તારા આ પુસ્તકની માફક
છાતી સરસો ચાંપ મને !
હું પુસ્તક છું લે !વાંચ મને !
...Continue Reading
તારા આ પુસ્તકની માફક
છાતી સરસો ચાંપ મને !
હું પુસ્તક છું લે !વાંચ મને !
આવું આકલુક અમથું વર્ષો પહેલા ભાઈબઁધે એક છોકરીને કહેલું।
ઘટના એમ બની કે ,
મહોલ્લામાં રહેતી એક છોકરી સાથે ઍની કોઈ સહેલી પણ
સાઇકલ લઈને સાંકડી ગલીમાં પ્રવેશી ....
ત્યારે અનંત મહોલ્લાની લાકડાની ડેલીની બહાર
કોઈ કામસર નીકળેલો અને પેલીની સહેલીને પેલ્લીવારજ જોયેલી
તો પણ ! બેશરમ અને નકટા ભાઈબંધે પેલીને પરેશાન કરી
પેેલીની સહેલીએ પો તાની સાઈકલની ઘોડી ચડાવી,
ડેલી પાસે સાયકલ ઉભી રાખી અને પછી સાયકલના કેરિયરમાં
ભરાવેલા પુસ્તકો કાઢી છાતી સરસા ચાંપી અને પુસ્તક સાથે રાખેલું પર્સ
હજુ ખભે નાખતીજ હતી ત્યાં અનંતે તેનું પર્સ જટી લીધું !
અને અનંત તરત બોલી ઉઠ્યો !
તારા આ પુસ્તકની માફક
છાતી સરસો ચાંપ મને !
હું પુસ્તક છું લે !વાંચ મને !
છાતી સરસો ચાંપ મને !
હું પુસ્તક છું લે !વાંચ મને !
પેલીએ સાંભળ્યું નહીં
સાંભળે પણ ક્યાંથી
અનંત એ શબ્દો એ વાક્ય મનમાં જ બોલેલો હતો .
અનંત પેલીનું પર્સ ખોલવા જતો હતો ત્યાંજ પેલીએ અનંતને કહ્યું
"પ્લીઝ મને પર્સ આપી દે "
અનંતે આકલી બધી હલકાઈ કરી હોવા છતાં
પણ પેલીએ અનંતને પ્રેમથી
એટલુંજ કહ્યું
"પ્લીઝ મને પર્સ આપી દે "
એ સિવાય કાંઈજ ના કીધું !
ખબર નૈ કેમ એને કોઈ કાય કહેતુંજ નહોતું !
પ્રેમમાં ડૂબતો પ્રેમથી તરતો અનંત !
ખુદ મરીને મરેલાને જીવતા કરતો અનંત
આવી હરકતો તો અનેક સાથે કરતો અનંત !
તો પણ એને ક્યારેય કોઈ છોકરી વઢતી નહીં ,
નૈ તો આવી હરકત કરનારની ખૈર ના રહે !
અને અનંત પણ કોઈ સાફ સુથરો છોકરો હોય તોય વાત જુદી છે !
પણ એ તો સાવ મેલોઘેલો લઘરો હતો !
એનું કામજ એવું હતું કે,
હાથ પગ મોઢું કોલસાથી કાળું થયેલું અને રાખ થી ભરેલુંજ હોય તોય !!!
ખબર નૈ કેમ !!!
પેલીએ કરગરતા સ્વરે અનંત પાસે પર્સ માગ્યું
અનંતે ના આપ્યું અકલે પેલીએ મહોલ્લામા રહેતી એની સહેલીને કહ્યું।
યાર સમજાવને આને મારું પર્સ આપી દ્યે મને
મહોલ્લામાં રહેતી છોકરીએ પણ અનંતને
પ્રેમથી સમજાવતા કહ્યું અનંત એનું પર્સ પાછું આપી દે !
ફરી પેલી એ કહ્યું .
પ્લીઝ પ્લીઝ પ્લીઝ મને મારું પર્સ પાછું આપી દે !
ત્યારે ભઈબંધે કહ્યું પર્સ આપું પણ, એક શર્તે !
પેલી કહે બોલ !
બેશરમ અનંતે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું .
મને બે રૂપિયા આપવા પડશે તારે...
કેમ !?
પેલીએ પૂછ્યું .
અનંતે નફ્ફટાઈ પૂર્વક કહ્યું
કેમ શું મારે પાન ખાવું છે !
પેલીએ અનંતની શરત તરત સ્વીકારતા કહ્યું
આપું છું ચાલ લાવ પર્સ !
અનંતે હસતા હસતા પ્રેમથી પેલીને
તેનું પર્સ પરત આપ્યું , ત્યારે પેલીની હથેળીને
અનંતે જરાક અમથું સ્પર્શી લીધું !
પેલી એ કોઈ પણ જાતની આના કાની કર્યા વગર
અનંતના હાથમાંથી તેના હાથના સ્પર્શ સમેત પર્સ લઇ લીધું
અને પર્સમાંથી બે રૂપિયાની નોટ કાઢી અનંતને આપતા
એણે પણ અનંતના હાથને થોડુંક સ્પર્શી લીધું !
આ બધું જ પછી અનંતે મને પછી રાતના કીધું !
સ્પર્શ સમેત
બે રૂપિયા હાથમાં આવતાજ
અંદર અંદર ઝણણ ઝણણ ઝણ ઝણતો અનંત
સડસડાટ ગલીની બહાર નાકે આવેલી પાનની
દુકાને પહોંચી ગયો .
તે રાત્રે કદાચ પેલીને ઊંઘ પણ નહીં આવી હોય .
પાન લઈને આવ્યા પછી એક ખૂણામાં બેસીને
પાન ચાવતા ચાવતા અનંતે આ રચના લખેલી
જે હું રાત્રે ખંડેર પર ચાય લઈને ગયો ત્યારે ...
મેં દીવાલ પર લટકતા પેડમાં ભરાવેલ કાગળિયામાં
લખેલી જોઈ વાંચી
ત્યાર પછી અનંતે મને પેલી સાથે કરેલી હરકત
અને પર્સ થી સ્પર્શ અને પાન સુધીની
આખેઆખી ઘટનાની વાત કરેલી
આ રહી એ આંખે આખી રચના
જે અનંતે વર્ષો પહેલા પેલી સાથે બનેલી ઘટના પછી લખેલી .
************************************
લે ! વાંચ મને !
********
તારા આ પુસ્તકની માફક
છાતી સરસો ચાંપ મને !
હું પુસ્તક છું ! લે !વાંચ મને !
**************************************
છાતી સરસો ચાંપેલા પુસ્તકની માફક છાતી સરસો ચાંપ મને !
"અનંત" હું હરતું ફરતું બોલતું ચાલતું પુસ્તક છું લે ! વાંચ મને !
છાતી સરસો ચાંપ મને !
હું પુસ્તક છું ! લે !વાંચ મને !
**************************************
છાતી સરસો ચાંપેલા પુસ્તકની માફક છાતી સરસો ચાંપ મને !
"અનંત" હું હરતું ફરતું બોલતું ચાલતું પુસ્તક છું લે ! વાંચ મને !
તારી ઈચ્છા તારીજ મરજીથી પ્રેમ ગર આપવો હોય તો આપ મને !
બોલવાની કંઈજ જરૂર નથી આંખોથી કહીદે તું અંતરની વાત મને !
બોલવાની કંઈજ જરૂર નથી આંખોથી કહીદે તું અંતરની વાત મને !
એક નજર નાખી લે ! બસ એકવાર મને વાંચી લે !
મને ચાહી લે ! પછી તું ચાહે તો ,
મને ચાહી લે ! પછી તું ચાહે તો ,
આડો ઉભો ચીરી નાખ ફાળી નાખ !
ચાહે બાળી નાખ આવશે નહીં લગીરે આંચ મને !
ચાહે બાળી નાખ આવશે નહીં લગીરે આંચ મને !
નર્યો ખારાશથી ભર્યો ભર્યો છું ! હું દરિયો છું અનંત ..
મગર છું સાવ ખારો ખારો !
બીજું કશુંજ ના જોઈએ મારે !
ગર કંઈ આપવુંજ હોય તારે !
ગર કંઈ આપવુંજ હોય તારે !
તો પ્રેમનું મીઠું ઝરણું આપ મને !
અનંત યુગોથી છું ! અસીમ છું ! અમાપ છું !
અમાપજ રહીશ ! કેમકે હું પ્રેમ છું અનંત ....
અમાપજ રહીશ ! કેમકે હું પ્રેમ છું અનંત ....
દૂરથી કે નજીકથી આંખોથી યા અંતરથી
ઉપરછલ્લો બહારથી કે ઊંડે જઇ અંદરથી
ઉપરછલ્લો બહારથી કે ઊંડે જઇ અંદરથી
"અનંત" તારે જેમ માપવો હોય તેમ માપ મને !
આ તારા છાતી સરસા ચાંપેલા પુસ્તકની માફક
એકવાર છાતી સરસો ચાંપ મને !
"અનંત" હું એક હરતું ફરતું બોલતું ચાલતું
રખડતું ભટકતું પુસ્તક છું લે !વાંચ મને !
રખડતું ભટકતું પુસ્તક છું લે !વાંચ મને !
"અનંત"
આમ આખી રચનાના અંતે અનંતે લખ્યું હતું કે ,
*બ્લાસ્ટ*
मेरी ख़ुशी मेरा आनंद मेरा सुख कहां है मुजे पता है !
मेरी अपनी एक अनोखी अनंत अलौकिक दुनिया है !
मेरी अपनी एक अनोखी अनंत अलौकिक दुनिया है !
जहा जाके परम चरम अनंत सुख मिलता है मुजको ,
उस जगा में अकेला ही नहीं ! साथ मेरे तू भी ! वहां है !
उस जगा में अकेला ही नहीं ! साथ मेरे तू भी ! वहां है !
"अनंत"
ક, તિરા ની કડવી વાણી.....

આઘા જાજો બાપલિયા..! ક્યાક શિગડું ભરાવી ઉલાળી ના દે,
શું છે કે પછી, વાગી બાગી જાય તો ! થૈ ઘેંટા ચરવા નીકળ્યા છો !
શું છે કે પછી, વાગી બાગી જાય તો ! થૈ ઘેંટા ચરવા નીકળ્યા છો !
ખુદને સમજી શકતા નથી તમે, જગતને સમજાવવા નીકળ્યા છો ..!
સમજાતું નથી મને, આખરે સૌ શું સાબિત કરવા નીકળ્યા છો...?
સમજાતું નથી મને, આખરે સૌ શું સાબિત કરવા નીકળ્યા છો...?
તીર બુઠ્ઠા ,તલવાર બુઠ્ઠી, બુઠ્ઠી કલમ, શ્બ્દોય બુઠ્ઠા ! અરે ! મોટા !
નાના, યુવાન બુઢા ! સૌ બુઠ્ઠા હથિયાર લઈને, લડવા નીકળ્યા છો..!
નાના, યુવાન બુઢા ! સૌ બુઠ્ઠા હથિયાર લઈને, લડવા નીકળ્યા છો..!
જાતને લગીરે બદલી શકતા નથી ને જગતને બદલવા નીકળ્યા છો.!!
જોટ્ટો ખરી નાના મોટા સૌ ,વગર મહેનતે મહાન થવા નીકળ્યા હો..!
જોટ્ટો ખરી નાના મોટા સૌ ,વગર મહેનતે મહાન થવા નીકળ્યા હો..!
અને પછી..? ઉછી નું પાછીનું વાંચી સાંભળીને થોડું અમથું જ્ઞાન આવ્યું,
ત્યાં તો ખુદને મહાજ્ઞાની ગણાવે, શું ઠગારાઑ જગને ઠગવા નીકળ્યા છો..!
ત્યાં તો ખુદને મહાજ્ઞાની ગણાવે, શું ઠગારાઑ જગને ઠગવા નીકળ્યા છો..!
અહી થતી વાહ,વાહ, સાચી છે કે ખોટી છે ? સમજે નૈ નાદાનો અને,
ભીખુ માફક ગમાડો મને ગમાડો, કરતાં ગાંડાઓ કરગરવા નીકળ્યા જો.! .
ભીખુ માફક ગમાડો મને ગમાડો, કરતાં ગાંડાઓ કરગરવા નીકળ્યા જો.! .
"ક,તિરા" ના રસ્તાનું ભાન છે, ના મંજિલનું કોઈ જ્ઞાન કોઈને, તો પણ,
જો તો ખરી.! સૌ શબ્દો 'ને સાહિત્યનું અડાબીડ જંગલ ખેડવા નીકળ્યા લ્યો ..!.
જો તો ખરી.! સૌ શબ્દો 'ને સાહિત્યનું અડાબીડ જંગલ ખેડવા નીકળ્યા લ્યો ..!.
એટલું સહેલુ પણ નથી કૈ, અહી કોઈને છેતરવું, ક્યારેક તો પકડાઈ જશો-
ઑ નાદાન ! યાર શું સમજીને ..? સૌ એક બીજાને છેતરવા નીકળ્યા છો .!
ઑ નાદાન ! યાર શું સમજીને ..? સૌ એક બીજાને છેતરવા નીકળ્યા છો .!
બૌ કેવાય જાતને લગીરે બદલી શકતા નથી ને જગને બદલવા નીકળ્યા છો,,!?
ખુદને જર્રિકય સમજી શકતા નથી..! તો પણ જગતને સમજાવવા નીકળ્યા છો !! ?
ખુદને જર્રિકય સમજી શકતા નથી..! તો પણ જગતને સમજાવવા નીકળ્યા છો !! ?
સમજાતું નથી ક,તીરા મને, કે આખરે અહી સૌ શું સાબિત કરવા નીકળ્યા છો..?
"ક.,તિરા.... "
ઠોકં ઠોક્ક ..!
*બ્લાસ્ટ* 1
લ્યા પણ તમે માથે હું લેવા લીધું...???
આ,જે કઈ મે કીધું, ઇ તો મે, મને કીધું !!!
....
આ,જે કઈ મે કીધું, ઇ તો મે, મને કીધું !!!
તોય તમે માથે લીધું ..! ભલે લીધું ભાય જાવ મેય મફત દીધું ..! 
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ભલે ને આજ મે ભૂલ ભૂલમાં ભૂલથી ઠોકં ઠોક્ક .! કરી .
પણ ખરેખર તો ભાઈબંધના બ્લાસ્ટમાં હોય છે મજા ખરી.
પણ ખરેખર તો ભાઈબંધના બ્લાસ્ટમાં હોય છે મજા ખરી.
અંતે મને ભાઈબંધના શબ્દો વિના વાત અધૂરી લાગે છે !
અકલે એના શબ્દો નો બ્લાસ્ટ કર્યા વિના મને મજા નૈ આવે !
*બ્લાસ્ટ* 2
એ જાણવા છતાં કે સારું ખરાબ, સાચું ખોટું કશું જ ! છુપાવી નૈ શકાય...
તેમ છતાં ના સમજ ઑ નાદાનો કેટ કેટલું આ દુનિયાથી છુપાવે છે....!
તેમ છતાં ના સમજ ઑ નાદાનો કેટ કેટલું આ દુનિયાથી છુપાવે છે....!
'ને પછી એક સામટું બધુ જ ઉઘાડું પડી જાય છે ! ખોટું સામે આવી જાય છે...
"અનંત" જીવનમાં જ્યારે, એકા'દ સારી કે માઠી ક્ષણ અચાનક આવે છે...!
"અનંત" જીવનમાં જ્યારે, એકા'દ સારી કે માઠી ક્ષણ અચાનક આવે છે...!
"અનંત"
*બ્લાસ્ટ* 3
"અજ્ઞાની" પછી આવું કઈક મને સમજાવી સમજાવીને સમજાયું..!
સમજી સમજીને બસ એટલું સમજાયું કે, કશુજ સમજવાનું ન હતું..!
"અજ્ઞાની" પછી આવું કઈક મને સમજાવી સમજાવીને સમજાયું..!
સમજી સમજીને બસ એટલું સમજાયું કે, કશુજ સમજવાનું ન હતું..!
"અજ્ઞાની"
બ્લાસ્ટ 4 ઘોઘો
પહેલા ની હસ્તી હસતી હતી
ત્યારે વસ્તી પણ ઓછી હતી
એકલે..
હવે હસ્તી ખરી પણ સવાર સાંજ પૂરતી
સવારે હસ્તી સાંજે પસ્તી
આજની ક્ષણીક હસ્તીની હાલત અસ્સલ પાણી ના પરપોટા જેવી ...
હીરાની માફક ક્ષણ ભર ભરપૂર ચમકે પછી પટ્ટ દઈને ફૂટી જાય ...
લાસ્ટ બ્લાસ્ટ :-
ત્યારે વસ્તી પણ ઓછી હતી
એકલે..
હવે હસ્તી ખરી પણ સવાર સાંજ પૂરતી
સવારે હસ્તી સાંજે પસ્તી
આજની ક્ષણીક હસ્તીની હાલત અસ્સલ પાણી ના પરપોટા જેવી ...
હીરાની માફક ક્ષણ ભર ભરપૂર ચમકે પછી પટ્ટ દઈને ફૂટી જાય ...
લાસ્ટ બ્લાસ્ટ :-
આખરે તારે,
ગમેતેમ કરીને
મહાનજ થવુ છે..!
તો તું થા.!
મારે નથી થવુ જા...!
કેમકે ભાઈબંધે વર્ષો પહેલા કહ્યું હતું કે.,
ગમેતેમ કરીને
મહાનજ થવુ છે..!
તો તું થા.!
મારે નથી થવુ જા...!
કેમકે ભાઈબંધે વર્ષો પહેલા કહ્યું હતું કે.,
"અજ્ઞાની" આ સીધ્ધી..! શું ઓછી કહેવાય..!
કે, કોઈ સીધ્ધી કે પ્રસીધ્ધીની ઝંખનાજ ના રહે.
"અજ્ઞાની"
કે, કોઈ સીધ્ધી કે પ્રસીધ્ધીની ઝંખનાજ ના રહે.
"અજ્ઞાની"
"અનંત"વર્ષો પહેલા
*******અઢી અક્ષર પ્રેમના.*******
કરે મન પ્રેમથી તરબતર આ અઢી અક્ષર પ્રેમના.
હોય છે ઘૂઘવતો સમંદર આ અઢી અક્ષર પ્રેમના.
હોય છે ઘૂઘવતો સમંદર આ અઢી અક્ષર પ્રેમના.
દિવસ હોય કે રાત. સતત ઘૂંટાયા કરે છે. સૌના-
હ્રદયની અંદર અંદર આ અઢી અક્ષર પ્રેમના.
હ્રદયની અંદર અંદર આ અઢી અક્ષર પ્રેમના.
જીવનમાં જો આવે તો લાવે બહાર. ના આવે -
તો જીવન લાગે બંજર આ અઢી અક્ષર પ્રેમના.
તો જીવન લાગે બંજર આ અઢી અક્ષર પ્રેમના.
રાજાઓ બાદશાહોને પણ જુકાવે,
કોઈ ચણાવે તાજ મહેલ તો, કોઈ પાસે કરાવે
મણિ મંદિરના ચણતર આ અઢી અક્ષર પ્રેમના.
મણિ મંદિરના ચણતર આ અઢી અક્ષર પ્રેમના.
અઢી અક્ષરનો વિચાર માત્ર હર કોઈના હ્રદયને-
આપે છે મીઠીસી કળતર આ અઢી અક્ષર પ્રેમના.
આપે છે મીઠીસી કળતર આ અઢી અક્ષર પ્રેમના.
જરાક અમથું જો સ્મિત સહિત કોઈ સામું જુવે તો
જગાડે છે. પછી રાત ભર આ અઢી અક્ષર પ્રેમના.
જગાડે છે. પછી રાત ભર આ અઢી અક્ષર પ્રેમના.
તમને કે મને જ નહીં. લાગે છે આખી દુનિયાને.
સૌથી વધુ કોમળ સુંદર આ અઢી અક્ષર પ્રેમના.
સૌથી વધુ કોમળ સુંદર આ અઢી અક્ષર પ્રેમના.
જ્યાં જુવો ત્યાં કોતરાયેલા હોય છે બધે. “અનંત”
વૃક્ષ દીવાલો પર્વતો પર આ અઢી અક્ષર પ્રેમના.
વૃક્ષ દીવાલો પર્વતો પર આ અઢી અક્ષર પ્રેમના.
હર એક જીવની ઝંખના.સૌ કોઈ ઝંખે.પ્રેમ. ચાહે, હો'-
એ ગરીબ કે પછી તવંગર, આ અઢી અક્ષર પ્રેમના.
એ ગરીબ કે પછી તવંગર, આ અઢી અક્ષર પ્રેમના.
આ બ્રહમાંડનો સૌથી મોટો જાદુ.ભલ ભલાને કરે
વશમાં. છે એવી અસર આ અઢી અક્ષર પ્રેમમાં.
વશમાં. છે એવી અસર આ અઢી અક્ષર પ્રેમમાં.
પ્રેમની એક ફૂંકથી સાજો પળમાં માંદો પડે ‘ને મરતો-
બેઠો થાય. છે ને જંતર મંતર આ અઢી અક્ષર પ્રેમના ?
બેઠો થાય. છે ને જંતર મંતર આ અઢી અક્ષર પ્રેમના ?
મારી અંદર છુપાયેલા હું તને આપી દઉં અને તું પણ
આપ મને છે તારી પણ અંદર હાં અઢી અક્ષર પ્રેમના.
આપ મને છે તારી પણ અંદર હાં અઢી અક્ષર પ્રેમના.
"અનંત" ચોમાસે કોરા રહી જતાં જે, તેને વિના વરસાદે-
ભીંજવીને પ્રેમથી કરતા તરબતર આ અઢી અક્ષર પ્રેમના.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
ભીંજવીને પ્રેમથી કરતા તરબતર આ અઢી અક્ષર પ્રેમના.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
બ્લાસ્ટ:-
એકવાર મે "અનંત" પૂછ્યું .
તને કેવી છોકરી ગમે...?
એણે મર્માળું હસતાં કહ્યું..!
એ, જે મને, અને મારા શબ્દોને,
છુપાઈ છુપાઈ ને વાંચે...!
"અનંત"
Saumya Joshi...જી....
આવું જ પૂછાય.. આવું પૂછો તોજ આવું લખાય... અને મને આમાં મજા આવે... !
મે જીભળી કાઇઢી ...
સવાલ હોય એના જવાબ તો અચૂક હોય જ...!
કેમકે જવાબ સવાલ સાથે જ જન્મ લઈ લેતા હોય છે...
બસ બન્નેના જન્મ સ્થળ માત્ર અલગ અલગ હોય છે...
આવું મારો ભાઈબંધ કહેતો...
અને તમે પણ આજે મસ્ત સવાલ કર્યો છે .. 
તમે વિગતે લખવાનું કહ્યું એટલે વિગતે લખું છું ...
આમ જો ખોટું કૌ તો સાચે જ મને કોઈ ની પણ ! ઈર્ષા નથી આવતી મારા સિવાય....
અને જો સાચું કૌ તો ખોટી ઈર્ષા હું કોઇની કરતો પણ નથી મારા સિવાય... 
પણ હાં મારી ઈર્ષ્યા અનેક ને થાય છે ....
એ પણ ખાટી કે મીઠી નહીં કડવી ઝેર જેવી 
એટલે જ તો મને મજ્જા આવે છે ...!
"મજા ત્યારેજ જીવવાની આવે જ્યારે કોઈ ચૂપચાપ તમારી ઈર્ષ્યા કરે... ! "
ઘણાને મારી ઈર્ષા થાય છે એનું કારણ મારો ભાઈબંધો જે હવે નથી ...!
પણ એના શબ્દો હજુ પણ જીવે છે ...!
સતત હું એને અહી જીવતા રાખું છું ધબકતા રાખું છું ....!
પણ ઈર્ષાળુ લોકો એના ચોટદાર શબ્દોને વિચારોને બિરદાવી નથી શકતા...!
ઊંડાણ ને સમજી નથી શકતા...
અપવાદ બાદ કરતાં....
"મોટા ભાગના માત્ર છીછરા પાણીમાં છબછબિયા કરે છે.."
.
“સમજ્યા વિના કોઈ ગમાડે એના કરતાં સમજીને ના ગમાડે એ મને વધુ ગમે છે .”
“સમજ્યા વિના કોઈ ગમાડે એના કરતાં સમજીને ના ગમાડે એ મને વધુ ગમે છે .”
અને હવે તો સ્થ્તિ એ છે કે કોઈ ગમાડે ના ગમાડે કઈ ફર્ક ના પડે....
મારી મૌજ અલગ છે..
કેમકે હું નિજ આનંદમાં જીવનારો નીજાનંદી માણસ છું.
ઈર્ષાળુ અછાના નથી રહેતા એ પોતાની ઓળખ પણ આપે જ છે ... !
ગમતું ના ગમતું કરીને .. !
મારે એવું કાય નય ...
મને જો મજા આવે તો હું મારા લીસ્ટમાં ના હોય એને પણ ગમાડતો આવું...
એટલે કે (L.K) કરતો આવું . પછી એ પુરુષ હોય કે સ્ત્રી..
અને મજા ના આવે તો લીસ્ટમાં હોય એને પણ દાદ ના આપું. એટલે કે (L.K.) ના કરું, પછી એ સ્ત્રી હોય કે પુરુષ .
મને લાગે છે કદાચ હું દંભી છું કે નૈ...! 
જોકે મને ખબર નથી..! પણ લોકો માની લેશે.
છતાં મને કશોજ ફર્ક નૈ પડે... કારણ હું જે છું તે છું ..!
હું મન મોજી મારી મરજીનો માલિક છું ...!
પણ અહી વાઘ્રી વહેવાર ચાલે છે .... !
તમે કોઈનું ગમે કે ના ગમે ! પણ ગમાડો તોજ એ તામારુ સારું ગમાડે .... !
પોતાનાથી ઉતમ કલાકારને ગમાડવા માટે પણ હિમ્મત જોઇયે.... 
જેનો અહી સખત અભાવ છે..
અને હું સાવ બેશરમ માણસ છું ....
જોકે પહેલા હું સાવ આવો નહોતો કાંય... 
થઈ ગયો બે શરમ હું તો આવી ને આંય .. 
બાકી હું બૌ શરમાળ માણસ છું સાચે કહું છું ખોટું નથી બોલતો... 
તમે જ કો સાચું બોલવા કહેવામા શરમવાય.... ???
અને હું ક્યારેક ક્યારેક સાવ સાચું બોલું છું...
બસ એજ કારણ છે કે હું સૌથી જુદો સૌથી અલગ પડું છું..
મે જોયું છે ઘણા લોકો અર્થ કે ઊંડાણ વગરની વાત પણ ગમાડે છે...
સામે વાળો પણ મૂર્ખ હોય છે એ નથી જાણતો કે કોઈ એને રમાડે છે...
અર્થ વગરની વાતો ગમાડનારની એક બીજી હકીકત પણ છે ...
સાચું કૌ એવા લોકો ને મનમાં લાલચ હોય છે કે આજે હું ગમાડીશ તો કાલે એ પણ ગમાડશે...
અને ...
મને અર્થ વગરની વ્યર્થ વાતમાં ખોટી વાહ વાહ કરવી નથી ગમતી ... !
અને કોઈ મારી પણ ! ફાલ્તુ વાતમાં વાહ વાહ કરે એ પણ મને પસંદ નથી....!
ઈર્ષ્યા થાય છે ! એવું સહજ સ્વીકારનાર બધાજ મારી દ્રષ્ટિએ મહાન છે.. !
હું મહાન નથી ...!
પણ જે મનોમન ઈર્ષા કરે છે એ ખુદ દાઝે છે ..
મને ઠંડક થાય છે...!
બાકી તો સીદી ભાઈને સિદ્કા વ્હાલા ..
એમ અહી સૌને સૌના શબ્દ વ્હાલા...
કહેવાની જરૂર નથી....!
હું ખુદ જાણું જ છું કે મે આડેધડ કોઈ વાતે મેળ ના ખાય એવિ
ઘણી અર્થ વગરની વ્યર્થ વાત કરી છે ...
કરી છે...!!! અરે ભઈ થતાં થઈ ગઈ છે...
થઈ ગઈ તો થઈ ગઈ હવે..
એમાં મારો શું વાંક...
આજે મને ધરાઈને મજ્જા આઈ ...
છેલ્લે જોખમી સત્ય, કીધા પછી, હું મારા નામનું બધેથી નાહી જ નાખીશ ....
નાહી જ નાખવું પડશે ...!
તો....
Saumya Joshi...જી
સાચું કૌ ..! તમે ઈર્ષાળુ છો...!
હવે મારૂ થાય ઇ ખરું ...
બ્લાસ્ટ :-
મે એકવાર મારા શબ્દકાર ભાઈબંધ ને પૂછ્યું....
તને કેવી છોકરી ગમે...?
એણે મર્માળું હસતાં કહ્યું.
એ, જે મને, અને મારા શ્બ્દોને છુપાઈ છુપાઈને વાંચે...!
"અનંત"
ઘોઘી વરસાદમાં ન્હાવાના મૂડમાં હતી અને એણે ઘોઘાને કહ્યું હતું કે ....
ઘોઘી :- તો.... હું એમ કહેતી હતી ઘોઘા કે....
પાપ, પુણ્ય , ધર્મ, ક્રોધ , બંધન, મુક્તિ, મોક્ષ વિષેની આવી બધી નક્કામી...! વાતો તો આપણે રોજ કરીયે છીયે .....
તો ચાલ ને આજે આપણે બન્ને કામ કરીયે કઈક "કામની" વાતો કરીયે....
પછી હળવેકથી ઘોઘી બોલી "બે અર્થમાં "
ઘોઘો ઘણીવાર વાતના અંતમાં બોલે છે “બે અર્થમાં”
આજે વાતના અંતે હળવેકથી ઘોઘી બોલી “ બે અર્થમાં”...
ઘોઘો ગળા પર હાથ ફેરવવા લાગ્યો....
હવે આગળ.....
ઘોઘીએ ઘોઘાને હાથ ખેંચી ઊભો કર્યો અને બહાર લઈ જવા લાગી ....
ઘોઘો ઘોઘીના હાથમાથી પોતાનો હાથ છોડાવતા..
અરે...અરે..પણ ક્યાં ખેંચી જાય છે તું મને ઘોઘી... ?
વરસાદમાં નહાવા.. ક્યારની શાનમાં સમજાવું કછું પણ તું છે કે સમજતો જ નથી..
ઘોઘો પરાણે ઢસડાતા ઢસડાતા.. પણ...પણ...મને રેવાદે મારે નથી નહાવું ઘોઘી ... મને શરદી થઈ જશે....
આજે ઘોઘીને ઘોઘા સાથે વરસદમાં ન્હાવાની અતિ ઝંખના હતી, તેથી ઘોઘાની એક પણ વાત ઘોઘી સાંભળવા તૈયાર નહોતી ...
ઘોઘો હાથ છોડાવતા અરે ઘોઘી રેવાદે મને શરદી થશે તો પછી ..
ઘોઘાની વાત વચ્ચેથી જ કાપતા ઘોઘી બોલી ..
તું ચિંતા ના કર ઘોઘા બિલકુલ ચિંતા ના કર..
તને જો શરદી થઈ જશે ને તો તને હું નાક , કપાળ, છાતી, અરે તું કહેશે ત્યાં તને ઘસી ઘસીને બામ રગડી દઇશ...
અરે ગરમાં ગરમ ઉકાળો પણ કરી દઇશ તું જરીએ ચિંતા ના કર...
બસ મન મૂકીને આજ તું મારી સાથે વરસાદમાં ભીંજાઇ જા, ઘોઘા ....
આજે જો તો તને પલાળી ના દઉં તો મારુ નામ ઘોઘી નહીં ...
આમ કહેતા ઘોઘી ઘોઘાને અગાસી પર ખેંચી ગઈ ....
હજુ તો બન્ને અગાસી પર ગયા ત્યાંજ વરસાદ બંધ થઈ ગયો.
અને ઘોઘીના ઘોઘા સાથે વરસાદમાં ભીંજાવા ના અરમાન પર પાણી ફરી વળ્યું.
ઘોઘી ગુસ્સે થઈને ઘોઘાનો હાથ છોડાવી ભાગવા જતી હતી, ત્યાં ઘોઘાએ ઘોઘીનો
કસીને હાથ પકડ્યો અને ઘોઘીના ગૂસાથી પરિચિત ઘોઘાએ ઘોઘીને મનાવવા પ્રયાસ કર્યો અને હળવેકથી બોલ્યો ઘોઘી તું મારા પર શા માટે ગુસ્સો કરે છે.
ઘોઘી ચિલ્લાઈને બોલી ઘોઘા મારો હાથ છોડ તું મને જવા દે નહીં તો ... !
ઘોઘી આગળ ધારદાર કોઈ વાક્ય બોલે એ પહેલા જ ઘોઘો ફરી ઘોઘીનો હાથ પકડી
ઘોઘીને શાંત પાડવા શાંતિથી ભોળા ભાવે બોલ્યો...
પણ ઘોઘી વરસાદ ચાલ્યો ગયો એમાં મારો શું વાંક..! હું શું કરું...???
ઘોઘી ગુસ્સામાં જ બોલી મારે તારું કાઇજ સાંભળવું નથી.... બસ મને જવા દે..!
આમ કહી ઘોઘી ઘોઘાના મજબૂત પંજામાથી પોતાનો નાજુક નમણો છોડાવી પગ પછાડતી ભાગી..
ઘોઘો બૂમ પાડીને બોલ્યો ....
ઘોઘી... હવે એમાં આટલો ગુસ્સો ના કરવાનો હોય....
તારે ન્હાવું જ હતું ને તો હવે ઘેર જઇ નાહી લેજે ને એમાં શું ફરક પડવાનો હતો,
"આમેય બાથરૂમમાં બારે મહિના ચોમાસુ ને સાવરમાં વરસાદ જ વરસાદ હોય છે ...,"
અગાસી પરના ટાંકાને વાદળ સમજી લેજે ને સાવર નીચે સવાર સુધી ન્હાતી રે'જે...
એ...ય ને ... ટાઢા પાણીએ નાહી લેજે જેથી તું અને તારો ગુસ્સો બન્ને ઠંડા પડી જાય..
અને સાંભળ ગુસ્સો ઠંડો પડી જાય પછી મારા માટે તારા જેવીજ ગરમા ગરમ મસાલે દાર ચાઇ લેતી આવજે.....
પાછું ફરીને જુવે એ બીજા, પાછું ફરીને જોયા વિના ઘોઘી પગ પછાડતી ચાલી ગઈ.
અને ઘોઘો ઘોઘીને ઓજલ થતી જોઈ રહ્યો.
પછી રૂમમાં જઇ સોફા પર બેસી ગયો, માથું ખંજવાળતો ખંજવાળતો વિચારવા લાગ્યો સાલું હવે આ કેસ તો બહુ અઘરો થઈ ગયો આજથી મફતના ચાય પાણી બંધ....
આતો ઘોઘી... ' રૂઠે પલમે ના મને મહિનો મે....' ક્રમશ ....
MEMORIES YOU MAY HAVE MISSED
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે,
આ વાત,
એની કોઈ ચહીતીને કહેલી.
જ્યારે તે વર્ષો બાદ અનંતને મળી ત્યારે..,
તેણે પુછેલુ
"શું હજુ પણ તુ મને યાદ કરે છે અનંત ..?
શું હજુ પણ તુ મને ચાહે છે. ?
શું હજુ પણ તુ મને ચાહે છે. ?
ત્યારે ભાઈબંધે જવાબમાં કહેલુ કે,
અરે હાં ગાંડી હાં .!
તુ ભૂલે, તે ભૂલે હુ કેમ ભૂલુ ..!
અને, મને પણ આમ તો જોકે કોઈ ભૂલીજ ના શકે..!
છતાં પણ જો મને કોઈ ભૂલે તો ભલે ભૂલે..!
પણ હુ તો મારા જીવનમાં જે જે આવી,
તેને, તને, તને,અને તને...! ભૂલ્યો નથી...
આજે પણ..!
મારા જીવનમાં જે આવી હતી પ્રેમથી..!
મને ચાહવા.....
પ્રેમ આપવા....
અને, અનંત...
પ્રેમ પામવા....
પ્રેમ આપવા....
અને, અનંત...
પ્રેમ પામવા....
તેને હુ એજ હદે એક હદે અનહદ ચાહુ છું...!
અનંતના મુખે આ વાત સાંભળી
પેલીની આંખો તગતગેલી...
( આવુ અનંતે મધરાત્રે બયાન કરેલુ ચાય પીતા પીતા)
અને પછી તો બંનેની તગતગેલી આંખોમાં....
રતાશ....ઊભરી આવેલી ...!
જ્યારે અનંતે પે'લ્લીને કહ્યુ કે,
ખુલ્લી આંખે નીભાવી નથી શક્યો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
આ સાંભળીને પેલી ખૂબ રડી પડેલી.....
અને પછી,
મેલાઘેલા વસ્રમા પુરાયેલા.....
અસ્તવ્યસ્ત અનંતનો હાથ ચૂમીને એ ચાલી ગઈ....
એ પણ ચાલી ગઈ....
એ પણ ચાલીજ ગઈ....
અનંત ચાહવુ ...
અકલે..!?
અનહદ ચાહવુ ...
ખૂબજ ચાહવુ....
એમ....!
આમ પોતાના નામનો બખૂબી ઉપયોગ એ કરતો નહી....
પણ, અનાયાસે થૈ જતો અને અંતરનો રવ ગુંજી ઊઠતો....
અને છેલ્લે અનંતે પે'લ્લીને કહેલુ....!
તુ પણ એમજ "અનંત" ચાહ મને..!
જેમ હુ ચાહું છુ તને તને અને તને....!
આકલી વાત કરી તે રાતે એ થાકેલો સૂઈ ગયો.....
'ને હુ આજે પણ રાતે મૌજથી જાગુ છુ..!
અનંતના અઢળક કાગળીયા.......
ઉકેલવા 🔛મને બૌ ગમે છે અને, મજ્જા આવે છે.....!
બ્લાસ્ટ :- આખા વાક્મા માત્ર....!
એકાદ બે શબ્દ બદલતા આખો અર્થ બદલાઈ જતો હોય છે...!
ભૂતકાળ વર્તમાનમા કે વર્તમાન ભવિષ્ય બદલાઈ શકે છે..!
ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...!
ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...!
માત્ર એક કે એકાદ બે શબ્દ થકી...
એ વાતનો પુરાવો પણ...!
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આપેલો છે..!
તું, તું, અને ,તું પણ જોઈ લે....!
કદાચ., કૈક સમજાય જશે તને તને અને, તને....!
ખુલ્લી આંખે નીભાવી નથી શકતો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
" અનંત "












No comments:
Post a Comment