ઘણા સમયથી ઘોઘી ઘોઘાને મળી નથી.
તેથી, મળવા જાય છે.
ઘોઘો એમજ સોફા પર બેઠો છે.!
એમજ અકલે પહેલાં ની જેમજ.!
પહેલાથી જેમજ અકલે...
આટલા વર્ષો ના પરીચય બાદ
એ કહેવાની જરૂર ખરી..?
ખૈર...
આજે પણ ઘોઘાના હાથ માં ભાઈબંધ ના
ભાઈબંધ ના જુના ઝર્રઝર્રીત કાગળો હતાં.
જજર છત તરફ હતી
અને ઘોઘો કૈક બબડતો હતો...
ઘોઘી એ આવતા વેંત ઘોઘાને સવાલ કર્યો.
ઘોઘા શું કરે છે.?
હાથમાં રહેલા કાગળ પર નજર ફેરવતા
ઘોઘાએ કહ્યું.
તારી સાથે વાતો કરૂ છું.!
અરે પણ હું તો હજુ હમણાં જ આવી..!!!
મારી સાથે વાતો કરૂ છું..!
ઘોઘી સામે જોયા વીના ઘોઘો બોલ્યો.
ઘોઘી એ અકળાઈ ને ઘોઘાને કહ્યું.
અલ્યા ઘોઘાઆઆઅ....
સરખો જવાબ આપને..!
શું તારી સાથે વાતો કરૂ છું
મારી સાથે વાતુ કરૂ છું મંડાઈ પડ્યો છે.!
ઘોઘાએ સીધ્ધોજ
ઘોઘી સામે ઝર્રઝર્રીત કાગળ ધર્યો ને કહ્યું.
લે વાંચી લે..!
ઘોઘીએ જાળવી ને ઝર્રઝર્રીત કાગળ હાથમાં લીધો.
જ્યારે હું તારી સાથે વાતો કરૂ છું.
સમજુ છું મારી સાથે વાતો કરૂ છું..!
જ્યારે હું મારી સાથે વાતો કરૂ છું.
સમજ તું તારી સાથે વાતો કરૂ છું.!
હોય તો વાતજ નોખી છે.!
મગર એ જરૂરી નથી.!
કે "અનંત" વાતો કરવા હોય તું પાસે.
આ ભવમાં કાફી છે.!
હું જ્યારે પણ મારી સાથે વાતો કરૂ
હોય છે તું મારી નજર સામે.!
"અનંત"
ઘોઘીએ કાગળ વાંચી ઘોઘા સામે નજર કરી...
તો જોયુ કે ઝર્રઝર્રીત કાગળ નો થપ્પો...
છાતી સાથે ચાંપી ઘોઘો ઊંઘી ગયેલો...
*બ્લાસ્ટ*
"અનંત" કાળથી *પ્રેમ* એક છેતરામણો શબ્દ છે.
એ હકીકત જાણવા છતાં સૌ અનંત યુગોથી છેતરાય છે.
એ પણ ખુશી ખુશી.એ વાત નોખી છે જો કે કે,
પ્રેમમાં કોઈ મલકાય છે તો કોઈની આંખો છલકાય છે.
"અજ્ઞાની"

No comments:
Post a Comment