
Katira Paresh with Rafik Kazi and 6 others.
વર્ષો પહેલા ...
અનંત ને પ્રેમમાં પાડી પછાડીને ચાલી ગયેલી એની ચહિતીએ ...
જ્યારે આંટો દેવા આવી ત્યારે ...
એકલા પડી ગયેલા અનંતને
એજ ખૂણામાં જ્યાં કદિ એ બંને મળતા ...
ત્યાજ એકાંતમાં બોલાવ્યો ...
ઈચ્છા ના હોવા છતાં અનંત ખબર નૈ કેમ ત્યાં ગયો ...
ત્યારે પેલીએ અનંતને પૂછ્યું ...
હે અનંત
શું હજુય તને યાદ આવું છું હું ?
જવાબમાં ...
તગતગતી આંખો અનંત મૌન...
અને ફરી પેલી પૂછે છે ...
બોલને અનંત તને થયું છે શું ?
કઈ નૈ એમ કૈ,
ચૂપ ચાપ એક ઊંડો ઘાવ લઈને અનંત ....
એકાંતમાં ચાલ્યો જાય છે ...
અને બસ એજ ફાટેલ તૂટેલ કાગળિયાની હોડીમાં બેસી ...
કલમના હલેસે ખુદને તારવા ઉગારવાનો પ્રયાસ કરે છે ...
હાં કાગળની હોડીને કલમ ના હલેસે હંકારવાનો પ્રયાસ કરે છે ...
પણ કાગળની હોડી ક્યાં સુધી તરે ...
આખરે ડૂબી જાય છે ...!
અનંત.....
યાદોમાં ...
મને કશું જ યાદ નથી. હું બધુજ ભૂલી ચૂક્યો છું.
**********************************************
ઝખ્મો જૂના જૂના રહી રહીને દુજે છે.
લાખ કોશિશ કરી તોય ક્યાં એ રૂઝે છે.
દિલાસાઓ આપે છે અહી બધા મને.
ભીની આંખો મારી ક્યાં કોઈ લૂછે છે.
ભીની આંખો મારી ક્યાં કોઈ લૂછે છે.
જાણું છું. એ નહીં આવે કદી.તો પણ,
પાગલ આંખો સપના એનાજ જુવે છે.
પાગલ આંખો સપના એનાજ જુવે છે.
ફરી પાછી એજ ઘટના યાદ આવે છે.
ત્યારે ભીતર કઈ કાંટા જેવુ ખૂંચે છે.
ત્યારે ભીતર કઈ કાંટા જેવુ ખૂંચે છે.
બીજ વાવી ગઇ ’તી એ કદી પ્રેમનું.
આંખો વરસતા કૂંપણ એમાં ફૂટે છે.
આંખો વરસતા કૂંપણ એમાં ફૂટે છે.
બંજર આ હ્રદયમાં ફૂલ નથી ખિલતા.
પણ હવે દર્દ ભરી એક કવિતા ઊગે છે.
પણ હવે દર્દ ભરી એક કવિતા ઊગે છે.
‘ને એક’દિ અચાનક એ આવીને મને પૂછે છે.
"અનંત"
શું હજુય તને યાદ આવું છું હું ?
બોલને અનંત તને થયું છે શું ?
બોલને અનંત તને થયું છે શું ?
ઝખ્મ દેનાર જ મને ઝખ્મ વિષે પૂછે છે,
ત્યારે ઉદાસ નજરો જવાબ આપે છે.
બાકી શું રહ્યું ? કે હજુ શું તું ઈચ્છે છે ?
લૂટવા સમું તુંજ લૂંટી ગઈ કેમ ભૂલે છે.
લૂટવા સમું તુંજ લૂંટી ગઈ કેમ ભૂલે છે.
“અનંત”તૂટી ચૂકેલા ખંડરમાં હવે ફકત
તારી યાદો ના ચામાચિડિયા ઊડે છે.
************************************
"અનંત"
*બ્લાસ્ટ*
એક દિ' કાગળ ફરિયાદ કરે છે ....
અનંત મારી છાતીમાં ચીરા પડે છે ...
જ્યારે જ્યારે તું મારી છાતી પર લખે છે ...
અને ઉપરથી તારા ખારા ખારા આસું ...
મને ઊંડે ઊંડે ખૂબ બળતરા ઉપડે છે
બસ કર અનંત બસ કર ...
મુજપે એસા સિતમ મત કર...
અનંત તું કુછ ભી કર મગર...
મેરી છાતી પે લીખના બંધ કર ...
************************************
"અનંત"
*બ્લાસ્ટ*
એક દિ' કાગળ ફરિયાદ કરે છે ....
અનંત મારી છાતીમાં ચીરા પડે છે ...
જ્યારે જ્યારે તું મારી છાતી પર લખે છે ...
અને ઉપરથી તારા ખારા ખારા આસું ...
મને ઊંડે ઊંડે ખૂબ બળતરા ઉપડે છે
બસ કર અનંત બસ કર ...
મુજપે એસા સિતમ મત કર...
અનંત તું કુછ ભી કર મગર...
મેરી છાતી પે લીખના બંધ કર ...
"અનંત" તું લીખના બંધ કર....

No comments:
Post a Comment