જુનુ જુનુ ઉકેલતા અલગ અલગ જગ્યાએ લખેલો અનંતના પ્રેમનો ઉન્માદ, ભીતરનો ઉછાળ એક સાથે અહી વ્યક્ત કરુ છુ...!
એક સ્ત્રીએ મારી પાસે અનંત ના વર્ષો પહેલા લખેલા કાગળીયા માંગ્યા અને મે પણ પોતીકી વ્યક્તિ સમજી એને ખુશી ખુશી આપ્યા...
આ અનંત એજ ગરબડિયા અક્ષરે લખેલા કાગળીયા ઉકેલી એ સ્ત્રી એ અહીં મુકેલી અનંતની થોડી રચનાઓના અંશ માત્ર છે.
એ સ્ત્રીની આંખો અને આંગળીઓને અનંત વતી કસકસતુ આલીંગન એવં ચુંબન...
ચુંબન
"અનંત" વર્ષો બાદ જોયું ત્યારે જાણ્યું કે,
દીલમા લાગી આગ "અનંત"
'ને,સપના સઘળા બળી ગયા!
"અનંત"
~~~~~~~~~~~~~~~
પુછે કોઇ જ્યારે કેમ શુ ચાલે છે?
શુ છે નવીનમા ?
ત્યારે સમજી લેજો કે,
એ ખુદ કૈક નવીનમા કહેવા ચાહે છે,યા તો,
એ પોતાના હાલચાલ જણાવવા માંગે છે.!
"અનંત"
કેમ છો.? શું ચાલે છે.? અચાનક જ્યારે,
આવુ કોઈ પુછવા લાગે ને.!
ત્યારે સમજી જજો "અનંત "કે એ ખુદ,
તમને કૈક કહેવા માંગે છે.!
"અનંત"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત" દુઃખથી જે ડરે નહીં દુઃખ એનાથી ડરે છે.
અને સુખમા જે છકે નહીં સુખ એનુ લાંબુ ટકે છે.!
"અનંત"
~~~~~~~~~~~~~
જેમ જેમ છુટવા ચાહું છું.
તેમ વધુ બંધાતો જાઉ છું.
"અનંત" અજીબ છે, અદ્રશ્ય બંધન પ્રીતનુ.
અજીબ ખેંચાણ રહે છે "અનંત" મન મીતનુ.
"અનંત"
~~~~~~~~~~~~~
પીછો હજુ પણ એ મારો ક્યા છોડે છે?
વીતેલા દિવસોની યાદ મને ખાવા દોડે છે.
આ મન દિલ બહેલાવવા ને કૈક ક્રીડા કરે છે.
"અનંત" હાથે કરીને ફરી દર્દનાક પીડા વહોરે છે.
" અનંત"
~~~~~~~~~~~~~
https://youtu.be/CyweCyAbCCM?si=Xkb2b2y27y5DJteM
"અનંત" વર્ષો બાદ જોયું ત્યારે જાણ્યું કે,
તું પણ મનોમન, મને ચાહવા લાગી હતી.
"અનંત"
https://youtu.be/lJti8tOpG0o?si=aNr04RPoo843k66C
2 comments:
કાગદડી ના લોકો ને કાશ્મીર માં ભૂલા પડી દીધા તે તો અનંત !!
હાં પ્રવીણ વર્ષો પહેલા અનંત ના લખેલા કાગળિયા મે મારા એક સ્ત્રી મિત્ર ને આપેલા જેમાથી થોડા શબ્દો એણે જ આ ખૂણામાં આવેલા ખંડર ની દીવાલ પર સજાવ્યા છે ...
સાચું કૌ પ્રવીણ એ સ્ત્રી મિત્ર એજ મને આ ખૂણો સજાવી આપ્યો છે ! :)
Post a Comment