પ્રેમ એટલે..?
ખબર નૈ કેમ..?
ઝડપ ભેર આવી ધબ્બ દૈને સોફા પર ઘોઘાની
બાજુમાં બેસી ઘોઘાની સાથળ પર
હળવેક થી ટપલી મારી ઘોઘી એ
ઘોઘાને સવાલ કર્યો,
ઘોઘા...! પ્રેમ એટલે..?
મને ખબર નથી.!
ઘોઘા એ જવાબ આપી દીધો...
તને ખબર નથી મને ખબર છે ઘોઘા.!
તો પછી મને શું કામ્મ પુછે છે..?
અર્રે અક્કલ વગર ના હું એમ કૌ છું કે,
મને ખબર છે તને ખબર નથી એ ..!
હાં તો..? ઘોઘાએ અકળાઈ ને કહ્યું.
પણ ઘોઘા તારા ભાઈબંધ ના ભાઈબંધ
અનંત ને તો ખબર હશેજ ને.!?
હાં કદાચ..,
એને હોય, કારણ કે,
એ પ્રેમ પંથી હતો.!
પણ, એ વાત નોખી છે ઘોઘી કે,
પ્રેમ ના પંથે ચાલતા ચાલતા અનંતે
અનંત ઠોકર ખાધી છે..!
અંગારા ની આગ સાથે
પ્રેમ ની દિલ દઝાડતી પીડા ...
હ્રદયમા ભીંસ અને પરસેવાની સાથે
વહી જતાં આંખ ના આંસુઓ...
ઘોઘી બધા ની વચ્ચે હોવા છતાં
પ્રેમી હંમેશા એકલો જ હોય છે..!
એકલો હોવા છતાં પ્રેમી પોતાની અલૌકિક દુનિયામાં
પ્રેમીકા સાથે મસ્તીમાં મસ્ત રહેત હોય છે..!
પગ પગ ઠોકર ખાતો હોવા છતાં
અનંત હસતા હસતા કહેતો,
કૌન કહેતા હૈ કી "અનંત" મૈ હું અકેલા.
ઠોકર મેરી ગુરૂ ઔર મૈ ઠોકર કા ચેલા.
છત તરફ તાકતા ઘોઘો જાણે
ભુતકાળ માં સરકી ગયો અને,
ખંડેર માં પહોંચી ગયો....
બોલ ને ઘોઘા અનંત પ્રેમ વીષે શું કહેતો હતો.?
આમ તો જો કે અનંત....
અનંત અર્થાત્ ઘણુ બધુ.....
હાં ઘોઘી ભાઈબંધ અનંતે ખંડેર મધ્યે
ચાયની ચુસ્કી ભરતા ભરતા
તે કરેલો એવોજ સવાલ મે કર્યો ત્યારે
સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરી
કહ્યું કે,
અધીરી ઘોઘી એ અધીરાઈ પુર્વક ઘોઘાને પુછ્યું
શું કહ્યું હતું અનંતે જટ બોલ ને ઘોઘા...!
ઘોઘી પહેલાં તો ભાઈબંધે એમ કહ્યું કે,
મને એમ હતું કે
આવા સવાલો મને એકલાને જ થાય છે.!
પણ તને પણ આવો સવાલ થાય છે
એ જાણીને આનંદ થયો...
અજ્ઞાની એ કહ્યું.
અનંત એક સરખા અનંત સવાલ
આ બ્રહ્માણ્ડ માં અનેક ને થતા જ હોય છે.!
અનંત ને કહી અજ્ઞાની એ મારી સામે જોયું.
મે પુછ્યું હાં એ તો બરોબર છે અજ્ઞાની,
મગર,
શું એક સરખા સવાલો ના જવાબ પણ
એક સરખાજ હોય છે..?
ના.! પરીયા... ના..!
એકજ સરખા સવાલો ના જવાબ
વ્યક્તિ એ વ્યક્તિ એ નોખા નોખા હોય શકે છે..!
અને એ જવાબ વ્યક્તિ ના રસ રૂચી અને
વીચાર મુજબ હોય છે..!
એટલે પરીયા...
ક્યારેય પણ તમારી ભીતર ઉઠેલા
સવાલ નો જવાબ આપનાર એક વ્યક્તિ ના
જવાબ ને અંતીમ જવાબ સમજાવો નહીં.
અને પરીયા એક વાત સમજી લે
અજ્ઞાની એ કહ્યું.
હર એક સવાલ જવાબ સાથેજ જન્મ લેતા હોય છે
મગર તમારા સવાલ નો જવાબ આપનાર
અન્ય વ્યક્તિ જે જવાબ આપે છે તે
પોતાના નીજી અનુભવ અને અનુભુતી ને
આધારે જ આપે છે..!
માટે, અજ્ઞાની એ કહ્યું.
ખરેખર તો કોઈ પણ સવાલ નો સાચો અને
સચોટ જવાબ તો
પોતાની ભીતર થી મળતો હોય છે..!
જે તમારા અનુભવ ને અનુભુતી મુજબ નો હોય છે.!
ખૈર...
મે કહ્યું પણ ભાઈબંધો પણ એ નક્કી કેમ થાય કે,
જવાબ આપનાર આપણા સવાલનો
જે જવાબ આપ્યો તે સાચો જ છે.?
પરીયા... અજ્ઞાની એ કહ્યું.
અહીં જ ભીતર વાત ઉજાગર થાય છે..!
તમને જવાબ મળતો નથી અથવા તો
જવાબ શોધતા નથી આવડતું યા તો
મળેલ જવાબ ને વ્યક્ત કરતા નથી આવડતું
જેમ ઘણાં ને ભીતર પ્રેમ કે પ્રેમ ની લાગણી તો
આરપાર અપાર હોય છે મગર એને પોતાની
લાગણી પ્રીય પાત્ર પાસે વ્યક્ત કરતા નથી આવડતું.
તેથી ચુકી જાય છે અને દુ:ખી થાય છે..!
અંતર દ્રષ્ટા, આત્મ જ્ઞાની લોકો પણ આ બ્રહ્માણ્ડમા
અનેક છેજ એની બીલકુલ ના નથી
મગર આવી સ્થિતિમાં જે તમને ગમતો
તમારી ઈચ્છા મુજબ નો
જવાબ આપે તે તમારી દ્રષ્ટિએ દિવ્ય દ્રષ્ટા,
આત્મ જ્ઞાની કે પછી મહાન થઈ જાય છે.!
પણ તું આવા ભ્રમમાં ન રહેતો પરીયા...
કમ સે કમ અમારા જેવા પામર જીવ માટે
તું આવો ભ્રમ સેવતો નહીં..!
બંને એ મને ભ્રમમાં ન પડવા ચેતવણી આપી.
ખૈર.... ભાઈબંધો...!
આ બધુ જે તમે કહો છો એ મને બૌ સમજાતુ નથી.!
મને તો એકજ સવાલ નો જવાબ જોઈએ છે
અને મારે એટલું જ જાણવું છે કે,
પ્રેમ એટલે..?
સુર્રરરરર કરતાક ચાયનો છેલ્લો ઘુંટ ભરી
ખાલી પીયાલી ટીપોય પર મુકી,
તગતગતી આંખે અનંતે કહ્યું...
પરીયા પ્રેમ એટલે આમ તો ઘણુ બધું,
અને આમ અપુર્ણ ઝંખના...
આટલુ બોલી છત સામે તાકતો ઘોઘો
એકદમ મૌન થઈ જાય છે..!
ખભેથી ઘોઘાને ઢંઢોળી ઘોઘી એ કહ્યું
બોલ ને ઘોઘા અટકી કેમ ગયો..?
અગાઉ ભાઈબંધ ના ભાઈબંધે ખંડેર વીષે કરેલી
વાતો સાંભળી જાણે ઘોઘો ખુદ હાલ પોતે
ખંડેર મા હોય એવુ મહેસુસ કરી રહ્યો હતો...
ઘોઘી એ ખભેથી હલબલાવ્યો છતાં
છત સામે તાકતા ઘોઘો છત સામે જ તાકતો રહ્યો.
ફરી ઘોઘી એ ઘોઘા ને ખભેથી હલબલાવી કહ્યું.
બોલ ને ઘોઘા અનંતે શું કહ્યું હતું.
"તરસ વધવા દેવી સતત" અનંત "
મૃગજળ પાછળ નહીં દોડવાનુ.
હેં શું કહ્યું..?
અનંતે પ્રેમ વીષે આવુ કહ્યું હતું..?
નાં ઘોઘી... હાં ઘોઘી....
શું નાં ઘોઘી હાં ઘોઘી કરે છે ઘોઘા.!
ખંડેર મા ખોવાયેલ ઘોઘો ઘોઘી બોલે છે
એ સાંભળે તો છે પણ અભાન અવસ્થામાં...
તેથી એ બોલતો રહે છે
યા તો બબડતો રહે છે.!
અને કહે છે.!
ના ઘોઘી આવુ તો એને નોતું કહ્યું.
જો કે આવુ એણેજ કહ્યું હતું.
ઘોઘી મુંજાય છે.!
ઘોઘા ની અટપટી વાતમાં ઘોઘી ગુંચવાય છે,
પણ તેમ છતાં ચુપચાપ સાંભળે છે,
વચ્ચે કૈજ બોલતી નથી.!
ઘોઘા બોલ્યો..!
તરસ વધવા દેવી સતત "અનંત"
મૃગજળ પાછળ નહીં દોડવાનુ.
એ જે અનંતે કહ્યું હતુ ને ઘોઘી
એ મે તને કહ્યું.!
તું બૌ અધીરી થાય છે ને એટલે..!
આવુ તો અનંતે ઘણુ બધુ કહ્યું હતું.
પણ તે જે સવાલ કર્યો છે ને કે,
પ્રેમ એટલે..?
એવોજ તારા જેવોજ સવાલ જ્યારે વર્ષો પહેલાં...
ખંડેર મધ્યે મારા ભાઈબંધે અનંત ને કર્યો ત્યારે
અનંતે કહ્યું હતું ..!
હાં તો, સાંભળ પરીયા...
પ્રેમ એટલે..!
"અનંત" શબ્દો થી સ્વર અને,
સ્વર થી સ્પર્શ સુધી ની યાત્રા "
એટલે પ્રેમ..!
" અનંત "
ઘોઘાના મુખે ભાઈબંધો ની વાતો સાંભળતા સાંભળતા
અનંત મા ખોવાઈ ગયેલી ઘોઘી,
ઘોઘાની બાજુમાં બેઠેલી ઘોઘી,
સોફા પર ટુંટીયુ વાળી ને
ઘોઘાના ખોળામાં માથું રાખીને
કદાચ પોઢી જ ગયેલી...
વાત વાતમાં ભાઈબંધો પાસે ખંડેરમાં સરકી
ગયેલા ઘોઘાનો હાથ ઘોઘી વાળ પર ફરી રહ્યો હતો..!
ઊંઘમાં કદાચ
કદાચ ઊંઘમાં જ કે પછી ખભર નૈ..,
ઘોઘી એ ઘોઘાને પુછ્યું.
અનંત કેવો છે ..?
તગતગતી આંખે છત ને તાકી રહેલા ઘોઘાએ,
એક ઊંડાઆઆઅ ની શ્વાસ સાથે કહ્યું.
છે નહીં ઘોઘી... હતો..,,,
ઘોઘી ને ગાલ પર
અને,
ઘોઘા ને સાથળ પર
ઉની ઉની ભીનાશ મહેસુસ થઈ.....
*બ્લાસ્ટ*
તું
દેખાય છે સંતાય છે
સંતાય છે દેખાય છે
તું
તું આવે છે જાય છે
જાય છે આવે છે તું
"અનંત"
રમે છે મારી સાથે તું
સંતાકૂકડી જેવુ.
અને હું કેવો મજબુર છું
હું એવો મજબુર છું
કે તને,
આવતી જતી
જતી આવતી
જોવા છતાં
તને જોયા પછી પણ...!
હું થપ્પો ન કરી શકુ..!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંત...
અનેક થી અનેક વખત દુભાયા પછી
સતત આ ગીત ટેપ રેકોર્ડ માં સાંભળતો
અને ગાતો રહેતો હતો...
વર્ષો પહેલાં મહોલ્લા માં સતત ગુંજતુ હતું
એ ગીત આજે પણ ઊંડે ઊંડે
મારા ઝહન માં ગુંજે છે..!
https://youtu.be/m1f8wgso3wA?si=5qcPn58YxR7cBt90
No comments:
Post a Comment