હર હાલમાં જીવનમાં કૈ બધુજ
આપણને ગમતુ હોય તેવુ થાય એ જરૂરી નથી.
અને એવુ થતુ પણ નથી હોતું
ન ગમતું કૈ પણ ક્યારેય પણ સામે આવી શકે છે.!
પછી તે વસ્તુ હોય વ્યક્તિ હોય કે
વસ્તુ વ્યક્તિ સાથે ન ગમતી છતાં
નજર સામે ઘટતી ઘટના.!
અને પાછુ ત્યારે આપણે ઈચ્છવા છતાં
કૈજ કરી ના શકીએ, એ કરૂણતા...
અનેક વખત આવી તનમન સ્થિતિમાંથી
પસાર થતાં ભાઈબંધ અનંતે
વર્ષો પહેલાં જાત સાથે સમાધાન કરતાં
ક્હ્યું, લખ્યું હતું કે,
ન ગમતું જ્યારે પણ કૈ પણ ક્ષણ ભર થાય છે.!
હું સમજુ છું "અનંત" હીશાબ સરભર થાય છે.!
"અનંત *
મારા ચહેરા પર ઉદાસી કે
પીડા ના ભાવ જોઈન ઘણીવાર
અનંત મને પણ કહેતો...
પરીયાઆઆઆઅ...
તારી સામે તને ન ગમતુ જ્યારે પણ કૈ પણ થાય ને..!
ત્યારે તું સમજજે તારોય હીશાબ સરભર થાય છે..!
" અનંત "
No comments:
Post a Comment