આજે શિયાળામાં પણ ઉનાળાની બપોર જેવુ વાતાવરણ એકદમ શાંત હતું ...
આસ પાસ નીરવ શાંતિ હતી...
કોઈજ કલબલાટ કોઈજ ખળભળાટ નહીં ... !
આજે હું પણ સાવ નવરી બજાર હતો.
તો મને થયું લાવ જરા પારિયાને મળતો આવું,
થોડી ખણખોદ કરતો આવું.
આમ વિચારી હું પારિયાને મળવા ગયો....
હમેશની માફક દરવાજો ખૂલો હતો...
હું સીધોજ ભીતર પેસી ગયો,
'ને સાઇડમાં પડેલી ખુરશી ખેંચી પરિયાની બાજુમાં બેસી ગયો...
પણ પરિયો પીસીમાં અને ખુદની મોજ ખુદની મસ્તીમાં એટલો તો ડૂબેલો હતો કે,
હું ખુરશી ખેંચી એની બાજુમાં બેસી ગયો એનું પણ એને જ્ઞાન ભાન નો'તું .
અંતે મે ધબ્બો માર્યો ત્યારે....
જાણે ગહેરી ઊંઘમાથીથી જાગતો હોય એમ ઝબકીને જાગ્યો ...
ઓહ ! katira તું ક્યારે આવ્યો ?
ક્યારે આવ્યો વાળી !
પે'લા એ,કે' ,કે તું શું આમ પીસીમાં ઝાંકી ઝાંકી ને જોઈ/ શોધી રહ્યો છે..?
અરે યાર હું કાઈજ શોધતો નથી પણ જૌ છું , સમજુ છું , 'ને શિખું છું !
મે કહ્યું પણ તું મને એ,તો,કે',કે તું શું જુવે છે , શું સમજે છે શું શીખે છે !
મને પોતાની નજીક આવવાનો ઈશારો કરતાં ફેસબુક પેજ બતાવતા બતાવતા કહ્યું ...
જો ! katira આ માર્ક ભાઈએ ફેસબુકમાં કેટલા બધા સુધારા વધારા કરી નાખ્યા છે..!
અને હજુ પણ રોજ રોજ કાઈને કઈ ફેરફાર કાર્યાજ કરે છે કર્યા જ કરે છે !
મે કહ્યું લ્યા પરિયા તે પે'લૂ જે _તે, અજાયબી વાળું ઉખાણું હાથમાં લીધેલું,
તે હજુ પૂરું નથી કર્યું , એ પણ અધૂરું પડ્યું છે 'ને આ શું તુ નવું લઈન બેસી ગ્યો ...!
શું અધૂરું ? ક્યૂ ઉખાણું ? મને તો કાય યાદ નથી !
મે યાદ કરાવતા કહ્યું અરે યાર પેલું તે બે દિવસ પહેલા નહોતું કહ્યું ...
નહેરુ ગેઇટ , આઠમી અજાયબી , સમય ...
જે તે અધૂરું મૂક્યું હતું યાદ આવ્યું ?
એટલે બે ફિકરાઈથી જવાબ આપતા પરીયાએ કહ્યું,
એવું તો કેટલુંય અધૂરું પડ્યું છે katira ...!
એવું બધુ પછી અહી કોને યાદ રહે છે !
મારે તો જ્યારે જે વાતમાં મોજ આવે મસ્તી ચડે,
એ વાત પર સવાર થઈ આગળ વધી જવાનું... !
પછી ફરી ક્યારેક એજ અધૂરું સામે આવે તો ત્યારે મથી લેવાનું .. !
બસ જેટલું કહેવાય એટલું કહી દેવાનું જેટલું લખાય એટલું લખી લેવાનું !
કોને ખબર કાલે શું થવાનું ...
તમારી જેમ મનેય ગુસ્સો આવી ગ્યો ...
બૌ લપરો યાર ! તું તો બૌ લપરો ...
મે તને આટલું બધુ પૂછ્યું હતું ! ?
હસતાં હસતાં ઇ ક્યે કે "ખબર નૈ ! "
મે કહ્યું, શું ખબર નૈ !
તો ઇ ક્યે , લે પણ ! મને શું ખબર તે કેટલું બધુ 'ને શું પૂછ્યું હતું... !
અને તું ! katira કારણ વગરનો આટલો બધો ઊકળે છે શા માટે...?
ક્રમશ :- .....1

No comments:
Post a Comment