ઘણું બધું ભૂલવાડી દે છે સમય ...
અને ભુલાય પણ જાય છે ઘણું બધું ...
પણ !
જ્યારે એના જેવીજ એટલેકે પહેલા બની હોય એવીજ !
કોઈ સારી કે માઠી ઘટના બને ત્યારે...
ભૂતકાળમાં જીવનમાં બનેલી
સારી માઠી ભુલાય ચુકેલી બધીજ ઘટનાઓ
એક સામટી યાદ આવી જતી હોય છે !
હાં હું મૂર્ખ છું !
અને,
મને મારા મૂર્ખ હોવાનો ગર્વ છે !
કમસે કમ મુર્ખાઓમાં કોઈને છેતરવાની બુદ્ધિ તો નથીજ હોતી !
તને મને મૂર્ખ કહેવાનો આનંદ આવ્યો !
અને મને મારા મૂર્ખ હોવા પાર ગર્વ થયો !
વર્ષો પહેલા ભાઈબંધ અનંત ને એની કોઈ ચહીતીએ
સીધે સીધું જ કહેલું અનંત તું સાવ કરતા સાવ મૂર્ખ છે !
આ વર્ષો પહેલાની ઘટના મને એટલેજ તરતજ અને ત્યારેજ યાદ આવી ગઈ !
જ્યારે આજે મને પણ કોઈ અજાણી સ્ત્રીએ વિશિષ્ટ ભાષામાં મૂર્ખ કહ્યો !
ત્યારે હું પણ ખુબ ખુશ થયો !
અને મારી આ ખુશીનું કારણ માત્ર ને માત્ર મારા બંને ભાઇબંધો છે
કોઈએ મૂર્ખ કહ્યા પછી પણ મને જે આનંદ થયો એ ,
અનંત અનહદ આનંદ વર્ષો પહેલા ભઈબંધોએ આપેલા બોધને આભારી છે !
જ્યારે અનંતને પહેલીજ વાર એની કોઈ ચહીતીએ મૂર્ખ કહ્યો ત્યારે ....
અનંત ખુબ ગુસ્સે થઇ ગયેલો અને પોતે મૂર્ખ નથી બલ્કે બુદ્ધિ શાળી છે
એવું સાબિત કરવા ખુબ દલીલો કરેલી
ત્યાર પછી જ્યારે હું ત્યાં ખંડેર પાર રાત્રે ચાય લઈને ગયો ત્યારે....
ચાય પિતા પિતા અનંત ગુસામાં એજ બબડાટ કરતો હતો !
ત્યારે અજ્ઞાનીએ અનંતને સમજાવતા કહ્યું।
અનંત તું નાહક ગુસ્સે થાય છે !
હસતા હસતા અજ્ઞાનીએ કહ્યું ...
ખરેખર તો તારે અનંત ખુશ રહેવું જોઈએ અને મૂર્ખ હોવાનો ગર્વ લેવો જોઈએ
અજ્ઞાનીની વાત સાંભળી હું અવાચક થઇ ગયો
અને અનંતનો પીયાલીને હોઠ તરફ લઇ જતો હાથ પણ અટકી ગયો !
અને ,
શું ગાંડા જેવી વાત કરે છે તું અજ્ઞાની કોઈ આપણને મૂર્ખ કહે સમજે
એમાં ખુશ થવાનું !? અને ગર્વ પણ લેવાનો !?
હાં !
અજ્ઞાનીએ કહ્યું બિલકુલ ગર્વ લેવા જેવીજ આ બાબત છે અનંત !
એ કઈ રીતે મેં અજ્ઞાનીએ પૂછ્યું
બે સમજ !
મને એમ કે અજ્ઞાનીએ મને બે સમજ કહ્યું
બે સમજ એટલે ના સમજ એવોજ અર્થ થાય આમ તો જોકે
પણ આજ્ઞાનીએ કૈક જુદાજ અર્થમાં કહેલું એ તો મને
જ્યારે એણે આગળ વાત કરી છેક ત્યારે સમજાયું .
અજ્ઞાની એ કહ્યું બે સમજ હોય છે અર્થાત બે પ્રકારની સમજ
એક સમજ આ પારની બીજી સમજ પેલે પારની
સમજની પેલે પર પણ એક સમજ હોય છે !
આ વાક્ય અજ્ઞાની બોલ્યો કે તરજ આના પહેલા એકવાર
વિચારો વિષે જ્યારે વાત ચાલતી હતી ત્યારે આજ્ઞાની આવુજ એક
વાક્ય બોલેલો એ મને યાદ આવી ગયું .
એટલે તરતજ મેં કહ્યું .
આજ્ઞાની આવુજ અગાઉ કાંઈક તે કહેલું કે ,
વિચારને પેલે પાર પણ એક વિચાર હોય છે !
તને યાદ છે !?
અજ્ઞાની એ કહ્યું હાં એના જેવીજ આ વાત છે !
પણ ફર્ક બેઉમાં એટલોજ છે કે વિચારો નિજી પ્રક્રિયા છે !
જ્યારે સમજ સામાજીક ક્રીયા છે !
અજ્ઞાનીની આ અઘરી વાત ખરેખર મને સમજાતી જ નહોતી !
એટલે મેં અનંત સામે જોઈને કહ્યું લ્યા તને કઈ સમજાય છે ?
અનંતે ચુપચાપ ડોકી ધુણાવી હા કહી !
મારા વચ્ચે બોલવાથી અજ્ઞાનીએ મને ટોકતા કહ્યું
પરીયા વચ્ચે ના બોલ !સંધાયેલો તાર તૂટી જશે !
તો આગળની વાત જેમ અગાઉ ઘણી વાતો અધૂરી રહી છે તેમ
આ વાત પણ કાયમ માટે અધૂરી રહી જશે !
અનંત આ વાત જાણતો હતો એટલેજ કદાચ ચૂપ રહ્યો
અને મારા સવાલના જવાબમાં માત્ર ડોકી ધૂણાવેલી .
હું નાદાન ત્યારે ના સમજી શક્યો પણ સમજાયું એટલે મેં અજ્ઞાનીએ કહ્યું
હાં ઠીક છે હવે હું એક પણ શબ્દ નહીં બોલું બસ તું બોલ !
અજ્ઞાનીએ બગાસું ખાતા કહ્યું પરીયા હવે મને ઊંઘ આવે છે !
અરે ઊંઘ તો તારા પહેલાની મને પણ આવતી હતી
પણ તારી વાત સાંભળવા જ જાગતો હતો
હાં પણ જેને વાત કહેવાની છે જેને સમજાવવાનું છે એ અનંત તો
આપણા પહેલાનો ક્યારનો ખુરશી પરજ ઊંઘી ગયો છે !
મેં અનંત સામે જોયું પછી ઉભા થઈને એની નજીક જઈને જોયું
પછી અજ્ઞાનીને સામે જોઈને કહ્યું ,
હાં યાર આ તો સાચે સુઈ ગયો છે !
અજ્ઞાની કહે હા તો હવે તું પણ ઘેર જઈને સૂઈજા !
મેં કહ્યું અરે પણ પેલી અધૂરી વાતનું શું !
પરીયા હવે આમેય તાર તૂટી ગયો છે !
તું શું કરવાનું હવે !
મારે પણ મૂર્ખ હોવામાં ગર્વ લેવા જેવું શું છે એ જાણવું હતું !
અત્યારે ઘેર જઈને સુઈ જા પરીયા આવતી કાલે
રાત્રે આપણે ફરી મ્માલવાનુંજ છે ને !
હિસાબમાં હશે તો ફરી તાર સંધાશે તો વાત આગળ ચલાવીશું !
અરે યાર ... મેં નિરાશ સ્વરે કહ્યું ખબર નૈ કાલે તાર જોડાશે કે નૈ !
અજ્ઞાની એ કહ્યું પરીયા ચીંતા ના કર
જેવી આજ છે એવીજ જિજ્ઞાસા કાલ સુધી તારામાં ટકાવી રાખજે
જો તું આજ જેવીજ જિજ્ઞાસા સાથે કાલે આવીશ તો
અંતરના તાર આપોઆપ સંધાઈ જશે !
તું અંદરથી અંતરથી ઈચ્છા કરજે
અને હું અંદરની વાત અંતરથી કહીશ ....
અંતે અડધો ઊંઘમાં રહેલો હું લથડતા પગે ઘર ભેગો થઇ ગયો !
No comments:
Post a Comment