આવતા વેંત મે પરીયાને કહ્યું ,
ક્યાં સુધી ખેંચવાનું હોય યાર હવે ..!
બૌ કરી યાર પરીયા તે તો !
એમજ હોય એ તો !
પીસીમાં ડાચું ઘાલીને બેઠેલા પરીયાએ મારી સામે જોયા વિના જ જવાબ આપ્યો.
પણ તું કરે છે શું એ તો, કે'
ચિત્ર થોડુક સ્પસ્ટ કરું છું .. અ,,અ,,અ,,અ લે આ થઈ ગયું ચિત્ર થોડુક સ્પસ્ટ જો !
મે પીસી નજીક જઈને જોયું ... અરે આ તો મોરબીના નાક સમો નહેરુ ગેઇટ છે હે ને !
હા તું બરાબર સમજ્યો katira બિલકુલ બરાબર સમજ્યો...
આની માલિપા જ તો છુપાયેલી છે દુનિયાની આઠમી અજાયબી...
લ્યા ! પરીયા પણ મને તો આમાં એવું કશું અજાયબી જેવુ નથી દેખાતું..!
નૈ દેખાય, ઇ તને નૈ દેખાય katira !
એના માટે ઊંડી સમજ અને ઊંચી દ્રષ્ટિ જોઇયે ..! જે તારી પાસે બિલકુલ નથી !
અરે યાર ! મારી પાસે ના હોય તો કાય નૈ ! તારી પાસે તો છે ને !
તો ઝટ કે'ને કે આમાં એવું અજાયબી ભર્યું શું છે તે ! ?
ઇ તને હું આજે નૈ કૌ..
પણ કેમ ?
કેમકે અત્યારે મને ગાઢ મીઠી મજાની મલાઇદાર નીંદર આવે છે ..!
બૌ લાંબુ ખેંચે છે યાર તું તો ..!
પરીયો મને વઢિયો... અચ્છા ... તો ટૂંકું કર અને સૂઈજા જા ! કાલે મળીશું .
પણ શું હશે શું હશે એવું તે આ નહેરુ ગેટમાં અજાયબી ભર્યું શું હશે..?
એ વિચારવામાંને વિચારવામાં મારી નીંદર બગડશે એનું શું ..! ?
એનું કાય નૈ તારે મથવું હોય , જાતે શોધવું હોય તો હું તને હિંટ આપુ છું,
જ્યાં સુધી તારી આંખ ના ઘેરાય ત્યાં સુધી મથ્યા કરજે ને અજાયબી શોધ્યા કરજે !
બોલ હિંટ જોઇયે છે ? કે હું પોઢી જાવ બોલ જલ્દી બોલ !
ઠીક છે ઠીક છે ચાલ હિંટ આપ !
હાં તો ધ્યાનથી સાંભળ !
હાં બોલ !
"આ બેઉ ફોટા મે જ્યારે પણ લીધા છે એકજ "સમયે" લીધેલા છે"
હિંટ પૂરી હવે તું શોધ્યા કર હું સૂઈ જાવ છું ... !

No comments:
Post a Comment