નિજમાં મસ્ત ...
નિજમાં વ્યસ્ત ...
નિજાનંદી ઘોઘો થોડી વેદના, થોડી પીડા , થોડા આંસુ પીઇ 'પચાવીને ...
ફરી હતો એવોને એવો અક્કલ મઠો થઈ ગ્યો .
સમયની એરણ પર ટિપાઈ ટિપાઈને દૂ:ખ ને સુખમાં ,
આસું ને હાસ્યમાં અને પીડાને આનંદમાં પલટાવતા ઘોઘાને ફાવી ગયું હતું..
ઘોઘાની પરિસ્થિતી પલટવાની કળામાં ઘોઘીનો હાથ સાથ પણ ઓછો ન હતો જોકે !
સંબંધને કોઈ પણ જાતનું નામ આપ્યા વગર ઘોઘાની ખોલીની બાજુમાં રહેતી ઘોઘી ...
અક્કલના ઓછા ઘોઘાને બરાબર નિભાવી રહી હતી...
સામે પક્ષે ઘોઘો સાવ બે દરકાર , બે શરમ , બે ફિકર હતો ...
સવાર સવારમાં....
मैं जिन्दगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुंएँ में उडाता चला गया
बरबादीयों का सोग़ मनाना फिजूल था
बरबादीयों का जश्न मनाता चला गया
जो मिल गया उसी को मुकद्दर समझ लिया
जो खो गया मैं उस को भुलाता चला गया
गम और खुशी में फर्क ना महसूस हो जहाँ
मैं दिल को उस मकाम पे लाता चला गया....
https://www.youtube.com/watch?v=fq1Oc2H8Jfg
આ ગીત લલકારતો લલકારતો ઘોઘો ....
સોફાને અઢેલીને એજ બાદશાહી થી સામે પડેલી ટીપોટ પર પગ લંબાવી બેઠો છે..!
અને ગોરી, નમણી.દૂબળી,પાતળી ઘોઘી ચાય લઈને આવે છે !
આવ આવ ઘોઘી ભંગાર ચાય લાવ એટલે નશો ઉતારું ....
ઘોઘા એ અવળા નાટક ચાલુ કરી દીધા...
પેલા ટીપોય પરથી પગ હટાવ...! ઘોઘીએ હુકમ કર્યો...
પગ નૈ હટે ...! ટીપોય પરથી પગ નૈ હટે...! ચાય હાથમાં લાવ ..
ઘોઘીને ભાવતું તું ને વૈદે કહ્યું દોડવું 'તું ને ઢાળ મળ્યો ....
આમ તો ક્યારેય બાજુમાં બેસવા નૈ દે બીકણ તેમાં ...!
આજ માંડ મોકો મળ્યો છે બાજુમાં બેસવાનો !
છો પગ ના હટાવે ટીપોય પરથી.....
આમ વિચારી મનમાં હરખાતી ઘોઘી બોલી "લે પકડ !"
ચાયનો કપ ઘોઘાના હાથમાં થમાવી ઘોઘી ઘોઘાની બાજુમાં બેસી ગઈ...
અને ઘોઘો સાથળ સંકોરી ઊભો થઈ ગ્યો ...
ચાલતા ચાલતા ચાયની ચૂસકી ભરી ઘોઘો બોલ્યો ...
ચિંટિયો હે ! ચિંટિયો ભરવો છે તારે કા! એ પણ સવાર સવાર માં ....
ઘોઘી ની આદત ....
ઘોઘો બૌ અવળો ચાલે , કે પોતાના પ્રશ્નોનાં સીધા જવાબ ના આપે કે પછી મોકો મળે ,
એટલે ઘોઘાની સાથાળનો વારો ચડે...!
અત્યારે ઘોઘીનો એવો કોઈ ઇરાદો નહોતો જોકે , એટલે ...
ઘોઘી કહે અરે ના ..રે... ઘોઘા હું કાય નૈ કરું બસ તું બાજુમાં તો બેસ ....
મારે તને 'કામ'ની એક વાત કહેવી છે ...!
ઘોઘો ચોંકયો !!! ચોંકી ગયેલો ઘોઘો જ્યાં ઊભો હતો ત્યાજ ચોંટી ગયો ...
ઘોઘાનો ચાયનો કપ પકડેલો હાથ ધ્રૂજયો...
કપમાથી થોડી ચાય છલકાઈ ને ઢોળાઈ હવે ડબલ ડર્યો....
નક્કી ધોલાઈ થશે ! કેમકે , ચાય ઢોળાઈ છે ! પટમાં ,
અને પટ ગંદો થયો છે ! ગંદકી ઘોઘીને ગમતી નથી !
ઘોઘો ચાય પીએ અને થોડી ઘણી ઢોળાય ના હોય એવિ ઘટના કદિ' ઘટી નથી ...
ઘોઘો મનમાં વિચારવા લાગ્યો 'કામની' ! શાસ્ત્ર કે, સસ્ત્ર ! કઈ વાત હશે !?
થોડી ક્ષણ તો ઘોઘાને મનમાં ચિટિયો ચચર્યો ને અનાયાસે જ હાથ સાથળ પર ફર્યો ....
આજ તો માર્યા ઠાર.... આજે નકી હવે કઈક બબાલ થશે...
ઘોઘી ઘોઘાના ચહેરાની દયામણી હાલત,
અને સાથળ પર હાથ ફેરતો જોઈ ખીલ ખીલ હસી ...
અરે ..રે ઘોઘા....શું આટલું બધુ ડરે છે ! ને વિચારે છે !
હું ચિંટિયો નૈ ભરું યાર ..! જલ્દી અહી આવ ! પાસે બેસ !
મારે તાને 'કામ' ની વાત કરવી છે ....ઘોઘી એ વિનંતી ભર્યા સ્વર પર ભાર મૂકીને કહ્યું.
હા તો કૈ દે કૈ દે ! ઘોઘો સામેની દીવાલને અઢેલી ચાય પિતા પિતા બોલ્યો ...
ઘોઘાને એમ કે પોતે સવાર સવારમાં ઘોઘીની સારી મસાલેદાર ચાયને ભંગાર કીધી છે...
કદાચ એટલે હવે ઘોઘી તેનો બદલો લેશે જ અને ,
મોકો મળ્યે પોતાની નાજુક પાતળી આંગળીનો ઓજાર યાની ....
સસ્ત્ર તરીકે ઉપિયોગ કરશેજ અને સાથળ પાછી લાલ લાલ ...
જૂના અનુભવ ખરાને એટલે ઘોઘો ઘોઘી પાસે બેસતા બૌ બિવે ....
અરે પણ અહી તો આવ મારે તને કાનમાં વાત કહેવી છે ....
લંબિત સૂરમાં ઘોઘો બોલ્યો ...
ના.... વો.... પછી તું કાન આમળે તો ! તારી આંગળી બૌ જોખમી છે ...!
અરે યાર...! તારા ગાળાના સમ બસ ,
કાય નૈ કરું હું તને ..આજે ચીંટિયો નૈ ભરું હું તને ભરોશો રાખ !
ઠીક છે ઠીક છે આવું છું એમ કહેતો ઘોઘો ચાયનો ખાલી કપ ટીપોય પર મૂકી ,
ઘોઘી થી છેટો સોફાના બીજા ખૂણે બેસી ગ્યો...
બોલ ! શું કહેવું છે તારે ....!
ખીલ ખીલ હસ્તી ઘોઘી કહે , ખાય નૈ જાઉં કૈ તને ઘોઘા ..! જરા કાન તો નજીક કર...
ખાલી કાન કેમ નજીક કરું..! ફોલ્ડિંગ નથી કૈ ! વાત કરે છે ....
ઘોઘો ગુસ્સાયો ....
મનમાં મલકાતી ઘોઘી બોલી.
અરે પણ તો કાન સમેત મો નજીક લઈ આવને કોણ ના પાડે છે ...!
મો પણ કઈ ફોલડિંગ નથી .... ઘોઘા એ ભોળી મસ્તી કરી .....
હવે ઘોઘી ગુસ્સે થઈ ....
ઘોઘાનો સર્ટ ખેંચીને બાજુમાં બેસાડતા બોલી
અક્કલ વગરના...
તો ક્યારની કૌ તો છું તું નજીક મર..!
નાક,કાન,આંખ હોઠ મો હાથ પગ સમેત આખે આખો અહી ગુડા ને ...
ઘોઘી ગુસ્સે થઈ એક એક સ્વાસે બોલી ગઈ ...
હાં પણ, હવે તે બેસાડી તો દીધો, હવે જે કહેવું હોય એ શાંતી થી કે ને..!
એમાં આટલી ચિલ્લાઈ છે શું કાનમાં ... ચિંટિયાથી ડરતો ઘોઘો ભોળા ભાવે બોલ્યો ।
તારે વાત કરવી હતી કે પછી...
ઘોઘો આગળ કૈ બાફે એ પહેલા ઘોઘીએ ઘોઘાના મો પર હાથ દાબતા ...
ચૂપ ! ચૂપ ! ચૂપ ! ખબરદાર જો હવે એક શબ્દ પણ બોલ્યો છે તો ...
ઘોઘી ઘોઘાને જોરદારની વઢિ.
ઘોઘો શાંત થઈ ગયો ...
ઘોઘી ઘોઘાની બાજુમાં સરકી 'ને ઘોઘાના કાન પાસે પોતાનું મો લઈ ગઈ ...
ઘોઘાએ ચિંટિયાની ભીતિએ ભીંસીને આંખ મીંચી દીધી ...
અને કાન નજીક કર્યો...
ઘોઘી મો ઘોઘાના કાન પાસે લઈ ગઈ .
એક ક્ષણ તો ઘોઘીને ઘોઘાના કાનમાં બટકું ભરવાનું મન થઈ ગયું ...
પણ મનોમન હાલ પૂરતું મુલતવી રાખ્યું ....
અને માત્ર કાનમાં જે કહેવાનું હતું એ કહ્યું ...
ઘોઘીએ ઘોઘાને કાનમાં કઈક વાત કીધી ....
આખરે એવિ શું વાત હતી ?
જે ઘોઘાને કાનમાં કહેવી પડી ...!
એતો હવે કાલેજ ખબર પડે....:)
No comments:
Post a Comment