વર્ષો પહેલા ...
ભાઈબાંધે સેવેલી
*ઝંખના *
એક સમજણ સાથે હોવું જોઈએ સમર્પણ .
એજ સમર્પણ સાથે હોવી જોઈએ સમજણ .
માત્ર દેહથી દેહ નું મળવું એ તો સર્વ સામાન્ય ઘટના છે .
સ્ત્રી પુરુષ વચ્ચે હોવું જોઈએ આત્માથી આત્માનું સગપણ .
દિવસ આખો રાહ જુવે રાત પડવાની તન મળવાની.
સતત સાથે રહે તો પણ લગીરે ઓછું થાય ના વળગણ .
રાત્રે મનથી મન તનથી તન મળ્યા પછી પણ રોજ સવારે પણ રહેવું જોઈએ એક બીજા પ્રત્યે આકર્ષણ .
રાત ભર આખાય શરીરને આલીંગન માં લીધા પછી પણ.!
સવારે ટેરવાના સ્પર્શ માત્રથી થવું જોઈએ હ્રદય ઝણ ઝણ .
"અનંત" સતત સખત પ્રેમ કરતાં કરતાં જાય જુવાની .
ક્ષણે ક્ષણ પ્રેમ કરતાં કરતાંજ આવવું જોઈએ ઘડપણ .
"અનંત"
No comments:
Post a Comment