એકલે કે થાપો...
છુપા છુપી ને અંતે પકડાય ગયો કે ગઇ એવુ..
દાવ દેનાર સમજે...
અને જ્યારે એ બહાર આવે ત્યારે ખબર પડે...
માટલી ચીરાણી...
વર્ષો પહેલા ભાઈબંધે આવી કૈ વાર્તા લખવા.,
લખેલા મુદા મળ્યા કાલે રાત્રે...
પછી વાર્તા લખી કે નૈ ખબર નથી....
કદાચ.!
આગળ જતા થોડા વધુ કાગળ ઊલેચુ,
પછી ખબર પડે મળે તો ઠીક છે નૈ તો..,
ખૈર....
એક કાગળમાં આવુ પણ કૈ મળ્યુ....
વર્ષો પહેલા કદાચ કોઇ ચહીતી ને કહેવા,
એણે લખ્યુ હશે....
તારા મનમા હુ છુ કે નૈ ખબર નથી.
ખબર છે મને મારી કે, મારા મનમા શું છે..!
સાવ સાચું કહું તો મારા મનમાં તું છે ..!
અગર હોય તારા મનમા મારા જેવુ કશુક તો.!
મારી માફક તુ પણ જીણુ જીણુ-
ઝણઝણીને કે'તારા મનમા શું છે..?
"અનંત" સીધ્ધુજ કહેતા શરમ લાગે તો ,
કોઈ ગીત ગણગણીને કે ' પ્યારી...
તારા પ્યારા મનમા શુ છે..?
"અનંત"
માટલી ચીરાણી... માટલી ચીરાણી... માટલી ચીરાણી....

No comments:
Post a Comment