Saumya જી એક વાત કૌ ...! ?
તમે 'હા' કે 'ના' કહેવા કદાચ હાજર ના પણ હો .....
અને તમે જવાબ આલો ત્યારે કદાચ હું ગાયબ...!
તો પછી મજા ના આવે ને.. 
તો પછી, શું છે કે આજકાલ હું પેલા દાલતરવાડી જેવુ શીખ્યો છું ... 
દલો તરવાડી એટલે કે હું :- સોમયાજી સોમયાજી હું કૈક કૌ ?
તમારૂ સ્ટેટ્સ , તમારી વોલ ને તમે :- હાં હવે કેવું જ છે તો કૈ દો ને...!
આમેય ના પાડીશ તો પણ તમે ચૂપ તો રેવાના નથી મને ખબર જ છે... !
ઓકે ઓકે તો ચાલો કૈ જ દૌ... 
તો વાત જાણે એમ છે કે...
મારા ભાઈબંધ નું પણ આવું જ હતું , જોકે કોઈ પણ કવિ કે કવિએત્રી નું એવું જ હોય ... 
કેવું હોય ? એ ભાઈબંધ ના શબ્દોમાં જ સાંભળવા , સોરી વાંચવાની મજા આવશે તો... 
એને લખ્યું હતું...
નજર સામે જ ઘટના બની.
તરત જ મારી કલ્પના બની.
તરત જ મારી કલ્પના બની.
કવિઓનું તો એવું "અનંત" કે,
કલમ પકડી ત્યાં રચના બની.
કલમ પકડી ત્યાં રચના બની.
"અનંત"
જોકે આજ વાતને બીજા ભાઈબંધે જુદી રીતે જુદા ભાવાર્થમાં કહી એ જરા ઉપલા લેવલનું છે...
તો એને લખ્યું હતું...
ખુલ્લી આંખે કલ્પના જેવુ .
ને બંધ આંખે સપના જેવુ.
ને બંધ આંખે સપના જેવુ.
"અજ્ઞાની"આવવું ને જવું.
એ તો માત્ર ઘટના જેવુ.
એ તો માત્ર ઘટના જેવુ.
"અજ્ઞાની"
ચોખવટ :- આ બધુ વર્ષો પહેલા લખાઈ ચૂક્યું છે ભાઈબંધ દ્વારા , કશું જ નવું નથી.... 
બ્લાસ્ટ :-
"अब तू माने ना माने, तेरी तू जाने, म्हारी बात पते की होई.
"अनंत" देखे बिना जी शके, दिखाए बिना जी शके ना कोई."
"अनंत" देखे बिना जी शके, दिखाए बिना जी शके ना कोई."
" अनंत"
Saumya Joshi
બન્યું એવું કે વિક-એન્ડની રજામાં એક વૃધ્ધ દંપતીને મળવા જવાનું થયું. દીકરો પરદેશ રહેતો હોવાથી પતિ પત્ની ઘણાં સમયથી એકલાં રહે છે. સંપન્ન પરિવારના હોવાથી એમને કોઈ તકલીફ નથી- સિવાય કે એકલવાયું જીવન. મારી જાણ મુજબ બંને જણા એક બીજા માટે ખુબ સ્નેહ ધરાવે છે અને એ એમના વર્તનમાં જણાઈ જ આવે.
પરંતુ આ વખતે કૈક અજુગતું બન્યું. વાત-વાતમાં દાદાને શું થયું કે દાદી પર ખુબ જ ગુસ્સે થઇ ગયા અને થોડું વધારે જ બોલી ગયા. દાદીની સ્થિતિ (અને અમારી પણ) તો કાપો તો લોહી ન નીકળે એવી. પરંતુ એમણે ખુબ જ સ્વસ્થતાથી વાત વાળી લીધી. છતાં એમના ચહેરા પર એક દર્દ ફેલાઈ ગયું હતું- જે સ્મિતની કોશિશો પાછળ પણ છુપાવ્યે છુપતું ન્હોતું.
ઘરે પહોંચતા સુધી મારા મનમાં એમના વિષેના વિચારો ઘુમરાતા રહ્યા અને અંતે શબ્દરૂપે આમ પ્રગટ્યા!!
આંખની કોરે મોતી અટક્યું.
રાત આખી બસ મનમાં ખટક્યું.
રાત આખી બસ મનમાં ખટક્યું.
મૃગજળ પર વિશ્વાસ કરી ને,
હરણ બિચારું રણમાં ભટક્યું.
હરણ બિચારું રણમાં ભટક્યું.
સામે જોઇને અવાચક થઇ ગઈ.
એક ઉચ્ચારણ જીભ પર લટક્યું.
એક ઉચ્ચારણ જીભ પર લટક્યું.
'સૌમ્યા' બિચારી બોલે પણ શું?
ડોસાનું તો સાવ જ છટક્યું!
ડોસાનું તો સાવ જ છટક્યું!
('સૌમ્યા'ની જગ્યાએ મેં પહેલા 'ડોસી' શબ્દ પ્રયોજ્યો હતો!!)
વર્ષો પહેલા પ્રેમના નશામાં ચકચૂર થઇ ભરપૂર જીવતો, જાગતો અનંત
કહેતો કે,
પ્રેમ નો નશો શરાબથી કામ નથી હોતો !
પ્રેમ એક કેફ ....
@@@@@@@@@@@@@@@@@
મહોબતની અસર, અનેરી અસર હોય છે.
ડૂબી જવાય, ગહેરી ગહેરી અસર હોય છે.
ડૂબી જવાય, ગહેરી ગહેરી અસર હોય છે.
અનુભવે અનુભવે, અનુભવ અલગ અલગ,
થાય છે ,હરેક વખતે અદકેરી અસર હોય છે.
થાય છે ,હરેક વખતે અદકેરી અસર હોય છે.
હાં! અદભૂત અલૌકિક સોનેરી અસર હોય છે.
નશો જ છે, કસુંબાના કેફ કેરી અસર હોય છે.
નશો જ છે, કસુંબાના કેફ કેરી અસર હોય છે.
જેને મળે મિલન મધુર, તેને અમ્રુત લાગે છે.
ના મળે તે કહે ભઈ ખૂબ ઝેરી અસર હોય છે.
ના મળે તે કહે ભઈ ખૂબ ઝેરી અસર હોય છે.
“અનંત” તરસ સતત વધે છે, કેમકે આ પ્રેમ છે.
અને પ્રેમમાં પણ મૃગ જળ કેરી અસર હોય છે.
અને પ્રેમમાં પણ મૃગ જળ કેરી અસર હોય છે.
“અનંત”
બ્લાસ્ટ:-
સબંધો એવા પણ હોય છે , જેમાં બંધન નથી હોતા.
અને ઘણા સંબંધો માત્ર ને માત્ર એક બંધન હોય છે.
અને ઘણા સંબંધો માત્ર ને માત્ર એક બંધન હોય છે.
જેમાં જાતે બંધાવા નું મન થાય, અને જેમાં બંધાઈને,
પણ મોક્ષની અનુભૂતિ થાય એ ખરો પ્રેમ સબંધ હોય છે.
પણ મોક્ષની અનુભૂતિ થાય એ ખરો પ્રેમ સબંધ હોય છે.
"અજ્ઞાની"






No comments:
Post a Comment