4 YEARS AGO TODAY
Wed, Sep 5, 2012
મને બૌ ગમતું એક સુંદર ગીતની આજે મે ચોરી કરી છે ..!
કિન્તુ....!,
આ ગીતના સર્જક, સંગીતકાર, ગાયક તેમજ આ ગીતને,
સંગીત બધ્ધ, કરતા સમયે.....
જેમનો નાનો સરખોએ ફાળો હોય એ સર્વેને વંદન કરીને...! --
તેમજ જ્યારે આ સુંદર ગીતના રચયિતાઃ- નિનુ મઝુમદારને આ સુંદર ગીત સ્ફુર્યું,
એ સમય, એ મૌસમ એ મસતીના માહૌલને પણ સલામ......
આ ગીતના શબ્દો કેવળ શબ્દો ના રહેતા જાણે પંખીનો કલશોર,
તીડા ,તમરા,આગિયા,સમીર, વન, જાણે જીવંત થયા હોય એવું લાગે છે.
તો મને ખૂબ ગમતું આ સુંદર ગીત તમે પણ માણો .
વરસાદી મૌસમમાં,ખુબ જ મજા પડશે....
પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..
ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..
પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી, આવી દિગનારી..
તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે, ફરી દ્વારે દ્વારે..
રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં..
રચયિતાઃ- નિનુ મઝુમદાર
ગાયકઃ - મન્ના ડે
બ્લાસ્ટ * હું ગમતા ગીત ,સંગીત શબ્દો, ચિત્રોની ચોરી કરું છું .... !
પણ પૂછી પૂછી ને ...
અગર સર્જક ના મળે તો ઈશ્વરની મંજૂરી લઈને....


No comments:
Post a Comment