જીવનમાં એવી પણ દોસ્ત મળી આવી છે,
હોવા છતાં
જે ભાઈબંધની જેમ આ દુનિયાની નથી.
આમ તો જો કે હવે આયાં કણે
એના પગલા નથી પડતા
મગર...
વર્ષો પહેલાં આ ખંડેરમાં
એ સતત આવ જા કરતી હતી.
ખૈર....
હિશાબ ની વાત છે.!
આજે અહીં એના પગલા નથી પડતા તો શું થયું..!
એના શબ્દો ના ઢગલે ઢગલા થાય અહીં
એ થોડુ તો નથીજ.!
આ ભવમાં આટલુ તો બૌ કેવાય...
******
નીચે લખેલ તમામ વાતો
"પ્રાચી" ન કાળની લખેલી છે.
નીચે લખેલ તમામ વાતો
"પ્રાચી" ન કાળથી લખેલી છે.
મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણું મુજ હૈયામા વહ્યા કરે...
શકલ થાઓ આ વિશ્વ જગત નુ એવી ભાવના રહ્યા કરે...
8/1/21
કાલે જે ગમ્યું હતું તે આજે ગમતું નથી. (Self observation) આજે જે કઇ ગમે છે, તે ભવિષ્યમાં ગમતુ જ રહેશે એનો નક્કર દાવો તું! જીવ, કરી શકતો નથી...
માટે આજે પસંદ થયેલ વ્યક્તિ, વસ્તુ, વાટ/રાહ કે વિચારધારા કાલે પણ પસંદગીને પાત્ર રહેશે જ એવા ભ્રમ માંથી બાહર નીકળી શાશ્વત સત્યને પસંદ કરવું.
આપણી જ જુની વિચારધારાનું ખંડન આપણે જ સ્વયં સમય આવે કરીયે છીએ. જ્યાં પહેલા વિરોધ હતો તે_જ હવે આપણે સ્વયં વ્યવહારમાં લાવીએ છીએ. આપણા જ વ્યવહાર માટે ક્ષોભ અનુભવી એને દુર કરીયે છીએ... કેવી આપણી મન:સ્થિતિ ??
(1/2/2017)
સત્ય - અસત્ય ના માર્ગ પર છીએ એ ખબર કઇ રીતે પડે?
ચિંતા, ડર, અશાંતિ, ઉદ્વેગ, માનસિક પીડા અસત્યની દિવાદાંડી છે..
નચિંતપણું, અભયતા, શાંતિ, પ્રસન્નતા સત્યની દિવાદાંડી છે... કારણ પરમાત્મા એક માત્ર સત્ય છે અને જ્યા ઈશ્વરીય સાતત્ય છે ત્યાં ચિંતા કેવી? ડર કેવો? અશાંતિ કેવી? ઉદ્વેગ કેવો? પીડા કેવી?
17/08/2021
આજે થયેલી એક ચર્ચા ને અનુસંધાને
હું એક મૃગજળ છું !
તું પણ મૃગજળ છે !
કસ્તુરી સુરભીની,
શોધ છે આપણને
તે_જ હું છું !
ને, .....
તે_જ તું છે !
છતાં,
હું એક મૃગજળ છું !
તું પણ મૃગજળ છું !
11/12/2017
થોડા દિવસ પહેલા અનંત ના કોઇ વિચારે
લખાઈ ચૂકેલું જૂનું વર્તમાન ની સપાટી પર
😊
બીજી છો
હા ત્રીજી ચોથી છું
શું યાર્ર તું પણ
સીઘો
બીજો
અર્થ
પુછ્યું એનો જ જવાબ આપ્યો...
કોઇ જ અર્થ બીજો અન્ય નથી કર્યો
બીજી પુછ્યું, બીઝી નહીં😄
જો કે મને જોરદાર હસવુય આવ્યુ
ખબર હોવી જોઈએ મારે અંગ્રેજી જ નહીં બલ્કે ગુજરાતીનાય વાંધા છે.!
વર્ના મે તો ગુજરાતી મા એકજ અર્થમાં પુછ્યું હતું
પણ અંગ્રેજીમા હોશિયારી મારવા ગયો એમાં લૌચા થયા.
જો કે બીજીનો બીજો અર્થ મનમાં રાખીનેજ
અંગ્રેજી આવડે નહીં તો ગુજરાતી મા જ પૂછ્યું હોય તો... શુદ્ધ ગુજરાતી 'વ્યસ્ત છો?'... પાછી હું ય ઓરીજીનલ સીધી સાદી એટલે જે પુછે એના જ જવાબ દઉં એવી...
તો હું ય શું કરું
અચ્છા ચલો હવેથી એમ કરવામાં આવશે...
શું તમે અંગ્રેજીમા બીજી નુ ગુજરાતીમાં છો.?
બધા પહેલા માથે ચડાવે...
ક્યારેક પરાણે પરાણે
ન ચડવું હોય તો ય...
પોત પોતાની રીતે ચડાવે
કઈક વિરુદ્ધ થાય
કઈક પોતાની વ્યાખ્યા મુજબ ન ગમતુ થાય
એટલે શબ્દોથી, વ્યંગ બાણોથી,
ક્યારેક વ્યવહારથી ઉપરથી નીચે ધક્કો લગાવે ....
નાની મોટી પછાડાટ આવે અને,
ક્યારેક તો એવી પછડાટ કે, પાતાળમા
બલી રાજાના દરવાન પાસે પહોંચી જવાય.... 😄
એ તો દરવાન સાથે સ્નેહનો સંબંધ છે,
એટલે એ બે હાથમા પકડી લે...
ને, સાવ ભાંગીને ભૂકો થતા બચાવે...
ને ફરી ઉંચકીને,
હળવેથી તળીયેથી ઉપર લાવી મુકી દે....
ને, એ જ ઘટમાળ ફરી ચાલુ.
11/09/2021
અરે બાપલીયા ખમ્મા હવે...
થોડા હાડકા સંધાવા તો દે...
11/09/2021
બલી નો બકરો તો અત્યાર સુધી વારંવાર બનાવવામા આવ્યો છે... કરવું ન હોય, જે કરે છે, એની પોતાની આગવી રીત હોય, અને એ મુજબ કર્મ થઇ જાય અને માન સન્માન મળી પણ જાય... અને જયારે એની બે સારી વાત સામે આવે એટલે ઈર્ષા તત્વ ભળી જાય અને દ્વેષ કરી બેસે. જયારે બૌદ્ધિક બળ સહજ રીતે અનુભવથી મપાઈ જાય તો તમને જ કાર્યભાર સોંપવામાં આવે, કે પ્રથમ માર્ગદર્શન માંગવામા આવે, કે તમારા સૂચનનો અમલ કરવામાં આવે... ક્યારેક જે તમારી વાતને, તમારા ભાવ અનુસાર સમજીને તમારું કાર્ય કરી આપે છે તો વ્યક્તિને તુષ્ટિ મળે છે અને એને એક વિશ્વાસ બેસે છે કે, મને જે મુજબ જોઇએ છે તે મુજબ આ વ્યક્તિ મારો જે તે કાર્યભાર સંભાળી લેશે અને તેને વારે તહેવારે પ્રસંગે કાર્ય સોંપવામા આવે છે. ત્યારે ઘરમાં અન્ય વ્યક્તિઓનો અહંકાર માથું ઊંચકે...
અમારું તો અસ્તિત્વ જ નથી ઘરમાં.... અમારા ઘરમાં તો 'એમનું' જ ચાલે... વારંવાર આવી ઘટમાળા માંથી પસાર થઇ જીવ ક્યારેક નિરાંત માંગે છે.. જીવ ક્યારેક શાતા માંગે છે...
જેને માન સન્માનની ઈચ્છા નથી એને જ પ્રભુ સન્માનનો હાર અંતે પહેરાવે છે.
12/09/2021
શંકા નથી મને, સંબંધોના સ્નેહ પર ;
પણ લાગ્યા કરે કે કોઇ કોઇનું નથી!
08/09/2021
ત્રસ્ત કરતી વેદ-ના તું, સમજી લે જરા
ચૌદભુવનનું સર્જન પણ અકારણ નથી
પ્રેમ સાધના બહોત કઠિન
જહાં દેખો વહાં તું હી તું!
તેરા હી રૂપ સબ મેં પાકે ;
હો જાયે હમ મસ્ત મધુર!
હુએ ભી બદનામ યહાં પે
પર, ફિકર કર લેતા હૈ તું!
પ્રેમ સાધના બહોત કઠિન
હો જાયે હમ મસ્ત મધુર!
મધુરભાવ સે ભર ગઇ મેં
ભાવ કા દાતા ભી તું હી તું!
તું હી દાતા, તું હી કર્તા - હર્તા
ભર્તા, ફિર ચિંતા કરના હૈ કયું?
પ્રેમ સાધના બહોત કઠિન
હો જાયે હમ મસ્ત મધુર!
30/08/2021
જન્માષ્ટમી
એના શબ્દો બાદ અંતમાં
ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતી માટે
લખ્યું હતું કે,
"અનંત * મન હ્રદયમા તું મૌજુદ હતી છે અને રહેશે...
જીવનમાં નથી આ વખતે તો શું થયું.?
આવતી વખતે માત્ર મન હ્રદયમાજ નહીં.!
બલ્કે સમગ્ર જીવનમાં તુંજ તું હશે.!
" અનંત "
No comments:
Post a Comment