લોકો છો કહેતા કે પ્રેમમાં શરત ના હોય...
પ્રેમ હંમેશા બિન શરતી હોય....
પણ "અનંત" એ બાબતે સ્પષ્ટ હતો...
એક વાર મે એને પ્રેમમાં શરત વિષે પૂછ્યું,
કે, શું ખરેખર પ્રેમ માં શરત ના હોય ...?
ત્યારે અનંતે દ્રઢતા પૂર્વક કહ્યું કે,
એ બધી વાતો હંબગ છે, ખાલી ખોટી ફિલોસોફી છે, નર્યું જૂઠાણું છે, દંભ છે.!
પ્રેમની શરૂવાતનું માત્ર પાગલપન છે પરિયા...
માત્ર પાગલપન....!
જે વિના શરતે પ્રેમની વાત કરે છે,
અને કદાચ કોઈ વિના શરતે પ્રેમ કરે પણ છે તો પણ..!
એવા પ્રેમીઓ પાછળથી પોતાની એ ભૂલ બદલ પારાવાર પસ્તાય છે...
શરત વગર પ્રેમની વાત કરનારા ઘણા લગ્ન બાદ તરતજ શરતોના ગંજ ખડકે છે...!
હું એના શબ્દે શબ્દને ધ્યાનથી સાંભળતો...
થોડી વાર ખામોશ રહી નિશ્વાસ સાથે અનંત બોલ્યો..
પરિયા પ્રેમમાં શરત જેવુ કશું ના હોત તો....
પ્રેમ લગ્ન નો અંજામ, છૂટા છેડાં, ના હોત..!
પણ હોય છે.!
એથી તો બહેતર છે જાજુ આપીને થોડું પણ માંગી લેવું...!
કારણ કે દેખીતી રીતે શરત ન લાગે તેવી ઘણી છુપી શુક્ષ્મ શરતો લોકો ને લોકી ની ભીતર છુપાયેલીજ હોય છે.
અને અંતમાં એને કહ્યું હતું કે,
આપણે આપવામાં હમેશા ટૂંકા પડીએ છીએ પરિયા સાવ ટૂંકા ...
અનંત નો સ્વભાવ અને વિચાર એની રચનામાં સ્પષ્ટ થઈ જતાં....
અને પછી સ્પષ્ટ શરતો સાથે અનંતે એની કોઈ ચહીતીને કહીને લખ્યું હતું અને લખીને કહ્યું હતું કે,
હું આખુય આ આયખું તને આપું તું અડધું તો આપ.
હું નીચોવી નાખું આંઈખું તું એક ટીપું આંસુ જો આપ.
સાગર નથી માંગતો કૈ હું, પણ તું ઝરણું તો આપ.
સાચે હવે તો ડૂબી રહ્યો છું છેક, તું તરણું તો આપ.
હ્રદય હવે હાથ નથી રહેતું. એ મને સાથ નથી દેતું.
આ હ્રદયના સ્પંદનોને આંબવાને હરણું તો આપ.
પછી ધરી દઉં હું મારી હર એક ક્ષણ તારા ચરણે.
પ્રથમ તું પાથરી આ દીલને પ્રેમનુ પાથરણુ તો આપ.
"અનંત" મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવજે..!
ભીતર "અનંત" વેદના છે. ગાળવાને ગરણું તો આપ.
"અનંત"
માસૂમ હ્રદયને નાહક તડપાવે તું ઐ નાજુક માસુકા.
તું પ્રેમમાં સમય પસાર કરે 'ને હું પ્રેમ કરું છું સાચુકા.
મારે મન પ્રેમ હરઘડી છે. તારે મન ઘડીભર ગમ્મત છે.
મારે મન પ્રેમ મમત છે. તારે મન કેમ પ્રરમ રમત છે ?
મળે છે તે ઓછું પડે, 'ને આપવામાં પડીએ સાવ ટૂંકા.
જે સંબંધમાં પ્રેમની ભીનાશ નહીં તે સંબંધ સાવ સૂકા.
"અનંત"
*બ્લાસ્ટ*
મળે છે તે ઓછું પડે, 'ને આપવામાં પડીએ સાવ ટૂંકા.
જે સંબંધમાં પ્રેમની ભીનાશ નહીં તે સંબંધ સાવ સૂકા.
"અનંત"
https://www.facebook.com/share/1AjdHK9YjZ/
પ્રેમમાં શરતોનું સત્ય: 'અનંત'ના શબ્દો
લોકો કહે છે કે પ્રેમમાં શરત ન હોય, પ્રેમ હંમેશા બિનશરતી હોય. પણ 'અનંત' એ બાબતે સ્પષ્ટ હતો. એક વાર મેં એને પ્રેમમાં શરત વિશે પૂછ્યું કે, "શું ખરેખર પ્રેમમાં શરત ન હોય?"
ત્યારે અનંતે દ્રઢતાપૂર્વક કહ્યું કે, "એ બધી વાતો હંબગ છે, ખાલીખોટી ફિલોસોફી છે, નર્યું જૂઠાણું છે, દંભ છે! પ્રેમની શરૂઆતનું માત્ર પાગલપન છે, પરિયા! માત્ર પાગલપન! જે વિના શરતે પ્રેમની વાત કરે છે, અને કદાચ કોઈ વિના શરતે પ્રેમ કરે પણ છે, તો પણ... એવા પ્રેમીઓ પાછળથી પોતાની એ ભૂલ બદલ પારાવાર પસ્તાય છે. શરત વગર પ્રેમની વાત કરનારા ઘણા લગ્ન બાદ તરત જ શરતોના ગંજ ખડકે છે!"
હું એના શબ્દે શબ્દને ધ્યાનથી સાંભળતો હતો. થોડી વાર ખામોશ રહી નિશ્વાસ સાથે અનંત બોલ્યો, "પરિયા, પ્રેમમાં શરત જેવું કશું ન હોત તો... પ્રેમલગ્નનો અંજામ છૂટાછેડા ન હોત! પણ હોય છે! એથી તો બહેતર છે જાજુ આપીને થોડું પણ માંગી લેવું. કારણ કે દેખીતી રીતે શરત ન લાગે તેવી ઘણી છુપી સૂક્ષ્મ શરતો લોકો ને લોકોની ભીતર છુપાયેલી જ હોય છે."
અને અંતમાં એણે કહ્યું હતું કે, "આપણે આપવામાં હંમેશા ટૂંકા પડીએ છીએ, પરિયા, સાવ ટૂંકા!"
અનંતનો સ્વભાવ અને વિચાર એની રચનામાં સ્પષ્ટ થઈ જતાં. અને પછી સ્પષ્ટ શરતો સાથે અનંતે એની કોઈ ચાહતીને કહીને લખ્યું હતું:
હું આખુંય આ આયખું તને આપું તું અડધું તો આપ.
હું નીચોવી નાખું આયખું તું એક ટીપું આંસુ જો આપ.
સાગર નથી માંગતો કૈં હું, પણ તું ઝરણું તો આપ.
સાચે હવે તો ડૂબી રહ્યો છું છેક, તું તરણું તો આપ.
હૃદય હવે હાથ નથી રહેતું, એ મને સાથ નથી દેતું.
આ હૃદયના સ્પંદનોને આંબવાને હરણું તો આપ.
પછી ધરી દઉં હું મારી હર એક ક્ષણ તારા ચરણે.
પ્રથમ તું પાથરી આ દિલને પ્રેમનું પાથરણું તો આપ.
"અનંત" મારા પ્રેમની શુદ્ધતા માપવા ના આવજે!
ભીતર "અનંત" વેદના છે, ગાળવાને ગરણું તો આપ.
- અનંત
માસૂમ હૃદયને નાહક તડપાવે તું, એ નાજુક માસૂકા.
તું પ્રેમમાં સમય પસાર કરે 'ને હું પ્રેમ કરું છું સાચુકા.
મારે મન પ્રેમ હરઘડી છે, તારે મન ઘડીભર ગમ્મત છે.
મારે મન પ્રેમ મમત છે, તારે મન કેમ પ્રેમ રમત છે?
મળે છે તે ઓછું પડે, 'ને આપવામાં પડીએ સાવ ટૂંકા.
જે સંબંધમાં પ્રેમની ભીનાશ નહીં તે સંબંધ સાવ સૂકા.
"અનંત"
અને પછી ઓલી કો'કે અનંતની આ વાતો વાંચી ને કહ્યું.
તમારો આ લેખ મને ખૂબ જ ગમ્યો! ખરેખર, આ એક વિચારપ્રેરક અને ઊંડાણવાળો લેખ છે, જે પ્રેમ વિશેના આપણા પરંપરાગત ખ્યાલોને પડકારે છે.
લેખમાં જે રીતે 'અનંત' દ્વારા પ્રેમમાં 'શરત'ના અસ્તિત્વને સચોટ રીતે રજૂ કરવામાં આવ્યું છે, તે પ્રશંસનીય છે. મોટાભાગના લોકો પ્રેમ એટલે બિનશરતી સમજે છે, પરંતુ વાસ્તવિકતામાં સંબંધોમાં, ખાસ કરીને લગ્ન પછી, ઘણી બધી અપેક્ષાઓ અને શરતો આવતી હોય છે. 'અનંત'ની દ્રઢતા અને તેની દલીલો, જેમ કે છૂટાછેડાના કિસ્સાઓ, એ બતાવે છે કે પ્રેમની અંદર ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ શરતો છુપાયેલી જ હોય છે.
કવિતાના અંશો લેખને વધુ ભાવવાહી અને મર્મસ્પર્શી બનાવે છે. 'હું આખુંય આ આયખું તને આપું તું અડધું તો આપ' જેવી પંક્તિઓ 'અનંત'ના વિચારોને વધુ સ્પષ્ટતા અને લાગણી સાથે રજૂ કરે છે. કવિતામાં દર્શાવેલી વેદના અને અપેક્ષા, લેખના મુખ્ય વિષયને વધુ મજબૂત બનાવે છે.
છેલ્લા ભાગમાં, "મળે છે તે ઓછું પડે, 'ને આપવામાં પડીએ સાવ ટૂંકા. જે સંબંધમાં પ્રેમની ભીનાશ નહીં તે સંબંધ સાવ સૂકા." આ પંક્તિઓ લેખના સારને સચોટ રીતે વ્યક્ત કરે છે અને વાચકને ઊંડાણપૂર્વક વિચારવા પર મજબૂર કરે છે.
એકંદરે, આ લેખ:
* વિષયવસ્તુની દ્રષ્ટિએ: ખૂબ જ મૌલિક અને સમાજમાં પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ, પણ વાસ્તવિકતાની નજીક છે.
* ભાષાની દ્રષ્ટિએ: સરળ હોવા છતાં, ઊંડી અસર છોડે તેવી છે. 'હંબગ', 'પરિયા' જેવા શબ્દો પાત્રને જીવંતતા બક્ષે છે.
* રજૂઆતની દ્રષ્ટિએ: કથનશૈલી અને કવિતાનું મિશ્રણ તેને વધુ આકર્ષક બનાવે છે.
મને લાગે છે કે આ લેખ ઘણા વાચકોને પોતાના સંબંધો અને પ્રેમ વિશે ફરીથી વિચારવા પ્રેરશે. ખૂબ જ સુંદર રજૂઆત!
*ઓલી વાંચક*
No comments:
Post a Comment