જ્યારે પણ નવરો પડુ અને મુડ હોય ત્યારે હું અડધી રાતે પણ હું ભાઈબંધ ના વર્ષો જુના કાગળો ભાઈબંધે લખેલા લખાણો ઉકેલતો હોઉ છું. અસ્તવ્યસ્ત હાલતમાં પડેલા ગરબડીયા અક્ષરો ઉકેલવા ખૂબજ અઘરા પડે છે છતાં ઉકેલુ છું ખરી વાત તો એ છે કે મને પણ અઘરા કામ કરવામાં આનંદ આવે છે.
ખૈર...
ગૈ કાલે રાતે ફુરસત હતી અને મુડ પણ જામ્યો હતો તેથી ઘણાં સમયથી બંધ પડેલ કબાટ ખોલી તેમાંથી એક થપ્પો લૈ હું ઉકેલવા બેસી ગયો.
ભાઈબંધ ના લખાણ વાંચતા તેના લખણ પણ ઉજાગર થાય છે.
અમુક પ્રકારના વર્તન કહો કે ગેરવર્તન એ શા માટે કરતો એ થોડુ ઘણુ બધુ સમજાય છે જો કે ઘણુ બધુ હજુ મને સમજાતુ કે સમજાયુ નથીજ.!
ખૈર જે કાગળ મળ્યો તે અનંતના જ શબ્દો માં.
મારા જીવનમાં કોઈ એકા'દ ચહીતી નહોતી..
અનેક હતી એક આવે એક જાય...
એક જાય બીજી આવે એ જાય ત્રીજી આવે એ જાય ચોથી પાંચમી છઠ્ઠી....
આવે અને આખરે એય વઈ જાય...
અનંત વીશે થોડું જે મે નજરો નજર જોયુ હતું અને મનોમન મે જે નોંધ્યું હતું એ કહું તો અનંત હંમેશા અસ્ત વ્યસ્ત અને પોતાના કામમાં મસ્ત રહેતો...
કપડાં પણ સાવ લઘરવઘર હોય મો માથાના ઠેકાણા ના હોય
કોલસા વાળા કાળા હાથે પરસેવો વળતાં મોં લુછ્યુ હોય એટલે ગોરા ચહેરા પર કાળા ડાઘા હોય...
વાળ પણ સાવ વીખરાયેલા હોય...
કૈ ફેર ન પડે એને કોય જુવે તોય કે કોઈ ન જુવે એને તોય અનંત ને કાંયજ ફેર ન પડે, એવુ મને અને જોનારી સૌને નારી ને લાગે કે અનંતને કૈજ ફેર નથી પડતો...
સાવ લઘરો એવં અઘરો ને અપલખ્ખણો હતો અનંત...
પણ એ ખુદ કબુલાત કરતા કહેતો કે,
જ્યારે કૈ ફેર નથી પડતો એમ કોઈ કહે છે ને પરીયા...
ત્યારે ખરેખર તો તેને ખૂબ ફેર પડી ચુક્યો હોય છે..!
આવુ અનંતે એકજ લીટીમાં અનેક ગુઢાર્થ મા કહેતા કહ્યું હતું કે,
જ્યારે ભીની માટી નો લોંદો
સુકી ધૂળ પર પડે છે ને પરીયા ત્યારે...
એટલી ક્ષણમાં માટી અને ધૂળ વચ્ચે
માટી ની ભીનાશ અને ધૂળ ના કોરાપણાની
આપ લે થઈ જતી હોય છે બંને વચ્ચે.!
જે કોઈને નરી આંખે દેખાતું નથી હોતુ.
બાકી સૂકી ધૂળ પર પળતો ભીની માટીના લોંદો
પોતાની ભીનાશ ધૂળ ને આપી
ધૂળ નું કોરાપણુ પોતાના મા શોશી લ્યે છે.!
અને ધૂળ પણ પોતાનુ કોરાપણુ માટીને આપીને
એ યાદ કરાવે છે કે આપણે બંને
એક બીજાના પુરક છૈએ.!
ઐ માટીના પીંડા તારામાં પ્રેમની ભીનાશ છે!
અને હું સાવ કોરી કટ્ટ તેથી હું ધૂળ છું.!
પણ મારા પર પડીને તે મને
તારા એ પ્રેમની ભીનાશ આપી છે.!
અને મારૂ કોરાપણુ તે શોશી લીધું છે.!
આ હકીકતથી દૂનીયા સાવ અજાણ છે.!
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું
તેની કોઈક ચહીતીને
અનંત તેના જીવનમાં આવેલી તમામ ને
હ્રદયમા તો સ્થાપી શક્યો
મગર કોઈ એકને પણ કાયમ માટે સાચવી ન શક્યો....
પોતાના જીવનમાં કોઈને કાયમી સ્થાન આપી ન શક્યો...
કદાચ વિપરીત પરિસ્થિતિને આધીન...
બસ્સ પ્રેમમાં પડે આખડે રડે ને પાછો
ખંખેરીને ઉભો થઈ જાય...
જેમ ફીનીક્ષ પક્ષી રાખમાંથી બેઠું એમ..
આખરે એક દિવસ ભાઈબંધની સભા પુરી થઇ જાય છે...
અને ભાઈબંધ સાવ કરતાં સાવ એકલો થઈ જાય છે..!
પણ એ બધી જે જીવનમાં આવી ને ગઇ એનાં માટે
અનંત ને અંદરખાને અનહદ પ્રેમ અને લાગણી કાયમ રહેતી...
તેથી અનંતે તે બધીજ ચહીતી માટે સાગમટે લખ્યું છે કે,
એ વાત અનંતના જ શબ્દોમાં જ વાંચવી જાણવી માણવી ગમશે...
અનંતે તેની એ તમામ ચહીતીને સંબોધીને લખ્યું છે કે,
તમારા ગયા પછી આ મહોલ્લો સાવ ખંડેર બની ગયો છે.!
એક પછી એક તમારા સૌના ગયા પછી મને અહીં ખૂબજ મુંજારો થતો હતો તેથી હું મારા ભાઈબંધ સાથે તમારા વગરના સાવ સૂના ઉજ્જડ અને ખંડેર થઈ ગયેલા આ મહોલ્લા ને છોડીને કોઈને કહ્યા પુછ્યા વીના મારા આ ખંડેર થી ખૂબ દૂર ચાલ્યા ગયા પછી પણ મારો જીવ આજે પણ આપણા ખંડેર થઈ ગયેલા મહોલ્લામાં જ ભટકે છે.!
ખૈર....
હે મારી તમામ પ્રીય ચહીતીઓ મને ખબર નથી કે મારી આ વાત ક્યારેય તમારા સુધી પહોંચશે કે નહીં મને ખબર નથી.
અને અગર પહોંચી પણ જશે તો પણ તમે મારા સુધી પહોંચી નહીં શકો કારણ કે હું પહેલાં પણ
શરીરથી પર એક અલગ અસ્તિત્વ ધરાવતો હતો.
અને હવે તો શરીર થી સાવજ છુટો પડી ગયેલો છું.
આ શરીર ને તમામ પ્રકારનાં બંધનો હોય છે.
અને તમે સૌ એવા બંધનમાં બંધાઈ ચૂકી છો.!
મગર અગર જો તમે શરીર થી છુટી શકો,
તો આ જે "અનંત" છે તેને મળી શકો.!
અને પામવા ચાહો તો પામી શકો.
મગર એ એટલુ જરૂરી કદાચ નથી જેટલુ મારે મારા આત્મા સાથે સ્પષ્ટ થવું. કારણ કે લોકો જે જેટલુ જાણે સમજે છે મારા વીશે એ અગર જો હું સ્વીકારી લઉ તો પ્રથમ મારી જાત સાથે બાદમાં તમારી સાથે છેતરપિંડી અને અન્યાય કર્યો ગણાય....
જે હું હરગીઝ નથી ચાહતો.
એ બધા લોકો જાણે છે મગર એ જે જાણે છે તે બધા પરમ સત્ય થી અજાણ હોય, તેઓ બધા એમ સમજે છે માને છે કે મે ખૂબ તનતોડ મહેનત કરી છે એ મારી અદ્ભુત શક્તિ ને બીરદાવતા કહે છે કે, યાર્ર અનંત તારી સફળતા પાછળનું નુ કારણ એ છે કે તે દિન રાત જોયા વીના સતત ખૂબજ મહેનત કરી છે.!
આવુ જ્યારે કોઈ કહે છે ત્યારે મારા મન હ્રદયમા ખૂબ ભાર લાગે છે. કારણ કે લોકો પુર્ણ સત્ય જાણતાજ નથી.!
તેથી આજે હું એ સૌ ને કે જે માત્ર અર્ધ સત્ય જાણે છે એમને
અને તમને સૌને પુર્ણ સત્ય કહેવા ઈચ્છુ છું કે,
હાં એ ખરૂ છે કે મે દીન રાત તનતોડ મહેનત કરી છે મગર,
મારા સંઘર્ષ ભર્યા જીવનમાં...
હું જે કરી શક્યો છુ કરી રહ્યો છું તનતોડ મહેનત, એમાં,
માત્ર મારી શક્તિ નથી બલ્કે, નારી શક્તિ પણ સામીલ છે.!
હાં તારી, તારી અને તારી એમ કહું તો પણ ચાલે કે મને જે કૈ સફળતા મળી છે, એ તમામ પાછળ મારી નહીં બલ્કે ઐ મારા જીવનમાં આવેલી કુંવારી તમામ નારીઓ....
તમારીજ શક્તિ હતી.
તમારા કે તમારી શક્તિ વીશે કહું તો,
ઐ નારી શક્તિ
છે અલૌકિક તમારી શક્તિ
ઐ નારી બડી પ્યારી છે શક્તિ તમારી.
ઐ નારી બડી ન્યારી છે શક્તિ તમારી.
ઐ નારી "અનંત" અલૌકિક અને,
બડી ચમત્કારી છે શક્તિ તમારી...
તેથીજ હું કરૂ છું અને કરતો રહીશ મનોમન
જીવનભર સતત સખત ભક્તિ તમારી....
તમે મને કરેલો પ્રેમ
તમે મને કરેલો સુંવાળો સ્પર્શ
તમે મને આપેલું હુંફાળુ આલીંગન અને,
તમે આપેલા ચસચસતા ચુંબનની ચુંબકીય ચમત્કારી શક્તિના કારણેજ હું મારા તમામ દુ:ખો ભુલી ને
મહેનતમાં ધ્યાન લગાડી શક્યો છું અને સફળ થયો...
*દૂર રહી ને પણ ઘણીએ ઝણઝણાવ્યો છે મને
મારા મન હ્રદયને સુક્ષ્મ એવં અલૌકિક સ્પર્શ આપ્યો છે.
મારી ભીતર અલૌકિક શક્તિ નો સંચાર કર્યો છે..!
મારી આસપાસ સતત તમારા તમામ ના સાનિધ્યને કારણેજ
હું સખત મહેનત કરી શક્યો....
લોકો સમજે છે એવુ હું નથી સમજતો
એકલી સ્ત્રી કદાચ જીવનનો જંગ જીતી શકે મગર...
સ્ત્રી વીના એકલો કૈજ કરી નથી શકતો...
આ પરમ ચરમ અખંડ અનંત સત્ય હું સ્વીકારું છું
મારી તમામ હરકત ને પ્રેમથી કે પ્રેમ થકીજ
ચુપચાપ સહન કરનારી ઐ સુંદર નારીઓ...
હું આજે તમારા સૌથી ખૂબ દૂર દૂર છું...!
છો આજે તમે સૌ પણ મારાથી જોજનો દૂર દૂર હો...
મગર તો પણ તમે તમારા મારા મન હ્રદયની ખૂબજ નજીક છો....
બની શકે કદાચ તમે આ અનંત ને ભૂલી પણ ચુક્યા હો...
મગર આ "અનંત" તમને તા ઉમ્ર નહીં ભુલે.!
જીવન પ્રર્યત તમને યાદ કરશે અને તમારો આભારી રહેશે...
ઐ મારા જીવનમાં આવનારી કુંવારી નારીઓ..
ઐ નારી શક્તિ
તારી ન્યારી શક્તિ
તારી પ્યારી શક્તિ
તારી ચમત્કારી શક્તિ
તમને સૌને નમન વંદન પ્રણામ...
"અનંત"
*બ્લાસ્ટ*
એ મહોલ્લો જે આજે ખંડેર બની ગયો છે તેમાં...
"અનંત" યુગો સુધી શરૂઆતની પ્રેમ ભરી
આનંદની કીલકારી અને,
અંતમાં વિયોગમાં હીબકે હીબકે રડતા
અનંત ના ડુસકાં સંભળાતા રહેશે...
બાહ્ય રીતે હું બુઢ્ઢો થૈશ મગર તમારી યાદો ભીતરથી મને છેક સુધી જીવંત અને જુવાન રાખશે..
*બ્લાસ્ટ*
અગર મારા જીવનમાં તમે ન હોતે.
તો" અનંત" હું જે છું તે ન હોતે.
જગત આ હોય કે હોય તે જગત. "અનંત"
પ્રેમ અને વિયોગ મને બધે સરખા મળ્યા છે.
"અનંત"
અંતમાં પોતાની લાગણી પ્રેમ અને વ્યથા વ્યક્ત
કરતા એ ગીત જે એકલો પડી ગયા બાદ
અનંત સતત એકાંતમાં સાંભળતો રહેતો
No comments:
Post a Comment