વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ લખ્યું હતું કે
"મન"
મનમા ને મનમાં મનનુ મનન...
મન વીષે મન કરે મનમાં મનન...
હે મન તને નમન...
**********
પ્રભાતે વહેલો ઉઠી
ગયો ન્હાવા...
હાથ ધોયા પગ ધોયા
માથું ધોયું મોઢું ધોયું
આગળ પાછળ બધેથી
ઘસી ઘસીને ધોયું આ તન...!
પણ રે... આ ‘મન’
બચાવવા આ શરીરને દુનિયાના મેલથી,
જીણી જીણી રજકણથી આ તનને બચાવવા
પહેરી લીધા ઉજળા કપડાં.
પણ આ મન.!!!
એતો ક્યાંય ભીતર સાવ ભીતર
ને છતાં થાય કેમ મેલુ ?
એક પણ ડાઘ વિનાના ધોળા ફૂલ જેવા !
કપડાં ઘણા જોવા મળે, કપડાં જ !
પણ રે આ “મન”
શું સાવ સાફ છે ? "ના"..!
ખૂણે ખાંચરે ક્યાક તો મેલ હોવાનો જ.!
માંજવાના અનગિનત પ્રયાસ કરૂ.....
'ને થઈ પણ જાય ચકાચક..!
પણ ક્યાં ક્યાંથી બચાવું એને,
ઉજળા કાપડની વચ્ચે..! કપડાં જ !
ઘરથી બહાર નીકળીને બીજું કેટ કેટલું જોવાનું સાલું...!
કેટલું ભીતર....
કેટલું ભીતર છે આ “મન”
મારી સતત કરેલી મહેનત (જાજી નહીં તો થોડી )
નિશ્ફળ જાય...
અને,
એકા"દ" નાનો મોટો ડાઘ લઈને....
ઘરે પાછું ફરે....
આ “મન” છી...છી..છી.
“ચાલ ફટાફટ એને માંજવા માંડ આંખ બંધ કરીને....
મેલુ જ થવાનું એતો ખુલ્લી આંખે ફરી ફરીને"....
પણ બહાર કેમ નીકળવું બંધ આંખે ?
બહાર જઈને સૌ કોઈ આંખમાં મેલ આંજે !
અને પછી ઘેર આવીને માત્ર સૌ તન માંજે !
પણ મારે તો મન માંજવું છે !
મને મન માંજવાની તલપ, અને માંજતાયે આવડે.!
બહુ કેવાય !
પણ માંજી માંજી ને સાવ ઘસાય તો નહીં જાયને ?
આ “મન”
રે”અજ્ઞાની” એવું જો થાય તો ?
તો સુખં સુખં સુખં...
પરમ સુખં ચરમ સુખં અનંત સુખં અખંડ સુખં....
***********************************
“અજ્ઞાની "
No comments:
Post a Comment