આ માત્ર કાલ્પનિક સત્ય નથી..
કોઈ સમયે આ સત્ય ઘટના હતી..
એ 'તંગનાક' હતો...
જેને ચાહે તેનેજ તંગ કરતો
...
એટલે કે એ તંગનાક હતો ..
ના, ખતરનાક બિલકુલ નહીં...
માત્ર લખવામાં માહિર ...
મનનો ચોખ્ખો ભીતરથી સાચો...
પણ પ્રેમ કરવામાં સાવ કાચો ...
બોલી કબાડ,
સાવ લબાડ ...
સાવ ઠેકાણા વગરનો ગમે ત્યારે ગમે તેમ બોલી નાખે
બાફી નાખે ...
સજા ભોગવવા તૈયાર રહે, પણ ભૂલ
કરે તોય ના માફી માંગે.
બસ બોલે ત્યારેજ બાફે બાકી લખે
તો શબ્દો એવા લખે સુવાળા...
કે જે વાંચે એની કા આંખ
ભીની થાય કા ઊભા થાય રૂવાળા...
એક છોકરી નામ એનું,,, ના , અસ્સલ નામ
ના દેવાય ....
એ નથી તો શું !
બની શકે આખું જગત અહી છે એ પણ હોય, તો... ?
ના , એ સારું
નૈ, તો નામ
બદલી નાખું છું, કઈક નવું રાખું
છું...
તો એ છોકરીનું નકલી નામ
ટીના ...
અનંત અને ટીના વચ્ચે ગજબની પ્રીત હતી...
આખો દિવસ છેડ છાડ ધમાલ મસ્તી...
આ બન્ને નું એવું ..
મોકો મળે ને મળી લેવું ...
સુખે હસી દૂ:ખે લેવું રડી લેવું...
ઘણી વાર ઝગડતા તો ધમકી દેતી ટીના ...
કોઈ ફર્ક નહીં પડે જા,,! મને તારા
વિના....
આમ લડીને છૂટા પડતાં ...
સાંજ પડે ત્યાં પાછા મળતા..
એ..ય.ને દિવસો આમ બન્નેના,
ખૂબ પ્રેમ આનંદથી નીકળતા ...
આ બેઉ વચ્ચે બને દુનિયાથી સાવ ઉલ્ટી ઘટના
પ્રેમમાં અકસર એવું જ બને છોકરો છોકરીને ગિફ્ટ ધરતા...
પણ આ ભાય હમેશા દુનિયાથી ઊલટુંજ કરતાં..
ભૂલ કરે પણ માંગે ના માફી....
ઉપરથી ટીનાને કહે ,
ટીના મને બે રૂપિયા દે...
ટીના કહે કાં..? શાના માટે
?
તો આ નફ્ફટ થઈ ને કહે મારે ખાવી છે ફાકી..
એક દિવસની વાત ટીના કહે પિક્ચરમાં જઇયેચાલ...
ફરી આ નક્ટો કહે નફ્ફટાઈથી હાં આવું પણ જો મારીયે ટિકિટના પૈસા તું આલ...
ટીના ગુસ્સો કરે કહે યાર તું તો છે કમાલ ...
હજુ સુધી પ્રેમથી કદિ' લઈ દીધો
નથી તે એક રૂમાલ ...
પાછો બેશરમ થઈ છોકરો ઉઠી તું એક છોકરીને કહે છે કે -
મારી ટિકિટના
પૈસા આલ... !
હાં.! તારે ના લઈ જવો હોય તો ના કહીદે!
બાકી મને ના જોઇયે તારી ખોટી
બબાલ...
અંતે કંટાળી ટીના કહે તારા જેવુ કોણ થાય હું
પૈસા આપું છું ચાલ...
"હદ ની કોઈ હદ નથી હોતી "
પણ તારી એકલી સાથે મને નહીં ફાવે ..
ભાઈબંધ વિના મને મજા ના આવે...
તો .. ? ટીના
ગુસ્સે થઈ ગઈ ...
તો હવે હું શું કરું..?
હું ક્યાં તને કશું કરવાનું કહું છું ..
તું તારે જા મારે નથી આવવું ..
કાં ?
ભાઈબંધ વિના ...
ટીના કંટાળીને કહી દેતી હાં બાપ હાં
તારા ભાઈબંધને પણ સાથે લેતો આવજે જા ....
પણ એની ટિકિટના પૈસાય તું આપીશ ને ...?
ટીના તાડૂકિ , એ સિવાય છૂટકો
છે...?
નક્ટો કહે ના.....
તો લે પકડ આ ચાર ટિકિટના પૈસા અને જલ્દી ટિકિટ
લેવા જા...
હાં પણ જાઉં છું એમાં આટલી રાડો શું પાડે છે !
પણ આ ચોથી ટિકિટ કાં..?
અક્કલ વગરનો છે સાવ તારો ભાઈબંધ આવશે તો શું
મારી બહેનપણી નૈ આવે...?
ભલે ને આવે મારે શું નકટો જતાં જતાં હસતાં
હસતાં કહે મને નોતી ખબર
ભાઈબંધનોય મેળ પડી જાશે...
આમ અનંત અને ટીના એક માહોલમાં જીવતા એના થકી -
એ મહોલ્લો જે આજે ખંડેર થઈ
ગયો છે , તે જીવંત થઈ જતો ...
ટીના ભણે સ્કૂલે જાય ...
અને આ ભાય લઘરે હાલ મજૂરી કરે ...
એકજ મહોલ્લામાં બન્ને રહે એટલે...
આ ભાઈના કોલેજના અધૂરા સપના નસીબથી અહી જ
પૂરા થઈ ગયા...
ટીના આવે જાય, કરતી જાય
હેલ્લો હાય & બાય ...
ટીના છુપાઈ ને મળવા આવે ...
આ ગાંડો આખું ગામ ગજાવે...
ટીના પણ મસ્તી ખોર ઓછી નો'તી ...
અગ્રેજીમાં કહું તો હતી એ પણ નોટી...
ટીના સંતાઈને રવેશમા છૂપી ઊભી રહી કોઈ
જુવે નહીં એમ
પથ્થરમાં વીંટાળી ચિઠ્ઠી ફેંકે ....
આ અને આ ભાય ફળિયામાં જ ઊભો રહી આખું ગામ દેખે એમ વાંચે ...
મોકો જોઈ જે કઈ લખ્યું ચિઠ્ઠી મહિ વાંચે ,
ચાહી ચાહીને ટીનાને ચીડવવા મોટે
મોટેથી બોલે ...
ટીના ઇશારાથી ચૂપ કરાવે હાથ જોડી ખૂબ
સમજાવે...
અક્કલ વગરના ફળિયા વચ્ચે ફજેતા કરમાં ...
ચિઠ્ઠી વાંચવા ભીતર જાને ...
પણ તોય આ ભાય જરીય ના માને...
એક દિવસ તો એણે હદ કરી...
ટીના કાયમ ઢીલો અંબોડો વાળતી ...
આ ભાઈએ એક દિવસ બે ચોટલી ઓળવાની જીદ કરી...
તે દિ' ટીનાએ
અંબોડો તો ના કર્યો પણ ,
એક ચોટલી વાળવાની ભૂલ કરી ...
અને આ છટકેલની કમાન છટકી ...
ખડકી આગળ ઊભો રહી સ્કૂલે જતી ટીનાને રોકી,
ઊભો રહી ગયો આડો ,
ટીના ફફડીને અટકી ...
પણ પ્રેમની પૂતલી પાડે કેમ એ રાડો...
ચોટલી પકડી પૂછ્યું આણે ,
કેમ તે મારી વાત ના માની ..?.
શાને કરી ટીના તે મનમાની...?
ગુસ્સો ટીનાને આવ્યો અતિ લાલ થઈ ગયું મોઢું ...
તેમ છતાં ટીના સાવ ધીમેકથી બોલી
ભઇ મને થઈ ગયું તું
મોડુ...
આમ કહી એના હાથમાથી ચોટલો છોડાવી ભીની આખે-
ટીના બોલી આજે સાંજે
તારો વારો છે તું જોજે ...
અને ટીના સ્કૂલ જવા
રવાના થઈ ગઈ ...
ટીનાના ગયા પછી ભાઈને
મનમાં થયો મુંજારો...
ગુસ્સો ઉતરતાની સાથેજ સિહ બની ગયો બિચારો..
સાંજે શું થશે શું નહીં
મનમાં એજ વિચારો...
રોજ
ટીનાના સ્કૂલેથી પાછા આવવાના સમયની આસ પાસ આ ભાઈના
ડેલીએ મંડાઇ ગયા હોય..
ટીના પણ જ્યારે આવે ત્યારે
ચાહીને જોરથી ડેલી ખખડાવે ...
દરવાજે આવી આ ઊભો રહી
જાય જેવો ડેલી ખખડવાનો અવાજ આવે ....
પછી એજ જૂનું ને જાણીતું હલ્લો હાય...
પણ આજની વાત જરા જુદી
હતી...
આજે ટીના બરાબરની રૂઠી
હતી..
ટીનના આગમનની રાહે ..
આ ભાયનું કામમાં મન ના
લાગે...
મનમાં ને મનમાં વિચારે
કદાચ હવે નૈ આવે
રાગે....
સાંજ પડી પણ ડેલી ના
ખખડી ..
ટીના ચૂપ ચાપ આવીને
ક્યારે ઉપર ગઈ ચડી...
આ ભાઈને કાયજ ખબર ના
પડી...
ઘડીક બહાર ઘડીક અંદર....
આમ તેમ મારે ચકર..
સુજે નૈ કાય .
મગજ થાય ચકર ભમર...
સમજી ગયો અંતે કે ટીના
ઉપર ચડી ગઈ ચૂપચાપ..
મનમાને મનમાં હવે નૈ બચુ
હું ટીના આપશે જો શ્રાપ...
મોડે સુધી ટીના ના આવી
એટલે આ ભાય ઉદાસ થઈને ખૂણામાં બેસી ગયા..
ત્યાં તો અંધારે અજવાળા
થયા અચાનક ટીના પ્રગટ થઈ....
આવીને બસ એટલું જ કહ્યું
અનંત હવે મને બોલાવતો નૈ...
ટીના ...
આ ભાય આગળ હજુ કશું બોલે
ત્યાં ટીના છટકી ...
હું જાણું છું તું માફી
નહીં જ માંગે ...
આ અક્કલ વગરનો ક્યે
હાં નૈ માંગુ ...
નક્કી મે ભૂલ કરી છે,
તો સજા પણ ભોગવીશ...
અને તારું મને ના મળવું
એ સૌથી મોટી સજા હશે ..
ટીનાએ કહ્યું તને જરા પણ
વિચાર નથી આવતો ..
ત્યાં ડેલી પાસે ઊભો રહી
તે મારી ચોટલી ખેંચી ..
કોઈ જુવે છે નથી જોતું
એની પણ પરવા તારે નૈ કરવાની ..
મારે એકલીને જ આજુ બાજુ
કોઈ છેકે નહીં એ ધ્યાન રખવાનું એમ ..?
કરવાની કેમ...!
આ ભાય ભોળા ભટાકની જેમ
બોલ્યા..
ના, ના, એવું થોડીના
હોય...
હવેથી હું પણ ધ્યાન રાખીશ ને...
હવે એ અવસરજ નહીં આવે
અનંત...
મને તારો ભરોશો નથી વાત
પતી...
મનમાં ફાડ પડેલી હોય તોય
ફિસિયારીની ફાઇડ પાછો પાવર કરે...
ટીના ...
અઘરું પડશે હો....
પછી તુજ રડીશ..
અને તને કઈ જ ફર્ક નહીં
પડે કેમ..!
આ બેશરમ કહે છે,
કદાચ ના પણ પડે...
હું પણ તને નહીં બોલાવું
કરીશ જો તું મને દૂર તારાથી...
તો હું વહી ગયેલો સમય થઈ
જઈશ..પાછો નહીં ફરું...
આજે ટીના પણ બરાબરની
વીફરી હતી...
તો મારુ પણ એવુજ સમજાજે
સમજ્યો....
તને કદાચ ફર્ક નહીં પડે , એમજ કહ્યું ને તે...?
ખોટું બોલવાની એને આદત
નૈ એટલે થોડીવાર જે બોલ્યો હતો તે કબૂલતા કહે ..
હાં...!.
તો જા હવેથી મને પણ તારા
હોવા ના હોવાથી કશોજ ફર્ક નહીં પડે જ..!
હું જાવ છું..!
ટીનાના પગની ઝાંજરી
જોરથી બાજી છમ... છમ.. છમ...
હું જાઉં છું..!
આમ કહી ટીના ગુસ્સાથી પગ
પછાડતી દરવાજા સુધી પહોંચી ગઈ ..
પણ ઘરની બહાર નીકળતા
પહેલા ટીના આખરી વાર
અનંતને જોઈ લેવાની લાલચ
રોકી ના શકી...
તેથી દરવાજે ક્ષણભર
થંભીને ભીનીઆંખે છેલ્લી વાર
અનંત સામે જોયું ...
આ ભાય ટીનાને રોકવાને
બદલે બારીના ખૂણામાં નીચું ઘાલીને બેઠા છે...
પણ તોય નીચા વળેલા ચહેરે
આંખ તાણીને ટીના ને જોઈ ...
એણે જોયું કે ટીના રોઈ
...
અને પછી આંખો લૂછતી દરવાજા
ભણી ચાલી ...
કાયમ જે
ઝાંઝરીનો ઝણકાર અનંતને ઝણ ઝણાવાતો હતો ...
તે આજે અનંતને ભીતરથી
ધ્રુજાવી ગયો...
શું ખારેકર હવે ટીના મને
નહીજ બોલાવે ..
શું આ અક્કલ વગરનો મને
સાચેક રોકશે નહીં...
બંનેના મનમાં એક સરખોજ મુંજારો
એક સરખીજ ગડમથલ ચાલતી હતી...
શું સાચે જ આ સંબંધનો
અંત હતો ટીના અને અનંતના ..?
કે પછી નવી શરૂઆત ...?
જોકે આમ તો હર એક અંત
નવી શરૂઆત જ હોય છે...
જે સાથે હોય એ નહીં તો
બીજું કોય હોય છે....
આખરે હર એક અંત નવી
શરૂઆત હોય છે..
ટીનાનો એક પગ હજુ ઉંબરાની અંદરજ હતો ત્યાં આ ભાઈએ હાકલ મારી...
ટીના....
ટીનાનો એક પગ ઉંબરાબી
બહાર હતો બીજો પગ ઉંબરાની અંદર..
ટીના એજ સ્થ્તિમાં થંભી
ગઈ..
મનમાં થોડી હાશ થઈ...
પણ તોય રૂસણામાં તો આવુજ
હોય...
પાછું વાળીને જોયા વિનાજ
ટીનાએ કહ્યું ...
બોલ ..
જોકે આ ભાય રિસાવમાં અવ્વલ
પણ મનાવવાનું બૌ ફાવતું નૈ...
છતાં વિચિત્ર પ્રયાસ
કર્યો...
ટીના ,મે તને રોકવા માટે નથી રોકી...
ટીનાને એક ક્ષણમાં આનંદ બીજી ક્ષણમાં ફાળ પડી ‘ને ત્રીજીજ ક્ષણે મનમાં હસવું આવ્યું ...
ટીના મનોમન બોલી.
અક્કલ વગરનાને શું બોલે
છે એનુય ભાન નથી , ને કહે છે.કે,
મે તને રોકવા માટે નથી
રોકી, બુધ્ધું , આને રોકી ના કહેવાય તો બીજું શું કહેવાય....
ક્ષણ ભરમાં એક સાથે ત્રણ
અલગ અલગ સ્થિતિમાથી ટીના પસાર થઈ ...
હજુ ટીના પાછું ફરીનેજ
ઊભી હતી...
તે ચૂપ જ રહી...
ટીના.. તું સાંભળે છે
ને...?
ટીના સાવ ધીમેકથી બોલી, હાં... !
જો ટીના મે તને
રોકવામાટે નથી રોકી...
ટીનાને ફરી મનોમન હસવું
આવ્યું અને ગુસ્સો પણ તો શેના માટે રોકી હશે ..
ટીનાને મનમાજ આ સવાલ થયો
..
ટીના જતાં પહેલા મને તું
મારા છેલ્લા સવાલનો જવાબ દેતી જા....
હવે ટીનાને સમજાઈ ગયું
આને માત્ર સવાલ જવાબનીજ ફિકર છે ..
હવે મને મૂરખને સમજાય છે
કે, ખરેખર એ સાચુજ બોલતો હતો.કે .
જો ટીના હું તને રોકવા
માટે નથી રોકતો ..
હાં એણે મને માત્ર
પોતાને થયેલા સવાલનો જવાબ જાણવાજ રોકી છે..
ટીનાની આંખો ફરી પલળી ગઈ
...
ટીના તું ભલે મારી સામે
ના જુવે આમેય સાંભળવાનું તો કાનને જ હોય છે ને...!
મારે પણ બોલવા માટે મો જ
ખોલવાનું હોય ને... !
એટલે તું સામે જો એવો
આગ્રહ હું નહીં રાખું... !
ફરી ટીના દ્વિધા ગુસ્સો
અને હાસ્ય ત્રણ સ્થ્તીતિમાથી પસાર થઈ ...
કેટલું ખેંચે છે
વિચિત્ર વિચિત્ર બોલે છે.
સાંભળવાનું તો કાનને જ
હોય છે ને...!
મારે પણ બોલવા માટે મો જ
ખોલવાનું હોય ને..!
ટીના મનમાં રિપીટ કરે
છે..
હાં તો ટીના જતાં પહેલા
મનેમારા આ સવાલનો જવાબ દે..
ટીના શબ્દમાં વજન દઈને
કહે ...
હાં ! બોલ.!!
ટીનાની સવાલ સાંભળવાની
ઉત્સુકતા એના ભાર પૂર્વક બોલાયેલા શબ્દો –
હાં ! બોલ !! માં વર્તાઇ
આવતી હતી..
જહાં તો ટીના.. જ્યારે
તે મને કહ્યું કે મને તારા હોવા ના હોવાથી કશોજ ફર્ક નહીં પડે. !
ટીના ધીમેકથી હં,
અને પછી તું પગ પછાડતી
ચાલી જતી હતી ત્યારે...
મે જોયું કે તું...
હવે રહી રહીને અનંત ના
ગળે ડૂમો બાજયો ....
ટીના હજુ પણ પાછું
વાળીને દરવાજાની તરફજ મો રાખીને ઊભી હતી..
તું ,, કહીને અટકેલો અનંત ડૂમાના હિસાબે અટકી ગયો
એટલે
અનંત સામે જોયા વિના જ
ટીનાયે પૂછ્યું
શું..!
જ્યારે તું દરવાજા તરફ
જતી હતી ને ...
હે , ટીના તને કૌ છું તું સાંભળે તો છે ને ભલે
સામે ના જો પણ ...!
ગળે બજેલો ડૂમો અને
કપકપાતા હોઠ અનંતને બોલવામાં અવરોધ પેદા કરતાં હતા...
ત્યારે ...મે જોયું કે
..
હવે ટીનાને પણ અનુભવાયું
કે અનંતનું ભીતર ભરાઈ ગયું છે ..
જો નજર મિલાવશે તો પોતે
જાતને રોકી નહીં શકે એમ વિચારી બિચારી ટીનાએ ..
માંડ માંડ જરાક ડોક ફેરવી ત્રાસી નજરે અનંત સામે જોયુ...
તો જોયું , અનંતનું લાલઘૂમ થઈ ફૂલી ગયેલું ડાચું ...
જોયા પછી તો ટીનાની દશા પણ જોયા જેવી થઈ ગઈ ...
ટીના પણ રોવા જેવી થઈ ગઈ
તેમ છતાં હોઠ ભીસીને
ટીનાએ અટકી અટકીને બોલતા અનંતને કહ્યું
પણ શું.. જોયું તે... ?
કૌ છું પણ જો ટીના તું
.. .
સાચું કહેજે હો ખોટું નો
બોલતી ..!
તું જતી હતી ત્યારે મે
જોયું કે ..
હું તને એમ પૂછું છું ટીના
કે જો તને કશોજ ફરક ના પાડવાનો હોય તો,,.
તારી આંખો કા તગતગી..
તું કા રડતી તી ?
હવે ટીનાથી ના રહેવાયું
પાછું ફરીને ટીનાએ અનંત સામે જોયું તો અનંત નીચું મો ઘાલીને બેઠોતો ..
તેના ગોઠણ ભીંજાઇ રહ્યા
હતા તેને ખબર નથી કે રીટા તેની સામે ઊભી છે ...
એ તો હજુ એનો અધૂરો સવાલ
પૂછવા મથી રહ્યો છે..
તો ટીના મને ખાલી એટલું
કે’,,કે તું સાચી કે તારી આંખો ...
જરાક માથું ઊંચું કરીને
અનંતે ટીના સામે જોઈને ફરી પૂછ્યું ..
સાચું કહેજે ટીના તું
બોલી તી એ સાચું ?
કે તારી આંખો બોલે એ
સાચું...?
બોલ ટીના બોલ તું સાચી કે
તારી આંખ,,,?.
સાચું બોલ, કોણ સાચું ?
તું સાચી કે,તારી આંખું ?
છોડી જવાની વાત કરી બે -
હોઠના એ બોલ સાચા કે આંશું
?
બોલ ટીના બોલને હવે...
છોડી જવાની વાત કરી એ-
હોઠના બે બોલ સાચા કે આંશું ?
અને ટીના નું ક્યારનું દબાયેલું
રુદન ઊછળી ને આંખ વાટે અનરાધાર વહેવા લાગ્યું...
ટીના રડી પડી અનંતના
ખોળામાં ઢળી પડી ને અનંતને કહેવા લાગી ...
તારી આંખો બોલી એ સાચું ...
અનંત તારી આંખો બોલી
એજ સાચું....
બ્લાસ્ટ:-
.”અજ્ઞાની” આ ત્રણ અવસ્થામાં માણસ પોતાને સાચું
બોલતા રોકી નથી શકતો
નશામાં , ગુસ્સામાં અને પીડામાં માણસ મોટા ભાગે સાચું જ બોલતો હોય છે “
“અજ્ઞાની”
.jpg)



.jpg)
.jpg)
No comments:
Post a Comment