પ્રિયે આ મારો અંતિમ પત્ર છે.
અને તને પહેલા જ કહી દઉં આંખની કિનારી પણ ભીની ના થવી જોઈયે...
હવે કદાચ આપણે ફરી ક્યારેય મળી ના શકીએ.
હસી ના શકીએ. એક બીજાના ખંભે માથું ઢાળી રડી ના શકીએ.
હું જાણું છું . આપણું એક થવું શક્ય નથી. કેમકે મારા કરતાં વધુ તું મજબૂર છે.
પણ....! જેટલું હળ્યા. જેટલું મળ્યા.
એ યાદોના સંભારણા અંતીમ શ્વાસ સુધી સાથે રહેશે.
તને તારા સંબંધો રોકે છે. મને મારા બંધનો રોકે છે.
ને તેમ છતાં આ પ્રેમ એ આમ તો ચંદન જો કે છે.
પણ હવે દૂરથી એ ચંદનની સુવાસ લેવી એ જ માત્ર વિકલ્પ છે.
નામ વગરના સંબંધનું પણ એક નામ હોય છે. અ
ને એ અલૌકિક નામ એટલે પ્રેમ પ્રેમ બસ પ્રેમ....
અને પ્રેમનું આયુષ્ય ત્યારે લંબાઈ જાય છે.
ત્યારે જ પ્રેમ યુગો સુધી જીવંત રહે છે.
જ્યાં સુધી પ્રેમને કોઈ અન્ય નામના બંધનમાં કે સંબંધમાં નથી બંધતો,
અને માત્ર ને માત્ર પ્રેમ જ રહે છે.
અને હાં મને પ્રેમ કરતાં શીખવાડનાર તું હતી . તે જ મને પોતાની તરફ ખેંચ્યો હતો ....
હું તો પહેલેથી સાવ શરમાળ હતો. સાવ બુધ્દુ જ હતો
અને એવું તુજ મને કહેતી યાદ છે તને ?
જ્યારે તે પ્રથમ વાર મારી સામે તારો રૂપાળો ગાલ ધર્યો હતો .
ચુંબન માટે , અને મે માત્ર હળવી ટપલી મારી હતી ...
ત્યારે તું બોલી હતી ' સાવ બુધ્ધું જ છે ...
એમ કહી તે મારા ગાલ પર ચિંટિયો ભરી લાલ કરી નાખ્યો હતો ...
અને પછી જોરદાર એક ચુંબન ...
અને હું શરમ થી લાલ ..
આજેય હું એવો જ છું.
હું તને પરાણે કોઈ બંધનમાં બાંધવા નથી ઈચ્છતો ..
માટે જ હું તને તારી મરજી મુજબ મારા પ્રેમમાંથી મુક્ત કરું છું.
કિન્તુ તારાથી છૂટ્યા પછી જ્યાં સુધી કોઈ મને તારી જ માફક પોતાની તરફ નહીં ખેંચે ને...!
ત્યાં સુધી હું તડપતો રહીશ તરફડતો રહીશ પણ ...!
પ્રેમમાં કદિયે પહેલ નહીં જ કરું.
તને યાદ છે ? જ્યારે હજુ આપણાં પ્રેમની શરૂવાત હતી,
‘ને..!મે તને એકવાર કહ્યું હતું કે....
પ્રથમ જુદાઈમાં કેમ જીવવું. એ મારગ તું મને ચીંધી દે .
‘ને પછી...!તું તારે "અનંત" પ્રેમથી આ હ્રદય વીંધી દે.
પણ તું એ મારગ મને ચીંધી ના શકી.
ખેર....હું એવું નહીં કરું કેમકે હું જાણું છું. કે
પ્રેમમાં એક વાર મળ્યા પછી જુદા પડવું કેટલું કઠિન હોય છે.
અને તેથી જ હું તને મારા ગયા પછી પણ કેમ જીવવું એ મારગ બતાવું છું.
તને આ અંતિમ પત્ર આપીને....
તારા પ્રેમમાં પીગળી ગયેલો હું પ્રેમ પ્રકૃતિનો માણસ.
હવે કદાચ થીજી જઈશ યા તો પછી હવામાં ઓગળી જઈશ.
હું પ્રકૃતિના અડાબીડ જંગલમાં કદાચ ક્યાક ખોવાઈ જઈશ.
‘ને મારો સતત એજ પ્રયાસ હશે કે તારાથી દૂર.... દૂર... રહીને પણ....!
હું તને સતત મારો અહેસાસ કરાવતો રહું.
‘ને એમ હું તને પણ પ્રકૃતિ તરફ દોરી જઈશ.
હું જાણું છું તને પણ મારી કમી મહેશુશ થશે.
મને પણ તારી કમી મહેસુસ થશે જ...!
પણ તને..! હું કદી મારી કમી મહેસુસ નહીં થવા દઉં.
હાં જ્યારે હું તને યાદ આવું ને ...! ત્યારે તું .....
પેલા કબૂતરની ચાંચમાં.
ભોળા કબૂતરની આંખમાં
'
ને ઉડતા કબૂતની પાંખમાં
મને જોજે હું તને તેમાં દેખાઈશ.
તારા પ્રેમમાં પીગળેલો હું હવામાં વિલીન થઈ જઈશ.
અને હાં એ હવામાં હું નિર્દોષ ચુંબન તરતુ મૂકી જઈશ.
જ્યારે તને મારા પ્રગાઢ આલિંગન કે ચુંબનની ઝંખના જાગે ને ....
ત્યારે તું તારા ગુલાબી ગુલાબી ગાલને ,નાના નમણા હોઠોને..
જે તરફ હવા એ હવાની દિશા તરફ કરી દેજે.
એ તને આલિંગનમાં લઈ લેશે એ તને મારૂ ચુંબન ધરી દેશે.
એ રીતે તું ચાહે ત્યારે ...
હું તારા આખાયે બદનને સ્પર્સી લઇશ.
તને ચૂમી લઇશ. જ્યારે પણ તું મને યાદ કરશે....!
અને જ્યારે તું મને યાદ કરે ને....
ત્યારે હું પણ તને યાદ કરું છું એમ સમજજે.
બસ... આમ તું ધારે ત્યારે.
કબૂતરની આંખમાં મને જોઈ શકશે.
એની ચાંચમાં તું મને ચૂમી શકશે.
મારી ગેર હાજરીમાં પણ તું ઝુમી શકશે.
કબૂતરની પાંખમાં તું મારી સાથે ઊડી શકશે.
અને હું પણ બસ એજ રીતે મારી પોતીકી એવી,
અલૌકિક કલ્પનાની દુનિયામાં તારી સાથે જીવી લઇશ “અનંત“ યુગો સુધી...
તારા હાથમાં આ પત્ર આવશે ત્યાં સુધીમાં હું ક્યાય દૂર દૂર નીકળી ચૂક્યો હોઈશ ....
અનંત” કોને કહ્યું કે નામ વિનાના સંબંધનું કોઈ નામ નથી હોતું.
અરે એ સંબંધનું જ તો નામ છે પ્રેમ...
ના ..ના.. નહીં બિલકુલ નહીં ..........
તારે રડવાનું નથી ....
એવું મે તને પહેલા કહ્યું હતું ને....
છતાં તું રડી .... ?
પ્રિયે મારી આંખો પણ , કોરી નથી ..... !
~~~~~~~~~~~~~~~~~
"અનંત"
ને એ અલૌકિક નામ એટલે પ્રેમ પ્રેમ બસ પ્રેમ....

1 comment:
જ્યા સમ (એક સરિખા) બંધાય ..કે પછી એક સરીખુ બંધાય ?
બંધાવુ?? આ શબ્દ મને પોતાને થોડો ઓછો માફક આવે છે .
તો પછી તમે જ કહો ને, સંબંધ માં બંધન હોય ખરુ??
આ બંધંન ને કોઇ નિયન્ત્રણ હોય ખરુ?
Post a Comment