ભાગ 16
છેલ્લી ઘટના ....
ઘોઘી પોતાની મસ્તીમાં ચાલતા ચાલતા ઘોઘાને કોઈ પ્રશ્ન કરે છે.
ઘોઘા તરફથી કોઈજ ઉતર ના આવતા પાછું ફરીને જુવે છે ...
તો ઘોઘો ગાયબ .....
આગળ ..
ઘોઘીને ધ્રાસ્કો પડ્યો ઘોઘો ક્યાં ગ્યો ?
ઘોઘીએ પાછું વાળીને જોયું તો ચોંકી ....???
ઘોઘો દૂર એક વૃક્ષની ઓથે લપાઈને ઊભો છે. જાણે કશુક જોતો હોય એમ.
ઘોઘી જડપ ભેર ઘોઘા ભણી બબડતી ચાલે છે .
લે ! આ જો અક્કલ વગરનો ઝાડ પાછળ લપાઈને શું જોતો હશે ???
સાવ પાગલ છે. કહેતો પણ નથી ને જ્યાં ત્યાં ઊભો રહી જાય છે.
જિજ્ઞાસુ, વૈજ્ઞાનિક. તેમાં નક્કી વળી કઈક નવું સશોધનં કરતો હશે ..
કોણ જાણે સુય હશે જઈને જોઉં, પૂછું તો ખબર પડે.
આમ બબડતી ઘોઘી જડપભેર ઘોઘા તરફ જાય છે.
ઘોઘો ઝાડ પાછળ લપાઈને ઊભો છે ત્યાં જતાં જતાં ઘોઘી બૂમ પાડે છે.
ઘોઘા... એ..ઘોઘા .... ઝાડ પાછળ લપાઈને શું જુવે છે ?
ઘોઘો સાંભળતો નથી. ફરી ઘોઘી જરા ઊંચા સાદે ટપોરી માફક બોલી.....
ઓ... યે.." હરતી ફરતી પ્રયોગ શાળા .." ત્યાં શું દાટું છે તારું....?
ઘોઘો જે જુવે છે , તે જોવામાં તલ્લીન છે.
તેથી ઘોઘી બૂમ પાડે છે છતાં ઘોઘાને કશું સંભળાતું નથી.
એક ધ્યાનમાં અને બીજું જ્યારે બે ધ્યાન હોઈએ ત્યારે આવું થતું હોય છે.
કોઈ સાવ પાસે આવીને બોલે તો પણ ના સંભળાય ...
અને દૂર રહીને કોઈ ભીતરથી સાદ કરે તો પણ સાવ પાસે ઊભી કોઈ બોલ્યું હોય એવું લાગે.
એવિ જ રીતે જ્યારે વિચાર મગ્ન હોય ત્યારે જે નજર સામે ઊભું હોય તોય ના દેખાય ...
અને કોઈ દૂર દૂર હોવા છતાં તેનો ચહેરો નજર સામે તરવરે...
ઘોઘાની પણ કઈક આવીજ સ્થ્તિ છે ...
ઘોઘો વૃક્ષની ઓથે લપાઈને કશુક જોવામાં લીન તલ્લીન છે.
ઘોઘી ઘોઘાની સાવ લગોલગ પહોંચી તેને પાછળથી પીઠમાં ધબ્બો મારીને...
ઓયે.... પાગલ...બહેરો થઈ ગયો છે કે ?
ઘોઘો હલબલી જાય છે.. પડતાં પડતાં રહી જાય છે .
ઘોઘાને જોરદાર ગુસ્સો આવે છે. છતાં ગુસ્સો ભીતર ધરબીને ...
ઘોઘી આગળ કશું બોલવા ત્યાં જ....
પાછું ફરી ક્ષણિક ઘોઘી સામે નજર કરી .
નાક પાસે આંગળી રાખી, ઘોઘીને ચૂપ રહેવાનો ઈશારો કરતાં હળવેકથી સિસકારો કરે છે ....
સી.ઇ.ઇ.ઇ.ઇ..સ. ચૂપ રે...કાગડી .....
અને ફરી જે કઈ જોતો હતો, તે જોવામાં તલ્લીન થઈ જાય છે...
ઘોઘી ગુસ્સે થઈને....
‘અલ્યા પણ કહેતો ખરો કે તું ત્યાં જુવે છે શું ?’
ઘોઘો એકદમ છંછેડાય જાય છે. પણ ફરી ગુસ્સો દાબી સાવ
ધીમેકથી અવાજદાબીને બોલે છે.‘ચુપ.રે...ને યા...ર...’..
(ક્રમશ)

No comments:
Post a Comment