ફરી આજે અચાનક તું, ...
બસ તું યાદ આવી....
*************************
મધ્ય રાત્રિની નીરવ શાંતિ ...
દૂર દૂર સાંભળાતો તમરાના અવાજ ...
ઇલેક્ટ્રિકના તાર પણ રાત્રે બોલતા હોય છે તમરા જેવુ ....
દૂર દૂરના એ અવાજ સીવાય નીરવ શાંતિ ...
અને શાંતિમાં પણ શૌર ....
હાં પ્રેમાળ કલસોર પછીનો શૌર
'ને પછી એ અંતિમ ક્ષણ .......
જ્યારે મને તું મળી.
હું ખામૌશ....
'ને તું પણ...!
'ને તારી ગુલાબી ગુલાબી પાંપણો ઢળી પડેલી.
તું રડી પડેલી.
તારા હોઠ સુધી આવેલું રૂદન , તે દાબી દીધું .
ડૂસકું દબાવવાના પ્રયાસ કરી રહી હતી પણ ...
તારા હોઠ કપકપાતા હતા ધ્રૂજતા હતા...
અંતે તું તારા હ્રદયમાં ભરાય બેઠેલા ડૂસકાને દબાવવામાં નિષ્ફળ ગઈ .......
તારા ભિસાયેલા હોંઠે પણ તને સાથ ના આપ્યો.
તારી આંખોએ પણ....
તું રડી 'તી ને.?
તારા ફૂલ સમા ગુલાબી ગાલ પર ઝાકળ જેવી અશ્રુ ધાર......!
મને એ સમજાતું નથી કે મને અચાનક કેમ ?
કેમ અચાનક યાદ આવે છે એ બધુ. ?
'ને આજે અચાનક .....
મારી સ્થિતિ પણ....
તારી એ અંતિમ સ્થિતિ જેવી જ ...!!!
પણ.... હું રડીશ નહીં હાં બિલકુલ નહીં રડું...!
અને અને, પછી ... મારી પાંપણોને મે,
એક મેક સાથે એ રીતે ભીડી દિધી ,
જે રીતે ...
યાદ છે તને એક દિવસ તે તારી ઓઢણીને પહેલા મારી કમરે 'ને પછી ,
તારી કમરે વીંટાળીને તે મને તારી તરફ ખેંચ્યો હતો ....
અને પછી તે મને ભીંસી લીધો હતો ચપોચપ તારી છાતી સાથે .....
બસ એજ રીતે મેં મારી પાંપણોને એક મેક સાથે ભીડી દીધી।
જોકે હું તો ,
એ બધુ તો જોકે હું ક્યારનો ભૂલી ગયો છું.
અને મને...
મને.,તો હવે કશું જ યાદ નથી.
હાં, હા, ! સાચું, સાવ સાચુંજ કહું છું..!
મને કશું જ યાદ નથી.
'ને હવે મારે કશું યાદ કરવુંયે નથી....
ગઈ કાલને કે, ગઈ કાલની વાતને આજ સાથે શું લેવા દેવા. હે ?
શું હતું ?
એ અંતિમ ક્ષણમા 'ને કેવી છે આ ક્ષણ પણ.
શા માટે ?
આજે મને તું સાવ પાસે હોય એવું લાગે છે.?
જ્યારે તને યાદ કરવા જેવુ કે પછી,
યાદ કરવાનુય જ્યારે હવે કોઈજ કારણ નથી..!
કઈ કરતાં કાઇજ હાંસિલ થવાનું નથી ....
તો પછી,,,,
અને હું ભીતરથી ભાંગ્યો ....
મારા હોઠ કંપી ઉઠ્યા....
હોઠના કાંઠે આવેલું ડૂસકું રોકવા ...
પાંપણની પાળ તોડવા તૈયાર આંસુને રોકવા ...
મે અસસ્લ તારા જેવું જ કર્યું ...
મારી બન્ને પાંપણોને મે એમ ભીસી દીધી,
જેમ તે દિ' તે મને તારી છાતી સાથે ચપોચપ ભીંસેલો ....
હાં,એ રીતે....
જે રીતે એક દિવસ આપણે બન્ને અરસ પરસ ભીંસાયા હતા,
પણ મારી પાંપણ એકદમ મીંચાયેલી હોવા છતાં.......
છતાં "અનંત" મારા ગાલે મહેસુસ કર્યો ખારો ખારો ગરમાવો......!!!
ના...! ના...! હું બિલકુલ રડ્યો નથી. શા માટે રડું હું ?
હાં હાં સાવ સાચું જ કહું છું. અરે.. હું રડ્યો જ નથી....!
એ તો તું આવીને રડી ગઈ મારામાં.......!
************************************************************************
વર્ષો પહેલા લખેલા ....
"અનંત"ના અસ્તવ્યત ફાટેલ તૂટેલ અધૂરા પધુરા કાગળના ચંદ ટુકડામાથી.....
વર્ષો પહેલા લખેલા ....
"અનંત"ના અસ્તવ્યત ફાટેલ તૂટેલ અધૂરા પધુરા કાગળના ચંદ ટુકડામાથી.....
MEMORIES YOU MAY HAVE MISSED









No comments:
Post a Comment