સુવા જાગવા નો મર્મ કે
સુતા જાગતા વચ્ચે નો ભેદ પણ
ક્યાં હજુ કોઈને પુર્ણ સમજાયો છે,
સુવા જાગવા વચ્ચે અને
સુતા જાગતા સાથે એક શુક્ષ્મ ઘટના ઘટતી હોય છે.
જે નરી આંખે જોઈ નથી શકાતી બધાથી.
માટેજ કહું છું કે,
હે "અજ્ઞાની" આંખ ખુલી હોય
એ જાગે છે એમ સમજવું,
કે પછી આંખ બંધ હોય
એ સુતા છે એમ સમજવું
એ નરી મૂર્ખતા છે.!
કારણ કે સુતા જાગતા હોય શકે છે.!
'ને જાગતા સુતા પણ હોય શકે છે.
"અજ્ઞાની"
No comments:
Post a Comment