ગર્ભીત રીતે કહ્યુ છે ગંભીરતાથી લેવું.
વર્ષો પહેલા ભાઈબંધે કહ્યું હતું કાં'ક એવુ.
આમ તો ક્યારેય મળતો નહીં
અમારી જેમ અવારનવાર
પણ ક્યારેક ક્યારેક ઓચિંતા મળવા આવીને
હાલચાલ પુછતા એક ભાઈબંધ ને
વર્ષો પહેલાં....
અનંતે જ્યારે એ ભાઈબંધે આવીને
ખબર અંતર પુછતા કહ્યું.
શું ચાલે છે "અનંત" આજકાલ..?
ત્યારે અનંતે મારી સામે જોઈ
મુછમા હસતા હસતા કહ્યું.
કહેવુ માટે પુછે છે.
હું કાંયજ સમજ્યો નહીં.
પછી અનંતે પેલા ને જવાબમાં અનંતે કહ્યું કે,
કહેવું છે એટલે પુછે છે ને મારા હાલચાલ.
પેલો કૈ સમજ્યો નહીં
જો કે હું પણ ક્યાં સમજ્યો હતો
તેથી પેલો મતલબે મળતો ભાઈબંધ ગયો
પછી મે અનંત ને પુછ્યું
લ્યા તે ઓલા ને શું કહ્યું.?
અનંતે કહ્યું.
પરીયાઅઅઅ...
જે અમસ્તા કોઈના આંસુ ન લુછે.
"અનંત" જ્યારે કહેવું હોય ત્યારે પુછે.
લોકો એવા પણ હોય છે આ દુનિયામાં.
એવા મતલબી લોકોમાં ન હું છું ન તું છે.!
"અનંત"
*બ્લાસ્ટ*
ઓચીંતી આવી એ પુછે છે મને,
શું ચાલે છે "અનંત" આજકાલ..?
ખુદના કહેવા છે તેથી પુછે એ મને,
મારા હાલચાલ.
"અનંત"
અનંત લીખીત હાઈકુ
જોઈતી હોય છે
તેથી, આપે છે તને,
એ છુટછાટ.
"અનંત"
આપણુ એકબીજાના જીવનમાં આવવું એ,
"અનંત" યુગો જુનુ એક ઊંડુ કારણ છે.!
તારા માટે હું "અનંત" તારા સારા કર્મો નુ ફળ છું.
અને મારા માટે તું મારા ખરાબ કર્મોનું ફળ છે.!
આમ તો જોકે આપણુ એકબીજાના,
જીવનમાં આવવું.
એ તારા સારા ને મારા ખરાબ કર્મોનું મારણ છે.
"અનંત"
*બ્લાસ્ટ*
ખોટુ સોનુ વધુ ચકમક.
ઓછું જ્ઞાન વધુ બકબક.
"અજ્ઞાની"
No comments:
Post a Comment