વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે...
એની કોઈ ચહીતીને,
ચહીતી થઈ એ પહેલાં...
કોઈક ને ત્યાં,
એના ફોટા જોયા...
એ પણ એક નહીં અનેક
અલગ અલગ અદામાં...
ચહીતી થૈ એ પહેલાં એના ફોટા જોતા જોતા..
અનંત મનોમન અટપટુ બબડ્યો...
તને
જોયા પછી પહેલા જોઈ હોય એવુ લાગે છે.!
પહેલા જોઈ હોય એવુ જોયા પછી લાગે છે.!
અનંત અનેક વાર એવી વાત કરતો
જેના અનેક અર્થ નીકળે...
પણ ઘણીવાર ખુદ અનંતને પણ
ખબર નહોતી રહેતી કે એ શું બોલી ગયો.
પેલી અનંતને મળે છે ત્યારે ....
અનંત પેલીને કહે છે,
તને
જોયા પછી પહેલા જોઈ હોય એવુ લાગે છે.!
પહેલા જોઈ હોય એવુ જોયા પછી લાગે છે.!
પેલી મુંજાઈ ગૈ અનંત શું કહી રહ્યો છે.?
પેલી સમજી નહીં અકલે,
પોતાના કાન પર આડી હથેળી ધરી
કાન વાળો હાથ
અર્થાત્
હાથ વાળો કાન
અનંત તરફ કરી બોલી.
હેં.? શું કહ્યું ?
પેલીના સવાલના જવાબમાં અનંતે કહ્યું.
ખબર નૈ...
પેલીએ ગુસ્સે થૈ કહ્યું.
તો જો તું શું બોલે છે,
એની તનેજ ખબર નથી,
તો,
તું એવુ બોલે છે શા માટે.?
કૈ નૈ, ખબર નૈ,
મને કેતા નથી આવડતુ...
એમ કહી અનંત ફળિયામાંથી
ઘરમાં ચાલ્યો ગયો અને પોતાના કામે વળગી ગયો...
પેલી હસતા હસતા અક્કલ વગરનો એમ બોલી
ભીતર જતા અનંતને જોતીજ રહી...
ખૈર....
પછી શું થયું એ મનેય નથ ખબર ...
પણ આ વાત વર્ષો બાદ યાદ એટલે આવી કે,
આજે અતારેજ હમણાંજ હું નવરા બેઠા
રાતનું કામ સાંજે કરી રહ્યો હતો...
હાં.! એજ જે તું સમજી એજ.!
મસ્ત વરસાદિ સંધ્યા જામી હતી.
હું ઉપરના મજલે આવેલા રૂમમાં જ્યાં કણે
એક કબાટ છે જેમાં અનંતના કાગળિયા કેદ છે,
જે હું મોટા ભાગે રાતેજ એકાંતમાંજ ઊકેલુ છુ.
તે કબાટ ખોલીને,
તેમાંથી એક થપ્પો લૈને હું બેસી ગયો.
અને થોડા કાગળ ઊથલપાથલ કર્યા ત્યાં,
વચ્ચેથી એક કાગળમાં સાવ આછા પડી ગયેલા
ગરબડીયા અક્ષરે લખેલી એક રચના...
મે માંડ માંડ ઉકેલી...
ખબર નૈ તું કૈ રીતે સરળતાથી ઉકેલી સકી.!!!
तेरी हर एक तस्वीर देखी मैने,
और हर तस्वीरमे मैने देखा तुजको।
"अनंत" तुजे पहले भी कही देखा है मैने।
तेरी तस्वीर देखते वक्त
बार बार ऐसा लगा मुजको।
"अनंत"
વર્ષો પહેલાં કદાચ પેલીને કહેવા અને દેવા
અર્થાત્
લખીને કહેવા
એકલે કે
લખીને ચીઠ્ઠી દેવા
અનંતે ધાર્યું હશે
પછી ધારેલું પાર પાડ્યું હશે
કે નૈ એ મન નથ ખબર
પણ
અનંતે લખેલી આ રચના પછી
વાંચતા વાંચતા
મને વર્ષો પહેલાં મારી નજર સામે બનેલી
ઘટના યાદ આવી ગઈ...
અને બન્યુ એવુ કે,
ક્રમશઃ
No comments:
Post a Comment