કોઈપણ વખતે નીર્ધારીત કરેલ પ્રોગ્રામ કે આયોજન મા ફેરફાર કરવા નો થતો હોય તો, તેની જાણ આયોજન મા સામેલ તમામ વ્યક્તિઓને કરવી જોઈએ એવુ મારૂ નમ્ર પણે માનવુ છે.
આયોજન કરનાર આયોજક કે પછી આયોજનમાં સામેલ કોઈપણ કાર્યકર્તા એ કરેલ ફેરફાર બાબતે યેનકેન પ્રકારે તમામ ને જાણ કરવી ફરજિયાત છે અને હોવીજ જોઈએ..!
જો કે સમજદાર કોઈ પણ વ્યક્તિ આ હકીકત નો ઈન્કાર નજ કરે.!
આ બાબતે પરેશ કતીરા તેમજ ઉમેશ કોટેચા ની બેંચ તરફથી ઉપર મુજબ નો સંદર્ભ ટાંકીને
દ્રષ્ટાંત આપવામાં આવે છે કે,
તા ૯/૯/૨૦૨૨ ના રોજ
પ્રકાશના આમંત્રણ ને લઈને
ગૈ કાલે ઉમેશ તેમજ પરેશ ને પ્રકાશ ના ઘેર તેમની કોઈ સમસ્યા ને લઈને ચર્ચા વીર્મશ કરવા જવાનું આયોજન નીશ્ચત હતું.
પરંતુ, ફ્લેટમાં ગણપતિની નુ આયોજન હોય ઉમેશ આવી શકે એમ ન હોય તેણે તુરંત સમજદારી સાથે પરેશને ફોન કરીને ઉપર મુજબ ની હકીકત જણાવતા હતું કે, નક્કી કર્યાં મુજબ આજે પ્રકાશ ના ઘેર જવાનુ શક્ય નથી.
તેથી તારે જે કામ હોય તે પતાવજે..!
સામે પક્ષે પરેશ કતીરા એ એવી સમજદારી સાથે કે આપણી રાહ જોતી સામી વ્યક્તિ એટલે કે પ્રકાશ રાહ જોઈ નીરાશ ન થાય માટે ઉમેશને તરંત સુચના આપી કે
ઉપરોક્ત હકીકત પ્રકાશ ને ફોન કરી ને જણાવી દેજે જેથી રાહ ન જુવે અન્યથા એ રાહ જોતો હશે અને અંતમાં ફોન કરશે ત્યારે ઉપરોક્ત સ્થિત જણવીશુ તો નારાજગી સાથે તેને દુઃખ પણ થશે. માટે તું એને તરંત ફોન કરીદે
અગર તું વ્યસ્ત હોય તો હું ફોન કરી દૌ પરંતુ ઉમેશ કહ્યું કે હું ફોન કરી દૌ છું.
ખરેખર ઉમેશે જાણ કરી તેથીજ પરેશ પોતાનુ કામ શાંતિથી કરી શક્યો અન્થા નક્કી કર્યા મુજબ પ્રકાશના ઘેર જવા ઉતાવળ કરવી પડત અને જરૂર પડ્યે કામ અધુરૂ છોડીને નાઈધોઇ લીધુ હોત,
અગર જો ઉમેશે સમજદારી પૂર્વક જાણ ન કરત અથવા જાણજ ન કરી હોત તો બની શકે કે કામમાં ઉતાવળ કર્યા પછી પણ સમય સરકતો જતો હોય અને કોઈ આપણી રાહ જુવે છે એ વીચારે કામ અધુરૂ મુક્યુ હોય અને પછી જો ઉમેશ જાણ કરે તો,
પરેશને અગર ગુસ્સો આવે તો તે સ્વાભાવિક અને યોગ્ય જ હોય...
ઉપરોક્ત ઘટના તેમજ ઉપરોકત બાબત પરથી જાણવા સમજવા એ મળ્યું કે જ્યારે તમે કોઈ પણ આયોજન કરો છો ત્યારે એ આયોજન ને લઈને આયોજન મા સામેલ તમામ વ્યક્તિઓ આયોજન મુજબ સમયસર ભેગા થવા અને સૌ કોઈ આયોજન ને સફળ બનાવવા પોતપોતાના કામના સીડ્યુલ ચેંન્જ કરતા હોય છે, અમુક જરૂરી કામ કરતા હોય છે, બાકી ના કામ જે જરૂરી તો હોયજ છે પરંતુ ન કરે તો ચાલે એમ હોય તે પડતા મુકતા હોય છે.!
તેથી ઉપરોક્ત ઉમેશ અને પરેશ ની બેંચે એવો ઠરાવ પસાર કર્યો હતો કે,
તમે કરેલા સામુહિક આયોજન મા અગર આયોજન માં સામેલ કોઈ પણ વ્યક્તિ ને અચાનક આવેલા કોઈ પણ કામ ને કારણે તે આવી શકે એમ ન હોય તો આયોજનમાં સામેલ તમામ વ્યક્તિઓને યેનકેન પ્રકારે જાણ કરવી જરૂરી છે.! જેથી કરીને તેઓએ આયોજન મુજબ કાર્યક્રમમા સમયસર હાજર થવા પડતા મુકેલા કામ ઉકેલી શકે.!
ઉપર મુજબ ની હકીકત સંદર્ભે વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહેલી વાત
*બ્લાસ્ટ*
જ્યારે કોઈ પણ વ્યક્તિ કૈ ખોટુ કે ખરાબ કાર્ય કરતી હોય છે ત્યારે, ત્યાં સુધી તે વ્યક્તિ એમજ સમજતી હોય છે કે, તે જે કરે છે તે સાચુજ છે સારૂજ કાર્ય કરે છે, જ્યાં સુધી તેને કોઈ દ્વારા રોકવા *ટોકવામા* નથી આવતુ..!
અને એમ કહેવામાં નથી આવતુ કે ભૈલાઆઆઅ તું જે કૈ પણ કરે છે તે બીલકુલ ખોટુ અને ખરાબ કરે છે.!
*અનંત*
ક્રમશ :-
વધુ આવતા અંકે...
ઉપરોક્ત બ્લાસ્ટ કર્યા પછી મે ભાઈબંધ અનંતને સવાલ કરતા પુછ્યું કે,
હેં ભાઈબંધ કોઈ ખોટુ કે ખરાબ કરતુ હોય તો શું આપણે તેને રોકવો ટોકવો જરૂરી છે.?
જવાબમાં આંગળી વડે દાઢી સવાંરતા ભાઈબંધ *અજ્ઞાની* એ કહ્યું, હાં પરીયા કહેવુજ જોઈએ અગર જો તમે એના હીતેચ્છુ હોવ તો જરૂર કહેવુ જોઈએ....
મગર...
હઠાગ્રહ વીના..!
આપણુ કાર્ય માત્ર સાચો અને સારો મારગ બતાવવાનુ છે.!
પછી તે મારગ પર ચાલવુ ન ચાલવુ તે એની મરજી પર કર્મ પર છોડી ને છુટી જવાનુ...
*અજ્ઞાની*
No comments:
Post a Comment