આખી દુનિયાની તમામ તકલીફો થી દૂર થઈ જાવ છું.
આ એકાંત ખુણામાં આનંદ થી ભરપૂર થઈ જાવ છું.
દુનિયાથી દૂર આ ખંડેર મહીં હું જ્યારે પણ આવુ છું.!
પરમ ચરમ અખંડ "અનંત" મસ્તીમાં ચૂર થઈ જાવ છું.
"અનંત"
વર્ષો પહેલાં એક રાત્રે મે અનંત ને પુછ્યું.
યાર્ર તું આટલું બધુ કેવી રીતે લખી શકે છે.?
ત્યારે અનંતે કહ્યું.
પ્રેમ લખવાનું બળ પુરૂ પાડે છે.
વેદના લખવાનું ઈંધણ પુરૂ પાડે છે.
ઈશ્વર શબ્દોનું ભંડોળ પુરૂ પાડે છે.
બાકી હ્રદય વીશાળ છે દુનિયા નીશાળ છે.
લખવાને ઘણુ બધુ આ સમાજ પણ પુરૂ પાડે છે.
આમ આપોઆપ લખાય જાય છે " અનંત"
અને ઘણું બધુ તો હું ખુદ નથી જાણતો
કે લખવાને બીજુ કોણ કોણ કારણ પુરૂ પાડે છે.!
"અનંત"
*બ્લાસ્ટ*
"અનંત" ઈશ્વર ની મારા પર ખૂબ મહેર છે.!
તેથી જ મારે આઠે પ્રહર લીલા લહેર છે.!
"અનંત"

No comments:
Post a Comment