વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
એની કોઈક ચહીતીને
અનેક અટપટા અર્થમાં
કહ્યું હતું કે,
*બ્લાસ્ટ*
તારો ભ્રમ
આમ તો જો કે
મારો ભ્રમ
જો કે આમ તો તારોજ ભ્રમ
તો પણ કદાચ તું કહે મારોજ ભ્રમ
ખૈર.., જે હોય તે
છે "અનંત" બડો પ્યારો ભ્રમ.!
"અનંત"
વર્ષો પહેલાં ચાય પીતા પીતા
અમારી ત્રણેય વચ્ચે..
કલ્પના, ભ્રમ અને સપના બાબતે
ચર્ચા ચાલી.ચર્ચા ના અંતે ,
અજ્ઞાની એ કહ્યું.
આ બ્રહ્માંડ માં પૃથ્વી પરના
લોકો પોતાનુ સાઠ થી સીતેર ટકા જીવન...
કલ્પના, સપના, અને,
ભ્રમમાંજ જીવે છે અને પસાર કરે છે.!
પછી જરીવાર મૌન રહ્યા પછી કહ્યું.
જો કે એમાં કશું ખોટું તો નથી જ.!
ગર ભાંગવા, તુટવાનો ભય ન હોય તો.
જો કે આખરી બે લીટીમાં,
મને લગીરે ટપ્પો ન પડ્યો...
એટલે પહેલાં કહ્યું એ બાબતે સવાલ
કરતા મે કહ્યું.
અન
અજ્ઞાની તે કહ્યું એનો કૈ પુરાવો.?
અજ્ઞાની એ કહ્યું.
હાં.!
મે કહ્યું શું.?
પુસ્તક.!
ઠગલાબંધ.! પુસ્તકો.!
આટલુ કહી મૌન થઈ ગયો.!
મે કહ્યું બસ આટલીજ પુરાવો.?
તને સમજાય તો આટલું કાફી છે.!
મે કહ્યું મગર ન સમજાય તો,
અજ્ઞાની બોલ્યો.
કલા,સાહિત્ય, ચીત્ર ,નાટક ફીલ્મ,
ગીત, સંગીત, કવીતા,
વાર્તા, નવલકથા.!
ગ્રંથો ના ગંજ.!
ખડકાઈ ચુક્યા છે.!
અર્થાત્ લખાઈ ચુક્યા છે.!
અનંત યુગોથી...
હજુ પણ લખાય છે..!
અને લખાતાજ રહેશે..!
અનંત યુગો સુધી..!
અને એ તમામ પ્રથમ લખાય છે.!
મે કહ્યું એ તો બરોબર છે ભાઈબંધ.!
મગર..?
હું આગળ સવાલ કરૂ એ પહેલાં જ
અનંત વચ્ચે ટપક્યો અને બોલ્યો..
અક્કલ વગરના એના પરથી જ.!
એટલે કે અજ્ઞાનીએ કહ્યું
એ વાત પરથી જ.!
એ સાબિત થઈ જાય કે,
આ બ્રહ્માંડ માં પૃથ્વી પરના
લોકો પોતાનુ સાઠ થી સીતેર ટકા જીવન...
કલ્પના, સપના, અને,
ભ્રમમાંજ જીવે છે અને પસાર કરે છે.!
મે કહ્યું. હાં પણ હજુય મને
સમજાતું નથી.!
અનંતે વ્યંગમાં એટલુજ કહ્યું.!
પરીયા...
"અનંત" દુનીયા ના લોકો
સાવ અબુધ નથી..!
મગર સૌથી બુધ્ધિશાળી
હોવાનો ભ્રમ છે..!
અંતમાં અજ્ઞાની ની વાતનું
હાર્દ ખોલી અનંતે કહ્યું.
અજ્ઞાનીએ ખરૂજ કહ્યું છે પરીયા કે!
આ બ્રહ્માંડ માં પૃથ્વી પરના
લોકો પોતાનુ સાઠ થી સીતેર ટકા જીવન...
કલ્પના, સપના, અને,
ભ્રમમાંજ જીવે છે અને,
એના સહારે સહારે...
કોઈ લખીને, કોઈ વાંચીને
કોઈ નાટક ભજવીને તો કોઈ
એ નાટક જોઈને
કોઈ ચીત્રો દોરીને તો કોઈ દોરેલા ચિત્રો ચોરીને કોઈ સંગીત સાથે ગાઇ વગાડીને
તો કોઈ એ ગીતો સાંભળી, સંભળાવીને,
ભ્રમ, કલ્પના એવં સપનાની દુનિયામાં જીવે છે.!
આખરે સૌ કોઈ અલગ અલગ રીતે
કલ્પના, ભ્રમ એવં સપના ને
સહારે સહારે
"અનંત" જીવન પસાર કરે છે.!
કારણ કે વાસ્તવમાં જે શક્ય નથી.!
તે બધુ બધુ ને બધુજ શક્ય છે.!
કલ્પના, ભ્રમ અને, સપનામાં.!
કલા શબ્દ સાથે જ
કલ્પના નો ઉદય થાય છે.!
પછી ભ્રમ અને સપના ઉજાગર થાય છે.!
માનવ માત્ર સ્ત્રી હોય કે પુરૂષ
તમામ અનંત યુગોથી અધુરા છે..!
જે યેનકેન પ્રકારે
પુર્ણ થવાનો પ્રયાસ કરે છે.!
અનંત યુગોથી...
અનંત યુગો સુધી....
મગર થતાં નથી.!
તેથી જાય છે ,
મગર જતા નથી..!
"અનંત"

.jpeg)

No comments:
Post a Comment