ઘોઘો ચૂપ જ રહે છે, ઘોઘીને કોઈજ જવાબ નથી આપતો... અને....
ઘોઘી પગ પછાડતી ચાલી નીકળી .. ઘોઘો એને જતી જોતો રહ્યો પણ રોકી નહીં ...
(ક્રમશ )
હવે આગળ......
ઘોઘી
પગ પછાડતી બગીચાની બહાર નીકળી ગઈ . પણ ઘોઘાને આ હાલતમાં છોડી ઘોઘી થોડી ઘેર જઈ શકે..! અને એનો ગુસ્સો ઉપર ઉપરનો હતો. તેનું ભીતર
ઘોઘાની આ દશા જોઈ રડતું હતું .
ઘોઘી
બગીચાની બહાર ઝાંપા પાસે ઊભી ઊભી ઘોઘાની રાહ જોવા લાગી .
‘ક્યાં જવાનો આખરે ‘ . મનોમન ઘોઘી બોલી. ‘હમણાં બહાર આવશે..’ મારે
એને સાથેજ લઈ જવો પડશે નહીં તો આનો કોઈ ભરોશો નહીં ,સવાર સુધી અહિજ બેઠો રહેશે . ઘોઘી થોડી
થોડી વારે ઘોઘો બેઠો છે ત્યાં છુપાઈ છુપાઈને જુવે છે . ઘોઘો હજુ એમજ નીચું માથું ઘાલી
બેઠો છે . હવે ઘોઘી અકળાઈ જાય છે. એ કઈ તરકીબ વિચારે છે . કે આવું કઈક કરું કે ઘોઘો
ખુદ બહાર દોડી આવે . ઘોઘી આવું કઈક વિચારતી હોય છે , ત્યાજ તેના કાને જોર જોરથી હસવાનો અવાજ
ટકરાય છે. ઘોઘી ચોંકી જાય છે.
એ ફરી
દોડતી બગીચામાં પ્રવેશે છે.... અંદર જઈને જુવે છે તો ઘોઘો જ આકાશ તરફ જોઈ જોર જોરથી હસતો
હોય છે. જો ઈશ્વર જો હું ખુશ છું , હા..હા..હા...
હું ખુબજ ખુશ છું. તું એમજ ઈચ્છે છે ને ..! કે તું ગમે તે હાલમાં રાખે, ભીતર ગમે તેટલી વેદના થતી હોય, તો પણ મારે બસ ખુશ જ રહેવાનુ ...
હા...હ...હા..
તો જો ઈશ્વર જો હું ખૂબ જ ખુશ છું . હા..હા..હા...અ....
ઘોઘીએ
દોડીને સીધોજ ઘોઘાને ખભાથી પકડી જકડી લીઘો . ‘ ઘોઘા.. ઘોઘા... શું થઈ ગયું છે તને ...?
ઘોઘીનો
ગળામાથી જાણે ચીસ નીકળી ગઇ ....
‘કઈ નથી થયું ઘોઘી મને કઈ જ નથી
થયું .‘ ઘોઘાએ હસતાં હસતા જ જવાબ આપ્યો
...
‘તો .. તો.. હમણાં તો તું રડતો હતો
..?’ ઘોઘીનો અવાજ ધ્રુજી રહ્યો હતો...
ઘોઘા આવી મજાક હોય. ?
અને ઘોઘો
ઘોઘીના હાથમાથી ખભા છોડાવીને જાણે નશામાં જૂમતો હોય એમ ડગમગતા ...
‘ના ઘોઘી હું તારી મજાક નથી કરતો.
પણ હું ખુદ મજાક થઈ ગયો છું.’
‘જ્યારે હું રડતો હતો , મારી ભીતર વેદના જ હતી મારી મજાક થઈ હતી
...’
‘અને હવે હસીને હું ઈશ્વરની મજાક
કરું છું . હું ઈશ્વરને છેતરું છું ‘ ઘોઘી....
હું ઈશ્વરને છેતરું છું ..’
મારે
એને જાણ નથી થવા દેવી કે મારી ભીતર કેટલી વેદના ભરી છે . હું એને ખુશ નહીં થવા દઉં
ઘોઘી હું એને ખુશ નહીં થવા દઉં ... મને રડતો જોઈ એને ખૂબ જ આનંદ આવે છે . હવે મને જ્ઞાન
ભાન થઈ ગયું ,,
કે લોકો હર હાલમાં
ખુશ રહેવાનુ શા માટે કહે છે.
ઘોઘાની
આંખમાં ફરી આંસુ ઉભરાઇ આવ્યા ...
ઘોઘી
ખૂબ મુંજાઈ ગઈ ઘોઘીને સમજાતું ના હતું ઘોઘો શું બબડી રહ્યો છે ....
ઘોઘનો
હાથ પકડી ઘોઘીએ ઘોઘાને ઘેર ચાલવા કહ્યું ..
‘ચાલ ઘોઘા ઘેર ચાલ, તું
શું બબડે છે મને કઈ સમજાતું નથી. ‘ ઘેર
જઈ નિરાંતે વાત કરીશું .’
ઘોઘો
જાણે ધોઘી સાથે ઢસડાઈ રહ્યો હોય એમ પરાણે પરાણે ઘોઘી સાથે ચાલવા લાગ્યો...અને ...
‘તને ના સમજાયું ઘોઘી.. ? હાં કોઈને નથી સમજાતું , હું જે કહું તે કોઈ ના સમજે બસ મારે જ કોઈ
કહે એ સમજવાનું કેમ..... ?
2 comments:
maro pan a a j prashn Che ke har haal ma khush kem rehvanu?? Hu samju chu to shu samajata j rehvanu ? Mane samajvani tasdi koi nai le kyarey ?
Tame kaho cho nayan bandh karva thi ughaad Thai jashe, to mane fark kem pade ke koi samje na samje ??
Post a Comment