આજે ઘણા દિવસો બાદ, થોડી વાર પછી !
કતિરા પોતાની લાખ રૂપિયાની નીંદર બગાડીને -
સાવ મફતમાં આપ સૌને અજાયબી ભર્યું મનોરંજન પૂરું પાડશે...!
જોકે એ ભલે કોઈને કહે નહીં પણ હું માનું છું ત્યાં સુધી એને કશુક મળતું તો હશે જ !
મફત તો એ કોઈને ક્યારેય કશું આપતો જ નથી ...
લાખોની નીંદર સામે એને કરોડો નું કશુક તો મળતું હોવું જોઇયે જ !
( શું ? એ જોકે મનેય ખબર નથી ! ) કોઈ દિ ' કોઈને ક્યે તો ખબર પડે ને ! )
વર્ના એ બડો સ્વાર્થી છે ! સાચ્ચે !
પાછો આ એક વચ્ચે ટપક્યો ... ! "અજ્ઞાની"
જોકે વર્ષો પહેલા અજ્ઞાનીના કહ્યા મુજબ કદાચ એના મનમાં કઈ હોય શકે !
અજ્ઞાની એ વર્ષો પહેલા કહ્યું/લખ્યું હતું કે...!
"આજ્ઞાની" હું', ક્યાં કહું છું કે કોઈ સ્વાર્થના હોવો જોઇયે ...
પણ હાં ! સ્વાર્થમાં પણ કોઈ છુપો પરમાર્થ હોવો જોઇયે ...
"અજ્ઞાની"
જોકે હું જાણું છું કે:,,,
જો કરવું તો કશું નક્કર કરવું ...
નકર કાઇ ના કરવું...
એમ તો હુય ઘણી વાર મને વઢિ ને કૌ કે ,,
" ભૈ કરવું હોય તો તું કશુક નક્કર કર ! નકર પછી તું કશુંજ ન કર..!"
અટલે પછી મે બધુ જ પડતું મેલ્યુ ....
પણ કતિરા આ વાત માનવા તૈયાર નથી !
એને બસ નવરા પડે એટલે કઈને કઈ કરવા જોઇયે ...
અને બસ એક મસ્તી ચડાવી જોઇયે મોજ આવવી જોઇયે માત્ર ખુદને !
એ કોઈ માટે કઈ કરતો જ નથી ...!
પછી કોઈ એની મોજમાં મોજ લઈ જાય ને મોજીલો થઈ જાય એ વાત જુદી છે !
કતિરાને તો બસ નવરા પડે એટલે કઈને કઈ કરવા જોઇયે ...
" કર્યા વિના તો ક્યાં કોઈને ચાલે છે !? " કઈ પણ .., કઈ પણ .." :)
એ ભૈય ! મને ભય છે ! આપ અનંર્થ તો નૈ કરો ને ! ? કરો કરો કાય વાંધો નૈ :)
હું કહી શકું , કઈ કરી ના શકું :)
હું કરી શકું , કઈ કહી ના શકું :)
ઓહ ! લ્યો ફરી આ બેઉ સાથે ટપક્યા ....
ગમે તે વાત હોય ઇ બે અથવા બેમાથી કોઈ એક તો વચમાં ટપકે જ ટપકે ...
"અજ્ઞાની" એ વર્ષો પહેલા વાત વાતમાં અનંતને સંબોધીને કહ્યું હતું.
કે ...
જે બ્લાસ્ટ રૂપે હું કૌ તો ...
એણે કહ્યું હતું જોકે એના કહ્યા પછી મે કાગળમાં લખ્યું હતું કે...
ઘણી વાર ઇવડો ઇ બોલીને પછી ભૂલી જતો....
એટલે પછી એના શબ્દો હું કાગળમાં લખી લેતો ...
હાં તો એણે કહ્યું હતું કે ....
"અજ્ઞાની" માણસ જ્યારે કઈજ નથી કરતો હોતો ...!
ત્યારે પણ 'અનંત' એ કઈક તો કરતો જ હોય છે ...!
"અજ્ઞાની"
શું ? આવું જ્યારે મે પૂછ્યું ત્યારે એ મૌન થઈ ગયેલો ...
અટલે મારે પણ કશું જ બોલવાનો કે ખુલાસો કરવાનો કે-
ચોખવટ કરવાનો કશો અર્થ નથી...!
આપ અનર્થ કરી શકો છો ... :)
ક્રમશ :-
માત્ર થોડી જ વાર પછી જ્યાથી અટક્યું ત્યાથી જ શરૂ થશે ...
થોડી રાહ જુવો ! થોડી વાર બાદ હું દુનિયામાં આવેલી સાત અજાબિયો સિવાય ....
મારા નાના એવા ગામ મોરબીમાં...
મારા પ્યારા એવા ગામ મોરબીમાં ...
આવેલી આઠમી અજાયબી આખી દુનિયાને શર્મથી બાતવીશ ...
સોરી ગર્વ ..!
ના ના શર્મ !
ના ગર્વ..!
ના શર્મ જ !!
ના ગર્વ ,ના શર્મ ...
ના શર્મ ના ના ગર્વ ...
ગર્વ ,શર્મ ગર્વ શર્મ ગર્વ ,શર્મ ગર્વ શર્મ
શર્મ ગર્વ શર્મ ગર્વ શર્મ ગર્વ શર્મ ગર્વ ..
ઓહ ! મને આ શું થઈ રહ્યું છે,
કેમ આ બે શબ્દો મારા કાનમાં પડઘાઈ રહ્યા છે
યાર , આ અજાયબી જોયા પછી હું જરા હેબતાઈ ગયો છું !
અટલે નક્કી નથી કરી શકતો કે ગર્વ થી બતાઉ કે શર્મથી હું બૌ હેબતાઈ ગયો છું !
આખરે ગર્વ કરવો કે શર્મ...
એ તમે કહશો તો મારી હેબત હેઠી બેહસે ....
બસ !!! થોડી રાહ જુવો !
એવું જો સમજતા હોતો કે ,,,, તો તમે ભૂલ્યા ભૈ ઘર ભૂલ્યા....
કે રાહ જુવો પીલીસ પીલીસ પીલીસ.... બસ !!! થોડી રાહ જુવો ! પલીસ....
આવું હું કહીશ તો
હું આવું / એવું કે તેવું કાય કરતાં કાજ નૈ કૌ !
રાહ જોવી હોય તો જુવો ! નૈ તો ઘેર જૈ,ન ( હૌવે હઔ ના હો )
ગોદ્ળા ઓઢીન હુઈ જાવ :) :) :)

No comments:
Post a Comment