Mon, Jul 22, 2013
4 YEARS AGO TODAY
Sun, Jul 22, 2012
વર્ષો પહેલા જ્યારે કઈ ના સુજતું ત્યારે....
અનંત પોતાની આત્મકથા લખતો....
વેર વિખેર... અસ્ત વ્યસ્ત .... છૂટા છવાયા ...
પડેલા અનંતના અસ્થિ પિંજર સમા કાગળિયા ઉકેલતા મને ...
એમાનો એકજ કાગળિયો મળ્યો ....
જે આ રહ્યો...
અનંતની આત્મ કથા ....
(1) મારે બન્ને સાથે જોઇયે.....!
*********************************
ના નહીં...! બિલકુલ નહીં.
*********************************
ના નહીં...! બિલકુલ નહીં.
હવે હું કોઈ એકને જ સાથે નહીં રાખું .
કે ના તો હવેથી હું કોઈ એકની સાથે રહીશ. .
જો રહીશ તો બન્નેની સાથે જ રહીશ.
અને એ બન્ને ને હું સાથે રાખીને જ જંપીશ.
મે બન્ને સાથે વારા ફરતી રહી જોયું છે અને અનુભવ્યું કે,
કોઈ એકની હાજરી વખતે મને બીજીની ગેરહાજરી ખૂંચતી રહી...
એકની હાજરીમાં બીજીની કમી મહેશુશ થતી રહી...
પેલી હતી. જે દિવસ રાત મારી સાથે પડછાયાની માફક રહેતી.
દિવસભર મને વીંટળાય રહેતી અરે, રાત રાતભર એ મને જગાડતી.
એ સતત સતત સતત પ્રેમ પ્રેમ બસ પ્રેમ જ માંગતી.
પણ હુ લાચાર મજબૂર કરું તો શું કરું...
મારી પાસે પ્રેમ હોય તો આપું ને ?
જરાક ઓછપ આવે કે તુરંત ફરિયાદો કરતી,
મને પીડતી. અને હું એનાથી ખુબજ તંગ આવી જતો.
અને ત્યારેજ...! મારી સામે એની બીજી બહેન આવતી જે મને આકર્ષતી.
એ બંન્ને ક્યારેકજ ! સાથે રહેતી એ બન્ને વચ્ચે બહુ બનતી નહીં.
"એક હોય ત્યાં બીજી ના હોય."
'ને પછી હું પણ ધીરે ધીરે એની તરફ આકર્ષાવા લાગ્યો ખેંચાવા લાગ્યો ....
અને ત્યાર બાદ એના કારણે મારી પરિસ્થિતિમાં,
અને મારામાં પણ પરીવર્તન આવવા લાગ્યું....
હું પેલી કરતાં આની સાથે વધુ ખુશ રહેવા લાગ્યો
પહેલા કરતાં ખૂબ આનંદમાં જીવવા લાગ્યો ...
અને, પેલી જે દિવસ રાત પડછાયા માફક મારી પાસે રહેતી ...
તેના પર હું ગુસ્સે થવા લાગ્યો....
ઘણી વાર ગુસ્સામાં કહી પણ દેતો 'તું મારો પીછો છોડ.....!'
દિવસ રાત પડછાયા માફક સાથે ને સાથે રહે છે...!
કદીક તો છૂટો મૂક ! મને..!
અને ....
એક દિવસ રિસાયને કે પછી મારી ખુશી ખાતર ....
એણે ખૂબ સિફતથી મારો ત્યાગ કર્યો....
એ મને છોડીને ચાલી ગઈ....(ક્રમશ)
"અનંત"
આજે અચાનક તું યાદ આવી .
********************
********************
આપણે મળ્યાની પ્રથમ ક્ષણ.
યાદ હશે જ કદાચ તને પણ.
યાદ હશે જ કદાચ તને પણ.
હું પણ તને ભૂલી નથી શક્યો.
ભૂલી નહીં જ હો તું મને પણ.
ભૂલી નહીં જ હો તું મને પણ.
એ તારું મને,
અને,
મારુ તને
એકાંતે મળવું.
'ને છતાએ પાછું,
એકલું જ ટળવળવું .
મળવું ને હસવું છૂટા પડીને રડવું
અને છેલ્લે ...
છેલ્લી મુલાકાત વખતે ...
આપણે બન્ને ...
મળ્યા ત્યારેય આંખો ભીની હતી....
અને છૂટા પડતી વખતે તો,
ગળે બાઝેલો ડૂમો પણ છૂટ્ટો પડી ગયેલો ...
શું એ બધુ યાદ છે તને ....?
"અનંત"ભૂલ્યો નથી એ 'અંતિમ' ક્ષણ.
વિશ્વાસ છે ભૂલી નહીં જ હોય તું પણ.
વિશ્વાસ છે ભૂલી નહીં જ હોય તું પણ.
"અનંત"




No comments:
Post a Comment