35 mins
Shared with Only me
વર્ષો પહેલાં...
વર્ષો બાદ...
નિર્દોષ ગુનેહગાર is with Asha Varmora and 37 others in Amreli.Gujarat.
“પ્રેમ” “ચમત્કારિક અઢી અક્ષર”
***********************
અઢી અક્ષરથી સર્જાયું જીવન.
“આ” “તે” “હું” “તું” આપણાં બધાનું,
આ અઢી અક્ષરથી જ થયું સર્જન..
જન્મતાની સાથે જ આ અઢી અક્ષરનો નાતો
માનવીના જીવન સાથે એવો જોડાયેલો
હોય છે કે જીવ જાય તોય તૂટતો નથી...
આ અઢી અક્ષરની આસ પાસ.
ભટક્યા કરે સતત હર કોઈનું મન.
માત્ર ને માત્ર આ અઢી અક્ષરે કોણ જાણે.
કેટલા ગ્રંથોનું સર્જન કરાવ્યુ હશે...
અઢી અક્ષર પર આખી દુનિયા ઊભી.
તારા એક અક્ષરે મારી દુનિયા ડૂબી.
લે આ અઢી અક્ષર હું તને આપું
ને તું પણ મને એટલા જ સામા આપ.
હું માત્ર ઈચ્છા એક અક્ષર”હા”ની રાખું.
પણ ડર લાગે કે તું ક્યહી તું “ના” ન કરી નાખ
લે આ અઢી અક્ષર મારા હું કરું તારા નામે.
ને બસ ઈચ્છા તારા એક જ અક્ષરની સામે.
જો એ અક્ષર “હા” હોય ભવ ભવના બંધન બંધાય.
જો એ અક્ષર “ના”હોય તો કોઈ એકનું જીવન રૂંધાય.
આ અઢી અક્ષરનું આવું તે કેવું હોય છે.
પ્રેમના આ અઢી અક્ષરનું તો એવું હોય છે.
અઢી અક્ષર સામે આ એક જ અક્ષર,
“હા” યા “ના’નું મહત્વ પણ એટલુ જ હોય છે.
માત્ર આ અઢી અક્ષરમાં જીવાયેલી એક જ ક્ષણમાં
કેટલી કલ્પના હોય છે કેટલો રોમાંચ હોય છે.
એજ માત્ર અઢી અક્ષરની ઈચ્છા.
કે જવાબમાં આવે “હા” એક જ અક્ષરની “હા”
આ એક અક્ષરની આશમાં કોઈ આખું જીવન ,
જીવી જાય છે.
અને જો સામે આવે “ના” તો...?
કેટલાયના મન હ્રદય તૂટી જાય છે.
દૂર દૂર રહીને પણ જ્યારે કોઈ કોઈના માટે,
નાનો અમથો,કોઈ પણ એક જ અક્ષર લખે છે.
તાર, હ્રદયના ત્યારે પણ ઝણ ઝણે છે.
હું મોકલું તને કાગળની ચબરખીમાં આ અઢી અક્ષર.
અને તારે મોકલવાનો છે ફક્ત એક જ અક્ષર
કોઈના અઢી અક્ષરનું જીવન
કોઈના એક અક્ષર પર નિર્ભર હોય છે......
કોઈના એક અક્ષર પર કોઈના અઢી
અક્ષરની ઇમારત ચણાતી હોય છે..
એ અક્ષર જો “હા” હોય તો મિનારો થઈ જાય છે.
અને અગર જો “ના”હોય તો મિનારો કડડ ભૂસ ......
પ્રેમ મિનારો
ટકે યા તૂટે તારી.
"હા”કે “ના”થકી
તારી એક અક્ષરની ‘હા’ કે ‘ના’
મારા અઢી અક્ષરની દુનિયા.
“હા” ફૂલ ઉગાડે “ના” દિલ દઝાડે.
"અનંત"



No comments:
Post a Comment