હે અનંત ઈશ્વર....
આ તારો દિધેલો દેહ નશ્વર....
જાણુ રહેવાનો નથી અજર અમર...
મગર....
રહે જ્યાં સુધી આ અવની પર....
ઉપરથી હું સાચવીશ....
અંદરથી તું સાચવજે......
"અનંત"
હે ઈશ્વર....
હું ક્યારેય કૈ માંગતો નથી...
અને મારે કૈ માંગવુય નથી....
કારણ કે માંગ્યા વગર તે
હીશાબ મુજબ ઘણુ, બધુ આપ્યું છે..!
તે બદલ ધન્યવાદ... 🙏
છતાં હું પ્રાર્થના કરું છું કે,
મને પ્રાર્થના કરવાનુ મન થાય છે,
એટલે હું પ્રાર્થના કરું છું. 'ને,
તને કહું છું કે,
અગર તને સાંભળવાનુ મન થાય,
યા અનાયાસે મારી પ્રાર્થના સંભળાય
તો,
તો સાંભળજે નૈ તો હરી હરી...
પણ સંભળાય અને કૈ આપવાનુ મન થાય તો
"અનંત"
મનને અનંત મસ્તી આપજે..!
અને તનને અનંત તંદુરસ્તી આપજે..!
બાકી તારી સાથે હું જાતે ફોડી લૈશ...
"અનંત"
*બ્લાસ્ટ*
હે ઈશ્વર મારા ભાગ્ય માં હશે, તે,
તારે આવવુંજ પડશે..!
અને મારા ભાગ્યમાં નહીં હોય, તે,
તું ચાહવા છતાં પણ મને આપી નહીં શકે..!
"અનંત" તો પછી માંગવુજ શું કામ.!
"અનંત"
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં બંને ભાઈબંધો વારાફરતી
અચાનક આવુ બોલ્યા હતા...
મારૂ હોવુ ન હોવા બરોબર..!
તારૂ ન હોવુ હોવા બરોબર..!
"અજ્ઞાની" મારૂ હોવુ ન હોવા બરોબર...
"અનંત" તારૂ ન હોવુ હોવા બરોબર...
" અનંત"
No comments:
Post a Comment