તું અચાનક મારા ઘરે આવી. હું કબાટની સાફસૂફી કરતો હતો. કબાટ કોનો હતો એ કહેવાની જરૂર ખરી? મારા કબાટમાંથી થોડાં પુસ્તકો નીકળ્યા.
"હું આ પુસ્તકો લઈ લઉં?" તે પૂછ્યું.
મેં કહ્યું, "અરે ગાંડી, એમાં પૂછવાનું શું હોય? લઈ લે, લઈ લે!"
હું વર્ષો જૂના, ઝરઝરીત અને અસ્તવ્યસ્ત કાગળિયાં ફાટી ન જાય તેનું ધ્યાન રાખીને કાળજીપૂર્વક ગોઠવી રહ્યો હતો.
માજી, જે હવે નથી, તેમણે મને કહ્યું હતું, "છોકરીને ક્યાંક ફરવા લઈ જા."
મેં તરત કહ્યું, "હું પહેલાં એને ચા પીવડાવીશ."
તું બોલી, "ચા હું બનાવું છું, તમે ભાઈબંધ ના કાગળિયાં ધ્યાનથી સરખા કરી કબાટ ગોઠવો."
તે રસોડામાં જઈ ચા બનાવવા માટે ગેસ ચાલુ કર્યો, પણ ગેસ ખલાસ હતો. હું ફળિયામાં રાખેલો ભરેલો બાટલો લેવા ગયો. એટલામાં, તે બાટલામાં બચેલા થોડા ગેસનો ઉપયોગ કરવા માટે નીચેના કબાટમાંથી ગેસનો બાટલો કાઢી, હલાવી, આડો રાખીને ચૂલા પર ચા મૂકી. પછી તે તાંબાના હાંડા-બેડાં ઉટકવા કાઢ્યા અને ઓસરીમાં મૂક્યા.
તું એઠાં વાસણ ફળિયામાં આવેલી ચોકડીમાં મૂકવા આવી. મેં કહ્યું, "તું હાંડા-બેડાં ઉટકીને ચા બનાવ, હું આ વાસણ ઉટકી નાખું છું."
તે કહ્યું, "તમે નાહી લો."
હું બાથરૂમમાં ગયો. બાથરૂમનો દરવાજો થોડોક ખોલીને મેં મારું ઉપરનું અડધું શરીર, મોં સમેત બહાર કાઢ્યું. તે આછા પીળા ઓઢણી, કુર્તી અને સલવાર જેવા વસ્ત્રો પહેરેલા હતી. જે મેં ત્યારે જોયું જ્યારે મેં ટુવાલ-કપડાં આપવા તને કહ્યું અને તું મને ટુવાલ અને કપડાં આપવા આવી.
તું ટુવાલ અને મારા કપડાં લઈને આવી, જેમાં બેગી ટાઈપ આછો પીળા જેવો રંગનું પેન્ટ હતુ. જો કે મને પેન્ટનો કલર બરાબર યાદ નથી, પણ ટી-શર્ટ પીળું જ હતું. તે લજવાતા લજવાતા ટુવાલ અને કપડાં મારા લંબાયેલા હાથમાં મૂક્યા...
પણ અફસોસ...!
ત્યારે જ હું નાહવા માટે બાથરૂમમાં જવા ઊભો થયો...
બ્લાસ્ટ
આટલી બધી ચાહત હોય તો એકાદ વાર રૂબરૂ મળવા આવી જવાય ને!
બ્લાસ્ટ
છો તું મારાથી જોજન દૂર હોય, તેમ છતાં હું તને ચાહું છું!
એ રીતે અગર હું તને ચાહું, તો તને ચાહતા મને કોઈ રોકી ન શકે! તું પણ નહીં!
એમ તો હું પણ તારાથી જોજન દૂર છું! તેમ છતાં તું પણ મને ચાહે છે!
અગર એવું પણ જો હું માનતો હોઉં, તો મને એવું માનતા પણ કોઈ રોકી ન શકે! તું પણ નહીં!
હા, તારે મને ચાહવું કે ન ચાહવું, યા તારે આવું બધું માનવું કે ન માનવું, એ તારી નિજી મરજી છે!
જેમ તું મને રોકી ન શકે એમ હું પણ તને રોકી ન શકું! જોકે, હું તો રોકું જ નહીં ને!
અગર તું મારી માફક મને, યાની જેમ હું તને ચાહું છું, એમ નથી ચાહતી યા નથી માનતી તો કંઈ નહીં!
મગર અગર એ રીતે તું માને યા મને, જેમ હું તને ચાહું છું એ રીતે તું પણ મને ચાહે છે તો...
તો એમાં કશું જ ખોટું નથી!
કારણ કે આખરે આ જગતમાં સૌ કોઈ "અનંત" પ્રેમ, હુંફ અને ચાહત ઝંખે છે!
સાચું કહું તો, ઝંખના છે તો જગત છે, અને ઝંખના થકી જ આ જીવન છે!
આ આખુંય બ્રહ્માંડ ઝંખનાથી ઝગમગે છે! જેનામાં કોઈ ઝંખના નથી તે જીવે છેજ ક્યાં.? અગર ઝંખના વગર કોઈ જીવે પણ છે તો એ જીવંત નથી!
જેનામાં "અનંત" ઝંખના છે તે જ જીવંત છે.
આખરે "અનંત" પ્રેમ અને પ્રેમની ઝંખના જ જીવે જીવાડે છે.
જે છે તે છે! અને તે હોવું, થવું બધું બધુ ને બધ્ધુજ આખરે તો શરીર થકી જ શક્ય છે!
તેમ છતાં પ્રેમ અજર અમર, "અનંત" યુગો યુગોથી હતો, છે અને રહેશે!
કેટલી કરુણા...
કે જેના થકી બધું જ હોવું, થવું શક્ય છે તે શરીરજ આખરે નાશવંત છે!
"અનંત"
બ્લાસ્ટ
ખુલ્લી આંખે જે નિભાવી નથી શકતો "અનંત"
બંધ આંખે ક્ષણે ક્ષણ હું નિભાવું છું એ સંબંધ!
"અનંત"




No comments:
Post a Comment