વર્ષો પહેલા પેલી સાથે કૈ બબાલ થૈ...
અને એ દૂર ચાલી ગૈ...
પછી એનાથી આને મળ્યા વીના રહેવાનુ નૈ..
અકલે એ અનંતને મળવા ગૈ ત્યારે...
આ અકડુ ભૈ હજુ રીસાયેલ હતા અકલે...
પછી...
કેમ આટલા વર્ષો પછી અચાનક.!!??
શા માટે મને પરેશાન કરે છે, બેચેન કરે છે ?
**********************************
ખળ ભળી જશે ! મહી જો ઝાકશે, રહેવા દે..
આંખોની ખારાશમાં તું પલળી જશે રહેવા દે...
મૌન હું એટલે નથી રહેતો, ડર છે આ હ્રદય
ફાટવાનો. નાજુક હાલતનો તકાજો છે રહેવા દે.
બસ આટલું પણ સહી ના શકી ? ને હોઠ કંપી
ગયા ? ડૂમો ના ભરાવા દે આંસુને વહેવા દે.
લે આજથી હું ફરી મૌન ધારણ કરું છું. બસ !
ચાલ ફરી હુ જ ફરી જાઉં છું પાછો લે જવા દે.
"અનંત" સમય સાથે સરખાવી લે આજથી મને.
પાછો નહીં ફરું કદી હવે, સાદ ના દે મને જવા દે.
"અનંત"
બ્લાસ્ટ :-
"અજ્ઞાની" આખરે સૌ બોલે છે.!
બોલ્યા વગર કોઈ રહી નથી શકતુ.
હુ પણ મૌન કેમ રહુ, કહો ભલા.!
ભાષા મૌનની કોઇ સમજી નથી શકતુ.
"અજ્ઞાની"
No comments:
Post a Comment