વર્ષો પહેલા ભાઈબંધ અનંતે લખેલી આ રચના
વર્ષો બાદ મેં અહી આ ત્રીજા વિશ્વમાં તરતી મુકેલી ...
જે હરતી ફરતી અનેક જગ્યા પર સફર કરતી
અચાનકજ જયારે મેં જોઈ ત્યારે મને અનંત અનહદ આનંદ થયો ...
બન્યું એવું કે મને એક દિવસ અનંતની આ રચના વાંચવાની ઈચ્છા થઇ .
પણ વર્ષો પહેલા અહી ફેસબુક પર પોસ્ટ કરેલી રચના મને મળતી નહોતી
મેં અહી ક્યારે પોસ્ટ કરેલી એ તારીખ વાર સાલ મને કશુજ યાદ હતું નહિ
પછી અચાનક મને સુજ્યું અકલે મેં સર્ચ બારમાં અનંતની આ રચનાના શબ્દો લખ્યા ..અને મને આનંદ આશ્ચર્ય સહ આંચકો લાગ્યો ....
સર્ચ કરતા જે રિજલ્ટ સામે આવ્યું તે ચોંકાવનારુ હતું .
અનેક લોકો દ્વારા અનંતની આ રચના પોસ્ટ કરવામાં આવેલી
એ બધાની કોપી પેસ્ટ કરી મેં કોઈપણ જાતની ફરિયાદ વગર મારા આ ખંડેરની દીવાલ પર
લટકાવી દીધી .
એ અનેક લોકોમાં એક Gora N Trivedi પણ હતા
મને આનંદ થયો
પણ અફસોસ પણ થયો, જયારે કમેન્ટમાં કોઈએ એમને કહ્યું
Sanjay Thaker Nice poem Gora N Trivedi ben
ક્યારે કવી થઈ ગયા
ત્યારે જવાબમાં આ રચના paresh katira ની વોલ પરથી લીધી છે
ખૈર ....
જેવી એમની મરજી મને એ વાતની ખુશી છેક જાણ્યા પછી મોડે મોડે થઇ
હું સમય પર સમયસર એ ખુશીમાં સરીખ ના થઇ શક્યો ...
જ્યારે મારા ભાઈબંધની રચના અને એના શબ્દો
અનેક લોકો સુધી પહોચી ગયા હતા...
કહો ભલા હું એ વખતે કેવી રીત મારા ભાઇબંધના શબ્દો ની સરાહના થતી હોય ત્યાં
સરીખ થઇ શકું ..?
જ્યારે મને કઈ ખબરજ ના હોય,
જ્યારે મને કઈ ખબરજ ના હોય,
શેર થઇ હોય તો ખબર પણ પડે
પેસ્ટ કોપી થઇ છે !
અને એવું શા માટે કર્યું છે એ હું સારી રીતે સમજી શકું છું !
આટલા સમજુ જ્ઞાની પીડિતોના ઉધારક સમાજ ઉધારક ને આમ કરવું શોભે તો નહિજ ..!
ખૈર ....
તો પણ મને અનંત અનહદ આનંદ એ વાતનો છે કે મારા ભાઇબંધે વર્ષો પહેલા લખેલી
રચના શબ્દો સમેત સાર્થક થઇ ...
paresh katira ની વોલ પરથી લીધી છે એમ ભલે ના કહ્યું
એનો મને કોઈ રંજ એટલા માટે નથી થતો કારણ કે એમણે રચના
ભાઈબંધ "અનંત" નામ સાથે મૂકી છે .
વર્ના લોકો નામ પણ ભુંસી નાખે છે .!
અન્ય લોકોએ એવુંજ કર્યું છે ....
ખૈર ખુશી એ વાતની છે કે ગમે તેમ પણ ભાઈબંધ અનંતના શબ્દો લોકોના હૃદયને સ્પર્શે છે ...
દુઃખ એ વાતનું છે કે આ પરમ ચરમ અનંત આનંદ અને સુખના અહેસાસથી એ વંચિત રહી ગયો ...
To my team members ! 😇
ચાલ ! હવે તું કઈક નવું વિચાર.....
જાગ ! હવે તું કઈક નવું વિચાર ...
જાગ ! હવે તું કઈક નવું વિચાર ...
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
મારો હર એક પ્રયાસ તને સફળતા તરફ લઈ જશે .
તારો હર એક પ્રયાસ મને સફળતા તરફ લઈ જશે.
તારો હર એક પ્રયાસ મને સફળતા તરફ લઈ જશે.
સૌ સાથે હળી મળી જો કરો સાહસ, સ્ધ્ધિ મળે સૌને.
એક મેકની હિમ્મત તમને સફળતા તરફ લઈ જશે.
એક મેકની હિમ્મત તમને સફળતા તરફ લઈ જશે.
હ્રદય કોમળ રાખે તો બાગે બહાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
અગર એક ક્ષણ પણ જો તું પ્રયાસ કરવાનું છોડશે ..!
તો તારી નિષ્ક્રિયતા તને નિષ્ફળતા તરફ લઈ જશે.
તો તારી નિષ્ક્રિયતા તને નિષ્ફળતા તરફ લઈ જશે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે.
અનુભવી જ્યાં પણ જાય છે, એની જગા ખાસ થાય છે.
અનુભવી જ્યાં પણ જાય છે, એની જગા ખાસ થાય છે.
નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
ખુલ્લુ જે હોય એમાં ખોલવાનું શું .
શોધાઈ ગયું જે એમાં શોધવાનું શું .
શોધાઈ ગયું જે એમાં શોધવાનું શું .
લખાઈ ગયુ જે એમાં લખવાનું શું.
લખ હવે તું કઈક અલગ બધાથી.
બોલ હવે કઈક તું અલગ બધાથી.
જે બોલાઈ ગયું એમાં બોલવાનું શું.
જે બોલાઈ ગયું એમાં બોલવાનું શું.
શોધવાનું ઘણું બાકી હજુ .
ખોલવાનું ઘણું બાકી હજુ .
ખોલવાનું ઘણું બાકી હજુ .
બોલવાનું ઘણું બાકી હજુ.
લખવાનું ઘણું બાકી હજુ.
ખોલી શકવાની ક્ષમતા જેનામાં હોય છે .
‘ને જે ખોલી શકે છે,એને જ બંધ દ્વાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
ભાઈ આમ બેસી ના રહે, તું હાથ દઈને માથે.
ઘણા કાર્યો એવા, જે થઈ ના શકે એકલે હાથે.
ઘણા કાર્યો એવા, જે થઈ ના શકે એકલે હાથે.
ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
સફળતા તેને અચૂક મળે છે. જે સમજી શકે આ વાતને.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને નવો અવતાર મળે છે.
ભીતર જે ઉતરી શકે, એને નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
"અનંત"

No comments:
Post a Comment