દ્રષ્ટિ આંખોની ગુમાવી જેને.
ટેરવે આંખો સાંપડી છે એને .
આપણે આંખો છતાં કેવા પડી આખડી ..!
અને એ લાકડીની આંખે જો મંજીલ ખેડે.
ચહેરાની આંખો શા કામની.
જો અંતર ના કોઈનું એ દેખે.
છતી આંખે આપણે સૌ છેતરાઈ જઇએ
ના છેતરાય ક્યારેય એ આંખો નહીં જેને ..!
"અજ્ઞાની" અંતરની આંખ તુ ખોલ
અને છતી આંખે અંધ જેવો તું થા.!
પછી તને પણ બધુ સ્પષ્ટ દેખાશે...
પછી તુ પણ ચડશે નહી કદી ઠેબે.!
&&&&&&&&&&&&&&&&&&&&
"આ આંગળીના
ટેરવે આંખો ઊગી
સ્પર્શે જુવે"
"અજ્ઞાની"
મુજ અંધની આંગળી અને લાગડીના ટેરવે આંખો ફુટી છે.
"અજ્ઞાની" હવે તેજ દેખે છે તેજ સ્પર્શે છે જગત "અનંત"
"અનંત" આજ અમારૂ અલૌકિક રજવાડું છે.
કે ખાંખે અંધારૂ છતાં અંતરમાં અજવાળુ છે.
" અનંત
"અનંત"
No comments:
Post a Comment