આજ આ કામ કર્યુ .
અડધું ફિલમ જોયું .
આખું ફિલમ ના જોઉં તોય ચાલે
અકલે કે બાકીનું અડધું એમ
કેમકે સંસારનો સાર અસાર આ
એકજ ગીતમાં આઈ ગ્યો
અને મને ભાઈ ગ્યો
અધૂરી વાત પુરી ...
संसार से भागे फिरते हो
भगवान को तुम क्या पाओगे
इस लोक को भी अपना न सके
उस लोक में भी पछताओगे
संसार सेे भागे फिरते हो...
ये पाप है क्या, ये पुण्य है क्या
रीतों पर धर्म की मोहरें हैं
हर युग में बदलते धर्मों को
कैसे आदर्श बनाओगे
संसार से भागे फिरते...
ये भोग भी एक तपस्या है
तुम त्याग के मारे क्या जानो
अपमान रचेता का होगा
रचना को अगर ठुकराओगे
संसार से भागे फिरते...
हम कहते हैं ये जग अपना है
तुम कहते हो झूठा सपना है
हम जन्म बिता कर जायेंगे
तुम जन्म गँवा कर जाओगे
संसार से भागे फिरते...
Movie/Album: चित्रलेखा (1964)
Music By: रोशन
Lyrics By: साहिर लुधियानवी
Performed By: लता मंगेशकर
એકજ ગીતમાં ઊંડાણ ભર્યા અર્થ સભર શબ્દોથી
સંસારનો સાર અસાર સમજાવી
પાંખડી સાધુ અને બ્રહ્મચર્યની વાતો કરતા બાવા બાવીઓના
ગાલ પર કચકચાવીને જોરદારનો તમાચો પણ !
એક લેખક શાયર કે અદાકારા મધુર સંગીત ના સાથે /હાથે
મારી શકે છે આ ગીત એનો પાક્કો પુરાવો છે !
એ સિવાય ઘણું બધું આ ફિલ્મમાં છે જોવા જેવું !
આ જોઈને કબુલાવુજ પડે કે જૂનું એજ સોનુ !
ખુબ જીણવટ થી એક એક સીન ગીત સંગીત નૃત્ય અને સંવાદના
ઊંડાણમાં ડૂબી અને તરવાની અલૌકિક અનુભૂતી
આવી કલાત્મક ફિલ્મોજ કરાવી શકે !
વર્ષો પહેલા ....
ભાઈ બંધ ગુથાર્થમાં કહેતો કે ,
જીવનમાં ઘણું પામી શકાય છે !
"અનંત બધું પામી શકાતું નથી !
પ્રેમ સમેત ઘણું બધું જીવનમાં માત્ર પ્રેમથી અનુભવવાનું હોય છે !
"જીવન એક અલૌકીક અહેસાસ "
અંતમાં ભાઈબંધ અનંતે વર્ષો પહેલા લખેલી હકીકત !
જૂઠ હોવા છતાં !
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા પણ બડી અજીબ હોય છે !
"અનંત"
અને આ બીજી ગૂઢ હકીકત પણ ભાઈબંધે વર્ષો પહેલા લખેલી /કહેલી કે,
"અનંત ક્ષણમાં જે મજા હોય છે તે સતતમાં નથી હોતી !
"અનંત"કલ્પનામાં જે મજા હોય છે તે હકીકતમાં નથી હોતી !
"અનંત"
અનંત ગરબડીયા અક્ષરે પણ બૌ બધું કહી /લખી ગયો છે !
અકલે મારે હવે કશું કહેવા લખવાનું છે નહીં !
આ ભવમાં એના અડધા પડઘા પડઘા ઉકેલી શકાય તોય ,
જીવન સાર્થક થઇ જાય મારું
બાકી
દિવા પાછળ અંધારું
અંધારામાં અજવાળું

No comments:
Post a Comment