Monday, 30 January 2023

ફર્ક તો પડેજ છે

 मने कोईज फर्क नथी पडतो !!! 


हां ! मने पण हवेथी कशोज फर्क नै पडे,जा ! 


हू जाऊ छु !


फरी क्यारेय तने नै मलु ,


आजथी तारी मारी कीट्टा ! 


हां...आ.. आ.. अ...,


अच्छा ...


एतो देखाय ज छे !


के तने कोईज फर्ख नथी पडतो !


आ तारी आंसुथी तगतगती आंखो !


गले डुमो बाझेलो स्वर...


रडु रडु  थता कपकपाता गुलाबी गुलाबी होठ !


अने गुस्साथी झणझणतु,


आ तारु आखे आखु बदन..!


अने ,तोय तु..!!?


तू जुठु बोले छे तद्दन.!!! 


बौ केवाय !


अने तु कहे छे के,,,


मने कोईज फर्क नथी, पडतो...!


कोई पण वात ना संदर्भे ज्यारे...


आ वाक्य ! कोई उच्चारे छे के,,,


मने कोईज फर्क नथी पडतो ...!


त्यारे ...!


खरेखर तो बौ मोटो फर्क पडी चुक्यो होय छे..!


वर्शो पहेला...


आ वात,अनंते, वाते वाते आ शब्द प्रयोग करती,


एनी चहीतीने कही'ती...!


वर्शो पहेला....


"अनंत"....


वात मात्र आटली ज होत तो वात जुदी हती ! 


पण वात मात्र आटलीज नहोती !


वात कै जुदीज हती ! 


तसवीर मेच नथी ! 


ए पण हकीकत छे ! 


पण हाल हु मजबुर छु !

*બ્લાસ્ટ*

ફર્ક તો "અનંત" પડેજ છે.!

કોઈને જાજો કોઈને થોડો.!

કોઈને વહેલો કોઈને મોડો 

મગર ફર્ક તો પડેજ છે..! 

"અનંત"


https://m.facebook.com/story.php?story_fbid=pfbid026v7x27GL6N41WqAWh63PMWWggoYh7YqNkysodG4mtjgjbfDhaubPKf3V8xvcAbvbl&id=100002991311961&mibextid=Nif5oz

હું પુર્ણ પવિત્ર નથી

 વર્ષો પહેલા ભાઈબંધે કહેલુ કે.., 


એ ત્યારેજ આવીને કહે છે કઈક કાનમાં.

હોતો નથી હું જ્યારે, બિલકુલ  ભાનમાં. 

"અનંત" કોઈ એને જઈને કહો કે એ સામે, 

આવે હું જઈ ના શકું એના પવિત્ર ધામમા.

"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02PXTojqnKEw1XoeCUDzddpT1CLx3C6WBixHwUkNEznh4mNDgJZizqTNEsQt9jhWcCl&id=100002991311961&mibextid=Nif5oz

વસ્ત્રો ભગવા હો' લીલા હો' સફેદ હો' 

કે કેસરી છેતરી શકે છે.! 

રે "અજ્ઞાની" સુટ બુટમાં પણ કોઈ 

સંત સુફી કે ઋષિમુની નીકળે. 

"અજ્ઞાની" 

* ખાલીપો "


હાજર જવાબી

 વર્ષો પહેલાની વાત છે.... 


ભઈ. મારી પાસે જે છે તે બધુ વર્ષો પહેલાનું જ છે... ! 


અને જે છે, એ છે, એનુજ છે ! એમાં મારુ કાય નથી...! 


હશે તે દિ' હું હામેથી કૈ દઇશ હોં, .. 


તો,  વર્ષો પહેલા વાતના અંતે એણે કહ્યું હતું કે....  


મને આંખોથી પીતા આવડે છે..!  આંખોની પિયાલી .. !  


કાયમ જે સવાલ પર સવાલ પૂછે એને સવાલી કહેવાય. 

હર સવાલના જવાબ આપે એને હાજર જવાબી કહેવાય.  


એતો ભૈ કોની બે હથેળી ટકરાય છે એના પર નિર્ભર છે. 

જો કિન્નરની ટકરાય તો તબોટા નહીં તો તાલી કહેવાય.  


નશીલિ આંખોથી પાઈને પીવાની મનેય ખૂબ ફાવટ છે.    

કોણે કહ્યું બોતલથી પાય કે પીવે,  એનેજ શરાબી કહેવાય.

 

ખભે ભાર ઊચકતો મજૂર પણ મનથી હળવો હોય છે સાંજે, 

આખો દિ’મન પર ભાર લઈને જીવે, એ પણ હમાલી કહેવાય. 


એ ખરો  ભરેલો જેવુ મન ભરેલું હો' નિજ આનંદથી. માત્ર– 

પૈસાથી છલોછલ હોય, એને પણ આમ તો ખાલી કહેવાય.     


અંતસ્ફુરણા થાય ને લખાય બોલાય તો વાત જુદી જ છે. 

બોલે છે ઘણાય પણ વાંચેલુ બોલે, એને કિતાબી કહેવાય.  


ખરી મજા એમાં છે. કે ખરાબ વાતો ભૂલી જઇયે તો સારું.     

પણ જો સારી વાતો ભૂલી જઇયે તો, એ ખરાબી કહેવાય.


જો આટલી વાત સમજાય તો ઠીક છે, “અનંત” બાકી જે-

સારી ખરાબ બંને વાત યાદ રાખે એને હિશાબી કહેવાય. 


“અનંત”


*બ્લાસ્ટ*1  

“અજ્ઞાની” અનુભવે તું પામ. 

ઉછીનું જ્ઞાન આવે નહીં કામ. 

"અજ્ઞાની"


*બ્લાસ્ટ*2 

પછી તારિયે વાહિયાત વાતોની વાહ વાહ થશે..!

“અનંત”......... પ્રથમ તું  હસ્તી મહાન થઈ જા..!      

"અનંત" 


જોકે એને એવું કાય હતું જ નૈ...! 


ભૈ એનું તો હતું એવું...  

કે નિજ મસ્તીમાં રહેવું ... 

કોઈને કાયજ ના કહેવું... 


લો, આ મે કહ્યું... રાજી...?  :)


https://m.facebook.com/story.php?story_fbid=636437991426436&substory_index=636437991426436&id=100002991311961&mibextid=Nif5oz

જર્રાક અમથી વાતમાં

 રાતના અંધકારમા ભીતરના અજવાળે... 


જ્યારે જ્યારે અમે મળતા... 


ટાઢાપોરની હાંકતા... 


આમેય શિયાળાની રાતે ટાઢ બૌ હોય અકલે.... 


વાત વાતમા ખબર નૈ કેમ "જરાક" શબ્દ નો પ્રયોગ, 


જાજી વાર થયો. 


પછી તો એજ શબ્દ ને લૈ આખી રાત વાત જામી. 


વાતના અંતે "અજ્ઞાની" આ જર્રાક અમથી રચના લખી 


જે મને અને અનંત ને બૌ જાજી ગમી... 


અકલે કે  વર્ષો પહેલાની વાત યાદ આવતા 


આજ આખી રાત જાગી મે એ ઝરઝર્રીત કાગળ, 


ઊથલાવ્યા ત્યારે માંડ માંડ મળી... 


અને..., કૈ નૈ.. 


બસ જરાક જ !!!? 

******************************************* 

સતત પ્રયાસ કરું છું.! મને ક્યાં હજુ મારી જ સમજાઈ છે જિંદગી. 

ક્યાંક તો હશે જ એ  છુપાયેલી ! બંધ આંખે જે દેખાય છે જિંદગી.


ઘણું  મેળવી લીધું પણ, છતાં.! 'જરાક’માં જ અટવાઈ છે જિંદગી. 

અઘરી છે ઘણી ભઇ એમ ક્યાં આસાનીથી સમજાય છે? જિંદગી ?


ના સમજાય તો પૂછો એમને ! આ’ જરાકજ’  ખૂટે છે જેમને 

એજ સાચું  કહેશે આ‘જરાક’વગર કેટલી બધી ગૂંગળાય છે જિંદગી.  

  

‘જરાક’ગમે ત્યાં બંધાઈ જતાં' ને ’જરાકજ’ના ગમતા થતા, છૂટાછેડા;

બસ ‘જરાક’ અમથી સમજના અભાવે કેટ કેટલી નંદવાઈ છે  જિંદગી. 


‘જરાક’માં બંધાય 'ને‘ જરાકમાંજ’ છૂટે બસ જરાક અમથું જો ખૂટે., 

આ જરાક અમથી વાત જો હોય તો પછી શા માટે? ઘુંટાઇ છે 

જિંદગી?


જરાક વધુ કે ઓછું પડે, કડવું, ખારું,તીખું કે પછી સાવ મોરુ ફક્ક.! 

ઊકલી જાય માણસ આખો. થાય જો જરાક અમથી ચૂપ હ્રદયની ધક ધક.  

બસ જરાકમાં અમથી પીડા થકીજ મોતમાં ક્યારેક પલટાય છે જિંદગી.                            


‘જરાક’જો‘જરાક્જ’ હોય તો શાને પીડા એની હોય આટલી જાજી?

નજર પણ ‘જરાક્જ’ મળે છે ને? તોય પછી કેટલી રિબાય છે જિંદગી. 


ને તોયે હજુ આપણે કહીયે 'જરાક'! કેવું કહેવાય નૈ.! કે, જરાકમાંજ વિનાસ કે  વિકાસ પણ થાય' અને, 'જરકમાંજ’  

સર્જાય છે જિંદગી.                        


કારણ સાવ જ નાનું હતું !બસ‘જરાક’ તો જગડો કા? મોટો થયો?

પૂછ્યુ શું થયું? તો કહે, બસ જરાક અમથી મજાક કરી ! 'ને, 

અથડાઇ બે જિંદગી.    


આવે અગર આંચકો શું કહેશો બસ જરાક ધરતી હલી' તી ખરૂ ને.? 

યાદ કરો.! જરાક અમથા એ આંચકામાય કેટ કેટલી હણાઈ છે જિંદગી.   


‘જરાક’, નાનું, થોડું, કે પછી, અણુ એમાજ સમાયું છે ઘણું. 

ભીતર જઈ જેણે જેણે વિચાર્યું  એને  જ ખરી સમજાઈ છે જિંદગી.  


યા 'જરાક' ને પકડી લ્યો યા તો 'જરાક'ને છોડી દ્યો મળે સુખ બન્નેથી!

“અજ્ઞાની” આમતો આ જરા ‘જરાકના’ આધારે જ !બંધાઈ છે જિંદગી.


"અજ્ઞાની "


આકલુ બોલી પછી એ ખુરશી પરજ પોઢી ગયો... 


અનંત પણ આંખ ચોળતો હતો અને, 


મનેય તે ખૂબ ઊંઘ હતી અકલે હુ પણ ત્યાંથી સરકી ગયો.... 


બસ પછી ઘેર જૈને ઊંઘી ગ્યો... 


પૂરાણી વાત પૂરી.... 


જોકે મારે મન પૂરણ પૂરી...


https://m.facebook.com/story.php?story_fbid=pfbid0SGamxML7Jcn8Ycmati8Spssf2ay4jHscxqS4vrFPfRSMSq1JkUtjQFbD28AnnskLl&id=100002991311961&mibextid=Nif5oz

અંત કે અંતીમ કૈજ નથી

 અંતિમ પ્રેમ...

અંતિમ પ્રેમ પત્ર ... 

અંતિમ ક્ષણ 

અંતિમ શબ્દ 

અંતિમ સત્ય 

અંતિમ શ્વાસ 

અંતિમ જન્મ 

અંતિમ મૃત્યુ 

અંતિમ યાત્રા

એવુ કશુજ નથી હોતું.


'તો કેવું હોય છે'?


દરવાજે ઊભા ઊભાજ ઘોઘીએ ઘોઘાને સવાલ કર્યો.


આમ તો કાયમ ઘોઘી સીધીજ ઘોઘાના ઘરમાં આવતી રહેતી ...


આજે પણ એમજ કાયમ માફક આવવા જતી હતી પણ,,,,


ના આવી , કારણ કે આંગણે આવતાજ ઘોઘીએ જોયું કે,


આદત મુજબ સોફાને ટેકે માથું અઢેલી,

સામે પડેલી ટીપોય પર,

ઘોઘો, પગ લંબાવીને બેઠો હતો. 


ઘોઘાના હાથમાં જર્ઝર્રિત કાગળ હતો. 


અને એ કાગળ ઘોઘો વાંચી રહ્યો હતો,

બોલી, બોલીને..!


અકલે એ જોઈ ઘોઘી દરવાજેજ ઊભી રહી ગઈ અને સાંભળવા લાગી હતી.


પણ, ઘોઘો જ્યારે...


"એવુ કશુજ નથી હોતું"


ઘોઘો એ વાક્ય બોલ્યો અકલે,


ઘોઘીએ સવાલ કર્યો. 


" તો કેવું હોય છે ..?"


ત્યારે ઘોઘાને ખબર પડી કે,


ઘોઘી ક્યારની આવીને દરવાજે ચૂપચાપ ઊભી હતી.


ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું .


" શું કેવું હોય છે...!"


અરે તે હમણાં કાગળ વાંચતા વાંચતાં અંતમાં કહ્યુને કે ,


એમ કહી ઘોઘી ઘોઘો કાગળમાથી જોઈ જોઈને જે બોલેલો એ ફરી બોલી ...


( ઘોઘીની યાદ શક્તિ બૌ તેજ )


એજ ..!


અંતિમ પ્રેમ...

અંતિમ પ્રેમ પત્ર ... 

અંતિમ ક્ષણ 

અંતિમ શબ્દ 

અંતિમ સત્ય 

અંતિમ શ્વાસ 

અંતિમ જન્મ 

અંતિમ મૃત્યુ 

અંતિમ યાત્રા 

આવું કશુજ નથી હોતું.


આમ કહી ઘોઘી હળવેકથી સોફા પર ઘોઘાની બાજુમાં બેસી ગઈ.


ઘોઘીનો સવાલ કાગળ સંબંધી હતો એ જાણી ઘોઘાએ કહ્યું.


"અચ્છા... હાં હાં એ... એ તો આગળ કાગળ વાંચું પછી ખબર પડે ને ..!"


" હાં તો વાંચને ..! પણ જલ્દી "


ઘોઘી કાગળમાની આગળની વાત જાણવા અધિરી થઈ ગઈ ...


અકલે ઘોઘાએ ઘોઘીને કહ્યું.


"હાં વાંચું છું ભૈ..!

પણ કૈ ઉકલવું તો જોઈએ કે' નૈ ...


એક તો કાગળ જૂનો ઝર્ઝરિત અને ઉપરથી ગરબડીયા અક્ષર ... "


"હાં પણ તારી પાસે આ કાગળ આવ્યો ક્યાથી પહેલા તું મને એ કે' "


ભૈ એ તો આપણો ભાઈબંધ કાલે રાતે આવેલો અને અમે બન્ને સાથે બેસીને


આપણાં ભાઈબંધના ભાઈબંધનો કાગળ ઉકેલતા હતા.


પણ, પછી, એને ઊંઘ આવવા માંડી એટલે,


એ આ કાગળને તકીયા નીચે મૂકી ચાલ્યો ગયો....


અને પછી હુય સૂઈ ગયો...ખોટું શું ..!


" 'હુહ' બેઉ સરખા ઊંઘણસી કોણ જાણે કેટલા,ભવના ઉજાગરા આંખમાં લઈને જાગો છો ખબર નૈ "


ઘોઘી હુહ એમ છણકો કરતાં ઘોઘાને વઢિ .


અકલે, આંખો ચોરતા ચોરતા ઘોઘાએ કહ્યું.


"લે તો સવાર પડ્યે ઊંઘ તો આવેજ ને ...!"


"હાં હવે બૌ લપ ના કર અને કાગળમાં આગળ શું લખ્યું છે એ વાંચ ..!


પછી ચાય લઈ આવીશ "


" તો પેલ્લા લઈ અવાય ને ..!"


"લઈજ આવી હતી "


" તો ક્યાં છે લાવ.."


"મારા પેટમાં.."


"પણ રોજ તો તું કપ રકાબીમાં ચાય લઈ આવે છે "


"અક્કલ વગરના સાવ ઘોઘોજ છે તું .."


" હાં હાં ખબર છે ..!

તું બૌ હોશિયાર છે એ ..! "


" હાં પણ તો એટલિ ખબર ના પડે કે,


કોઈ પેટમાં ચાય લઈને થોડી ના આવે..!"


" લે પણ હું ક્યાં એમ કૌ છું

એ તો મે ચાય ક્યાં .?


એમ તને પૂછ્યું ત્યારે તેજ તો કહ્યું કે,

"મારા પેટમાં "


"ડોબા .! હું ચાય લઈને જ આવેલી પણ


તું કાગળિયો વાંચતો હતો એટલે


હું તને સાંભળવા ઊભી રહી ગઈ.


પછી મે વિચાર્યું કે,


આમેય ચાય ઠરી જશે એના કરતાં


અત્યારે હુ ચાય પીય જાઉં


પછી તારા માટે પાછી ગરમા ગરમ ચાય લેતી આવીશ. 


એમ વિચારી તારી ચાય હું પીય ગઈ એટલે મારા પેટમાં વૈ ગૈ "


" હાં તો જા હવે પેલ્લા મારા માટે ચાય લેતી આવ ...! "


" અહં , પેલા કાગળ આગળ વાંચ..!


પછી કરજે ચાયની વાત...! "


" ના ..! એક તો આમેય ઉકલતું નથી ..!


અને હવે તો સાવ નૈય ઊકલે ચાય પીધા વગર... "


ઘોઘીએ પોતાની નાજુક આંગળી અને અંગુઠો ભેગા કર્યા અને,

ઘોઘાની સાથળ તરફ લઈ ગઈ.


ઘોઘાએ ઘોઘીના ભર્યા પછી વર્ષો સુધી થતાં,


ચીટીયાના ચચરાટના ડરને કારણે,


ઘોઘીની બાજુમાથી આઘો ખસતા

ઘોઘીને કહ્યું.


"અહહ રેવા દે ... રેવા દે ઘોઘી...


તું આ તારો હાથ છેટો રાખ..!"


એમ કહેતા કાંડેથી ઘોઘીનો હાથ પકડી પોતાની સાથળ પર હુમલો થાય એ પહેલાં

ખસેડી લીધો. 


" હાં તો પહેલા કાગળ વાંચ્ચ..!"


"વાંચું છું શાંતી રાખ્ખ ..! રાડો ના નાખ્ખ...!"


અને પછી ઘોઘો અટક્યો તો ત્યાથી શરૂ થયો.


( જો કે ઘોઘીએ જ વચ્ચે સવાલ કરીને અટકાવેલો નૈ તો તારે કે મારે આટલું ખેંચાવું ના પડત )


" હાં તો,


આવું કશુજ નથી હોતું.


"કેવું કશુજ નથી હોતું ..? "


"લે પણ, એજ તો ઉકેલું છું.."


"એમ અડધેથી નથી ઉકેલવું પહેલેથી વાંચ..!"


" શું યાર તું પણ સવાર સવારમાં ..."


"ચૂપચાપ વાંચ્ચ ...!પહેલેથી.."


ઘોઘીએ આદેશ કર્યો...


અકલે ઘોઘો ચૂપચાપ વાંચવા માંડ્યો ..!


" આશુ ઘોઘા તું ખાલી હોઠ ફફડાવે છે .."


" વાંચું છું કેમ ..!?"


" હાં પણ જરા ઊચા અવાજે મને સંભળાય એમ તો વાંચ ..!"


" જો ઘોઘી તને કૈ દૌ છું તું મને બૌ પરેશાન ના કર ,કોઈ પણ એક વાત કર.."


" એક્જ વાત તો કરી કે, તું કાગળ વાંચ ..!


" હાં તો એજ તો કરતો હતો ..!"


"પણ મને સંમભળાય એમ..!"


"જો..! વરી...


ઘોઘી ઘડીક તું કહે છે ચૂપચાપ વાંચ ,


ઘડીક કહે છે ઊંચા અવાજે મને સંભળાય એમ વાંચ..! "


" ઑ હો જાણે મારી બધી વાત તું કાયમ માને છે કેમ..!"


" હાં તો તું ચીંટિયાનો ડર બતાવે તો હું શું કરું ,માનુજ ને..!"


અંતે ઘોઘી કંટાળી અને ,


" ભૂલ થઈ ગઈ બાપ્પ..!


હવે એક્જ વાત કહું છું ધ્યાનથી સાંભળ.."


" હાં બોલ હું ,,," ઘોઘાને આગળ બોલતો અટકાવી ઘોઘીએ કહ્યું.


" તું કાય બોલમાં .! બસ તું મને સંભળાય એ રીતે આ ક્યારનો હાથમાં ઝાલીને બેઠો છે

એ કાગળમાં આગળ શું લખ્યું છે એ પહેલેથી વાંચ બસ્સ ..! "


" હાં પણ તો તું પણ વચ્ચે કાય બોલજે નૈ કે ના સવાલ કરજે "


શરારતી ઘોઘાએ પણ ઘોઘી સામે શરત રાખી...


કે તરત ઘોઘી માની ગઈ.


" ભલે ચાલ હું સવાલ પણ નૈ કરું કે કૈજ નૈ બોલું બસ ...!"


ઓકે એમ કહી


સંભાળીને કાગળ સરખો કરતાં ઘોઘાએ ફરી પહેલેથી શરૂ કર્યું .


અંતિમ પ્રેમ...

અંતિમ પ્રેમ પત્ર ... 

અંતિમ ક્ષણ 

અંતિમ શબ્દ 

અંતિમ સત્ય 

અંતિમ શ્વાસ 

અંતિમ જન્મ 

અંતિમ મૃત્યુ 

અંતિમ યાત્રા 

આવું કશુજ નથી હોતું.


" તો કેવું હોય છે ...? "


સવાલ થયો ઘોઘી ભૂલથી વચ્ચે બોલી ...


અને ઘોઘી સામે ક્ષણભર તાકી ઘોઘો ચૂપ્પ ... !


સોરી...સોરી સોરી સોરી સોરી...


એક કાન પોતાનો અને બીજો ઘોઘાનો પકડી ઘોઘીએ


અંગ્રેજીમાં ચારપાંચવાર ઘોઘાની માફી માંગી.


અને કહ્યું ઘોઘા પ્લીઝ પ્લીઝ ઘોઘા પ્લીઝ 


આજે કાયમની માફક તું અધૂરું ના છોડતો.


હા , ક્યારેક આપણે ધારી લઈએ છીયે ,


ક્યારેક માની લઈએ છીએ ...


ક્યારેક જાતે તો ક્યારેક કોઈ કહે ત્યારે .. .


પણ અંતિમ કશુજ હોતું નથી ....


ના અંતિમ પ્રેમ ... 

ના અંતિમ પ્રેમ પત્ર ... 

ના અંતિમ ક્ષણ 

ના અંતિમ શબ્દ 

ના અંતિમ સત્ય 

ના અંતિમ શ્વાસ 

ના અંતિમ જન્મ 

ના અંતિમ મૃત્યુ 

ના તો અંતિમ યાત્રા...


થોડી ક્ષણ તો ઘોઘી મુંજાઈ ગઈ. 


ઘોઘીને લાગ્યું કે ઘોઘો


મે અધરું છોડતો નહીં એમ કહ્યું એનો જવાબ આપે છે .


પણ પછી સમજાય ગયું અકલે અપલક ઘોઘા સામે તાકી ...


અને કાન શબ્દો તરફ રાખી ચૂપચાપ સાંભળવા લાગી...


ઘોઘો ઘોઘીને એક હરફ પણ કહ્યા વગર


ઘોઘી તરફ જોયા વગર ...


બસ કાગળ વાંચે છે ...!


કાગળમાં જોઈને ઘોઘો એકધારો આગળ બોલે છે..!


હું આજે નક્કી કરું કે હવે પછી હું ક્યારેય જૂઠું નહીં બોલું. 


" છતાં તું તો રોજ બોલે જ છે ને ..!"


ઘોઘી વચ્ચે બોલે છે॰ પણ ઘોઘો એની વાત ધ્યાન આપ્યા વગર ...


સળંગ વાંચે છે .


હું આજે બોલ્યો કે બોલાઈ ગયું એ અંતિમ જૂઠ ..!


" હુહ, તારા પર ભરોશો કેમનો કરવો..!"


ઘોઘી ફરી વચ્ચે બોલે છે. પણ, ઘોઘો એની વાત ધ્યાન આપ્યા વગર ...


સળંગ વાંચે છે .


પણ તો પણ હું જૂઠ બોલીશ...


મારી કોઈ મજબૂરી યા તો લોકો મને જૂઠ બોલવા મજબૂર કરશે ...


હું જીવતો હોઈશ તો પણ હું મરી જઈશ ... 


હું મરી જઈશ તો પણ હું જીવતો હોઈશ ...


ઘોઘીની આંખમાં ઝળઝળિયા આવી ગ્યાં ...


અને કાંપતા હોઠે ઘોઘી ઘોઘાને કહે છે.


ઘઘઘ ઘોઘા.. અઅઆ તું શું બોલે છે, 


કકક કેમ તું આજે આવું આવું બોલે છે .!


ઘોઘો લગીરે ના તો ઘોઘી તરફ જુવે છે કે ના તો સાંભળે છે..!


ઘોઘો બસ કાગળમાં માથું ઘાલી વાંચે છે એકધારું અવિરત....


હજારો વાર લાખો વાર કરોડો વાર હું મરીશ મનથી ...


સેંકડો મરે છે જીવે છે જીવે છે મરે છે એજ રીતે મનથી...


શરીરની વાત તો હું સાવ છેલ્લે કરીશ ...


હજુ પ્રેમ બાકી છે, હજુ પ્રેમ પત્ર બાકી છે, હજુ ક્ષણ બાકી છે,


હજુ શબ્દ બાકી છે, સત્ય બાકી છે, અને હજુ શ્વાસ બાકી છે ....


એ પ્રેમ જે પ્રથમ હોય છે , કોઈને પણ કોઇની પણ સાથે


અને બસ એજ પ્રેમ અંતિમ છે પ્રેમ છે એવું કોઈ માને તો,


છો માને હું નથી માનતો ....


ઘોઘીના મનમાં ફાડ પડે છે, એ વચ્ચે કઈક બોલવા ચાહે છે,


એ ઘોઘાને કઈક સવાલ પૂછવા ચાહે છે...


પણ ખબર નૈ કેમ ..!


એ કાઇજ બોલી નથી શકતી ...


ભીની આંખે એ બસ સાંભળે છે ...


હજુ પણ ઘોઘાનું ઘોઘી તરફ લગીરે ધ્યાન નથી ...


ઘોઘો લીન છે તલ્લીન છે જર્ઝરિત કાગળમાં ...


અને એકધારો અવિરત અટક્યાં વગર ઘોઘો કાગળ વાંચે છે...


ડાળી પર કોઈ ફૂલ અંતિમ ફૂલ નથી હોતું .


ડાળી પર રોજ અનેક ફૂલ ખીલે છે ખરે છે


ખરીને ફરી અનેક નવા ફૂલ ખીલે છે ...


એજ રીતે પ્રેમ પણ ક્યારેય અંતિમ નથી હોતો...


તો તુજ કહે ભલા પ્રેમ પત્ર અંતિમ કેવી રીતે હોઈ શકે... !


(ઘોઘાને કાગળ વાંચતાં એવું લાગતું હતું કે,


વર્ષો પહેલા ભાઈબંધના ભાઈબધેએની કોઈ ચહિતીએ 


( કઈ એ ખબર નથી ) કરેલા સવાલનો જવાબ લખેલો હશે ... )


તો પછી કોઈ પણ ક્ષણ અંતિમ કેમ હોય શકે ...!?


એક પછી એક ક્ષણ જન્મે છે હરેક ક્ષણ અલગ અલૌકિક અદભૂત


અનુભૂતિ લઈને આવે છે અને કઈક નવોજ અનુભવ દઈને જાય છે ...


શબ્દો પણ ક્યાં કદિ ખૂટે છે ...?


અનંત કાળથી હજારો લાખો કરોડો ગ્રંથો લખાઈ ચૂક્યા છે ...


હજુ અનંતકાળ સુધી ગ્રંથો લખાતાજ રહેશે ...


અને ગ્રંથોમાં અઢળક અનંત શબ્દો .....


જેનો કોઈ હિશાબ નથી ....


હરેક શબ્દ ભ્રમ અનેક બ્રહ્મ યુગોથી ચાલતો આવતો આ ક્રમ ...


કે ક્રમશ બાદ ફરી થાય છે શરૂઆત નવા શબ્દોની...


હાં તો સમજાયું ને તને કે કોઈ પણ શબ્દ અંતિમ શબ્દ નથી ..!


અને , એ સત્ય જેને લોકો અંતિમ માને છે યા તો કોઈ મનાવે છે ...


કહો ને કે ઠસાવે છે સૌ પોત પોતાનું સત્ય એક બીજાને ...


પણ , કોઈ પણ સત્ય અંતિમ સત્ય નથી જ નથી ...


તે પણ નહીં આ પણ નહીં આના પછી પણ ,


કોઈએ કહેલું કે કોઈનું પણ કહેલું સત્ય અંતિમ સત્ય નથી ...


હાં, સત્ય પળ પળ બદલાતું જરૂર હોય છે, પણ અંતિમ તો હોતુંજ નથી ..!


અને રહી વાત શ્વાસની તો એ તો અવિરત ચાલે છે ....


અનંત અનંત અનંત કાળથી ....


શરીરમાં રહીને પણ અને શરીરથી છૂટી ને પણ ....


પ્રેમ અનંત છે... 

પ્રેમ પત્ર અનંત છે... 

ક્ષણ અનંત છે... 

શબ્દ અનંત છે... 

સત્ય અનંત છે... 

શ્વાસ અનંત છે... 

જન્મ અનંત છે... 

મૃત્યુ અનંત છે... 

યાત્રા અનંત છે... 


સમજાય એટલો તું સમજ આ જન્મ અનંત.... 

ના તો મૃત્યુ અંતિમ હોય, ના જન્મ નો અંત...   


સાલ્લું આ આ શું લખ્યું છે..? ઉકલતું નથી ... 


એમ ઘોઘો સ્વગત બોલ્યો... 


હઅ, હવે થોડું ઉકલ્યું કેટલા ગરબડીયા ને આછા થઈ ગયા છે ,


આ અક્ષરો પણ .!


વળી ઘોઘાને થોડું ઘણું ઉકલ્યું.  


હમ, અંત તરફ આગળ વધતાં ભાઈબંધે લખ્યું છે કે,  


ચાલ "અનંત" હવે તું અંત હિન અંતિમ..! યાત્રા માટે તૈયાર થઈ જા...


એક ધારો બોલતો ઘોઘો કાગળના અંતે,


ઝાંખા પડી ગયેલા અક્ષરો/શબ્દો ના ઉકલતા ફરી અટક્યો...


અને પછી, અને પછી એમ ઘોઘો બે વાર બબડ્યો ..


ના ઉકલતા શબ્દો ઉકેલવા મથતા ઘોઘાએ અંતે ઘોઘીને કહ્યું.


અને પછી, આ આ આ નીચે ખબર નૈ શું લખ્યું છે ...


લે ઘોઘી આ જોતો જરા તને આમાં કઈ ઉકલે છે.!


એમ કહી ઘોઘી તરફ કાગળ ધર્યો .


અને છેક ત્યારે ઘોઘાએ ઘોઘી સામે જોયું તો જોયું કે,,,


ઘોઘી તો ક્યારની ઘોઘા સામેજ 


તગતગતી આંખે તાકી તાકી ને જોતી હતી...


અને રોતી હતી ખબર નૈ કેમ... !


બ્લાસ્ટ :-


પીળા પડી ચૂકેલ ઝાંખા અને ઝર્ઝર્રીત કાગળીયા અંતમાં લખ્યુ હતુ કે,


હે, "અનંત" હોય છે બધુજ અનંત.....

શરૂઆત પણ ક્યાં, શરૂઆત હોય છે..?


ના અંતીમ અંતીમ હોય છે ..!

ના શરૂઆત શરૂઆત હોય છે..! 


"અનંત"


*બ્લાસ્ટ*


"અનંત"


અંતમાં એટલુજ કહેવાનું "અનંત" કે, બધુ અનંત છે!

શરૂઆતજ નૈ અંત કે અંતીમ જેવું પણ કૈજ હોતુ નથી.

"અનંત" 


https://m.facebook.com/story.php?story_fbid=pfbid0wK3Eu4irdxfPDFMeQkmFDsx34kc8QngbUmXrKMHw8DLBKVbp7ynNG3tr2uNteQ3El&id=100002991311961&mibextid=Nif5oz

Tuesday, 24 January 2023

કહેવુ કેટલુ સરળ છે.

 *ब्लास्ट*


सौ कहे छे ! 


कहेवाना क्या पैसा बेहे छे ! 


कोई लखीने लखीने, तो,कोई बोलीने कहे छे ..!


आवु केम..!!!?


केमके कहेवु सहेलु पडे छे ! करवु अधरु !


करवा माटे कशुक तो करवुज पडे छे !


ज्यारे.....


कहेवामा कहेवा सीवाय कशुज करवानु होतु नथी !


आवु वर्षो पुर्वे जेणे कह्यु ते,,,


"अज्ञानी" हतो !


जोके हुय काय वधारतो नथ !


अर्थात मे पण आज सुघी काय वधारी.नथी लीघु !


*ब्लास्ट* 


मने बौ गमतो ब्लास्ट "अनंत"नो .... 


*ब्लास्ट* 


छेक सुधि कोईने ए नथी समजातु "अनंत"

के,हिसाब जुना चुकते थाय छे के नवा चड़त..!


"अनंत"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid037uzoxRFuypC16RL3xqBiqAGPAxNqNgnyVMfWySskwtuEK9WjbRekHUfKB6WREDxGl&id=100002991311961&mibextid=Nif5oz

બે હીશાબ છે હીશાબ

 હિશાબ અનંતનો બે હિશાબ ... 


અનંત ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માથી.... 


હિસાબ તો હિસાબ જ હોય છે ને...!?


કહેવાય છે લગન કર્યા મગર લગન હવે કોઈ કરતુ નથી. સૌ પરણે છે .!

પરણાવી દીધેલાકે પછી પરણેલા પરાણે પરાણે જીવન ઢસરડે છે..!  


ભીતરના અનંત પ્રેમના પવીત્ર સબંધો બારી બારણા જેવા હોય છે.. 

બારણું જો કોઈ ખખડાવે તો બારણા સાથે બારી પણ ધણધણે છે ...   


બહાર થી જે ખળભળતો હોય બની શકે ભીતરથી હોય એ શાંત... 

બહારથી જે સાવ શાંત દેખાતો હોય,પણ, ભીતરથી એ ખળભળે છે.


જીવવાને તો સાથે જીવે છે એક સ્ત્રી અને એક પુરુષ સંસારી સહ જીવન.   

મગર એ ભાગ્યશાળી જીવન સાથી છે જેની પથારીમાં રોજ સળ પડે છે.!      


કારણ વિના તો ક્યારેય કશું જ થતું નથી જીવનમાં, હશે કોઇ તો કારણ-

પર ભવના આપણા  હિસાબ મુજબ ક્યારેક સુખ કે દૂ:ખ આ ભવે મળે છે. 


છે સાવ કરતાં સાવ મફત..! સપના સુખન, તું  જોયા કર સતત અનંત   

આ ભવમાં જોયેલા સ્વપ્ન અગર અધૂરા રહે છે તો આવતા ભવે ફળે છે.!


હ્રદય અગર ભારે ભારે લાગતું હોય તો એકાંતે આંખો જરીક નિતારી લે,

હાં, એજ ખુલ્લા મનથી હસી શકે છે ! છાને ખૂણે  જેની આંખો રળે છે.!

 

કોઈ ભીડથી કંટાળે છે તો કોઈ ઝંખે છે ભીડ, અજીબ આ વિરોધાભાષ છે.   

કોઈ અટુલો એકાંતથી કંટાળે છે તો, કોઈ સતત એકાંત માટે ટળવળે છે.   


હિસાબથી ના જરીયે ઓછું, ના જરીક પણ કોઈને વધુ મળે છે.! હું તો 

“અનંત” યુગોથી જાણું છું કે  હિસાબ મુજબજ અહી બધાને બધુ મળે છે.!


“અનંત”


*બ્લાસ્ટ* 1 

"અનંત"એ જરૂરી નથી કે હરેક સ્વપ્ના આ ભવમાં જ ફળી જાય. 

આ ભવમાં જોયેલા સ્વપ્ના ક્યારેક છેક આવતા ભવે પણ ફળે છે ! 

"અનંત"


*બ્લાસ્ટ* 2 


અંત સુધી એ કોઈને નથી સમજાતું "અનંત"

કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.


"અનંત"

*બ્લાસ્ટ*

બે હીશાબ

છે હીશાબ

જે આ એકજ ભવમાં

પુરા નથી થવાના...

ખૈર...

"અનંત" ફરી પાછો આવીશ...

"અનંત" 

આ ભણેલા અને અભણ લોકોએ મારો ભ્રમ ભાંગી નાખ્યો

 " આ ભણેલા અને અભણ બન્ને એ મારો ભ્રમ ભાંગી નાખ્યો છે . "

*********

ભણેલા કે વધુ વાંચન ધરાવતા લોકો વધુ બુદ્નાધિશાળી હોય છે .   

તેમના વાણી ,વર્તન વ્યવહાર , સમજણ એવં સંસ્કાર....

 ખુબ ઉતમ અને ઉચ્ચકોટીના હોય છે . 

અને અભણ કે ઓછુ ભણેલા અલ્પ વાંચન ધરાવતા લોકો ભુધ્ધી હીન હોય છે. 

તેમના  વાણી ,વર્તન વ્યવહાર , સમજણ એવં સંસ્કાર....

 સાવ સામાન્ય અથવા નીચલા સ્તરના હોય છે .

એવો મારો ભ્રમ  

આ ભણેલા અને અભણ બન્નેએ ભાંગી નાખ્યો છે . 

વર્ષો પહેલા... 

શિયાળાની હાડ થીજાવતી ટાઢ માં  કાળો ગરમ ધાબળો ઓઢી 

મધરાતે ઉબડ ખાબડ રસ્તો પસાર કરી સાંકડી ગલીમાં ,

 છેક ખૂણે આવેલ ખંડેર ના અધખુલ્લ દરવાજેથી શરીર સંકોરી ભીતર પ્રવેશ્યો .

ભાઈબંધો અનંત અને અજ્ઞાની 

પોતપોતાની ખુરશી પર 

આરામથી સામે પડેલી તૂટેલ ફૂટેલ ટીપોય પર 

પગ  લંબાવી બેઠા હતા... 

મારા આગમન સાથેજ ઉત્સાહિત થઇ બંને એક સાથે બોલ્યા ... 

આવ પરિયા આવ જલ્દી જલ્દી અંદર આવ..!  

કકક્ડતી ટાઢ માં ગરમા ગરમ ચાય પિવડાવ ...!     

ભીતર પ્રવેશી મેં અધખુલ્લો દરવાજો 

સજ્જડ બંધ કરી દીધો. 

જેથી બીજું કોઈ ભીતર આવી ન શકે .

હું હું હું હું ધ્રૂજતા હાથે ચાયની કીટલી 

ટીપોય પર મૂકી ,

ટાઢમા ઠીંગરાઈ ગયેલા શરીરમાં 

ગરમી પેદા કરવા હું બન્ને હાથની હથેળી ભેગી કરી ઘસતા ઘસતા મારી ખાલી પડેલી ખુરસી પર બેસી ગયો . 

બહાર સુસવાટા મારતો ઠંડો પવન વાતો હતો. 

મગર અંદર ખંડેર ગરમ અને હુંફાળું હતું . 

ખંડેરમાં આખો દિવસ ભઢ્ઢી ચાલુ હોવાથી. 

યાર્રો... શિયાળો તમારા બન્ને માટે 

આશીર્વાદ સમાન છે નૈ... 

અનંત અને અજ્ઞાની સાથે બોલ્યા 

હાં યાર ... ખરેખર... 

અનંતે કહ્યું પરીયા... 

ઉનાળામાં આખો દિવસ બે વફા સ્ત્રી ની માફક 

તન મન અંગે અંગ દઝાડતી 

 ભઠ્ઠીની ગરમી 

શિયાળામાં અમને પ્રેમાળ સુંદર સ્ત્રી ની સોડ જેવી 

પરમ ચરમ અખંડ અનંત હુંફ આપે છે... 

મુછમા હસી દાઢી પર 

આંગળી ફરમાવતા અજ્ઞાનીએ કહ્યું. 

પરિયા હવે ઠંડી થઇ જાય એ પહેલા ગરમા ગરમ ચાયની પિયાલી ભર ...

હાં ચાલ ભરૂ છું કહેતા 

ઉંધી પડેલી ત્રણેય પિયાલી સીધી કરી 

મેં ગરમા ગરમ ચાયથી ભરી ... 

એક સાથે ત્રણેયે પિયાલી ઉપાડી ચીયર્સ કરી ... 

એક સાથે સુર્ર્રર્રર્ર્રર્રર્ર્રર્ર કરતોક 

ગરમા ગરમ ચાયનો ઘૂંટ ભર્યો ... 

અજ્ઞાનીએ કહ્યું. 

હાશ્શ મજ્જા આવી ગઈ પરિયા .... 

એવું લાગ્યું જાણે આપણે સૌ 

સ્વર્ગમાં બેઠા હોઈએ ...

અનંત બોલ્યો 

હાં યાર્ર આ ભાવમાં આટલું સુખ ..! 

ઓછુ તો નાજ કહેવાય ... 

મે કહ્યું હાં યાર્રો હાં 

આ ભવમાં આટલુ તો બૌ કહેવાય... 

ચાય નો ઘુંટ ભરી અજ્ઞાનીએ કહ્યું... 

દોસ્ત, છે તો આખરે આ મનની અવસ્થાજ... 

જે ક્ષણ આનંદ એ ક્ષણ સ્વર્ગ. 

અને જે ક્ષણ આક્રંદ એ ક્ષણ નર્ક.

બરોબર છે હું ને અનંત એક સાથે બોલ્યા ... 

મેં કહ્યું લ્યા અનંત તારું ભણતર સાવ ઓછુ છે , વાંચન તો બિલકુલ છેજ નહી, 

તેમ છતાં તું આટલી  સુંદર સરસ અને સાહિત્યિક રીતે વાત રજુ કરી શકે છે.. 

તો મને કહેવાનું મન થાય છે કે તારે થોડું વાંચન પણ કરવું જોઈએ. 

એમ ..? 

વ્યંગમાં એમ ? એવો સવાલ કરી અનંતે કહ્યું . 

પરિયા એ તારો ભ્રમ છે . 

મનેય એવો ભ્રમ હતો કે ,  

ભણેલા કે વધુ વાંચન ધરાવતા લોકો વધુ બુદ્નાધિશાળી હોય છે .   

તેમના વાણી ,વર્તન વ્યવહાર , સમજણ એવં સંસ્કાર....

 ખુબ ઉતમ અને ઉચ્ચકોટીના હોય છે . 

અને અભણ કે ઓછુ ભણેલા અલ્પ વાંચન ધરાવતા લોકો ભુધ્ધી હીન હોય છે. 

તેમના  વાણી ,વર્તન વ્યવહાર , સમજણ એવં સંસ્કાર....

 સાવ સામાન્ય અથવા નીચલા સ્તરના હોય છે .

એવો મારો ભ્રમ 

આ ભણેલા અને અભણ બન્ને ભાંગી નાખ્યો છે . 

  ક્રમશઃ 

*બ્લાસ્ટ* 

વાત પહેલાની સાવ નોખી હતી. 

રાજા ખુદ પણ યુધ્ધ વીધ્યા શીખતો અને, 

જંગના મેદાનમાં સીપાહી સાથે 

રાજા ખુદ પણ લડતો પછી 

જંગ જીતતો યા તો વીરગતિ પામતો. 

અને હવે નો રાજા યાને નેતા 

માત્ર ને માત્ર વાણીવિલાસ માંજ 

પારંગત હોય છે. 

હથિયાર ચલાવતા તો શું પકડતાં પણ નથી આવડતું. 

અને આ વરવી કરૂણતા નજર સામે છે. 

ઘર છોડી તનતોડ મહેનત કરી 

થયેલા સીપાહી. 

અને 

ઘર છોડી મનતોડ મહેનત કરી ભણેલા ગણેલા 

વીધ્યાર્થી... 

આખરે અભણ "અજ્ઞાની" 

નેતાઓની ગુલામી કરે છે. 

બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે, 

ભણેલા પર અભણ રાજ કરે છે. 

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

આજ ભણેલા પર જેમ અભણ કરે છે રાજ ! 

તેમ હવે માણસ પર મશીન રાજ કરશે..! 

અસ્લ અભણની માફક આ મશીન પણ.! 

"અજ્ઞાની" માનવ માત્રના ને તારાજ કરશે..! 

"અજ્ઞાની" 

અભણ અને ભણેલા ની વ્યાખ્યા પણ.! 

હવે ધરમૂળ થી બદલાઈ ચૂકી છે..!

ખૈર... 

આંધળું, ધુંધળુ એવં ભયંકર માનવીનું ભાવી થૈ જશે.! 

જ્યારે "અજ્ઞાની" માનવી પર મશીન હાવી થઈ જશે. 

"અજ્ઞાની" 



    

  

    

  

    

Sunday, 22 January 2023

સાયકો સ્પેશ્યલ

Arun Shah આયાંંકણે થી બ્લોક કરવામાં તે શું ધાડ મારી. સારી યા ખરાબ યાદોમાં ને તારા દિલો દિમાગમાં
તો હું પરીયો હરક્ષણ મૌજુદ છું..!




 *બ્લાસ્ટ* 
એક વ્યક્તિ વગર વિચાર્યે કૈ પણ બોલતી હોય ત્યારે 
"અનંત" બીજી વ્યક્તિ એ શું ન બોલવુ તે વીચારવુ. 
"અનંત" 
અર્થાત્ 
ગમે તે બોલનાર સામે 
ન ગમે તે બોલવુ નહીં. 

Friday, 20 January 2023

ભાઈબંધો કે'તા

વર્ષો પહેલાં ભાઈબંધે લખેલ એજ 

*બ્લાસ્ટ* 

પુણ્ય પાકે તો સદ્બુદ્ધિ આવે. 

પાપ પાકે એટલે દુર્બુદ્ધિ જાગે. 

વાત આટલી "અજ્ઞાની" જાણે 

જે, એ અંતમાં સદગતી પામે. 

*અજ્ઞાની* 

અર્થાત્ :- જે પાપ કરે છે તેને, 

શરૂઆતમાં બધુજ સારૂ અને ભવ્ય ભાસે છે. 

મગર અંતમાં "અનંત" એ ખૂબજ ડરે છે. 

મૃત્યુજ નહીં જીવન પણ ભયાનક લાગે છે. 

*અનંત*

Tuesday, 17 January 2023

આજ હું ખંડેર ખંડેર થઈ ગયો...

એ ગીતો જે અનંત સતત સાંભળતો હતો... 
દીન રાત ખંડેર મધ્યે... 
સાંભળી ને એ ગીત 
તગતગતી આંખે 
હું આખેઆખો 
આજ હું ખંડેર ખંડેર ગયો... 


बात ईतनी सी हे कहानी मे। 
हम भी मारे गये जवानी मे। 
आग सीने मे खुद लगाई हे। 


 




Sunday, 15 January 2023

બધુંજ નીશ્ચત છે.

જો કે વર્ષો પહેલાં કે પછી યુગો પહેલાં 

ખબર નૈ... 

અનંતે કહ્યું હતું 

અને, 

આવે છે એ જવા માટે જ આવે છે.

જાય છે એ આવવા માટે જ જાય છે. 

"અનંત" આવે તે જાય જાય તે આવે, 

તો ફિકર શું જે થવાનુંજ છે તે થાય છે. 

"અનંત" 

પણ અજ્ઞાનીએ પણ કહ્યું હતું કે, 

ખુલ્લી આંખે કલ્પના જેવુ. 

બંધ આંખે સપના જેવુ. 

"અજ્ઞાની" આ આવવુ ને જવુ, 

એ તો માત્ર ઘટના જેવું. 

"અજ્ઞાની" 

કોઈ છુટે કોઈ છોડે કોઈ બાંધે કોઈ બંધાય... 

કોઈ તોડે કોઈ તુટે કોઈ સાંધે કોઈ સંધાય... 

"અનંત" ખબર નૈ કોણ ક્યારે અહીં આવે જાય... 

મન મળે તો તન મળે... 

તન મળે તો જીવન મળે... 

મગર જરૂરી એ છે કે કૈ ન મળે તો પણ 

સ્પાર્ક એવો થાય કે સંપર્ક ભીતર સધાય... 

"અનંત" 

આવુ જે રાત્રે અનંત બોલ્યો 

ત્યારે... 

અનંતની આંખોમાં,,, 





Friday, 13 January 2023

છમ્મ છમ્મ છમ્મ ઝાંઝરનો અવાજ

ધોઘાએ ઢળેલી પાંપણે મધુર ગીત

બસૂરા શ્વરે ગાઈ લીધુ


અને,,,


છમ્મ છમ્મ છમ્મ ઝાંઝરનો અવાજ


ધોઘાના કર્ણપટલ અકલે કે

કાન સાથે અથડાયો. 


ઘોઘાને દરવાજે ઘોઘી ઊભેલી દેખાઈ


અકલે ઘોઘાએ તરતજ કહ્યું.


જોયા જાણ્યા વીચાર્યા વગર કૈ દિધું.


આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...


શું જોવાનુ હતું શું જાણવાનું

અને વીચાર્યા વગર બોલવું

એ અકસ્માત ન પણ હોય

હોય પણ શકે.!


ખૈર...


બે શક્ક.! એ શક પણ પછીથી કરીશું...


હાલમાં તો બેહાલ ઘોઘાના હાલ હવાલ ની

વાતો કરવામાં મન બૌ લીજ્તત આવે છ


અકલે...


ઈજ્જત બાબતે વીચારવાને અવકાશ નથી..! 


ઘોઘી એ અંદર આવતા આવતા 

અણીયાળી આંખો પટપટાવતા


હીન્દીમા કનવર્ટ થૈન કહ્યું. 


घोघा मैने कभी तुजे इस नजर से नहीं देखा


એમ કહી ઘોઘી ઘોઘાના બાજુમાં

સોફા પર બેસી ગયેલી ઘોઘાને દેખાય. 


ઘોઘાએ પણ હીન્દીમા કનવર્ટ થૈન કહ્યું


अच्छाआआआ...


तो बता कीस नजर से देखा हे तुने मुजे।?


ઘોઘીએ લજવાતા કહ્યું.


उस नजर से जीस नजर से


तु मुजे देखता है।


એમ કહીને ઘોઘી ઊભી થઈ ને

ઝડપથી લજવાતી લજવાતી

ચાલી જતી દેખાઈ ઘોઘાને.! 


ઘોઘાએ બુમ પાડી.


અરે ઘોઘી પણ ઊભી તો રે....


ક્રમશ...


ઘોઘીએ સાંભળ્યુજ નૈ અકલે ઘોઘાને

એમ થ્યુ કે વળી બોલવામાં બફાઈ ગ્યું.


અકલે એ મનોમન મુંજારો અનુભવવા લાગ્યો

હવે શું થશે મારૂ..!


ઘોઘી ક્યારની આવીને દરવાજેજ ઊભી હતી.


અને હવે છમ્મ છમ્મ કરતી અંદર આવી..!


અને ઘોઘાની નહીં સોફાની એકદમ્મ નજીક આવી ગુસ્સે થૈ ઘોઘાને ઘઘલાવવા માંડી. 


કોણ આવી હતી.? અને કોણ ગૈ..?


ઘોઘાની ઢળેલી પાંપણ ખુલી ગૈ.


અને ઘોઘીને સામે જોઈને

હાશકારો અનુભવતા કહ્યું.


મને એમ કે તું નારાજ થૈને વૈ ગૈ.


હું એજ પુછુ છું ઘોઘાઆઆ...


કોણ આવી હતી ને કોણ ગૈ.?


ઘોઘીના સવાલથી ઘોઘો અકળાઈ ગ્યો 

શું ગાંડા જેવા સવાલો કરે છે તું પણ..!


ઘોઘીના સવાલોથી ફરી 

બબાલની થવાની શક્યતા હતીજ...!

અને થૈ 


હુંહ એમ છણકો કરતા ઘોઘીએ

વળતો પ્રહાર કર્યો.


તારી હરકતો જાણે કેમ ડાયા જેવી હોય...


ઘોઘાએ આંખો ચોરતા ચોરતા કહ્યું 


તને એવુ લાગે એમા હું શું કરૂ..!


ઘોઘીએ ઊંચા સાદે કહ્યું. 


બૌ ભોળો બનવાની કોષીશ ના કર ઘોઘા..!


ઘોઘાએ નીચુ જોઈ સાવ નીચા સૂરમાં કહ્યું.


એ તો છુંજ.! હોય એને કોષીશ શું કરવાની..!


અચ્છા.! એ તો તારૂ થોબડુ ચાડી ખાય છે.!

ખબર નૈ કેમ તને એવું દેખાય છે.!


ઘોઘી ઘુરકી 


હોય એ દેખાય જ આવે..!


લે આલે આલ્લે લે..! 

ઘોઘી તું તો ત્રીકાળ જ્ઞાની લાગે છે..! 

તને તો ના હોય, ના દેખાતુ હોય...

એ પણ દેખાય છે...!


ના...! ઘોઘા..! મને જે છે એજ દેખાય છે..!

પણ તો પછી શું કામ્મ તને શંકા જાય છે..! 


ઘોઘા ખોટી ભેજામારી કરી મારો સવાલ

ટાળવાની કોશીષ ના કર..!


અને સીધે સીધો જવાબ આપ.!


આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...


એવુ તુ કોને કહેતો હતો.? 


હવે ઘોઘો મનોમન ગભરાયો. 

લાગે છે આને ગમ્યું નથી લાગતું.


પણ પછી સ્વસ્થ થૈ ઘોઘીનો હાથ પકડી


સોફા પર થોડી જગા કરી

પોતાની બાજુમાં બેસડતા કહ્યું.


બેસ ઘોઘી પેલ્લા તું શાંતીથી આહીંયા બેસ.!


પોતાનાથી થોડી દૂરી પર ઘોઘાએ ઘોઘીનો

હાથ પકડી બેસાડી દીધી.


અને ઘોઘી પણ ચુપચાપ

ઘોઘાની બાજુમાં બેસી ગૈ.


પણ ઘોઘાએ જે થોડી દૂરી રાખી એ ઘોઘીને

ખટક્યુ. અકલે કે ગમ્યું નૈ એમ..!


એના લીધે ઘોઘીના મનમાં ત્રીજો સવાલ પણ પેદા થયો પણ પેલા બેના ઉકેલ મળે પછીજ ત્રીજો સવાલ કરવો એમ વીચારી બીચારી ચુપ રૈ


અને ફરી પેલા બે સવાલ દોહરાવતા ઘોઘાને પુછ્યું. 


હવે બોલ ઘોઘા કોણ હતી એ

જે આવી નૈ ગૈ.?

અને જેને તે કહ્યુ. 


આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...


ઘોઘાએ ગભરાતા ગભરાતા સાચે સાચુ કહ્યું.


જો સાંભળ ઘોઘી પેલ્લા એ કે તું મને

વઢીશ નૈ ને..?


ના નૈ વઢુ બોલ.!


એમ નૈ વઢે એનો મને વાંધો નથી પણ

પેલ્લા ની જેમ નારાજ થૈ ને જૈશ તો નૈ ને..!


ઘોઘીને ફરી મનમા નવો સવાલ સળવળ્યો.


પેલ્લાની જેમ..!?


હું તો ક્યારેક નારાજ થૈ ને ગૈ નથી.?

કાં'ક ભેળસેળ તો થાયજ છે નક્કી..!


પણ આગલા કોયડાને ઉકેલવા

ઘોઘીએ મનમા સળવળતા નવા સવાલને

મનમાજ સંકેલીને મુકી દીધો.


શું વીચારે છે ઘોઘી વઢવાનું કે પછી.,,,


ઘોઘો લાંબી વાત ના કરે અકલે કહ્યું.


ઘોઘા બૌ ખેંચ નૈ હું કૈજ વીચારી નથી


તું મારા સવાલનો જટ જવાબ આપ...!


ઘોઘાએ જવાબ આપતા પહેલા

એક ખીલોસોફી ઠોકતા કહ્યું. 


એજ તો વાંધો છે ઘોઘી તારો

કે તું વીચારતી નથી..!

તારે પણ વીચારવુ જોઈએ.!

ભોળા માણસ પર....


એ ફરી ક્યારેક વીચારીશ...


અત્યારે તું મારા સવાલો નો જવાબ આપ...


ગભરાયેલો ઘોઘો હજુ મુંજારો અનુભવતો હતો

ક્યાંક ઊંધું પડશે તો..?


શું ઊંધું ઘાલીને વીચારે છે ઘોઘા..?


અજાણતાજ ઘોઘા વાળો સવાલ ઘોઘીએ કર્યો.


અકલે ઘોઘાએ ચોંકીને ઘોઘી સામે જોયું.


ઘોઘીને પણ પછી ભાન થયું અકલે હસી પડી.!


કેમ? તને હસવું આવ્યુ.?


કૈ નૈ તુ જટ જવાબ આપ..!


ઘોઘાએ ગભરાતા ગભરાતા ઘોઘીનો નાજુક

હાથ પોતાના હાથમાં લૈ ને કહ્યું.


જો ઘોઘી ગુસ્સે ના થતી હોં તોજ કૌ..!


હાં બાપ હાં હું ગુસ્સે નૈ થાઉં પણ હવે તું જટ મોમાથી ફાટ્ ઘોઘાઆઆ....


કે કોણ હતી એ

જે આવી નૈ ગૈ.?

અને જેને તે કહ્યુ. 

આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...

કોને કહ્યું હતું બોલ..!


જો ઘોઘી તે ના પાડી હતી 

ગુસ્સો તો તોય તે કર્યો મારી પર.. 


અર્રે...નાઆઆઆઆઆ.....


હવે લાંબુ ખેંચવામાં નથી માલ

નાહક વધશે બબાલ

આર યા પાર

જે થાય તે જોયુ જશે એમ વીચારી

ઘોઘાએ કહ્યું.


ઓકૈ ઓકૈ તો સાંભળ ઘોઘી

એ જે મે કહ્યું હતું ને...!


હં., ઘોઘીએ હકાર ભણ્યો અકલે ઘોઘાએ


આગળ કહ્યું.


જો ઘોઘી નારાજ ના થતી હોં..!

તોજ કૌ..!


ઔહૌ નૈ થાઉં એક વાર નૈ એકવાર કહ્યું ને

કે હું નારાજ નૈ થાઉં તો નૈ થાઉં

હવે આગળ બોલ.!


તો ઠીક..!


હાં તો એ જે મે કહ્યું હતું ને


શું...?


એ જાણવા છતા કે ઘોઘાએ શું કહ્યું હતું

જાણે ઘોઘીને ઘોઘાના મોઢે સાંભળવાની ઈચ્છા હોય એમ શું એવો સવાલ કર્યો.


અકલે ઘોઘાએ કહ્યું એજ


જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ 


એ મે તનેજ કહ્યું હતું.


ઘોઘી ઘોઘા સામે એકધારૂ તાકી રહી


અકલે ઘોઘાને બીક લાગી...


બીકમા ને બીકમા ઘોઘાએ કહ્યું.


જો ઘોઘી આમ તાકી તાકીને સામુ ના જો


અગર તને ના ગમ્યું હોય તો એજ શબ્દો 


મે જે તને કહ્યા.


એજ વાક્યો એજ લાગણી એજ પ્રેમ

સમેત મને પાછા આપી દે બસ્સ.!


ક્રમશ.....


વણ ઊકેલ્યો કોયડો એ હતો કે


ઘોઘીએ આવી ત્યારે તો ઘોઘો ઘોઘીને

રોકવા ઊભી તો રે એમ સાદ પાડતો હતો.


અને એ ઘોઘીએ નજરે જોયુ હતું.


પણ કોણ આવી ને ગૈ એ દેખાય નૈ 


તો એ કોણ હતી...?


કોણ હતી એ..? 

જે આવી નૈ ગૈ.?

અને જેને તે કહ્યુ. 

આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...

લે પકડ


 લે પકડ..!

ઘોઘીએ ઘરમાં આવી સીધો ઘોઘાના હાથમાં એક કાગળ પકડાવતા કહ્યું.


આ શું છે..? ઘોઘાએ ઘોઘીને પુછ્યું.


ઘોઘાની સામે પડેલી ટીપોય પરથી ઘોઘાએ લંબાવેલા પગ ઉપાડીને ઝટકા ભેર નીચે મુકી  ઘોઘી સતત ઘોઘા સામે રહેતી ટીપોય પર બેસી ગૈ

ઘોઘીએ ઘોઘાને કહ્યું.


સ્ક્રીપ્ટ...!


શેની સ્ક્રીપ્ટ ..?


ઘોઘીએ ઘોઘાની આંખમાં આંખ પરોવી કહ્યું.

અધુરી આત્મ કથા.


અરે પણ આ તો, ઘોઘો આગળ કૈ બોલે એ પહેલાજ ઘોઘીએ કહ્યું.


હાં એજ..!


ઘોઘા.! તારે કૈ કહેવાની જરૂર નથી..!


મને ખબર છે...!


આ એજ તારા ભાઈબંધના ભાઈબંધની વર્ષો પહેલાં લખેલી હતી,

એજ અધુરી આત્મ કથા છે.!


હાં પણ, એ તો બરોબર પણ,,,


ઘોઘો મુંજાય ગ્યો.


અકલે ઘોઘીએ કહ્યું.


શુ તૂ પણ ઘોઘા..!


હાં પણ, એ તો બરોબર પણ, 


એજ કાગળીયો છે ને..!?


કાગળ પર નજર ફેરવતા ઘોઘાએ કહ્યું. 

હાં પણ એ તો એજ છે પણ અધુરો છે.


હાં ઘોઘા મને ખબર છે, એ અધુરોજ છે..!

ઘોઘીએ બે અર્થમાં કહ્યું.


બીજો ભાગ મારી પાસે છે..!


ઘોઘીએ પોતાની પાસે રાખેલો કાગળ ઘોઘાને બતાવતા કહ્યું.


ઘોઘાએ કહ્યું. અચ્છા..!


તો હવે આનુ શુ કરવાનુ છે...?


અથાણુ...! ઘોઘીએ ગુસ્સે થૈ કહ્યું.


એમા ગુસ્સે શુ થાય છે,ખાલી પુછુ છુ એમા ..!


તો શુ કરૂ બીજુ ..!


ના તો તુ કદિ કૈ સીધુ બોલે છે.!


ના તો તને સીધુ કશુ સમજાય છે..!


લે એમાય મારો વાંક્ક..!


ના..! તારો શેમાય કૈ વાંક્ક નૈ હો..!


તૂ તો બૌવજ ડાયો....


મારાજ કોઈ જુના ગુનાહ કે મને

તારા જેવો ભૂત ભટકાયો...


ઘોઘીએ વ્યંગ સહ વ્યથા ઠાલવી.


ઘોઘાએ કહ્યું


બસ હવે બૌ લપ ના કર અને


આ કાગળ પકડી પકડાવીને,


તુ શુ કહેવા ચાહે છે એ બોલને..!


એક તો મને ઊંઘ આવે છે.!


હાં હાં એ સીવાય બીજુ તને આવે છેય શું...!


નીંદર...


હુહ..! સૂઈજા હવે..!


તારામાં ખબર નૈ હુ ક્યારે શુ વઘારીશ... 

કાગળની વાત કાલે આગળ વધારીસ...


એમ બબડતી ઘોઘી.,


ઘોઘાને સોફાપર સુવાડી ઘેર વૈ ગૈ...


ક્રમશઃ........

અપલખ્ખણ

 આ તો બસ એમજ જર્રીક અમથી, 

હવાની લહેરખી આવી.. 


'ને એક આંખ મારી ફરકી ગઈ... 


'ને તને લાગ્યુ ઠોસ ઈશારો છે.! 


એમા મારો વાંક તો નાજ કેવાય ને..!😇


ખૈર...... 


ખરાબ છે કે સાવ ગંધારો છે.. 

ખબર નથી તારો છે કે મારો છે... 


જે નજીક🔛 છે🔛 નજીક એ 🔙

તો પણ છેક દૂર તરફ ઈશારો છે... 


તારોય પૂરે પૂરો અધીકાર છેજ..! 

મે ક્યાં કહ્યુ? કોઇ એકનો ઈજારો છે. 


પ્રેમ સરખે ભાગે વેંચી લ્યો પ્રેમથી. 

જેટલો એનો એટલોજ તારો છે.! 


ક્યા સુધી મને ઊકેલ્યા કરશે તૂ.? 

હુ નૈ કૌ, તૂ કૈ દે તારો શું ઈરાદો છે.! 


આમ તો આ જોડકણુ મારૂ. પણ.! 

આમ અનંતની રચનામાં સુધારો છે... 


એ તો કો'ક કો'ક દિ અપલખ્ખણ ઝળકાવે ક, તિરા... 

ત્યારે..જે મનમા આવે તે મૌજથી ઠબકારે ક, તિરા... 😇😇

આદત મુજબ

 આદત મુજબ

સોફા સામે પડેલી ટીપોય પર

પગ લંબાવી

સોફાના ટેકે માથુ અઢેલી...

પાંપણ ઢાળી

ઘોઘો આરાઆઆઆમથી...

બેઠો છે..!


અને,


મધુર ગીત બસૂરા શ્વરે ગાય રહ્યો છે.!


कौन आया मेरे मन के द्वारे,

पायल की झनकार लिये 

कौन आआआया …


आँख न जाने, दिल पहचाने

सूरतिया कुछ ऐसी ईईईई...


आँख न जाने, दिल पहचाने

सूरतिया कुछ ऐसी ईईईई...


याद करुँ तो, याद न आये

मूरतिया ये कैसीईईई...


पागल मनवा, सोच में डूबा

सपनों का संसाआर.. लियेएएएए...


कौन आया …


इक पल सोचूँ, मेरी आशा

रूप बदल कर आईईई...


इक पल सोचूँ, मेरी आशा

रूप बदल कर आईईई... 


दूजे पल फिर, ध्यान ये आए

हो न कहीं परछाईंईईई...


जो घर आई


कौन आया …

?

?

?

ક્રમશ...


ધોઘાએ ઢળેલી પાંપણે મધુર ગીત

બસૂરા શ્વરે ગાઈ લીધુ


અને,,,


છમ્મ છમ્મ છમ્મ ઝાંઝરનો અવાજ

ધોઘાના કર્ણપટલ અકલે કે

કાન સાથે અથડાયો. 


ઘોઘાને દરવાજે ઘોઘી ઊભેલી દેખાઈ


અકલે ઘોઘાએ તરતજ કહ્યું.


જોયા જાણ્યા વીચાર્યા વગર કૈ દિધું.


આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...


શું જોવાનુ હતું શું જાણવાનું

અને વીચાર્યા વગર બોલવું

એ અકસ્માત ન પણ હોય

હોય પણ શકે.!


ખૈર...


બે શક્ક.! એ શક પણ પછીથી કરીશું...


હાલમાં તો બેહાલ ઘોઘાના હાલ હવાલ ની

વાતો કરવામાં મન બૌ લીજ્તત આવે છ


અકલે...


ઈજ્જત બાબતે વીચારવાને અવકાશ નથી..! 


ઘોઘી એ અંદર આવતા આવતા 

અણીયાળી આંખો પટપટાવતા


હીન્દીમા કનવર્ટ થૈન કહ્યું. 


घोघा मैने कभी तुजे इस नजर से नहीं देखा


એમ કહી ઘોઘી ઘોઘાના બાજુમાં

સોફા પર બેસી ગયેલી ઘોઘાને દેખાય. 


ઘોઘાએ પણ હીન્દીમા કનવર્ટ થૈન કહ્યું


अच्छाआआआ...


तो बता कीस नजर से देखा हे तुने मुजे।?


ઘોઘીએ લજવાતા કહ્યું.


उस नजर से जीस नजर से


तु मुजे देखता है।


એમ કહીને ઘોઘી ઊભી થઈ ને

ઝડપથી લજવાતી લજવાતી

ચાલી જતી દેખાઈ ઘોઘાને.! 


ઘોઘાએ બુમ પાડી.


અરે ઘોઘી પણ ઊભી તો રે....


ક્રમશ...


ઘોઘીએ સાંભળ્યુજ નૈ અકલે ઘોઘાને

એમ થ્યુ કે વળી બોલવામાં બફાઈ ગ્યું.


અકલે એ મનોમન મુંજારો અનુભવવા લાગ્યો

હવે શું થશે મારૂ..!


ઘોઘી ક્યારની આવીને દરવાજેજ ઊભી હતી.


અને હવે છમ્મ છમ્મ કરતી અંદર આવી..!


અને ઘોઘાની નહીં સોફાની એકદમ્મ નજીક આવી ગુસ્સે થૈ ઘોઘાને ઘઘલાવવા માંડી. 


કોણ આવી હતી.? અને કોણ ગૈ..?


ઘોઘાની ઢળેલી પાંપણ ખુલી ગૈ.


અને ઘોઘીને સામે જોઈને

હાશકારો અનુભવતા કહ્યું.


મને એમ કે તું નારાજ થૈને વૈ ગૈ.


હું એજ પુછુ છું ઘોઘાઆઆ...


કોણ આવી હતી ને કોણ ગૈ.?


ઘોઘીના સવાલથી ઘોઘો અકળાઈ ગ્યો 

શું ગાંડા જેવા સવાલો કરે છે તું પણ..!


ઘોઘીના સવાલોથી ફરી 

બબાલની થવાની શક્યતા હતીજ...!

અને થૈ 


હુંહ એમ છણકો કરતા ઘોઘીએ

વળતો પ્રહાર કર્યો.


તારી હરકતો જાણે કેમ ડાયા જેવી હોય...


ઘોઘાએ આંખો ચોરતા ચોરતા કહ્યું 


તને એવુ લાગે એમા હું શું કરૂ..!


ઘોઘીએ ઊંચા સાદે કહ્યું. 


બૌ ભોળો બનવાની કોષીશ ના કર ઘોઘા..!


ઘોઘાએ નીચુ જોઈ સાવ નીચા સૂરમાં કહ્યું.


એ તો છુંજ.! હોય એને કોષીશ શું કરવાની..!


અચ્છા.! એ તો તારૂ થોબડુ ચાડી ખાય છે.!

ખબર નૈ કેમ તને એવું દેખાય છે.!


ઘોઘી ઘુરકી 


હોય એ દેખાય જ આવે..!


લે આલે આલ્લે લે..! 

ઘોઘી તું તો ત્રીકાળ જ્ઞાની લાગે છે..! 

તને તો ના હોય, ના દેખાતુ હોય...

એ પણ દેખાય છે...!


ના...! ઘોઘા..! મને જે છે એજ દેખાય છે..!

પણ તો પછી શું કામ્મ તને શંકા જાય છે..! 


ઘોઘા ખોટી ભેજામારી કરી મારો સવાલ

ટાળવાની કોશીષ ના કર..!


અને સીધે સીધો જવાબ આપ.!


આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...


એવુ તુ કોને કહેતો હતો.? 


હવે ઘોઘો મનોમન ગભરાયો. 

લાગે છે આને ગમ્યું નથી લાગતું.


પણ પછી સ્વસ્થ થૈ ઘોઘીનો હાથ પકડી


સોફા પર થોડી જગા કરી

પોતાની બાજુમાં બેસડતા કહ્યું.


બેસ ઘોઘી પેલ્લા તું શાંતીથી આહીંયા બેસ.!


પોતાનાથી થોડી દૂરી પર ઘોઘાએ ઘોઘીનો

હાથ પકડી બેસાડી દીધી.


અને ઘોઘી પણ ચુપચાપ

ઘોઘાની બાજુમાં બેસી ગૈ.


પણ ઘોઘાએ જે થોડી દૂરી રાખી એ ઘોઘીને

ખટક્યુ. અકલે કે ગમ્યું નૈ એમ..!


એના લીધે ઘોઘીના મનમાં ત્રીજો સવાલ પણ પેદા થયો પણ પેલા બેના ઉકેલ મળે પછીજ ત્રીજો સવાલ કરવો એમ વીચારી બીચારી ચુપ રૈ


અને ફરી પેલા બે સવાલ દોહરાવતા ઘોઘાને પુછ્યું. 


હવે બોલ ઘોઘા કોણ હતી એ

જે આવી નૈ ગૈ.?

અને જેને તે કહ્યુ. 


આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...


ઘોઘાએ ગભરાતા ગભરાતા સાચે સાચુ કહ્યું.


જો સાંભળ ઘોઘી પેલ્લા એ કે તું મને

વઢીશ નૈ ને..?


ના નૈ વઢુ બોલ.!


એમ નૈ વઢે એનો મને વાંધો નથી પણ

પેલ્લા ની જેમ નારાજ થૈ ને જૈશ તો નૈ ને..!


ઘોઘીને ફરી મનમા નવો સવાલ સળવળ્યો.


પેલ્લાની જેમ..!?


હું તો ક્યારેક નારાજ થૈ ને ગૈ નથી.?

કાં'ક ભેળસેળ તો થાયજ છે નક્કી..!


પણ આગલા કોયડાને ઉકેલવા

ઘોઘીએ મનમા સળવળતા નવા સવાલને

મનમાજ સંકેલીને મુકી દીધો.


શું વીચારે છે ઘોઘી વઢવાનું કે પછી.,,,


ઘોઘો લાંબી વાત ના કરે અકલે કહ્યું.


ઘોઘા બૌ ખેંચ નૈ હું કૈજ વીચારી નથી


તું મારા સવાલનો જટ જવાબ આપ...!


ઘોઘાએ જવાબ આપતા પહેલા

એક ખીલોસોફી ઠોકતા કહ્યું. 


એજ તો વાંધો છે ઘોઘી તારો

કે તું વીચારતી નથી..!

તારે પણ વીચારવુ જોઈએ.!

ભોળા માણસ પર....


એ ફરી ક્યારેક વીચારીશ...


અત્યારે તું મારા સવાલો નો જવાબ આપ...


ગભરાયેલો ઘોઘો હજુ મુંજારો અનુભવતો હતો

ક્યાંક ઊંધું પડશે તો..?


શું ઊંધું ઘાલીને વીચારે છે ઘોઘા..?


અજાણતાજ ઘોઘા વાળો સવાલ ઘોઘીએ કર્યો.


અકલે ઘોઘાએ ચોંકીને ઘોઘી સામે જોયું.


ઘોઘીને પણ પછી ભાન થયું અકલે હસી પડી.!


કેમ? તને હસવું આવ્યુ.?


કૈ નૈ તુ જટ જવાબ આપ..!


ઘોઘાએ ગભરાતા ગભરાતા ઘોઘીનો નાજુક

હાથ પોતાના હાથમાં લૈ ને કહ્યું.


જો ઘોઘી ગુસ્સે ના થતી હોં તોજ કૌ..!


હાં બાપ હાં હું ગુસ્સે નૈ થાઉં પણ હવે તું જટ મોમાથી ફાટ્ ઘોઘાઆઆ....


કે કોણ હતી એ

જે આવી નૈ ગૈ.?

અને જેને તે કહ્યુ. 

આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...

કોને કહ્યું હતું બોલ..!


જો ઘોઘી તે ના પાડી હતી 

ગુસ્સો તો તોય તે કર્યો મારી પર.. 


અર્રે...નાઆઆઆઆઆ.....


હવે લાંબુ ખેંચવામાં નથી માલ

નાહક વધશે બબાલ

આર યા પાર

જે થાય તે જોયુ જશે એમ વીચારી

ઘોઘાએ કહ્યું.


ઓકૈ ઓકૈ તો સાંભળ ઘોઘી

એ જે મે કહ્યું હતું ને...!


હં., ઘોઘીએ હકાર ભણ્યો અકલે ઘોઘાએ


આગળ કહ્યું.


જો ઘોઘી નારાજ ના થતી હોં..!

તોજ કૌ..!


ઔહૌ નૈ થાઉં એક વાર નૈ એકવાર કહ્યું ને

કે હું નારાજ નૈ થાઉં તો નૈ થાઉં

હવે આગળ બોલ.!


તો ઠીક..!


હાં તો એ જે મે કહ્યું હતું ને


શું...?


એ જાણવા છતા કે ઘોઘાએ શું કહ્યું હતું

જાણે ઘોઘીને ઘોઘાના મોઢે સાંભળવાની ઈચ્છા હોય એમ શું એવો સવાલ કર્યો.


અકલે ઘોઘાએ કહ્યું એજ


જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ 


એ મે તનેજ કહ્યું હતું.


ઘોઘી ઘોઘા સામે એકધારૂ તાકી રહી


અકલે ઘોઘાને બીક લાગી...


બીકમા ને બીકમા ઘોઘાએ કહ્યું.


જો ઘોઘી આમ તાકી તાકીને સામુ ના જો


અગર તને ના ગમ્યું હોય તો એજ શબ્દો 


મે જે તને કહ્યા.


એજ વાક્યો એજ લાગણી એજ પ્રેમ

સમેત મને પાછા આપી દે બસ્સ.!


ક્રમશ.....


વણ ઊકેલ્યો કોયડો એ હતો કે


ઘોઘીએ આવી ત્યારે તો ઘોઘો ઘોઘીને

રોકવા ઊભી તો રે એમ સાદ પાડતો હતો.


અને એ ઘોઘીએ નજરે જોયુ હતું.


પણ કોણ આવી ને ગૈ એ દેખાય નૈ 


તો એ કોણ હતી...?


કોણ હતી એ..? 

જે આવી નૈ ગૈ.?

અને જેને તે કહ્યુ. 

આવ..!

જાનેમન જાને જીગર

જાને અદા જાને જહાં જાને વફા

આઇ લવ યુ...

@@@@@@@


હવે એ હું મને, મનેજજ ત્યારે કૈશ

જ્યારે મને મન થાશે



તું શુન્ય હું એકડો

 તું "અનંત" શુન્ય હું એકડો 

ન થાય કિંમત તારી જો રહે એકલી. 

કિંમત મારી પણ થાય નહીં રહું જો એકલો. 


વર્ષો પહેલા ભાઈબંધ અનંતે કરેલો હીશાબ.!


અકલે કે અભણ અનંતનુ અંક ગણીત... 

જીવન... 

માત્ર એકડા મીંડા ની રમત છે "અનંત" 

તો પણ જોને કેટલી.! મમત છે, અનંત.... 

આમ ગણિત સાવ સાદું છે એક જાદુ છે! 

સો એકડા આવડે તો ગમ્મત છે, અનંત... 

"અનંત"


સિક્કાની એક બાજુ. 


મીંડા વગરના એકડા નકામા એવુ બૌ વખત સાંભળ્યુ છે..! 

તો, અનેક મીંડા હોય તો પણ એ એકડા વગર અધૂરાજ છે.! 


સીક્કાની બીજી બાજુ. 

વાત સીક્કાની છે જે આમ તો બંને બાજુ સાચી હોય તેજ ચાલે.. 

પણ જીવનમાં આવુ ભાગ્યેજ બને.! 


માત્ર એક બાજુ, કાયમ ખોટી જ હોય,


એક સાચી હોય તોય બીજી બાજુ ના કારણે... 


સાચી બાજુ પણ ના ચાલે.... 


છતા ચાલી જાય છે એ વાત નોખી છે.! 


મીંડા વગરના એકડા નકામા એવુ બૌ વખત સાંભળ્યુ છે..! 

તો, અનેક મીંડા હોય તો પણ એ એકડા વગર અધૂરાજ છે.! 


અર્થાત્ બંન્નેનુ સરખુ મહત્વ છેજ પણ એક બીજા થકીજ.! 


આવુ બધુ જાતને સમજાવી અંતે અનંતે લખ્યુ, 


અને પછી મધરાતની મહેફીલ દરમ્યાન... 


મને કહ્યુ હતુ કે,,, 


"અનંત" શૂન્ય હોય જે જગતમાં.! 


તેની પાસે, 


આપણે 'બહુ મોટો આંકડો નહીં.! બલ્કે, 


એની આગળ 


'બસ ઊભા રહી જઈએ બનીને ફક્ત એકડો' 


તો, કિંમત બંનેની વધે.! 


અગર જો, 


"અનંત" શૂન્યને એકડાનો આધાર મળે...! 


 તો, એકડો પણ થઈ જાય દસડો "


" અનંત "


બ્લાસ્ટ :- 


અગર.. તુ " અનંત " શૂન્ય છે.! તો, 

શોધી લે એક માત્ર એકજ એકડો... 


અગર તુ એકડો છે..! તો, જા.! જઈને 

કોઇ શુન્ય ની આગળ ઊભો રહી જા..! 


" અનંત " બંને ની કીંમત, " ભાવ" વધશે..! 


"ભાવ" બે અર્થમા...

Sunday, 8 January 2023

તને દેખાય છે.?

*બ્લાસ્ટ* 

"અનંત" દેખાતુ હોય એય દેખાય નહીં. 

દેખાતુ ન હોય એ પણ દેખાય કદિ'

દેખાવા છતાં દેખાય નહીં. 

દેખાય નહીં છતાં દેખાય. 

હોવા છતાં પણ દેખાય નહીં. 

દેખાય તે પણ જે હોય નહીં. 

"અનંત" 


Saturday, 7 January 2023

આ તને અચુક ગમશેજ



મળે જો અતી સુખ તો ઈશ્વરના આશીર્વાદ સમજુ. 
"અનંત" દુ:ખ જો મળે તો ઈશ્વરનો પ્રસાદ સમજુ. 

એ ભ્રમમા હું નથી કે લખવા ચાહું ને લખી શકું. 
મારૂ શું ગજુ કે બોલવા ચહું ને  બોલી શકુ કે મૌન રહી શકું 

તેથી અંતર બોલે બોલાવે તો ઈશ્વરનો સાદ સમજુ. 
અને શબ્દો જો સ્ફુરે તો ઈશ્વર નો નાદ સમજુ. 
"અનંત" 
* બ્લાસ્ટ* 
આધ્યાત્મિકતા એ શબ્દો ની રમત નથી. 
"અજ્ઞાની" માત્ર શબ્દો થી અધ્યાત્મની 
પરમ ચરમ અખંડ અનંત અનુભુતી નથી થતી. 
 બલ્કે આધ્યાત્મની અલૌકિક અનુભુતી થાય છે, 
ગહન મૌન થકી. 
"અજ્ઞાની" 

 

Friday, 6 January 2023

કહ્યું જ હતુ

 વર્ષો પહેલા પેલી સાથે કૈ બબાલ થૈ... 


અને એ દૂર ચાલી ગૈ... 


પછી એનાથી આને મળ્યા વીના રહેવાનુ નૈ.. 


અકલે એ અનંતને મળવા ગૈ ત્યારે... 


આ અકડુ ભૈ હજુ રીસાયેલ હતા અકલે... 


પછી... 


કેમ આટલા વર્ષો પછી અચાનક.!!?? 

શા માટે મને પરેશાન કરે છે, બેચેન કરે છે ?

**********************************

ખળ ભળી જશે ! મહી જો ઝાકશે, રહેવા દે.. 

આંખોની ખારાશમાં તું પલળી જશે રહેવા દે... 


મૌન હું એટલે નથી રહેતો, ડર છે આ હ્રદય  

ફાટવાનો. નાજુક હાલતનો તકાજો છે રહેવા દે. 


બસ આટલું પણ સહી ના શકી ? ને હોઠ કંપી   

ગયા ? ડૂમો ના ભરાવા દે આંસુને વહેવા દે.


લે આજથી હું ફરી મૌન ધારણ કરું છું. બસ !

ચાલ ફરી હુ જ ફરી જાઉં છું પાછો લે જવા દે. 


"અનંત" સમય સાથે સરખાવી લે આજથી મને.

પાછો નહીં ફરું કદી હવે, સાદ ના દે મને જવા દે.


"અનંત"


બ્લાસ્ટ :-  


"અજ્ઞાની" આખરે સૌ બોલે છે.! 

બોલ્યા વગર કોઈ રહી નથી શકતુ. 


હુ પણ મૌન કેમ રહુ, કહો ભલા.! 

ભાષા મૌનની કોઇ સમજી નથી શકતુ. 


"અજ્ઞાની"

મૌન પ્રેમ


 વર્ષો પહેલા, કે, વર્ષો બાદ ...


એજ શબ્દો એજ "અનંત"નાદ ...


અનંતે એની કોઈ ચહીતિને -


પ્રેમથી ભીતરથી કરેલો સાદ ..


વર્ષો પહેલા.... 


મૌન પ્રેમ.... 


ઘુઘવે એમ..... 


સમંદર જેમ....... 


@@@@@@@@@@@@@@@@@@@@@@@


પ્રેમ શાંત હોય છે, મૌન હોય છે, 'ને હોય છે અંદરનો અવાજ. 

પ્રેમ એટલે ઘોંઘાટ નહીં ..! બલ્કે ઘૂઘવતાં સમંદરનો અવાજ.


પ્રેમ હોય ખરો તો યુગો સુધી સંભળાય છે પ્રેમીને ભીતરનો અવાજ. 

પ્રેમ એટલે પ્રેમ બીજું કાઇ જ નહીં ! હોય છે બસ અંતરનો અવાજ.


હું બોલું ‘ને તને સંભળાય એ નહીં ! બલ્કે પ્રેમ એ છે કે હું મૌન રહું . 

કે એકાંતે રડું તો પણ સંભળાય તને મારા શાંત રુદનનો અવાજ.


એ ઘટના પણ અલૌકિક હોય છે. જ્યારે 'હું' કે તું દૂર દૂરથી પુકારીએ.- 

તો પણ સાવ કરતાં સાવ નજીક સંભળાય બેઉને રીતસરનો અવાજ.


પ્રેમમાં તે વળી શું હોય ઝંખના જુદી જુદી સ્ત્રી કે પુરુષની.હોય છે એક-

સરખીજ ઝંખના એકજ સરખો હોય છે પ્રેમમાં નારી કે નરનો અવાજ.


હર એક શબ્દ એક પડઘો બની જાય છે પછી, પ્રેમીના અંતરનો અવાજ. 

“અનંત” યુગો સુધી ગુંજે બ્રહમાંડમાં.ખરા પ્રેમીઓના ભીતરનો અવાજ.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


“અનંત”


*બ્લાસ્ટ*


એક માત્ર પ્રેમ સિવાય. ના અન્ય કોઇ મોહ છે, ના માયા છે. 

શબ્દો મારા શ્વાસ શબ્દ મારૂ કર્તવ્ય 'ને શબ્દ મારી કાયા છે.


એટલેજ મને દૂ:ખમાં પણ "અનંત" સુખનો 'ને પ્રેમાળ હુંફનો- 

અહેસાસ થાય છે ! મારી માથે અઢળક શબ્દોની છત્ર છાયા છે.

"અનંત"


હું બોલું ‘ને તને સંભળાય એ નહીં ! 


બલ્કે,,,


પ્રેમ એ, કે, હું, મૌન રહું , તો પણ !


તને સંભળાય મારી ભીતરનો અવાજ....


"અનંત"


જ્યારે થોડું ઘણું લખાય છે ... 

ત્યારે ઘણું બધુ જીવાય છે ... 


આવું અનંત વર્ષો પહેલા કહેતો ... 

જે મને છેક આજે સમજાય છે ... 


&&&&&&&&&&&&&&&& 


આજે હુય ભરપૂર જીવ્યો હોવ,

એવું,  મનેય ફિલ થાય છે ....

***********************

*બ્લાસ્ટ*

 "अज्ञानी" जो बोले सो जालीम।

और, हुवा जो चुप.! वो अलीम।


 "अज्ञानी"

અનંતની સંઘર્ષ યાત્રા

 "અનંતના જીવનની, સંઘર્ષની સત્ય ઘટના"

^^^^^^^^^^^^^^^^^^^^

મહેનત,મજદૂરી ને મજબૂરીના એ દિવસો... 

અને એના કારણે ત્યાગેલી સહજ ઈચ્છાઓ... 

અનંત સંઘર્ષ ના એ દિવસો... 

આજ પણ હુ ભૂલી નથી શકતો....

મારા પર એનુ અઢળક રૂણ છે..! 

એ ન હોત તો કદાચ હુ પણ ના હોત.. 

વર્ષો પહેલા.... 

ઘટેલી સત્ય ઘટના..... 

બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો

અનંત પોતાના કામમાં મશગુલ હતો... 

ત્યારે.... 

ધોધમાર વરસાદમાં પલળતા પલળતા.. 

આનંદ મસ્તી કરતા કરતા મિત્રોએ આવીને, 

અનંતને કહ્યુ, 

અલ્યા અનંત આખો દિવસ બે ભઠ્ઠી ની આગ વચ્ચે તપે છે, પરસેવે તો તું રોજ ન્હાય છે ચાલ ચાલ આજ અમારી સાથે આપણે વરસાદમાં ભીંજાઈએ.! 

કશું જ બોલ્યા વગર લાચાર નજરે.... 

મિત્રો સામે એક નજર કરી, ફરી અનંત ચુપ ચાપ પોતાનું કામ કરવા માંડે છે. 

વરસાદમાં ભીંજાયેલા મિત્રો, અંદર આવીને કહે છે. 

કેમ લ્યા અનંત સાંભળતો નથી કે ? 

અનંત અંદર હતો છતાં પણ પલળેલો હતો. 

એક મિત્રએ આશ્ચર્યથી પૂછ્યું, 

અલ્યા છત તૂટેલી છે કે?

બીજો બોલ્યો... 

કે પછી, નળીયા ચૂવે છે.?

અનંત નીચું જોઈ જાય છે. 

મિત્રોની મજા ના બગડે એટલા માટે.

બધા મિત્રો  મસ્તીમાં છે. 

અનંત મૌન..... 

મૌન અનંત આવેલા ભાઈબંધો સામે જુવે છે 

અનંતના હોઠ કરૂણ મલકે છે. 

મગર... 

અંદર અંદર અનંત રડે છે... 

ચહેરો અને આંખો લાલ તગ તગ... 

બે ભઠ્ઠી વચ્ચે "અનંત" પરસેવે લથ બથ... 

"અનંત" ની સંઘર્ષ યાત્રા માથી..