વર્ષો પહેલાં। ....
જયારે અમે ત્રણેય ભાઈબંધો।...
રાબેતા મુજબ ઉબડખાબડ સાંકડી ગલીની ભીતર આવેલા મહોલ્લામાં
છેક છેવાડે આવેલા ખંડેર સમા ઘરમાં મળ્યા ત્યારે ચાયની ચૂસકી ભરતા ભરતા। ...
વાતે વળગ્યા ત્યારે મેં બંને સામે ઉમ્મીદ ભરી નજરે જોઈ સવાલ કર્યો।
શું ખરેખર મહાભારત ગીતા રામાયણમાં જે રીતનું વર્ણન કરેલું છે।
એવું હશે ખરું ? કે પછી અત્યારે જેમ લેખકો
મોટી મોટી કાલ્પનિક વાર્તા કાવ્ય કે નવલ કથા લખે છે। .!
એવીજ રીતે ગીતા ભાગવત મહાભારત કે રામાયણ લેખક ઋષિ ઓની કલ્પના માત્ર છે ?
અજ્ઞાનીએ પોતાની લાંબી ઘાટી દાઢી ને આંગળી વડે રમાડતા રમાડતા
મારી સામે જોઈ જરા હોઠમાં મલકીને કહ્યું।
પરીયા।...
મેં આ સવાલનો જવાબ વર્ષો પહેલા પણ તને આપેલોજ છે
પણ તારા ભુલકણા સ્વભાવને ક્યાં કશુંજ યાદ રહે છે..!?
તું ભૂલી ભૂલી ને ફરી એજ સવાલ કરે છે !
હશે દોસ્ત। ..!
ભૂલ થઇ ગઈ મારી કે હું ભૂલી ગયો।
પણ હવે ભૂલીજ ગયો છું તો તારે મને
ફરી જવાબ આપવો પડશે.!
મેં ભાર પૂર્વક કહ્યું.
ચુપચાપ ચાયની ચુસ્કી ભરી રહેલા અનંતે કહ્યું
હાં રે હાં પરીયા ..
દિવસે તારું કામ અને રાત્રે તારા સવાલોના જવાબ આપવા
એ તો અમારી નોકરી છે !
દોસ્ત ! દોસ્ત સમજુ છું હું તમને !
મેં ક્યારેય તમને નોકર નથી સમજ્યા અનંત !
જે મનમાં આવે તે બફાટ ના કર !
મજજાક કરું છું યાર તું તો નારાજ થઇ ગયો !
અનંતે અંદરની પીડાને મજાકમાં ખપાવી દીધી .
અજ્ઞાનીએ કહ્યું।
પરીયા તારા જુના સવાલનો હું ફરી જવાબ આપું
તો શક્ય છે જવાબ ફરી પણ ગયો હોય ...
અજ્ઞાનીએ જવાબ આપ્યા પહેલા સ્પષ્ટતા કરી।
મેં કહ્યું દોસ્ત તો પણ મને ક્યાં ખબર પડવાની છે !
અજ્ઞાનીએ એક ઊંડો સ્વાસ લઇ કહ્યું।
હાં પરીયા કોઈને ખબર નથી પડતી એટલેજ બધું ચાલી જાય છે।
હાં પણ હવે જવાબ આપ
અચ્છા તો સાંભળ પરીયા।
મેં વર્ષો પહેલા તારા આ સવાલના જવાબમાં ખુબ ટૂંકમાં કહ્યું હતું કે,
જે કલ્પના છે તે સત્ય છે !
જે સત્ય છે એ કલ્પના છે !
અર્થાત ?
મને અજ્ઞાનીએ આપેલા ટૂંકા જવાબનો ગુઢાર્થ સમજાયો નહીં એકલે મેં કહ્યું।
અર્થાત ?
અજ્ઞાનીએ ટીપોય પર રાખેલા પાણી ભરેલા લોટામાંથી એક ઘૂંટ ભરી
જવાબ આપતા કહ્યું।
પરીયા જ્યારે નકલી યાની ખોટું
ખોટું સોનુ ખોટી ચાંદી કોઈ પણ ખોટી વસ્તુ કે ખોટી વ્યક્તિ
જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે પારખું લોકો પારખી પણ જાય।
પણ ત્યારેજ એ વાત સાબિત થઈ જાય છે કે
આ જગતના ખૂણામાં ક્યાંક સાચી વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ છેજ !
ખોટી વસ્તુ કે વ્યક્તિ સાચી વ્યક્તિ કે વાસ્તુના આધારેજ ઉઘાડી પડતી હોય છે !
એજ રીતે સાચી વ્યક્તિ કે વસ્તુ ખોટીની હાજરી થકીજ ઉભરી આવતી હોય છે !
માટે સંપૂર્ણ જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પછી
તારા સવાલ મુજબ ગીતા મહાભારત કે રામાયણ જેવા ગ્રંથોમાં જે કઈ
વ્યક્તિ વસ્તુ કે ઘટનાનું વર્ણન કર્યું છે તે ખોટું છે એવું ના કહી શકાય।
અગર સત્ય હોય તો પણ કલ્પના વિનાનું સત્યનું હોવું શક્ય નથી।
અગર કલ્પના હોય તો પણ સત્ય વગર કલ્પનાનું હોવું શક્ય નથી !
આટલું કહી ફરી પહેલા કહેલી વાત અજ્ઞાનીએ થોડી વિસ્તારીને દોહરાવી
જે કલ્પના છે તે સત્ય છે !
જે સત્ય છે એ કલ્પના છે !
એક દેખાય છે બીજી અનુભવાય છે !
અંદર અનુભવાય છે બહાર દેખાય છે !
"અજ્ઞાની" અંદર બહાર બનતી
બંને અંતે એકજ ઘટના છે !
"અજ્ઞાની"
હું જેવું તેવું સમજ્યો ના સમજ્યો ત્યાં ,
ક્યારનો અડધો ઊંઘમાં સરી ગયેલો અનંત જાગ્યો..
શું !? શું !? શું પણ !
શું ક્યારના મંડાય પડયા છો તમે હું એમ કહું છું !
ગીતા મહાભારત રામાયણ અને એમાં વર્ણવેલા ચમત્કારિક પાત્રો...
અગર એ બધું હોય તોય શું !?
અને એ બધું સાવ સાચું હોય તો પણ શું !!?
આ બધા પ્રવચનો અને ગ્રંથો વાંચીએ તો પણ શું !
અને અગર ના વાંચીએ તો પણ શું !
એ બધા વિષે જાણીએ તો પણ શું...!
અને અગર ના જાણીએ તો પણ શું..!
આખરે જાણવાનું છે શું !
અર્ધ નિંદ્રામાં અવસ્થામાં અનંત એક ધારો
કદાચ ઉત્સાહ સહ આક્રોશમાં બબડવા લાગ્યો।
આખરે જાણવાનું છે શું !
શું જાણવાનું છે આખરે !
અગર પ્રેમ ના જાણ્યો બધું જાણ્યું ના જાણ્યા બરોબર !
મગર "અનંત" પ્રેમ જાણ્યો તો બધું જાણ્યા બરોબર !
આખરે તો ભટકેલા સૌ એ ગ્રંથોમાં રસ્તા જ શોધે છે ને !
અનંત પરમ ચરમ અનંત પ્રેમના આનંદના !
કે બીજું કંઈ ?
મેં વચ્ચેજ પૂછી નાખ્યું એ તો બધું ઠીક છે અનંત મગર આખરે
આ બધું જાણવા પામવા સમજવાના ના ફાંફા શા માટે લોકો મારે છે ?
અનંતે નિંદ્રા અવસ્થામાંજ ભારે આંખે જવાબ આપતા કહ્યું।
પરીયા...
હું માત્ર એટલુંજ સમજુ છું મને માત્ર એટલીજ ખબર પડે કે ,
બે જુદા જુદા અને અલગ અલગ આકાર ધરાવતા શરીર
એક બીજાને પામવા એક બીજામાં સમાઈ જવા પ્રાકૃતિક રીતે સદા તત્પર રહે છે !
ધર્મ ગ્રંથો વાંચવા યોગ પ્રયોગ મંત્ર તંત્ર સાધના
જાણવા શીખવાનું મન આખરે એકજ જંખના ને લઈને થાય છે !
આખરે આ બધું માત્ર એકજ જંખના ને લઈને સર્જાય છે !
એક પુરુષને સ્ત્રી ના પ્રેમની હૂંફની જંખના હોય છે
અને એક સ્ત્રીને પુરુષના પ્રેમ અને હૂંફની જંખના હોય છે .
બંને સાથે સાવ પાસે પાસે હોવાની ઘટના
બ્રહ્માંડની સૌથી અદભુત અને અલૌકિક ઘટના છે .
મગર કમનસીબે એક સ્ત્રી અને એક પુરુષ
સાવ નજીક હોવા છતાં એક બીજાને મળ્યા માણ્યા પછી પણ
એક બીજાને મળતા માણતા નથી !
કારણ માત્ર અણસમજ અને અસંતોષ
સંતોષ અને સમજણના અભાવે બંને ને સાથે હોવા છતાં
બંને વચ્ચે કૈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે !
અને એ ખોટ કેમ પુરાય એ જાણવા સમજવા
લોકો સંતો અને ગ્રંથોનો સતત સહારો લેતા ફરે છે !
બાકી
પરમ ચરમ અનંત આનંદથી એક સ્ત્રી પુરુષને જીવવાને તો માત્ર
નાનું એવું ખોરડું તન ઢાંકવા કપડાં પેટ પૂરતું ભોજન ખપ પૂરતું ધન અને
સાદું સાધુ જીવન હોય અને બંને માં એક જેવી સમજણ હોય।
તો ક્યાંય ભટકવાની જરૂર નથી !
આટલી સમજણ હોય તો શયનકક્ષમાં સ્વર્ગ ઉતરે...
અનંત ઊંઘમાં ને ઊંઘમાં એકધારૂ બોલીને
જાણે કોઈ નશો કર્યો હોય એવી અધ ખુલ્લી આંખે
મારી અને અજ્ઞાની સામે પ્રશ્ન ભરી આંખે અમારી સામે જોઈ।
ફરી બબડ્યો।
ધર્મ ગ્રંથ નું વાંચન યોગ સાધનાનું જ્ઞાન
મંત્ર તંત્રનું વિજ્ઞાન આ બધું એ અને એવા લોકો જાણવા ચાહે છે!
જેણે પરમ ચરમ અનંત પ્રેમ અને એના થાકી મળતો અનંત આનંદ
ના તો જાણ્યો છે ના એ પ્રેમ પામ્યો છે !
ભટકેલા સૌ એજ પરમ ચરમ અનંત પ્રેમ પામવા ફાંફા મારે છે !
અને એ કેમ અને કેવી રીતે પ્રાપ્ત કરવો
એ જાણવા ફાંફા મારે છે !
સૌ મારગ શોધે છે પરમ ચરમ અનંત પ્રેમનો...
પણ ભાગ્યથી જેને પણ એ પરમ ચરમ અનંત પ્રેમ અને અખંડ આનંદ...
પામી લીધો છે,
એ ક્યાંથી કેમ મળે એ મારગ જેણે જાણી લીધો છે !
તેને પછી કોઈ ગ્રંથ વાંચવાની કે સાધના કરવાની કે પછી
મંત્ર તંત્ર જાણવા જરૂર નથી જણાતી.
બોલ ! જિજ્ઞાસુ ! હવે તારે કઈ જાણવું છે ...?
અધખુલી આંખે એક ધારો બબડાટ કરી અનંતે મારી સામે જોઈને સવાલ કર્યો .
આ જોઈ અજ્ઞાની હસવા લાગ્યો અને એક નજર મારી તરફ કરી
પછી અનંત સામે જોઈ બોલ્યો .
હે અનંત ! સમજનાર સમજદાર
એક ટૂંકી લીટીમાં પણ જાણી સમજી પામી જાય છે !
અને એને જરામાં જાણેલું સમજેલું પામેલું ખુબ લાંબો સમય યાદ રહે છે !
પણ આ આપણો અબુધ અશુદ્ધ ભુલક્કડ પરીયો...
સવાર પડતા ફરી એજ સવાલ સાથે સામે આવશે...
મારી આંખો પર અચાનક પાણીની છાલક લાગી .
હું ઝબકીને જાગી ગયો . જો કે મને ખબર નહોતી કે હું ઊંઘી ગયો હતો .
આખો ચોળતા ચોળતા ખુરસી પર ઢળી ગયેલો હું ટટ્ટાર થયો .
ફરી આંખ ચોળતા ચોળતા મેં અજ્ઞાની સામે જોઈ કહ્યું।
છેલ્લે અનંતે શું કહ્યું ?
પણ સરખી આંખ ખોલી જોયું તો ,
અનંત ખુરસી પરજ ટૂંટિયું વાળીને પોઢી ગયેલો અને અજ્ઞાની પણ
પીધા પછી લોટામાં વધેલા પાણીની છાલક મારી આંખ પર મારી
એક હાથમાં ખાલી લોટો અને બીજો હાથ ખાલી ખુરસીની બંને બાજુ
લાશની જેમ હાથ લટકાવી ઊંઘી ગયેલો।
હું પણ ભરપૂર ઊંઘમાં હતો લથડિયાં ખાતો ધીમા પગલે
અધખુલ્લ્લા દરવાજેથી શરીર સંકોરી હું ખંડેરની બહાર નીકળી ગયો।...
*બ્લાસ્ટ*
ગમે ત્યારે ગાઢ નીંદરમાં હું સરી જાઉં છું !
"અનંત" સમજો ને ત્યારે હું મરી જાઉં છું !
"અનંત"

No comments:
Post a Comment