આજે જે થઈ રહ્યુ છે. "અનંત"
યુગો યુગોથી એ તો થઈ રહ્યું છે.
કર્મ યુધ્ધ ધર્મ યુધ્ધના નામે હીંસા
સતયુગ માં પણ થતાં આજે પણ
એજ તો થાય છે. હીંસા અને યુધ્ધ.
એમ જો સંતો મહંતો ના સમજાવ્યે
સમજી જતુ હોતે જગત
તો અટકી ગઈ હોત "અનંત" હીંસાઓ
અને યુધ્ધ ની આવતી ન હોત નોબત...
"અનંત"
*બ્લાસ્ટ*
કોઈ ને સુખી જોઈને ઈર્ષા કરી દુઃખી થતા પહેલા.
ખુદની ભીતર ઉતરી પોતાના કર્મો તપાસી લેવા.!
જવાબ મળી જશે કે, તમને પણ એવુ સુખ મળે એવા કર્મો કર્યા નથી.!
તેથી તમે એ સુખને લાયક નથી .!
No comments:
Post a Comment