વર્ષો પહેલાં ભાઈ બંધે ખબર નૈ
એની કૈ ચહીતીને પૂછે લૂ
કે,
***તું વાંચે છે ને ???***
************************
આ પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
પ્રેમ શું ચીજ છે ! તું મને સમજાવ પ્રેમથી.
તારા પ્રેમમાં જો ખરી કશક હો'તો,દૂરથી-
આ હ્રદયને તું સ્પર્શી બતાવ પ્રેમથી.
યા એ અસર હું પૈદા કરી દઉં તારામાં.
તું એક વાર જો મારી પાસે આવ પ્રેમથી.
આ હ્રદયમાં ઘાવ ઘણા છે ! દર્દ થોડું-
ઓછું થાય, એકા’દ જો તું રૂજાવ પ્રેમથી.
હવા પણ ! આપણી વચ્ચેથી પસાર ના-
થઈ શકે ! એમ મને ગલે લગાવ પ્રેમથી.
હ્રદય તારું પણ ભારે ભારે થયું છે ને ?
તો, તુયે રડ,ને મને પણ રડાવ પ્રેમથી.
હું ભીંજવું આંશુથી ઓઢણી તારી.ખભો-
મારો તું તારા આંશુંથી ભીંજાવ પ્રેમથી.
“અનંત” મારે યુગોનો પ્રેમ કરી લેવો છે.
ક્ષણમા.તું એક ક્ષણ પાસે આવ પ્રેમથી.
&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
https://m.facebook.com/photo.php?fbid=192100344233008&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

No comments:
Post a Comment