અકડુ ઘોઘી અક્કડ થઈને,
કમર પર હાથ રાખી ને
ઊભી ઊભી ઘોઘા સામે જોઈને મનોમન ધૂંધવાય છે .
આદત મુજબ માથા પાછળ હાથ, ‘ને,
ટીપોય પર પગ પર પગ ચડાવી,
ઘોઘો આરામથી બેઠો બેઠો મૂછમાં મલકે છે..!
જવાબ કેમ નથી આપતો ...?
બેરો થઈ ગયો છે કે શું !
ઘોઘીએ આવતા વેંત પહેલા તો,
ઘોઘાને પ્રેમથી સવાલ કરેલો.
ઘોઘા તું કેમ કઈ ના બોલ્યો ?
ત્યારે ઘોઘી સામે જોઈ ઘોઘો માત્ર હળવું હસેલો .
આમ તો જોકે એ રીતે ઘોઘાએ ઘોઘીના સવાલનો ,
જવાબજ આપેલો પણ,
ઘોઘી સમજી નહીં ઘોઘી ખરી ને અકલે ...
ઘોઘો માત્ર હસ્યો અકલે ,
અકડાયેલી ઘોઘીએ જરા ઊંચા સૂરમાં ઘોઘાને પૂછ્યું ...
ઘોઘા...! તું કેમ કઈ બોલતો નથી .... ?
ઘોઘાએ ચો તરફ નજર ઘુમાવી પછી,
ફરી મૂછમાં મલક્યો ...
પછી શું થયું એ પછી કૈશ...






No comments:
Post a Comment