા ગોથા ખાય છે.!
મગર હું ખુલ્લી યા બંધ આંખે જોઉ છું તો મને,
સ્ત્રી માત્ર માં "અનંત" બ્રહ્માંડના દર્શન થાય છે .!
"અનંત"
લ્યો ..! અનંત ના કાગળો ઉકેલતા ઉકેલતા મારા જીવનની એક ઔર રાત પરમ ચરમ અખંડ આનંદથી પસાર થઈ ગઈ...
અને મને ખબર સુધ્ધાં ના પડી કે, "અનંત"ના જર્ઝરિત કાગળિયા ઉકેલેતા ઉકેલતા ક્યારે સવાર થઈ ગઈ...

No comments:
Post a Comment