હાલના રાજકીય એવં સમાજની કડવી વાસ્તવિકતા.
મભમ માં સમજો તો ઠીક છે.
નૈ તો હરી હરી...
સૌ સૌના સમયમાં સારી યા ખરાબ વ્યક્તિ હોય છે.
તેઓ વિશે ચર્ચા યા વાતચીત જરૂર કરી શકાય છે.
મગર એ સમયની ખરાબ વ્યક્તિ ના ખરાબ ઈતિહાસમાં થી શીખ લઈ સારૂ થવા પ્રયાસ કરે એવા લોકો હવે રહ્યા નથી.
હવે એવા લોકો થી સમાજ ખદબદે છે જેઓ એ સમયની મહાન અને સારી વ્યક્તિ ની ઘણીબધી સારી બાબતોને નજર અંદાજ કરી થોડી ખરાબ બાબતોને વારંવાર સમાજ સમક્ષ રજુ કરી પોતે તેનાથી મહાન હોવાનો ભ્રમ પેદા કર્યા કરે છે.
ઉદાહરણ:- ભુતકાળમાં કોઈ મહાન કલાકારે અનેક સુંદર કૃતિઓની રચના કરી મગર આખરે એક કૃતી તૈયાર કરી જેમાં અનેક ક્ષતિઓ રહી જવા પામી હતી જેથી એ ખુદ લોકોની ટીકા નો ભોગ બનેલો. જો કે એણે પોતાની એ કૃતીમા સુધારો કરવો હતો પરંતુ સુધારો કરે એ પહેલાં એ સીધાવી ગયો અર્થાત્ ગુજરી ગયો.
હવે વર્તમાન માં કોઈ બીજો કલાકાર જે હજુ પુર્ણ કલાકાર નથી પણ એ સાચો અને સારો કલાકાર હશે તો તે એ પેલા કલાકાર ની તમામ કૃતીઓનો અભ્યાસ કરશે અને પછી પેલી ક્ષતી ગ્રસ્ત કૃતી વીશે વીચાર કરશે કૃતીમા રહેલ ક્ષતી વિશે તપાસ કરશે અને પછીજ એના વિશે જે કૈં બોલશે એ સમજી વિચારીને બોલશે એ સીવાય એ નવો કલાકાર પુરોગામી કલાકારની ક્ષતી ગ્રસ્ત કૃતીને સુધારી મઠારી પુરોગામી કલાકાર ની કલાકૃતિ ને કલા જગત સામે મુકશે આમ કરવાથી તે આપોઆપ મહાન થઈ જશે...
હવે એની જગ્યાએ એક વીકૃત માનસિકતા ધરાવતો કલાકાર હશે તો. જે હજુ પુર્ણ કલાકાર પણ નથી તેમ છતાં તે ખુદ મહાન છે તેવુ પુરવાર કરવા ભુતકાળના એ મહાન કલાકાર ની તમામ ઉતમ કૃતીને બાજુ પર મૂકી, અંતમાં એ કલાકાર દ્વારા અધુરી અને ક્ષતિ ગ્રસ્ત રહી ગયેલ કૃતીને લઈને તેના વિશે કલા જગત સામે ટીકા ટીપણી કરવા લાગશે અને તે પુરોગામી કલાકારને કૈંજ આવડતું નહોતું એવુ સાબીત કરવા વીકૃત રીતે રજુઆત કરે તો એ કેટલું ભદ્દું, ગંદું અને બેહુદું લાગે.!
પોતે પેલાથી કેટલો મહાન કલાકાર છે તે સાબિત કરવા પણ તે એવુજ કરશે.!
આમ પોતે મહાન હોવાના ભ્રમમાં રાચશે જ્યારે હકીકતમાં તે કલા જગતના લોકોની નજરમાંથી સાવ ઉતરી જશે..!
અગર એ ખરો કલાકાર હોય તો તેણે પેલા પુરોગામી કલાકારની તમામ સારી કૃતી ની જોઈ તપાસી અને પછી ક્ષતી ગ્રસ્ત કૃતી મા રહેલી ક્ષતિઓ ના કારણો લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ અને ત્યારબાદ એ ક્ષતી ગ્રસ્ત કૃતીને સુધારીને કલા જગતને સમર્પિત કરવી જોઈએ. અગર એ રીતે કરે તો કદાચ તે પુરોગામી કલાકારથી પણ વધુ બહેતર અને મહાન કલાકાર થઈ શકે.
*બ્લાસ્ટ*
જે ખરેખર મહાન હોય છે તેને મળવા તેને સાંભળવા આપોઆપ માનવ મેદની એકઠી થાય છે.
જે મહાન ન હોવા છતાં પોતાને મહાન સમજે છે યા તો પોતે મહાન છે તેવુ સાબિત કરવા મથે છે તેને યેનકેન પ્રકારે ટોળા એકઠા કરવા પડે છે.
વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ કહેલુ એ આજ સમજાય છે. ભાઈબંધે કહ્યું હતું કે,
"અજ્ઞાની" દર્શન અને પ્રદર્શનમાં બડો તફાવત હોય છે. જે સામે ચાલી લોકો સામે જાય એને પ્રદર્શન કર્યું કહેવાય.
અને જેને લોકો સામે ચાલીને જોવા મળવા આવે એને દર્શન કર્યા કહેવાય.!
"અજ્ઞાની"
હાલના રાજકીય એવં સમાજની કડવી વાસ્તવિકતા.
મભમ માં સમજો તો ઠીક છે.
નૈ તો હરી હરી...
No comments:
Post a Comment