વર્ષો પહેલાં ભાઈબંધે આવુ કાં'ક કહ્યું હતું કે,
*પ્રલય*
******
પ્રલયની આગાહી વાંચીને
કે સાંભળીને ના ખુદ ડરો ના કોઈને ડરાવો.
પ્રલય અચાનક આવે તોય શું !
ઘટના આ પહેલી વારની નથી કે નહીં હોય,
ઘટના છેલ્લી કે આખરી વારની પણ નહીં જ હોય.
સદીઓથી બનતી આવતી આ પ્રલય નામની ઘટના.!
કોઈ આજકાલ ની નવી વાત નથી.!
અનંત યુગોથી પ્રલય નામની આ ઘટના ઘટે છે.!
અને અનંત યુગો સુધી આ ઘટના ઘટતીજ રહેશે.!
બની શકે નવા ઘરના પાયાના ખોદાણ કરતાં,
"અજ્ઞાની" અસ્થિ આપણને આપણાં જ મળે.!
"અજ્ઞાની"
"અજ્ઞાની"
https://www.facebook.com/100002991311961/posts/pfbid0iLkbQkTwztkk2zvroLAwzMkgfszhCndViJHD6kW4q6QkAshzgGbL58mGSNCr4Kffl/
પ્રલય...........
*****************
જી હા..!
આ પ્રલયની આગાહી તો ઘણા સમયથી થાય છે .
તો થવા દ્યો...
પ્રલયની આગાહી માત્રથી...
શું ડરી જવાનું ???
અને પ્રલય પહેલા,
પ્રલયના ડરથી મર્યા પહેલા મરી જવાનું ???
અને કદાચ પ્રલય થાય તોય શું ?
આ કોઈ પહેલીજ વાર ઘટતી ઘટના નહીં હોય.
અને છેલ્લી વાર ઘટતી ઘટના પણ નહીં જ હોય !
સદીઓથી આ ઘટના ઘટતી આવે છે !
એમાં કશું જ નવું નથી !
યુગોથી આ ઘટના ઘટે છે ને હજુયે ઘટશે..!
તો શું આ દુનિયા પૂરે પૂરી ખતમ થઈ ?
ના બિલકુલ નહીં આ દુનિયા,
પૂરે પુરી ક્યારેય ખતમ થઈ નથી..!
અને થવાની પણ નથી.!
અત્યારે પણ આપણું આ દુનિયાનમાં હોવું !
શું એ વાતની સાબિતી નથી ???
કે આ દુનિયા ક્યારેય પુરે પુરી,
ખતમ થઈ જ નથી..!
અને થવાની પણ નથી.!
હાં આપણું શરીર વગર પ્રલયે પણ રોજ રોજ થોડું થોડું ખતમ થાય છે..!
કેવળ શરીર જ..!
અને એટલેજ પુનઃ પુનઃ નવું રૂપ ધારણ કરે છે શરીર...!
આત્મા તો એનો એજ રહે છે..!
અનંત યુગોથી અનંત યુગો સુધી..!
યુગો પછી ફરી એવું પણ બને કે...!
ઘરના પાયાનું ખોદાણ કરતા,
અસ્થિ આપણને આપણા જ મળે....!
&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
જો કે આ પ્રલયની આગાહી તો ઘણા સમયથી થાય છે.!
મગર હવે માત્ર આગાહી નહીં બલ્કે પ્રલય સાચેસાચ થવોજ જોઈએ..!
હાં થોડુ આકરૂ તો પડશેજ..!
પણ ભલે આકરૂ પડે..!
પ્રલય સાથે એક મોટો ફાયદો એ પણ થશે.!
કે, આ બ્રહ્માંડ માં ફેલાયેલી તમામ પ્રકારની ગંદકી સાફ તો થઈ જશે.!એક સામટો તમામનો હિશાબ તો થઈ જશે..!
માનવ સમેત આ પ્રૃથ્વી પરનો તમામ કચરો કરચો થઈ ને ઉડી તો જશે...!
આમેય આ પૃથ્વી પરનો તમામ પ્રકારનો કચરો સાફ કરવો એ પ્રલય સીવાય કોઈની તાકાત બહારની વાત છે.!
માટે હવે પ્રલય એજ એક માત્ર વિકલ્પ છે.!
પછીજ નવા યુગનુ નીર્માણ થશે...
આમ પણ એક સાદો નિયમ છે કે ખેતરોમાં એક પાક લીધા પછી બીજો સારો પાક લેવો હોય તો જમીન ખદેડવીજ પડે.!
તો ખદેડાઈ જવા દો આ પૃથ્વી...
"અજ્ઞાની"
એ લોકો ને પ્રલયથી કમ પીડા નથી થતી..!
"અજ્ઞાની" જેના ઘરમાં યુવાન મૃત્યુ પામે છે.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/hnkUiW9zeUdGt3oN/?mibextid=oFDknk
1 comment:
👍
Post a Comment