વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે,
એની કોઈ મજબુર દૂર રહેતી ચહીતીને
લખ્યું હતું કે,
*શબ્દો નો સહારો દે..! *
હું પણ તને શબ્દો નો સહારો આપુ.
તુ પણ શબ્દો નો સહારો લે..!
સમજુ છું મજબુરી તારી પણ હું.
તું પણ જરા મારી મજબુરી સમજ ને.!
શરીર નો સાથ સહવાસ ના દે ના સહી.
"અનંત" પ્રેમાળ હુંફાળા શબ્દોનો
ખભો દે, ખોળો દે.!
આંખને આંસુઓનો ભાર લાગે છે,
શબ્દો ના ખભે માથું મુકી રડાવી દે મને.!
"અનંત" યુગોના ઉજાગરા છે આંખોને,
શબ્દો નો સુંવાળો હાથ પસારી માથે,
"અનંત" શબ્દોના ખોળે સુવાડી દે મને.!
"અનંત"
No comments:
Post a Comment